India will give a befitting reply to the perpetrators of the Pulwama terror attack: PM Modi
Defence corridor in Bundelkhand will be a boon for the region: PM Modi
Guided by the mantra of 'Sabka Saath, Sabka Vikas', we are moving ahead on the path of development: PM Modi in Jhansi

મારા વહાલા ભાઈઓ અને બહેનો…..

દેશમાં આજે ભારે ઉદ્વેગ અને દુઃખની લાગણી છે. હું અહિં આપ સૌની લાગણીઓને પણ સારી રીતે સમજી શકું છું. પુલવામામાં આતંકીઓએ જે હુમલો કર્યો છે તેના કારણે દરેક ભારતીયમાં આક્રોશ પ્રવર્તે છે. આપણા વીર જવાનોએ દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે. તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય એવો વિશ્વાસ હું આ ઝાંસીની ધરતી પરથી, વીરો અને વીરાંગનાઓની ધરતી પરથી 130 કરોડ ભારતવાસીઓને આપવા માગું છું.

આપણા સુરક્ષાદળોના શૌર્ય, તેમના પરાક્રમને દેશે જોયો છે અને આપણા દેશમાં કોઈ એવું પણ ન હોઈ શકે કે જેને આપણી સેનાના શૌર્ય અને સામર્થ્ય પર રતીભાર પણ શંકા હોય. દેશને તેમના સામર્થ્ય અને શોર્ય પર ખૂબ-ખૂબ વિશ્વાસ છે.

અને મારા વ્હાલા દેશવાસીઓ. અહીંયા આશીર્વાદ આપવા માટે આવેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. સુરક્ષાદળોએ આગળની કાર્યવાહી નક્કી કરવા માટે કયો સમય નક્કી કરવો તથા કયા સ્થળે અને કેવા સ્વરૂપે કરવી તે અંગે તમામ નિર્ણયો લેવા માટેની તેમને છૂટ આપવામાં આવી છે. પુલવામા હુમલાના ગૂનેગારો અને કાવતરા કરનારાઓને તેમના કામોની સજા જરૂર મળશે. આપણો પડોશી દેશ એ ભૂલી રહ્યો છે અને આ નવી નીતિ અને નવી રીતિ અપનાવરો ભારત દેશ છે. આતંકી સંગઠનો અને તેમના આકાઓએ જે હેવાનિયત આચરી છે તેનો પૂરો હિસાબ ચૂકવવામાં આવશે.

સાથીઓ, આપણો પડોશી દેશ આ સમયે ખરાબ આર્થિક હાલત અને ખૂબ ખરાબ સ્થિતિમાં પસાર થઈ રહ્યો છે. આ સમયે તે હવે અલગ પડી ગયો છે. તેની હાલત એટલી ખરાબ કરવામાં આવી છે કે મોટા-મોટા દેશો તેની સાથે અંતર રાખતા થઈ ગયા હોવાના કારણે તેને રોજબરોજનો ખર્ચ કરવાનું પણ મુશ્કેલ બની ગયું છે. કટોરો લઈને તે ફરી રહ્યા છે, પરંતુ આજે દુનિયામાંથી તેમને આસાનીથી મદદ પણ મળતી નથી. ખરાબીના આ સમયમાં પણ તેમણે જે રીતે હુમલો કર્યો છે, પુલવામામાં જે તબાહી મચાવી છે તેનાથી એ લોકો વિચારતા હશે કે ભારત પણ બેહાલ થઈ જશે. આપણાં દુશ્મન કે જે પાકિસ્તાનમાં બેઠેલા લોકો છે તે સારી રીતે સમજી લે કે તેમણે જે રસ્તો અપનાવ્યો છે, તેના કારણે તમે તમારી બરબાદી જોઈ રહ્યા છો. અને અમે જે રસ્તો અપનાવ્યો છે તેના કારણે અમે દિવસે બમણી અને રાત્રે ચાર ગણી ઉન્નતિ સાથે આગળ વધી રહ્યા છીએ તે દુનિયા જોઈ રહી છે.

ભાઈઓ અને બહેનો, આપણાં પડોશી દેશના મનમાં જે વિચાર છે તેનો ભારતના 130 કરોડ લોકો સાથે મળીને જડબાતોડ જવાબ આપશે.

