વ્હાલા ભાઈઓ અને બહેનો,
આપણા દેશમાં રેલવે, દેશના સામાન્ય લોકો સાથે જોડાયેલી વ્યવસ્થા છે. ગરીબમાં ગરીબ પરિવાર માટે પણ રેલવે એક આધાર બનીને રહી છે. પરંતુ દુર્ભાગ્યવશ રેલવેને તેના નસીબ પર છોડી દેવામાં આવી છે. અને પાછલા ૩૦ વર્ષમાં ખાસ કરીને જયારે દિલ્હીમાં ભેળ-સેળ વાળી સરકાર હતી અને તેમાં એક રીતે જે સાથી પક્ષો રહેતા હતા, તેઓ ત્યારે મંત્રીમંડળમાં જોડાતા હતા અથવા સરકારને સમર્થન આપતા હતા, જો તેમને રેલવે મંત્રાલય મળે તો. એટલે કે એક પ્રકારે રેલવે મંત્રાલય સરકારો બનાવવા માટે રેવડી વહેંચવા માટે કામ આવતું હતું. આ કડવું સત્ય છે અને તેનું પરિણામ એ આવ્યું કે જે પણ રાજનીતિક દળની વ્યક્તિ પાસે રેલવે ગઈ તેને રેલવેની ચિંતા ઓછી રહી, બાકી શું રહ્યું હશે તે મારે કહેવાની જરૂર નથી.
આ સરકારે રેલવેને પ્રાથમિકતા આપી છે, રેલવેનો વિસ્તાર થાય; રેલવેનો વિકાસ થાય; રેલવે આધુનિક બને અને રેલવે જન સામાન્યની જીંદગીમાં એક ગુણવત્તાયુક્ત પરિવર્તન સાથે મદદરૂપ કેવી રીતે બને? અને તમે પાછળના અઢી વર્ષમાં રેલવેના કાર્ય પ્રણાલીને જોઈ હશે તો તમારા ધ્યાનમાં એ આવ્યું હશે. પહેલાની સરખામણીએ બજેટ બેવડું કરી દેવામાં આવ્યું છે જે નાની વાત નથી. અને રેલવેનો ઉપયોગ ગરીબમાં ગરીબને પણ હોય છે એટલા માટે આટલું મોટું બજેટ રેલવે માટે ખર્ચ કરવાનું નક્કી કર્યું. પહેલા દિવસમાં ડબલીંગનું કામ વર્ષ દરમિયાન કેટલાક કિલોમીટર થતું હતું તો આજે ડબલીંગનું કામ પહેલા કરતા બે ગણું, ત્રણ ગણું થઇ રહ્યું છે.
પહેલા રેલવેમાં ગેઝ કન્વર્ઝનનું કામ મીટર ગેજથી બ્રોડ ગેજ બનાવવું, નેરો ગેજથી બ્રોડ ગેજ બનાવવું, આ કામ છેલ્લા તબક્કામાં રહેતું હતું, તેને પ્રાથમિકતા આપવામાં આવી. પહેલાની સરખામણીમાં તેને અનેકગણી વધારે સફળતા મળી. રેલવે ડીઝલ એન્જીનથી ચાલે, કોલસાથી ચાલે, પર્યાવરણના પ્રશ્નો, ડીઝલથી ચાલે તો દુનિયાભરમાંથી, વિદેશથી ડીઝલ આયાત કરવું પડે. પર્યાવરણની પણ રક્ષા થાય; વિદેશી મુદ્રા પણ ના જાય; ડીઝલથી રેલવેને જલ્દીથી જલદી ઈલેક્ટ્રીફીકેશન તરફ કઈ રીતે લાવી શકાય; ખૂબ મોટી માત્રામાં, ઝડપી ગતિથી આજે રેલવે લાઈનોનું ઈલેક્ટ્રીફીકેશન થઇ રહ્યું છે, રેલ એન્જીન ઇલેક્ટ્રિક એન્જીન બનાવવાનું કામ થઇ રહ્યું છે. આઝાદ હિન્દુસ્તાનમાં સૌથી મોટું વિદેશી સીધું મૂડીરોકાણ રેલવેના ક્ષેત્રમાં આવ્યું છે અને બે મોટા લોકો એન્જિનિયરિંગ મેનુંફેક્ચરના કામ માટે તે કામમાં આવવાનું છે. ભવિષ્યમાં તે આખા રેલવેની ગતિ બદલનાર એન્જીન બનાવવાનું કામ થવાનું છે.
