Bihar is blessed with both 'Gyaan' and 'Ganga.' This land has a legacy that is unique: PM
From conventional teaching, our universities need to move towards innovative learning: PM Modi
Living in an era of globalisation, we need to understand the changing trends across the world and the increased spirit of competitiveness: PM
A nation seen as a land of snake charmers has distinguished itself in the IT sector: PM Modi
India is a youthful nation, blessed with youthful aspirations. Our youngsters can do a lot for the nation and the world: PM

વિશાળ સંખ્યામાં ઉપસ્થિત તમામ નવયુવાન સાથીઓ,
હમણાં જ આપણા મુખ્યમંત્રીજી જણાવી રહ્યા હતા કે હું દેશનો પહેલો પ્રધાનમંત્રી છું જે પટના યુનિવર્સીટીના કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યો છું. હું તેને મારૂ સૌભાગ્ય માનું છું અને મેં જોયું છે કે અગાઉના જેટલા પણ પ્રધાનમંત્રી થઇ ગયા તેઓ અનેક સારા કામ મારા માટે છોડીને ગયા છે. અને તેવું જ સારું કામ કરવાનું મને આજે સૌભાગ્ય મળ્યું છે.
હું સૌથી પહેલા આ પવિત્ર ધરતીને નમન કરું છું કારણકે આજે આપણો દેશ જ્યાં પણ છે તેને ત્યાં સુધી પહોંચાડવામાં આ યુનિવર્સીટી કેમ્પસનું ઘણું મોટું યોગદાન છે. ચીનમાં એક કહેવત છે કે જો તમે આખા વર્ષનું વિચારો છો તો અનાજ વાવો, જો તમે 10-20 વર્ષનું વિચારો છો તો ફળોના વૃક્ષ વાવો, પરંતુ જો તમે પેઢીઓનું વિચારો છો તો તમે મનુષ્યને વાવો. આ પટના યુનિવર્સીટી તેનું જીવતું જાગતું ઉદાહરણ છે કે 100 વર્ષ પહેલા જે બીજ વાવવામાં આવ્યું હતું, 100 વર્ષની અંદર અનેક પેઢીઓ અહીં આવીને માં સરસ્વતીની સાધના કરીને આગળ નીકળી ગઈ, પરંતુ તે સાથે સાથે દેશને પણ આગળ લઇ ગઈ. અહિંયા કેટલાક રાજનેતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે જેઓ આ જ યુનિવર્સીટીમાંથી નીકળીને કઈ રીતે જુદી જુદી જગ્યાઓ પર તેમણે સેવાઓ કરી છે, પરંતુ આજે હું અનુભવ સાથે કહી શકું છું કે આજે હિન્દુસ્તાનનું ભાગ્યે જ કોઈ રાજ્ય એવું હશે જ્યાં સનદી સેવાનું નેતૃત્વ કરનારા પહેલા 5 લોકોમાં બિહારની પટના યુનિવર્સીટીનો વિદ્યાર્થી ના હોય એવું બની જ ના શકે.
એક દિવસમાં હું ભારતમાં રાજ્યોમાંથી આવેલા દરેક નાના મોટા અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરતો હોઉ છું. દરરોજ 80-90-100 લોકો સાથે વાત કરવા માટે હું બેસું છું, દોઢ બે કલાક હું વાતચીત કરું છું અને હું અનુભવ કરું છું કે તેમાં સૌથી મોટો હિસ્સો બિહારનો હોય છે. તેમણે સરસ્વતીની ઉપાસનામાં પોતાની જાતને ખપાવી દીધી છે. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે હવે આપણે સરસ્વતી અને લક્ષ્મી બંનેને સાથે સાથે ચલાવવાના છે. બિહારની પાસે સરસ્વતીની કૃપા છે, બિહારની પાસે લક્ષ્મીની કૃપા પણ થઇ શકે છે અને એટલા માટે આ ભારત સરકારનો વિચાર છે કે, આ સરસ્વતી અને લક્ષ્મીનું મિલન કરાવીને બિહારને નવી ઉંચાઈઓ પર લઇ જવાનું છે.