સાથીઓ, આજે વિશ્વના મોટા મોટા દેશો ભારતની પડખે ઉભા રહી ગયા છે. ભારતની ભાવનાઓનું સમર્થન કરી રહ્યા છે. મારી પાસે જે સંદેશા આવી રહ્યા છે તેના પરથી ખ્યાલ આવે છે કે તે લોકો પણ આટલા જ દુઃખી છે અને આપણાં જેટલો જ ગુસ્સો ધરાવે છે. સમગ્ર વિશ્વની બિરાદરી આતંકના આ સરપરસ્ત લોકોને ખતમ કરવાનો મત ધરાવે છે. અને સાથીઓ, બહાદૂર દીકરાઓ અને બહાદૂર દીકરીની આ ધરતી જાણે છે કે તે લોકો ગમે તેટલાં કાવતરા કરશે તેનો મુકાબલો કરવામાં આવશે. આ ધરતી સાક્ષી છે કે ભારતની રક્ષા અને તેના સંતાનોની રક્ષા અમારા માટે સર્વોપરી છે.

સાથીઓ, આ ધરતી મણિકર્ણિકાની શૌર્ય ભૂમિ છે, જેમણે ઝાંસીની રાણી તરીકે દેશની આઝાદીના આંદોલનને એક નવો જોશ અને નવી પ્રેરણા આપી હતી. મણિકર્ણિકા કાશીની બેટી હતી અને મારૂં એ સૌભાગ્ય છે કે ત્યાંના લોકોએ, કાશીએ મને તેમનો સંસદ સભ્ય બનાવ્યો છે અને એટલા માટે જ તેમની જન્મભૂમિ, મારી કર્મ ભૂમિ પોતાની રીતે બુંદેલખંડમાંથી એક વિશેષ સ્નેહ સાથે મને સાંકળી લે છે. બુંદેલ ખંડે દેશભક્તિથી માંડીને દેશની શ્રદ્ધા બાબતે દરેક પળે, એક નવી ઉંચાઈ હાંસલ કરી હોય તેવી આ ધરતી છે. મને યાદ છે કે હું જ્યારે અગાઉ તમારી વચ્ચે આવ્યો હતો ત્યારે મેં તમને વચન આપ્યું હતું કે તમે મને જે સ્નેહ આપી રહ્યા છો તેને હું વ્યાજ સહિત પાછું આપીશ, તમને યાદ છે ને? યાદ છે ને કે વ્યાજ સહિત પાછુ આપીશ તેમ કહ્યું હતું મેં તમને. અમે વચનનું પાલન કરનાર વ્યક્તિ છીએ અને નિર્ધાર કરીને નિકળીએ છીએ તેને પૂર્ણ કરીને જ અટકીએ છીએ.
વિતેલા સાડા ચાર વર્ષમાં કેન્દ્ર સરકાર આ કામગીરીમાં સતત લાગેલી છે અને અહિંયા ભાજપની સરકાર બન્યા પછી યોગીજીના નેતૃત્વમાં વિકાસને ગતિ મળી છે. રાજ્યની તેમની પૂરી ટીમ વિકાસને વધુ તેજ ગતિથી આગળ ધપાવવા માટે કામ કરી રહી છે.

સાથીઓ, વિકાસની આ પરંપરા એટલે કે બાળકોનું શિક્ષણ, યુવાનોની કમાણી, વૃદ્ધો માટેની દવા, ખેડૂતો માટે સિંચાઈ અને દરેક વ્યક્તિને સાંભળવામાં આવે તે રીતે ભાજપ સરકાર કામ કરી રહી છે. આ હેતુ પાર કરવા માટે આગળ વધતાં વધતાં અમે બુંદેલખંડ અને ઉત્તરપ્રદેશના વિકાસ સાથે જોડાયેલા લગભગ રૂ. 10 હજાર કરોડના વિકાસ કાર્યોનું શિલારોપણ અને લોકાર્પણ કર્યું છે. તેમાં સુરક્ષા, રોજગારી, રેલવે, વિજળી અને પાણી જેવી અનેક યોજનાઓ જોડાયેલી છે.