આ બધી વાતોની સાથે સાથે સફાઈથી લઈને રેલવેમાં સુવિધા, તેના ઉપર જોર મુકવામાં આવ્યું, બાયો-ટોયલેટ; નહિતર આપણે જાણીએ છીએ કે સ્ટેશન પર રેલવેના પાટાઓ ગંદકીથી ભરેલા રહે છે. ખૂબ ઝડપથી તેની ઉપર કામ, જોર આપ્યું, ઘણો મોટો ખર્ચો છે. પરંતુ તે તાત્કાલિક નહીં દેખાય લાંબા સમયે ખૂબ લાભ કરનારું છે તે.
સ્વાસ્થ્યની દ્રષ્ટીએ એક પરિવર્તનનો પ્રયાસ, તે દિશામ ઘણું મોટું જોર આપવામાં આવ્યું છે. રેલવેની ગતિ કેવી રીતે વધે? નહિતર પહેલાથી ચાલતી હતી, ચાલતી હતી; બેઠા છીએ, ઉતરી જઈ શકીએ છીએ, ફરી દોડીને ચઢી જઈ શકીએ છીએ, આ બધું બદલી શકાય છે. સ્પેશિયલ મિશન મોડમાં કામ ચાલુ છે કે વર્તમાન જે વ્યવસ્થાઓ છે તેમાં શું સુધારો કરવામાં આવે જેથી કરીને રેલવેની ગતિ વધારી શકાય. ટેકનોલોજીમાં પરિવર્તન લાવી રહ્યા છીએ, વિશ્વભરમાંથી ટેકનોલોજીની દ્રષ્ટીએ લોકોને જોડી રહ્યા છીએ કે સુરક્ષાની એક બહુ મોટી ચિંતાનો વિષય છે અને પડકાર પણ છે.
વિશ્વમાં ટેકનોલોજીકલ પરિવર્તન એટલું થયું છે કે રેલવેને સુરક્ષિત બનાવી શકાય છે. બહુ મોટી માત્રામાં બજેટ ખર્ચીને ડબ્બા હોય તો તેને પણ કઈ રીતે સુરક્ષા આપી શકાય તેના માટે ચિંતા અને વ્યવસ્થા આગળ વધી રહી છે. ફ્રેઈટ કોરીડોર, રેલવે દુનિયામાં 70 ટકા કાર્ગો, માલ-સામાન રેલવેથી જાય છે. 30 ટકા રોડથી જાય છે. આપણે જ એક એવો દેશ છીએ કે જ્યાં 15-20% રેલવેથી જાય છે, 70-80% રોડથી જાય છે. અને જયારે રોડથી કાર્ગો જાય છે તો ઘણું મોંઘુ થઇ જાય છે. જો કોઈ વિચારે કે ગુજરાતમાં ઉત્પાદન થઇ રહેલું મીઠું જમ્મુ-કાશ્મીર સુધી જાય અને રોડ દ્વારા જાય તો તે એટલું મોંઘુ થઇ જશે કે કોઈ ખરીદશે જ નહીં. અને એટલા માટે રેલવેના માધ્યમથી જેટલું વધારે કાર્ગો ટ્રાન્સપોર્ટ થશે, ગરીબથી ગરીબ વ્યક્તિને પણ સસ્તું મળશે. અને એટલા માટે કાર્ગોને વધારવાની દિશામાં કામ ચાલી રહ્યું છે.
મેં રેલવેના લોકોને કામ આપ્યું હતું આવતાવેંત જ, મેં કહ્યું મીઠું કે જે રેલવેનું કન્ટેઈનર હોય છે તેનું પોતાનું વજન 16 ટન હોય છે અને પછી તેમાં માંડ માંડ બે ટન, ત્રણ ટન મીઠું આવે છે, મેં કહ્યું 16 ટનનું કન્ટેઈનર 6 ટનનું થઇ શકે છે કે કેમ? જો તે 6 ટનનું થઇ જાય તો 12 ટન મીઠું જશે અને મીઠું જશે તો મીઠું જ્યાં પહોંચશે ત્યાં મફતમાં મળવાનું શરુ થઇ જશે અને મીઠું ઉત્પન્ન કરવાવાળા લોકોને મીઠું પણ બહુ જલ્દીથી પહોંચતું કરી શકાશે. રેલવેએ ડિઝાઈન તૈયાર કરી છે, મીઠું લઇ જવા માટે કેવા કન્ટેઈનર હોય જેથી વજન ઓછું થાય. અર્થાત એક-એક વસ્તુને ઝીણવટથી બદલવાની દિશામાં રેલવે કાર્યરત છે.