નીતિશજીની જે પ્રતિબદ્ધતા છે, બિહારના વિકાસ પ્રત્યે તેમની જે પ્રતિબદ્ધતા છે અને ભારત સરકાર પૂર્વી ભારતના વિકાસ પ્રત્યે સંકલ્પબદ્ધ છે, આ બંને બાબતો 2022 માં જયારે દેશ આઝાદીના 75 વર્ષ ઉજવશે ત્યારે મારું બિહાર રાજ્ય પણ હિન્દુસ્તાનના સમૃદ્ધ રાજ્યોની બરાબરીમાં આવીને ઉભું રહે, તેવો સંકલ્પ લઈને આગળ વધવાનું છે.
આપણી આ પટના નગરી ગંગાજીના તટ પર છે અને જેટલી જૂની ગંગાની ધારા છે બિહાર તેટલી જ જૂની જ્ઞાન ધારાની વિરાસતનું માલિક છે. જેટલી જૂની જ્ઞાન ગંગાની વિરાસત છે, જેમ જેટલી ગંગા ધારાની વિરાસત તમારી પાસે છે. હિન્દુસ્તાનમાં જયારે પણ ચર્ચા થાય છે તો નાલંદા વિક્રમશીલાને કોણ ભૂલી શકે છે. માનવ જીવનના સંશોધનના ક્ષેત્રમાં ભાગ્યે જ કોઈ એવા વિસ્તારો હશે જેમાં સદીઓથી આ ધરતીનું યોગદાન ના રહ્યું હોય, આ ધરતીનું નેતૃત્વ ના રહ્યું હોય. જેની પાસે આટલી મહત્વની વિરાસત હોય, તે વિરાસત પોતાનામાં જ એક ખુબ મોટી પ્રેરણા હોય છે અને જે પોતાના સમૃદ્ધ ઈતિહાસનું સ્મરણ રાખે છે તેની જ કુખમાં ભાવી ઈતિહાસનું ગર્ભાધાન થાય છે. જે ઈતિહાસને ભૂલી જાય છે તેની જ કૂખ વાંઝણી રહી જાય છે અને એટલા માટે ભાવી ઈતિહાસ કે નિર્માણનું ગર્ભાધાન પણ સમૃદ્ધ શક્તિશાળી ભવ્ય, દિવ્ય ભારતનું સપનું પણ તેનું ગર્ભાધાન પણ આ જ ધરતી પર શક્ય છે અને આ ધરતી પરથી પુલકિત થવાનું સામર્થ્ય છે. કારણકે આની પાસે મહાન ઐતિહાસિક વિરાસત છે, સંસ્કૃતિક વિરાસત છે, જીવતું જાગતું ઉદાહરણ છે. હું સમજુ છું કે આટલું મોટું સામર્થ્ય ભાગ્યે જ કોઈની પાસે હોય છે.
એક સમય હતો, જયારે આપણે શાળા કોલેજમાં શીખવા માટે જતા હતા, પરંતુ તે યુગ સમાપ્ત થઇ ગયો છે. આજે વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું છે, માનવીની વિચારધારા જે રીતે બદલાઈ રહી છે, વિચારવાની સીમા જે રીતે બદલાઈ રહી છે, ટેકનોલોજીનું ઇનવોલ્વમેન્ટ, જીવનની વિચારધારાને, જીવનના વ્યવહારને, જીવનની રીતને સંપૂર્ણ રીતે પરિવર્તિત કરી રહ્યું છે, ત્યારે આપણી યુનિવર્સીટીઓ પણ યુનિવર્સીટીમાં આવનારા પ્રત્યેક વિદ્યાર્થીની માટે એક બહુ મોટો પડકાર આ છે, પડકાર એ નથી કે નવું શું શીખવાડવામાં આવે, પડકાર એ છે કે જુનું જે શીખીને આવ્યા છીએ તેને કેવી રીતે ભૂલીએ. શીખવું નહી, શીખેલું ભૂલી જવું અને ફરીથી શીખવું એ આજના યુગની ઘણી મોટી જરૂરિયાત છે.