ભાઈઓ અને બહેનો, બુંદેલખંડમાં હવે દેશની સુરક્ષા અને વિકાસ માટેનો કોરિડોર બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઝાંસીથી આગ્રા સુધીનો આ સુરક્ષા કોરિડોર બનવાનો છે, જે દેશને સશક્ત બનાવવાની સાથે સાથે બુંદેલખંડ અને ઉત્તરપ્રદેશના યુવાનોને રોજગારીની નવી તકો ઉપલબ્ધ કરશે. દેશ અને દુનિયાના મોટા મોટા રોકાણકારોએ અહીંયા ઉદ્યોગ સ્થાપવાની પણ ઈચ્છા દર્શાવી છે.

મને કહેવામાં આવ્યું છે કે લગભગ રૂ. 4000 કરોડના સમજૂતી કરારો થયા છે. આ સુરક્ષા કોરિડોરમાં રક્ષણ અને સંરક્ષણનો સામાન, અને તેનું ઉત્પાદન કરનારી દેશની મોટી મોટી સરકારી કંપનીઓની સાથે સાથે વિદેશી કંપનીઓ પણ અહિંયા ઉદ્યોગ સ્થાપશે.

ભાઈઓ અને બહેનો, જ્યારે-જ્યારે મોટા ઉદ્યોગો સ્થપાવા માંડે છે ત્યારે તેની આસપાસ નાના ઉદ્યોગોનો પણ વિકાસ થાય છે. એક પૂરી અર્થવ્યવસ્થા અને એક સંપૂર્ણ વાતાવરણ તૈયાર થાય છે. ઝાંસી અને આસપાસના વિસ્તારોના જે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો છે તેમને આ કોરિડોરના કારણે ઘણો લાભ થવાનો છે. આ કોરિડોરને કારણે અહિંના લાખો યુવાનોને સીધી રોજગારી મળશે. એટલું જ નહીં, અહીંના યુવાનોનું કૌશલ્ય કેવી રીતે વધે અને તેમનો વિકાસ થાય તે રીતે અહીં આવનારી કંપનીઓ કામ કરવાની છે. કૌશલ્યમાં નિપુણતા હાંસલ થાય અને તે લોકો પોતાના જ ગામમાં રહીને રોજી રોટી કમાઈ શકે અને તેમણે અહીંથી બહાર જવું પડે નહીં તેવો ઈરાદો છે.

હું તો ગુજરાતમાં રહેતો હતો, પરંતુ ભાગ્યે જ બુંદેલખંડનો કોઈ વિસ્તાર હશે કે ત્યાંના લોકો અમારા ગુજરાતમાં આવીને રહેતા ના હોય. હું તમારાથી ખૂબ સારી રીતે પરિચીત છું અને લોકોએ અગાઉ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે બુંદેલખંડ જેવો વિસ્તાર ઉદ્યોગના વિકાસનું કેન્દ્ર બની શકશે. હું તમને મારો અનુભવ જણાવવા માગું છું. ગુજરાતનીમાં, પાકિસ્તાનની સરહદ પર રણ જેવો અમારો કચ્છ જિલ્લો છે. મોટો જિલ્લો છે, કોઈ અધિકારી ત્યાં નોકરી કરવા માટે જવા તૈયાર થતા નથી અને લોકો પણ ત્યાં વસવાટ કરવા માટે તૈયાર થતા નથી. અહિંની વસતિનો પણ નકારાત્મક વિકાસ થાય છે, અહિંની વસતિ પણ વધવાને બદલે ઘટી રહી છે કારણ કે અહીં પાણી પણ નહોતું અને રોજી-રોટી રળવા માટેની કોઈ શક્યતા નહોતી.

પરંતુ વર્ષ 2001ના ભૂકંપ પછી હું મુખ્યમંત્રી હોવાના કારણે કામગીરીની જવાબદારી મારા માથે આવી પડી. આટલા થોડા સમયમાં, જે કચ્છ જિલ્લો રણ તરીકે ઓળખાતો હતો, પાણી પણ ઉપલબ્ધ નહોતું. લગ્ન માટે કોઈ પોતાની દીકરી ત્યાં આપવા તૈયાર નહોતું. આ કચ્છ જિલ્લો આજે ભારતમાં સૌથી ઝડપી ગતિ સાથે આગળ વધનારો જિલ્લો બની ચૂક્યો છે. આગળ વધી રહ્યો છે. મેં મારી નજર સમક્ષ જોયું છે, મેં કચ્છને જાતે વિકસીત થતો મારી આંખે જોયો છે. હું આજે કલ્પના કરી શકું છું કે આ બુંદેલખંડ એવું જ બનીને રહેશે તેવું હું મારી આંખે જોઈ રહ્યો છું.