અને મને વિશ્વાસ છે કે બહુ ઝડપથી રેલવે બદલાઈ જશે. સામાન્ય માનવીની સુવિધા તો વધશે, દૂર દૂરના વિસ્તારોમાં રેલવે પહોંચશે, ભારતના બંદરોની સાથે રેલવે જોડાશે, ભારતની ખાણો સાથે રેલવે જોડાશે, ભારતના ગ્રાહકો સાથે રેલવે જોડાશે પણ સાથે સાથે આર્થિક દ્રષ્ટિથી પણ. રેલવે સ્ટેશન જે પણ હોય, તે હાર્ટ ઓફ ધ સીટીમાં હોય છે. તે જમીન એટલી કીમતી હોય છે પણ આકાશ ખાલી હોય છે. તો ખુબ સમજદારીનો વિષય છે કે ભલે નીચે રેલવે જાય અરે ઉપર એક દસ માળની, 25 માળની ઈમારત બનાવી દો, ત્યાં મોલ હોય, થિયેટર હોય, હોટેલ હોય, બજાર હોય, રેલવેની ઉપર ચાલતું રહેશે; નીચે રેલવે ચાલતી રહેશે. જગ્યાનો ડબલ ઉપયોગ થશે, રેલવેની આવક વધશે, રોકાણ કરવાવાળા રોકાણ કરવા માટે આવશે. ગુજરાતમાં આપણા લોકોએ સફળ પ્રયોગ કર્યો છે, બસ સ્ટેશનનો જાહેર ખાનગી ભાગીદારી મોડલ પર વિકાસ કર્યો છે. આજે ગરીબમાં ગરીબ બસ મથક પર જાય છે, તેને એ જ સુવિધા મળે છે જે અમીર લોકોને એરપોર્ટ પર મળે છે, તે ગુજરાતે કરી બતાવ્યું છે.
આવનારા દિવસોમાં હિન્દુસ્તાનમાં હજારો રેલવે સ્ટેશન છે, જેનો એક પ્રકારે વિકાસ થઇ શકે છે. તમને બધાને યાદ હશે કે જે દિવસે આ મહાત્મા મંદિરનો શિલાન્યાસ કર્યો હતો, સુવર્ણ જયંતી વર્ષ હતું ગુજરાતનું, 2010માં; અને પહેલી મે ના રોજ આ જ જગ્યાએ બોલતા મેં કહ્યું હતું કે મહાત્મા મંદિર આજે જે પાયો નાખવામાં આવ્યો છે અને હું સ્પષ્ટ જોઈ શકું છું કે એક દિવસ એવો આવશે કે જયારે આ મહાત્મા મંદિરમાં વિશ્વના દિગ્ગજ લોકો બેસીને વિશ્વ શાંતિની ચર્ચા કરી રહ્યા હશે. મહાત્મા ગાંધીના નામ સાથે જોડાયેલ આ મહાત્મા મંદિર, પરંતુ તે મહાત્મા મંદિરને તો આપણે બનાવી દીધું, એટલું ઝડપથી બનાવી દીધું, હવે એવી વ્યવસ્થાઓની જરૂર છે કે જે એવી રીતે દુનિયાના દિગ્ગજો આવીને અહિંયા રોકાય, આ રેલવે સ્ટેશન પર જે હોટેલ બની રહી છે તેમાં આવનારા લોકો સ્વાભાવિક રીતે જ મહાત્મા મંદિરના કન્વેન્શન સેન્ટરનો ઉપયોગ કરશે; રોકાશે અહિંયા મીટીંગ કરશે ત્યાં અને હેલિપેડ ગ્રાઉન્ડ પર પ્રદર્શન થશે. અર્થાત એક રીતે આખું કોરીડોર, રેલવે હોય, મહાત્મા મંદિર હોય, હેલિપેડનો વિસ્તાર હોય, તે આખે આખું આખા હિન્દુસ્તાનના વ્યાપારી પ્રવૃત્તિના એક ચુંબકીય કેન્દ્રની સંભાવના હું જોઈ રહ્યો છું. અને એટલા માટે રેલવે સ્ટેશન પર બની રહેલું બાંધકામ રેલવે તો જઈ જ રહી હતી, જમીન પડી હતી પરંતુ તેને આની સાથે જોડીને ઉપયોગ કરવો અને જેના કારણે મહાત્મા મંદિર પર ૩૬૫ દિવસમાં ૩૦૦ દિવસ સુધી કાર્યરત રહે, તેવી તેની સાથે સીધી સીધી સંભાવના બનેલી છે. વિશ્વ સ્તરના કોઈ કાર્યક્રમ બનવાના હોય, તેના માટે પણ સંભાવના તેની સાથે ઉભી થઇ રહી છે અને રેલવેના વિકાસનો પણ તે આધાર બને છે.