ફોર્બ્સ મેગેઝીનના શ્રીમાન ફોર્બ્સે એકવાર જણાવ્યું હતું શિક્ષણની એક રસપ્રદ વ્યાખ્યા તેમણે આપી હતી, તેમણે કહ્યું કે શિક્ષણનું કામ છે મગજને ખાલી કરવું. આપની માન્યતા શું છે, મગજને ભરતા રહેવું, ગોખ્યા કરવું, નવી નવી વસ્તુઓ કરતા રહેવું, ભરતા રહેવું. ફોર્બ્સનું માનવું છે કે શિક્ષણનો ઉદ્દેશ્ય છે મગજને ખાલી કરવું અને આગળ કહ્યું મગજને ખોલવું. જો સાચા અર્થમાં યુગાનુકુળ પરિવર્તન લાવવું હોય તો આપણે સૌએ પણ આપણી યુનિવર્સીટીઓમાં મગજ ખાલી કરવાનું અભિયાન ચલાવવું પડશે, મગજ ખોલવાનું અભિયાન ચલાવવું પડશે, જયારે ખુલશે તો ચારેય બાજુઓથી નવા વિચારોના પ્રવેશની સંભાવના થશે, જયારે ખાલી થશે તો નવું ભરવા માટેની જગ્યા થશે. અને એટલા માટે જ આજે યુનિવર્સીટીઓ તેને શિક્ષણ આપે, ટીચિંગ નહી, લર્નિંગ પર ભાર મુકીને આગળ જવાનું છે અને સમયની માંગ છે કે આપણે આપણી શિક્ષણ સંસ્થાનોને તે દિશામાં કેવી રીતે લઈ જઈએ?

માનવ સંસ્કૃતિની વિકાસ યાત્રાને જોવામાં આવે તો, એક વાત જેમાં સાતત્ય છે, નિરંતરતા છે, તે છે ઇનોવેશન, નવાચાર. દરેક યુગમાં માનવજાત કોઈ ને કોઈ નવનિર્માણ કરીને તેને પોતાની જીવનશૈલીમાં તેને જોડતી ગઈ છે. આજે નવીનતા એક મોટા સ્પર્ધાના સમયખંડમાંથી પસાર થઇ રહી છે. દુનિયામાં એ જ દેશ પ્રગતિ કરી શકે છે જે દેશ નવીનતાને પ્રાથમિકતા આપે છે. સંસ્થાનોને પ્રાથમિકતા આપે છે પરંતુ સંસ્થાનોમાં એટલો બદલાવ નથી તે માત્ર કોસ્મેટીક ચેન્જને સંશોધન ન માની શકાય. વિજ્ઞાનના જીવનના મૂળભૂત સિદ્ધાંતો પર કાલબાહ્ય વસ્તુઓથી મુક્તિ મેળવવાનો રસ્તો શોધવો અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને એવા રસ્તા શોધી કાઢવા, નવા સંસાધનો લાવવા અને જીવનને નવી ઉંચાઈઓ પર લઇ જવું એ જ સમયની માંગ છે. અને જ્યાં સુધી આપણે, આપણા બધા જ ક્ષેત્રો અને જરૂરી એક પણ જ્ઞાન અને ટેકનોલોજી એ જ સંશોધનનું ક્ષેત્ર છે, સમાજ શાસ્ત્ર પણ નવીન રીતે સમાજને દિશા આપી શકે છે. અને એટલા માટે જ આપણી યુનિવર્સીટીઓનું મહત્વ છે આવનારા યુગની જરૂરિયાતોની પૂર્તિ માટે અને વિશ્વ જે રીતે ગ્લોબલાઈઝ થયું છે તો કોમ્પિટિશન પણ ગ્લોબલાઇઝ થઇ છે, સ્પર્ધા પણ વૈશ્વિક બની છે અને આજે આપણે માત્ર પોતાના જ દેશમાં સ્પર્ધા કરવાથી ચાલશે નહી, આડોશ પાડોશ સાથે સ્પર્ધા કરીને આટલું ચાલશે નહી, એક વૈશ્વિક પરિસ્થિતિમાં અને ભવિષ્યની પરિસ્થિતિના સંદર્ભમાં પણ તે સ્પર્ધાને એક પડકારના રૂપમાં સ્વીકાર કરવી પડશે. દેશને જો આગળ વધારવો છે નવી ઉંચાઈઓ પર લઇ જવો છે, બદલાઈ રહેલા વિશ્વમાં આપણે આપણી જગ્યા શક્તિ સાથે ઉભી કરવાની છે તો આપણી યુવા પેઢી દ્વારા નવીનીકરણ પર જેટલો ભાર મુકવામાં આવશે તો આપણે દુનિયાની અંદર એક તાકાત સાથે ઉભા રહી શકીશું.