જો કચ્છ એવું બની શકતું હોય તો બુંદેલખંડ પણ બની શકે છે એવો મારો વિશ્વાસ છે અને એટલા માટે આપણે જે નિરાશામાં જીવતા હતા, વિકાસ અંગે વિચાર કરવાનું પણ વિચારી શકતા નહોતા. તે ધરતીને તે સ્થિતિમાંથી બહાર લાવવાનો સંકલ્પ લઈને એક ખૂબ મોટા પરિવર્તનના ઈરાદા સાથે અમે હવે આ સંરક્ષણ કોરિડોરનું કામ કરવામાં આગળ વધી રહ્યા છીએ.

સાથીઓ, હુ અત્યારે અહીંના એક વધુ પડકાર અંગે પણ વાત કરવા માગું છું. આ પડકાર છે પાણીનો. પાણી અહીંનો સૌથી મોટો પડકાર છે. બુંદેલખંડની ધરતીએ અને આપ સૌએ પાણી માટે કેટલો બધો સંઘર્ષ કરવો પડે છે તેનો મને સારી રીતે ખ્યાલ છે. યોગી આદિત્યનાથજીની સરકારને પણ તેનો પૂરો ખ્યાલ છે અને તમને પાણીની સમસ્યાથી મુક્તિ આપવાના પ્રયાસને આગળ વધારીને આજે રૂ. 9,000 કરોડની પાઈપ લાઈનની શિલારોપણ વિધિ કરવામા આવી છે.

બુંદેલખંડની તમામ માતાઓ અને બહેનો અમને ભરપૂર આશીર્વાદ આપે કે જેથી અમે આ કામ શક્ય તેટલું ઝડપથી પૂરૂ કરીને તમારા સુધી પીવાનું પાણી પહોંચાડી શકીએ. આજે પાણી માટે ઘરમાં જો કોઈને સૌથી વધુ પરેશાની હોય તો તે મહિલાઓને હોય છે. હું તમારૂં કરજ ચૂકવવા આવ્યો છું. તમને આ સંકટમાંથી મુક્તિ અપાવવા માટે આવ્યો છું. તમે અમને આશીર્વાદ આપો કે પાણીની પાઈપ લાઈન અમે તમારા સુધી પહોંચાડી શકીએ. હું તો કહીશ કે પાણીની આ પાઈપ લાઈન એ માત્ર પાઈપ લાઈનનો પ્રોજેક્ટ નથી, આ વિસ્તારની માત્ર પાઈપ લાઈન નથી પણ તે લાઈફ લાઈન છે, લાઈફ લાઈન છે.

ભાઈઓ અને બહેનો,આ યોજનાને પૂરી કર્યા પછી, બુંદેલખંડના તમામ જિલ્લા એટલે કે ઝાંસી, લલિતપુર, જાલૌન, હમીરપુર, મહોબા, બાંદા અને ચિત્રકૂટના લગભગ ગામને પીવાનુ પાણી મળવાનુ કામ આ પાઈપલાઈનને કારણે આસાન થવાનુ છે. આ રીતે જ ઝાંસી આસપાસનાં ગામોમાં પણ અમૃત યોજના હેઠળ કેન્દ્ર સરકારે રૂ. 600 કરોડના ખર્ચે યોજના બનાવી છે. બેતવા નદીના પાણીથી ઝાંસી શહેરના લોકોની તરસ તો છીપશે જ, પણ સાથે સાથે આસપાસના અનેક ગામો સુધી પણ પીવાનુ પાણી પહેંચી જશે. ભાઈઓ અને બહેનો, આ તમામ યોજનાઓ વર્તમાન સમયની જરૂરિયાત તો પૂરી કરશે જ, પણ તેની સાથે સાથે ભૂતકાળની જરૂરિયાતો પણ પૂરી કરશે.