આ હિન્દુસ્તાનનો પહેલો પ્રકલ્પ આજે ગાંધીનગરમાં શરુ થઇ રહ્યો છે. આવનારા દિવસોમાં હિન્દુસ્તાનના અન્ય સ્થાનો પર પણ આગળ વધશે. આપણા સુરેશ પ્રભુજીએ રેલવે સ્ટેશનો પર વાય-ફાઈની સુવિધા આપી છે. ડિજિટલ ઇન્ડિયાનું જે સપનું છે તેને પૂરું કરવાની દિશામાં કામ થઇ રહ્યું છે. કેટલાક લોકોને આ હિન્દુસ્તાનના ગરીબ લોકો છે તેમને શું ખબર અને તમને આશ્ચર્ય થશે ભારતની રેલવેમાં 60-70 ટકા લોકો ઓનલાઈન ટિકિટ ખરીદે છે, સાંઈઠ-સિત્તેર ટકા થયું? ઓનલાઈન ટિકિટ ખરીદે છે, આ હિન્દુસ્તાનની તાકાત છે.
સામાન્ય માનવી જે રેલવેમાં જાય છે તે પણ આજે ઓનલાઈન રેલવેની ટિકિટ બુકિંગ કરાવી રહ્યો છે અને લઇ રહ્યો છે. વાય-ફાઈના કારણે અનુભવ છે કે આજે હિન્દુસ્તાનમાં અને વિશ્વના બધા જ લોકોનું વિશ્લેશીકરણ છે, ગુગલના લોકો આવ્યા તો તેઓ ચર્ચા કરી રહ્યા હતા, ભારતના રેલવે સ્ટેશન પર વાય-ફાઈની જે ક્ષમતા છે તો કદાચ દુનિયામાં સૌથી વધારે છે, સ્ટેશનના વિસ્તારોમાં. અને તેનું પરિણામ એ આવ્યું કે ઘણા બધા વિદ્યાર્થીઓ કે જે ઓનલાઈન અભ્યાસ કરવા માગે છે, વસ્તુઓ ડાઉનલોડ કરી કરીને શિક્ષણ માટે ઉપયોગ કરે છે, તેઓ કોશિશ કરે છે કે રેલવે સ્ટેશન પર પહોંચી જવાય અને પોતાના કોમ્પ્યુટર, લેપટોપ પર બેસીને તેઓ મફતમાં કામ કરી શકે છે અને તેને દુનિયાની જે વસ્તુઓ જોઈએ છે, તે મળી જાય છે. અર્થાત એક વ્યવસ્થા કેવી રીતે બદલાવ લાવી શકે છે તેનું ઉદાહરણ અઢી વર્ષની અંદર હિન્દુસ્તાનની રેલવેએ કરી બતાવ્યું છે.
તેના જ અંતર્ગત આજે ગુજરાતમાં સમગ્ર દેશના માટે ઉપયોગી એવો એક પ્રકલ્પનો પ્રારંભ થઇ રહ્યો છે કે જે આવનારા દિવસોમાં હિન્દુસ્તાનના અન્ય શહેરોમાં પણ હશે અને રેલવેને નવી ઉંચાઈઓ પર લઇ જવી, રેલવેને સામાન્ય માનવીની સુવિધાનું એક માધ્યમ બનાવવી અને રેલવે છે જે દેશને ગતિ પણ આપે છે, રેલવે જ છે જે દેશને પ્રગતિ પણ આપે છે. હું ગુજરાતના લોકોને, ગાંધીનગરના લોકોને અને આજે વાયબ્રન્ટ સમીટની પૂર્વ સંધ્યા પર આ નજરાણું આપતા ખૂબ ગર્વ અને સંતોષનો ભાવ અનુભવી રહ્યો છું.
ખુબ ખુબ આભાર.