જયારે આઈટી ક્રાંતિ આવી કઈ રીતે વિશ્વની ભારત પ્રત્યેની માન્યતામાં પરિવર્તન શરૂ થયું, નહિતર દુનિયા આપણને હંમેશા સાપ અને મદારીઓવાળા દેશ તરીકે માનતી હતી. દુનિયાની એવી જ માન્યતા હતી કે ભારતીયો કાળો જાદુ, ભારતીયો ભૂત પ્રેત, ભારતીયો અંધ શ્રદ્ધા, ભારતીયો સાપ અને મદારીઓની દુનિયા, પરતું જયારે આઈટી ક્રાંતિમાં જયારે આપણા દેશના 18-20 વર્ષના બાળકો આંગળીઓ પર એક નવી દુનિયા દેખાડવાનું શરુ કરી દીધું તો વિશ્વ સાવધાન થઇ ગયું કે આ કઈ વસ્તુઓ બાળકો બતાવી રહ્યા છે. ભારત બાજુ જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો.

મને બરાબર યાદ છે જયારે હું અનેક વર્ષો પહેલા એક વાર તાઈવાન ગયો હતો, ત્યાની સરકારના નિમંત્રણ પર ગયો હતો. તો મારી સાથે એક ભાષાંતરકાર હતો. દસ દિવસનો મારો ત્યાનો પ્રવાસ હતો. તે ભાષાંતરકાર મને વાતચીતના માધ્યમના રૂપમાં મારી સાથે રહેતો હતો. હવે દસ દિવસ સાથે રહ્યા તો થોડો પરિચય થઇ ગયો થોડી મિત્રતા થઇ ગઈ. તો 6-8 દિવસ પછી તેણે મને એક દિવસ પૂછ્યું કહે સાહેબ તમને ખોટું ના લાગે તો મારે કૈક જાણકારી જોઈએ છે. મેં કહ્યું જરૂરથી પૂછો. તે કહે તમને ખોટું તો નહિ લાગે ને? મેં કહ્યું ના નહિ લાગે. કહો ને શું વાત છે? સારું સાહેબ તો પછી વાત કરીશ. સંકોચના લીધે તે બોલી ના શક્યો. પછી બીજીવાર જયારે અમે પ્રવાસમાં સાથે હતા તો મેં ફરીથી એ વાત કાઢી, મેં કહ્યું કે ભાઈ તે તમે પૂછી રહ્યા હતા, શું હતું? કહે સાહેબ, મને ઘણો સંકોચ થાય છે. મેં કહ્યું ચિંતા ના કરો, તારા મનમાં જે હોય તે પૂછો મને. તે કોમ્પ્યુટર એન્જિનિયર હતો. તો તેણે પૂછ્યું કે સાહેબ આ હિન્દુસ્તાન હજુ પણ એવું જ છે, સાપ મદારીઓવાળું, જાદુ ટોણાવાળું. તે મારી તરફ જોઈ રહ્યો. પછી મેં તેને કહ્યું મને જોઇને શું લાગે છે? તો થોડો સંકોચમાં પડી ગયો તે. થોડી શરમ અનુભવવા લાગ્યો તે. બોલ્યો માફ કરી દો, માફ કરી દો સાહેબ, મેં કૈક ખોટું પૂછી લીધું. મેં કહ્યું કે એવું નથી ભાઈ તમે સાચું જ પૂછ્યું છે. મેં કહ્યું કે તમારા મનમાં આ જે તમારી જાણકારી છે પરંતુ હવે અમારું થોડું પહેલા જેવું નથી રહ્યું, થોડું સુધારીકરણ થયું છે. તો કહે તે કેવી રીતે? મેં કહ્યું કે પહેલા અમારા જે પૂર્વજો હતા તેઓ સાપ સાથે રમતા હતા, અમારી જે નવી પેઢી છે તે ઉંદર સાથે રમે છે. તે સમજી ગયો કે હું ક્યા ઉંદર માઉસ ની વાત કરી રહ્યો છું. તે ગણેશજી વાળો ઉંદર નહી, તે કોમ્પ્યુટરવાળો ઉંદર હતો.