ભાઈઓ અને બહેનો, પહાડી બંધ યોજનાના આધુનિકીકરણને કારણે પણ ખેડૂતોને ઘણો લાભ મળવાનો છે. અગાઉ આ બંધમાંથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી પહોચતું ન હતું, ગેટ પડી જવાને કારણે પણ લીકેજ થતુ હતું. હવે પાણીનુ લીકેજ બંધ કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે આ બજેટમાં ભાજપની સરકાર ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી’ના નામે એક ઐતિહાસિક યોજના લઈને આવી છે. આ યોજના હેઠળ, જે ખેડૂતો પાસે પાંચ એકરથી ઓછી જમીન છે, તેમના ખાતામાં દર વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 6,000 સીધા જમા કરવામાં આવશે. આ રકમ રૂ. 2000 હજારના ત્રણ હપ્તામાં તમારા સુધી પહોંચાડવામાં આવશે. સરકારનો એવો અંદાજ છે કે ઉત્તરપ્રદેશમાં પણ 2 કરોડ 25 લાખ ખેડૂતો આ યોજનાના લાભાર્થી બનશે કે જેમને આ યોજનાનો લાભ મળવાનો છે. ઉત્તરપ્રદેશના 2 કરોડ 25 લાખ ખેડૂતોમાંથી 2 કરોડ 14 લાખ ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાનો છે. એક રીતે કહીએ તો લગભગ બધાંને એટલે કે ઉત્તરપ્રદેશના લગભગ તમામ લોકોને એટલે કે ઉત્તરપ્રદેશના લગભગ તમામ જિલ્લાઓમાં 95 ટકાથી વધુ ખેડૂતોને આ યોજનાથી ફાયદો થવાનો છે.

સાથીઓ, પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ હવે પછીના 10 વર્ષમાં બધા મળીને સાડા સાત લાખ કરોડ રૂપિયા ખેડૂતોના બેંકના ખાતામાં સીધા જમા થવાના છે. અને એ બાબત પણ હંમેશને માટે યાદ રાખો કે આ પૈસા સીધા ખેડૂતોના બેંકના ખાતામાં પહોંચશે, કોઈ વચેટીયો નહી હોય, કોઈ દલાલ નહીં હોય કે જે તમારો હકક મારી ખાશે.

સાથીઓ, વિતેલા સાડા ચાર વર્ષમાં એટલી ઝડપથી ગરીબો અને ખેડૂતોનાં ખાતાં ખોલાવવામાં આવ્યાં હતાં તેની પાછળ અમારા લાંબા સમયની વિચારણા કામ કરતી હતી. અમસ્તા જ ખાતાં ખોલાવવા માટે મહેનત કરી રહ્યા ન હતા. તમારાં બેંકનાં ખાતાં ખોલાવીને અમારી સરકારે એવી વ્યવસ્થા કરી છે કે પૈસા સરકારી ખજાનામાંથી આઘા-પાછા થવાને બદલેતમારા ગેસની સબસીડી, મજૂરોની મજૂરી અને બાળકોની શિષ્યવૃત્તિઓના પૈસા તમારા ખાતામાં સીધા જમા થઈ જાય. અને આ કારણે જ લીકેજ બંધ થઈ ગયું. શું તમને ખબર છે કે દેશના લગભગ એક લાખ કરોડ રૂપિયાની બચત થઈ રહી છે, આ એક લાખ કરોડ રૂપિયા કે જે અગાઉ કોઈના ખીસ્સામાં જતા હતા.તમને લૂંટનારા વચેટીયાઓ અને તમારી વચ્ચે આ મોદી દિવાલ બનીને ઉભો છે.

ભાઈઓ અને બહેનો, ખેડૂતોની સાથે સાથે અમારી સરકારે પશુ પાલકો માટે પણ અને બુંદેલખંડમાં આ બાબત ખૂબ જ મહત્વની છે. પશુપાલકોતથા માછીમારી કરનારા લોકોના માટે એક ખૂબ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે પશુપાલકોને પણ ક્રેડીટ કાર્ડથી ધિરાણની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે, જેથી તે તેમના ધંધાને આગળ ધપાવી શકે. જે પશુપાલકોએ શાહુકારો પાસેથી પૈસા લેવા પડતા હતા અને વ્યાજ ચૂકવતાં ચૂકવતાં પોતાની પૂરી જીંદગી ખતમ થઈ જતી હતી. આ ચક્રમાંપશુપાલકો અને ખેડૂતોને બહાર કાઢવાનું પણ અમે બીડુ ઝડપી લીધુ છે.

આ બધા ઉપરાંત એક બીજો મહત્વનો નિર્ણય ખેડૂતોના હિતમાં લેવમાં આવ્યો છે. અગાઉ ખેડૂતોને બેંકમાંથી રૂ. 1 લાખ સુધીનુ ધિરાણ ગેરંટી વગર મળતુ હતુ. અમે નિર્ણય કર્યો છે કે સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અને ખેડૂતો પણ આધુનિક ખેતી કરવામાં જોડાઈ જાય અને તેમનો હાથ થોડો ખૂલ્લો રહે તે હેતુથી રૂ. 1 લાખની રકમથી વધારીને એટલે કે આ રકમમાં વધારો કરીને હવે રૂ. 1 લાખ 60 હજાર આપવાનો નિર્ણય કર્યો છે. એટલે હવે ખેડૂત રૂ. 1 લાખ, 60 હજાર સુધીનુ ખેત ધિરાણ બેંક ગેરંટી વગરમેળવી શકે છે. તેણે શાહુકારો પાસે જવાની જરૂર નહી પડે.

આ રીતે પશુ ધનને ધ્યાનમાં રાખીને સરકારે કામધેનુ આયોગની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ રૂ. 500 કરોડની જોગવાઈ ગૌ માતા અને ગૌવંશની દેખરેખ રાખવા માટે કરવામાં આવી છે. તેની સાથે જોડાયેલા નિયમોને અસરકારક રીતે લાગુ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. બુંદેલખંડમાં જે રીતે પશુઓ માટે ઘાસચારાની તંગી છે અને ગાયોની તસ્કરીની પણ ગંભીર સમસ્યા રહે છે તે જોતાં કામધેનુ આયોગ એક ખૂબ મહત્વનુ કદમ છે.

સાથીઓ, આ પડકારોની સાથે સાથે તમારી વિજળીની તકલીફને દૂર કરવા માટે અહીંની ટ્રાન્સમિશન સિસ્ટમમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. હવે બુંદેલખંડ સહિત પશ્ચિમ ઉત્તરપ્રદેશના ઘણાં વિસ્તારોની વિજળી વ્યવસ્થામાં સુધારો થયો છે. હવે પશ્ચિમની અને ઉત્તરની ગ્રીડમાં પેદા થતી વિજળીનું આસાનીથી અલગ અલગ ક્ષેત્રોમાં ટ્રાન્સમિશન કરી શકાશે.

સાથીઓ, બુંદેલખંડને એક્સપ્રેસવે અથવા તો અહી રેલવેની સુવિધા હાંસલ થાય તે માટે અમારી સરકાર સતત પ્રયાસ કરવા તરફનો ઝોક ધરાવે છે. ઝાંસીથી માણેકપુર અને ખેરારથી ભીમસેન વિભાગની લાઈન બમણી કરવામાં આવી રહી છે. એટલે હવે ઝાંસીથી ખેરાર અને ભીમસેન સુધીના રૂટનુ વીજળી કરણ કરવામાં આવશે એટલે આ યોજનાઓને કારણે સમગ્ર વિસ્તારને ખૂબ જ લાભ થવાનો છે.