મારો કહેવાનો અર્થ એ છે કે આ વસ્તુઓ છે જે દેશની તાકાત આગળ વધારે છે, પરંતુ ક્યારેક ક્યારેક આપણે સિદ્ધાંતોના આધાર પર એકાદ પ્રોજેક્ટ લઈને એકાદ નવીન વસ્તુ બનાવીને કદાચ ઇનામ પણ જીતી લે છે પરંતુ આજે હિન્દુસ્તાનની સામે સૌથી મોટી આવશ્યકતા એ છે અને હું 100 વર્ષ જૂની પટના યુનિવર્સીટી જેણે દેશને ઘણું બધું આપ્યું છે, તે પવિત્ર ધરતી પરથી દેશભરના નવયુવાનોને આજે આહ્વાન કરું છું, વિદ્યાર્થીઓને આહ્વાન કરું છું, શિક્ષકોને આહ્વાન કરું છું, યુનિવર્સીટીઓને આહ્વાન કરું છું કે આપણે આપણી આસપાસ જે સમસ્યા જોઈએ છીએ, સામાન્ય માનવીની જે મુશ્કેલીઓ જોઈએ છે, તેના સમાધાન માટે કોઈ નવીન માર્ગ શોધી શકીએ છીએ ખરા? તેની માટે કોઈ નવી ટેકનોલોજી શોધી શકે છે ખરા? તેની માટે ટેકનોલોજી સસ્તી હોય, સરળ હોય, સોંઘી હોય, યુઝર ફ્રેન્ડલી હોય. જો એકવાર આવા નાના નાના પ્રોજેક્ટ્સના નવીનીકરણને આપણે બળ આપીશું તો તે આગળ જઈને સ્ટાર્ટ અપમાં પરિવર્તિત કરશે, હિન્દુસ્તાનના નવયુવાન સ્ટાર્ટ અપના માધ્યમથી યુનિવર્સીટીઓની શિક્ષા-દીક્ષાનું નવીનીકરણ, ભારત સરકારની બેન્કોની મુદ્રા યોજનાથી બેન્કિંગ મદદ અને સ્ટાર્ટ અપની દિશામાં પગલું તમે કલ્પના નથી કરી શકતા આજે હિન્દુસ્તાન સ્ટાર્ટ અપની દુનિયામાં ચોથા નંબર પર ઉભું છે અને જોત જોતામાં જ હિન્દુસ્તાન સ્ટાર્ટ અપની દુનિયામાં આગળની હરોળમાં આવી શકે છે. અને જો તે આર્થિક વિકાસની એક નવી દુનિયા હિન્દુસ્તાનના દરેક ખૂણામાં દરેક યુવાનના હાથમાં સ્ટાર્ટ અપને લઈને કૈક કરવાનો ઈરાદો હોય તો કેટલું મોટું પરિવર્તન અને પરિણામ મળી શકે છે તેનો હું બહુ સારી રીતે અંદાજો લગાવી શકું છું. એટલા માટે દેશની યુનિવર્સીટીઓને હું આમંત્રણ આપું છું, હું પટના યુનિવર્સીટીને ખાસ કરીને નિમંત્રણ આપું છું કે આવો નવીનતાને પ્રોત્સાહન આપીએ. આપણે દુનિયાથી આગળ નીકળવા માટે આપણી એક સિદ્ધિ પ્રાપ્ત કરીએ.

અને ભારતની પાસે કૌશલ્યની કોઈ ખામી નથી અને ભારત ભાગ્યવાન છે કે આજે આપણી પાસે 800 મિલિયન દેશની 65 ટકા જનસંખ્યા 35 વર્ષથી ઓછી ઉંમરની છે. મારું હિન્દુસ્તાન યુવાન છે મારા હિન્દુસ્તાનના સપના પણ યુવાન છે. જે દેશની પાસે આ તાકાત હોય તે દુનિયાને શું નથી આપી શકતો. તે દેશ પોતાના સપનાઓને કેમ પુરા નથી કરી શકતો, મારો વિશ્વાસ છે કે જરૂરથી કરી શકે છે.