ભાઈઓ અને બહેનો. કિસાન હોય, જવાન હોય, કે પછી મારા નવયુવાન દિકરા કે દિકરીઓ હોય, બધા માટે એક સંપૂર્ણ વિચાર કરીને વિકાસનો મંત્ર લઈને, સબકા સાથ સબકા વિકાસ- નો મંત્ર લઈને કોઈની સાથે ભેદભાવ રાખ્યા વગર આ મંત્ર લઈને અમે કામ કરી રહ્યા છીએ. અને એ માટે આ શક્ય બની રહ્યું છે કારણ કે તમે સાડા ચાર વર્ષ પહેલાં કેન્દ્રમાં તમે જ મજબૂત સરકાર બનાવી હતી. અને હું માનુ છું કે સમગ્ર દેશ આ માટે ઉત્તરપ્રદેશનો આભારી છે. કારણ કે ભારતને 30 વર્ષમાં આ પહેલીવાર એક મજબૂત સરકાર કેન્દ્રમાં બની શકી છે. 30 વર્ષમાં પહેલીવાર એક મજબૂત સરકાર આપવી, સ્થિર સરકાર આપવી, એ કામમાં સૌથી મોટી ભૂમિકા જો કોઈએ બજાવી હોય તો તે મારા ઉત્તરપ્રદેશે બજાવી છે. મારા ઉત્તરપ્રદેશના મતદાતાઓએ આ ભૂમિકા બજાવી છે. ઉત્તરપ્રદેશના આ મતદાતાઓની શક્તિએ પૂરા ભારતનુ ભાગ્ય બદલી નાખ્યું છે. 30 વર્ષથી નિરાશાની ખાઈમાં ડૂબેલા આ દેશને નવી આશા આપવાનુ આ કામ 2014માં ઉત્તરપ્રદેશની જનતાએ કરી બતાવ્યું છે. મને વિશ્વાસ છે કે વિકાસ માટે નૂતન ભારતની રચના માટે ફરી એક વાર આવનારા દિવસોમાં તમે મને વધુ મજબૂતી આપશો તેવી આશા રાખુ છું.

ભાઈઓ અને બહેનો, ફરી વાર વિકાસની રોજગારી સાથે જોડાયેલી યોજનાઓ માટે હું તમને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હું ઉમાજીને પણ વિશેષપણે અભિનંદન આપવા માગું છું કે દરેક નાની નાની બાબતો લઈને આ ક્ષેત્રનો વિકાસ કરવા માટે જે મનોભાવ સાથે સરકારના દરેક વિભાગને તે વારંવાર યાદ અપાવતા રહ્યા છે, દોડતા રહ્યા છે, હું સમજું છું કે એક સાંસદ તરીકે સમગ્ર દેશની જવાબદારીઓની સાથે-સાથે જે રીતે તે પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યા છે તે માટે હું ઉમાજીને પણ ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું, તેમને ખૂબ-ખૂબ ધન્યવાદ આપું છું. મારી સાથ પૂરી તાકાતથી બોલો

ભારત માતાની જય,

ભારત માતાની જય,

ભારત માતાની જય,

ભારત માતાની જય,

ખૂબ-ખૂબ ધન્યવાદ….

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Annual malaria cases at 2 mn in 2023, down 97% since 1947: Health ministry

Media Coverage

Annual malaria cases at 2 mn in 2023, down 97% since 1947: Health ministry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles passing away of former Prime Minister Dr. Manmohan Singh
December 26, 2024
India mourns the loss of one of its most distinguished leaders, Dr. Manmohan Singh Ji: PM
He served in various government positions as well, including as Finance Minister, leaving a strong imprint on our economic policy over the years: PM
As our Prime Minister, he made extensive efforts to improve people’s lives: PM

The Prime Minister, Shri Narendra Modi has condoled the passing away of former Prime Minister, Dr. Manmohan Singh. "India mourns the loss of one of its most distinguished leaders, Dr. Manmohan Singh Ji," Shri Modi stated. Prime Minister, Shri Narendra Modi remarked that Dr. Manmohan Singh rose from humble origins to become a respected economist. As our Prime Minister, Dr. Manmohan Singh made extensive efforts to improve people’s lives.

The Prime Minister posted on X:

India mourns the loss of one of its most distinguished leaders, Dr. Manmohan Singh Ji. Rising from humble origins, he rose to become a respected economist. He served in various government positions as well, including as Finance Minister, leaving a strong imprint on our economic policy over the years. His interventions in Parliament were also insightful. As our Prime Minister, he made extensive efforts to improve people’s lives.

“Dr. Manmohan Singh Ji and I interacted regularly when he was PM and I was the CM of Gujarat. We would have extensive deliberations on various subjects relating to governance. His wisdom and humility were always visible.

In this hour of grief, my thoughts are with the family of Dr. Manmohan Singh Ji, his friends and countless admirers. Om Shanti."