અને એટલા માટે જ હમણાં નીતીશજીએ ઘણા વિસ્તારથી એક વિષયને ઘણા આગ્રહથી રાખ્યો અને તમે પણ તેને તાકાત આપી તાળીઓ વગાડી વગાડીને. પરંતુ હું માનું છું કે કેન્દ્રીય યુનિવર્સીટી એ વીતેલા સમયની વાત છે. હું તેને એક પગલું આગળ લઇ જવા માંગું છું અને હું આજે એ જ નિમંત્રણ આપવા માટે આજે આ યુનિવર્સીટી કાર્યક્રમમાં વિશેષ રૂપે આવ્યો છું. આપણા દેશમાં શિક્ષણ ક્ષેત્રમાં સુધારો ખુબ ધીમી ગતિએ ચાલી રહ્યા છે. આપણા શિક્ષણવિદોમાં પણ આંતરિક મતભેદ ખુબ ઝડપી રહ્યા છે અને સુધારાઓના દરેક પગલે સુધારા કરતા વધુ સમસ્યાઓને ઉજાગર કરવાનું કારણ બન્યા છે અને તેનું જ પરિણામ રહ્યું છે કે લાંબા સમય સુધી આપણી શિક્ષણ વ્યવસ્થામાં અને ખાસ કરીને ઉચ્ચ શિક્ષણમાં બદલાતા વિશ્વની બરાબરી કરવા માટે જે નવીનતા જોઈએ સુધારા જોઈએ સરકારો તેમાં થોડી ઉણી ઉતરી છે. આ સરકારે કેટલાક પગલા લીધા છે, કેટલીક હિમ્મત બતાવી છે. હમણાં તમારામાંથી જેમને અભ્યાસનો સ્વભાવ હશે તમે જોયું હશે, આપણા દેશમાં અનેક વર્ષોથી ચર્ચા ચાલી રહી હતી આઈઆઈએમ સરકારી નિયંત્રણમાં રહે કે ના રહે? સ્વતંત્ર રહે કે ના રહે, અડધો પડધો સ્વતંત્ર છે સરકાર રહે? સરકારમાં લાગતું હતું કે આપણે એટલા પૈસા આપીએ છીએ અને આપણી કોઈ વાત ચાલતી જ નથી તો કેમનું ચાલશે? હું દોઢ બે વર્ષ સુધી સાંભળતો રહ્યો, સાંભળતો રહ્યો, સાંભળતો રહ્યો અને તમને જાણીને ખુશી થશે અને દેશના એકેડમિક વિશ્વને પણ જાણીને ખુશી થશે એવા વિષયોની મોટાભાગે છાપાઓમાં ચર્ચા નથી આવતી, આ એવા વિષયો હોય છે કે તેઓ સમાચારોમાં જલ્દી જગ્યા નથી મેળવી શકતા, પરંતુ કેટલાક લોકોએ લેખો જરૂરથી લખ્યા છે. પહેલી વાર દેશે આઇઆઇએમને સંપૂર્ણ રીતે સરકારી અંકુશમાંથી બહાર નીકળીને તેને વ્યવસાયિક રીતે ઓપન અપ કરી દીધું છે. આ ઘણો મોટો નિર્ણય લીધો છે. જેમ પટના યુનિવર્સીટી માટે આઈએએસ, આઈપીએસ, આઈએફએસ એ ડાબા હાથની વાત છે તે જ રીતે આઇઆઇએમ માટે, દેશભરની આઇઆઇએમ ઇન્સ્ટીટયુટ માટે વિશ્વને સીઈઓ પુરા પાડવા એ ડાબા હાથનો ખેલ રહ્યો છે. એટલા માટે વિશ્વની આટલી મોટી પ્રતિષ્ઠિત સંસ્થા સરકારી નિયમો, બંધનો, બાબુઓનું તેમાં આવાગમન બેઠકોને ખેંચવા એ બધાથી અમે તેને મુક્ત કરી દીધા. મને વિશ્વાસ છે કે અમે આઇઆઇએમને એટલો મોટો અવસર આપ્યો છે કે આઇઆઇએમના લોકો આ અવસરને એક અદ્ભુત અવસર માનીને દેશની આશા આકાંક્ષાઓને અનુકુળ અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય કરીને દેશને બતાવી દઈશું. મેં તેમને એક આગ્રહ કર્યો છે આઇઆઇએમના સુધારા અંતર્ગત એક વાતને જોડવામાં આવી છે કે હવે આઇઆઇએમને ચલાવવામાં આઇઆઇએમના જે એલ્યુમીન છે તેમની સક્રિય ભાગીદારી જોઈએ. પટના યુનિવર્સીટી જેવી જૂની યુનિવર્સીટીમાં મારો પણ આગ્રહ છે કે તમારું એલ્યુમીના ખુબ સમૃદ્ધ છે, સામર્થ્યવાન છે તે એલ્યુમીનાને કોઈ પણ હાલતમાં યુનિવર્સીટી સાથે જોડવા જોઈએ, યુનિવર્સીટીની વિકાસ યાત્રામાં તેમને ભાગીદાર બનાવવા જોઈએ. તમે જુઓ છો કે દુનિયામાં જેટલી પણ ટોચની યુનિવર્સીટીઓ છે તેને આગળ વધારવામાં એલ્યુમિનાનું ઘણું મોટું યોગદાન હોય છે, અને માત્ર પૈસાથી જ નહી બુદ્ધિ, અનુભવ, સ્ટેટ્સ, પદ, પ્રતિષ્ઠા આ બધી જ વસ્તુઓ તેની સાથે જોડાયેલી છે. આપણા દેશમાં એ પરંપરા ખુબ ઓછી માત્રામાં છે તો પણ જરા ઉદાસીન છે. કોઈ એકાદ કાર્યક્રમમાં બોલાવી લીધા, માળા બાળા પહેરાવી દીધી, કાં તો દાન મળ્યું, તેની સાથે જ જોડાયેલ રહે છે. આપણે એલ્યુમિના પોતાનામાં જ એક ઘણી મોટી તાકાત છે તેના જીવન સંપર્કની વ્યવસ્થાઓને વિકસિત કરવી પડશે.

જે હું વાત કરી રહ્યો હતો કે અમે કેન્દ્રીય યુનિવર્સીટીઓથી એક પગલું આગળ જવા માંગીએ છીએ અને હું પટના યુનિવર્સીટીને તે એક પગલું આગળ લઇ જવા માટે નિમંત્રણ આપવા આવ્યો છું. ભારત સરકારે એક સપનું દેશની યુનિવર્સીટીઓ માટે પ્રસ્તુત કર્યું છે. વિશ્વના 500 ટોચની યુનિવર્સીટીઓમાં હિન્દુસ્તાનનું ક્યાય નામો નિશાન નથી. જે ધરતી પર નાલંદા, વિક્રમશીલા, તક્ષશિલા, વલ્લભી એવી યુનિવર્સીટીઓ કોઈ 1300 વર્ષ પહેલા કોઈ 1500 વર્ષ પહેલા, કોઈ 1700 વર્ષ પહેલા સમગ્ર વિશ્વને આકર્ષિત કરતી હતી, શું તે હિન્દુસ્તાન દુનિયાની પહેલી 500 યુનિવર્સીટીઓમાં ક્યાંક ને ક્યાંક ના હોય? આ કલંક ભૂંસવું જોઈએ કે ના ભૂંસવું જોઈએ, આ સ્થિતિ બદલાવી જોઈએ કે ના બદલાવી જોઈએ. શું કોઈ બહારનું આવીને તેને બદલશે? આપણે જ તો બદલવું પડશે, સપના પણ તો આપણા હોવા જોઈએ, સંકલ્પ પણ તો આપણા હોવા જોઈએ અને સિદ્ધિ માટે પુરુષાર્થ પણ તો આપણો જ હોવો જોઈએ ને.

આ જ મિજાજ સાથે એક યોજના ભારત સરકાર લાવી છે અને તે યોજના છે કે દેશની 10 ખાનગી યુનિવર્સીટીઓ અને દેશની 10 જાહેર યુનિવર્સીટીઓ, કુલ 20 યુનિવર્સીટીઓ તેને વિશ્વ કક્ષાના બનાવવા માટે એક આજ જે સરકારના બધા જ બંધનો છે સરકારના જે કાયદાઓ નિયમો છે, તેનાથી તેને મુક્તિ અપાવવી. બીજું આવનારા 5 વર્ષોમાં આ યુનિવર્સીટીઓને 10 હજાર કરોડ રૂપિયા આપવા. પરંતુ આ યુનિવર્સીટીઓની પસંદગી કોઈ નેતાની ઈચ્છા પર નહી હોય, પ્રધાનમંત્રીની ઈચ્છા પર નહી થાય, કોઈ મુખ્યમંત્રીની ચિઠ્ઠી અને સિફારિશથી નહી થાય. આખા દેશની યુનિવર્સીટીઓને પડકારના રૂપમાં આમંત્રિત કરવામાં આવી છે, તે પડકારના રૂપમાં દરેકને આવવું પડશે.પોતાના સામર્થ્યને સિદ્ધ કરવું પડશે અને પડકારના રૂપમાં જે ટોચની 10 ખાનગી આવશે, ટોચની જે 10 જાહેર આવશે, તેનું એક ત્રીજા પક્ષ વ્યવસાયિક સંસ્થા દ્વારા પડકાર જૂથમાં પસંદગી થશે. તે ચેલેન્જ ગ્રુપમાં રાજ્ય સરકારોની પણ જવાબદારી હશે, જે નગરમાં આ યુનિવર્સીટી હશે તેની જવાબદારી હશે, જે લોકો યુનિવર્સીટી ચલાવતા હશે તેમની જવાબદારી હશે. તેમના ઈતિહાસને જોવામાં આવશે તેમના દેખાવને જોવામાં આવશે. વૈશ્વિક સ્તર પર જરૂરી પરિવર્તન માટેનો રોડમેપ જોવામાં આવશે અને આ જે યુનિવર્સીટી ટોચના 10 ક્રમાંકમાં આવશે, કુલ 20 તેમને સરકારના નિયમો, બંધનોથી મુક્ત કરીને એક સ્વતંત્રતા આપવામાં આવશે. તેમને જે દિશામાં જે રીતે આગળ વધવું છે તે રીતે આગળ વધવા માટે અવસર આપવામાં આવશે. આ કામ માટે 5 વર્ષની અંદર અંદર આ યુનિવર્સીટીઓને 10 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. તે કેન્દ્રીય યુનિવર્સીટી કરતા અનેક ગણા આગળ છે. ઘણો મોટો નિર્ણય છે અને પટના તેમાં પાછળ ના રહેવી જોઈએ એ નિમંત્રણ આપવા માટે તમારી પાસે આવ્યો છું. હું તમને આગ્રહ કરું છું કે પટના યુનિવર્સીટી આગળ આવે, તેના શિક્ષકો આગળ આવે અને આ મહત્વપૂર્ણ યોજના અને પટના યુનિવર્સીટી હિન્દુસ્તાનની આન બાન અને શાન કે જે પટના ની તાકાત છે તે વિશ્વની અંદર પણ પટના યુનિવર્સીટીની તાકાત બને તેને આગળ લઇને જવાની દિશામાં તમે મારી સાથે ચાલો, એ જ એક સદભાવના સાથે મારા તરફથી તમને ખુબ ખુબ શુભકામનાઓ.

આ શતાબ્દી સમારોહમાં તમે જેટલા સંકલ્પો કર્યા છે તે બધા જ સંકલ્પોને તમે પરિપૂર્ણ કરો એ જ એક ભાવના સાથે મારા તરફથી આપ સૌનો ખુબ ખુબ આભાર.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to attend Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India
December 22, 2024
PM to interact with prominent leaders from the Christian community including Cardinals and Bishops
First such instance that a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India

Prime Minister Shri Narendra Modi will attend the Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India (CBCI) at the CBCI Centre premises, New Delhi at 6:30 PM on 23rd December.

Prime Minister will interact with key leaders from the Christian community, including Cardinals, Bishops and prominent lay leaders of the Church.

This is the first time a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India.

Catholic Bishops' Conference of India (CBCI) was established in 1944 and is the body which works closest with all the Catholics across India.