“સંશોધન, નવાચાર અને વિજ્ઞાનનાં માધ્યમથી રાષ્ટ્રનાં સશક્તીકરણ” 21મી સદીનાં ભારતની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે : પ્રધાનમંત્રી મોદી
વૈજ્ઞાનિક પ્રકૃતિ અંધશ્રદ્ધાને નાબૂદ કરશે : પ્રધાનમંત્રી મોદી
વૈજ્ઞાનમાં કોઈ નિષ્ફળતા નથી હોતી; માત્ર પ્રયત્નો, પ્રયોગો અને સફળતા હોય છે: પ્રધાનમંત્રી મોદી

મંત્રીમંડળના મારા સહયોગી ડૉક્ટર હર્ષવર્ધનજી, વિશ્વભરના વૈજ્ઞાનિક સમુદાય સાથે જોડાયેલ સાથીઓ, વિજ્ઞાન ભારતીના પ્રતિનિધિગણ, દેશના જુદા જુદા ભાગોમાંથી આવેલા વિદ્યાર્થીઓ, સ્પર્ધકો, દેવીઓ અને સજ્જનો!

આજ આમી આપના દેર શાથે ટેકનોલોજીર માધ્યોમેં મિલીતો હોચ્છી ઠીક ઈ, કિન્તુ આપનાદેર ઉત્શાહો, આપનાદેર ઉદ્દીપના, આમી એખાન થેકેઈ ઓનુભોબ કોરતે પારછી.

સાથીઓ,

ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટીવલનું 5મું સત્ર એવા સ્થાન પર થઈ રહ્યું છે, જેણે જ્ઞાન-વિજ્ઞાનના દરેક ક્ષેત્રમાં માનવતાની સેવા કરનારી મહાન વિભૂતિઓ ઉત્પન્ન કરી છે. આ ઉત્સવ એવા સમયમાં યોજાઈ રહ્યો છે, જ્યારે 7 નવેમ્બરના રોજ સી વી રમણ અને ૩૦ નવેમ્બરે જગદીશચંદ્ર બોઝની જન્મજયંતી ઉજવવામાં આવશે.

વિજ્ઞાનના આ મહાન વૈજ્ઞાનિકોના વારસાને ઉજવવા માટે અને 21 મી સદીમાં તેમની પાસેથી પ્રેરણા લેવા માટે આનાથી વધુ સારો સંયોગ ના હોઈ શકે. અને એટલા માટે, આ ઉત્સવની થીમ, ‘રાઈઝન (આરઆઈએસઈએન): રીસર્ચ, ઇનોવેશન એન્ડ સાયન્સ એમ્પાવરિંગ ધ નેશન’ રાખવા બદલ આયોજકોને મારા તરફથી ખૂબ-ખૂબ શુભકામનાઓ. આ થીમ 21મી સદીના ભારતને અનુરૂપ છે અને તેમાં જ આપણા ભવિષ્યનો સાર છે.

સાથીઓ,

દુનિયામાં એવો કોઈ દેશ નથી જેણે વિજ્ઞાન અને ટેકનોલોજી વિના પ્રગતિ કરી હોય. ભારતનો પણ તેમાં ઘણો સમૃદ્ધ ઈતિહાસ રહ્યો છે, આપણે વિશ્વને ઘણા મોટા–મોટા વૈજ્ઞાનિકો આપ્યા છે. આપણો ભૂતકાળ ગૌરવશાળી છે. આપણો વર્તમાન વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રભાવથી ભરેલો પડ્યો છે. આ બધાની વચ્ચે ભવિષ્ય પ્રત્યે અમારી જવાબદારીઓ અનેક ગણી વધી જાય છે. આ જવાબદારીઓ માનવીય પણ છે અને તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને સાથે લઈને ચાલવાની અપેક્ષા પણ છે. આ જવાબદારીને સમજતા સરકાર સંશોધન અને નવીનીકરણ, બંને માટે સંસ્થાગત ટેકો આપી રહી છે.

સાથીઓ, દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું વ્યવસ્થાતંત્ર ખૂબ મજબૂત હોવું જોઈએ. એક એવું વ્યવસ્થાતંત્ર કે જે અસરકારક પણ હોય અને પેઢી દર પેઢી પ્રેરક પણ હોય. અમે તે જ દિશામાં આગળ વધી રહ્યા છીએ.

અમારો પ્રયાસ છે કે છઠ્ઠા ધોરણથી જ વિદ્યાર્થી અટલ ટીંકરીંગ લેબમાં જાય અને પછી કોલેજમાંથી નીકળતા જ તેને ઇન્કયુબેશનનું, સ્ટાર્ટ અપનું વ્યવસ્થાતંત્ર તૈયાર મળે. આ જ વિચારધારા સાથે ખૂબ ઓછા સમયમાં દેશમાં 5 હજારથી વધુ અટલ ટીંકરીંગ લેબ બનાવવામાં આવ્યા છે. તે સિવાય 200થી વધુ અટલ ઇન્ક્યુબેશન કેન્દ્રો પણ તૈયાર કરવામાં આવ્યા છે. આપણા વિદ્યાર્થી, દેશના પડકારોને પોતાની રીતે ઉકેલે, તેના માટે લાખો લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને જુદા-જુદા હેકેથોનમાં સહભાગી બનવાનો અવસર આપવામાં આવ્યો છે. તે સિવાય નીતિઓના માધ્યમથી, આર્થિક મદદના માધ્યમથી હજારો સ્ટાર્ટ અપ્સને ટેકો આપવામાં આવ્યો છે.

સાથીઓ,

અમારા આવા જ પ્રયાસોનું પરિણામ છે કે વીતેલા 3 વર્ષમાં ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં આપણે 81માં ક્રમથી 52માં ક્રમ પર પહોંચી ગયા છીએ. આજે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સફળ સ્ટાર્ટઅપ વ્યવસ્થાતંત્ર બની ગયું છે. એટલું જ નહીં ઉચ્ચ શિક્ષણ અને સંશોધન માટે પણ અભૂતપૂર્વ કામ કરવામાં આવી રહ્યું છે. અમે ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલ નવા સંસ્થાન બનાવવાની સાથે સાથે તેમની કાર્યકારી સ્વાયત્તતાને પણ વધારી છે.

સાથીઓ, આજે આપણે ઇતિહાસના એક મહત્વપૂર્ણ વળાંક પર ઉભા છીએ. આ વર્ષે આપણા બંધારણને 70 વર્ષ થઇ રહ્યા છે. આપણા બંધારણે વૈજ્ઞાનિક અભિગમ વિકસિત કરવાની પ્રવૃત્તિને પ્રત્યેક દેશવાસીના કર્તવ્ય સાથે જોડ્યું છે.

એટલે કે આ આપણી બંધારણીય ફરજનો એક ભાગ છે. આ ફરજને નિભાવવાની, સતત યાદ કરવાની, આપણી આવનારી પેઢીને તેની માટે જાગૃત કરવાની, આપણા સૌની જવાબદારી છે.

જે સમાજમાં વૈજ્ઞાનિક અભિગમની તાકાત વધે છે, તેનો વિકાસ પણ તેટલી જ ઝડપથી થાય છે. વૈજ્ઞાનિક અભિગમ અંધશ્રદ્ધાને દૂર કરે છે, અંધવિશ્વાસને ઓછો કરે છે. વૈજ્ઞાનિક અભિગમ સમાજમાં ક્રિયાશીલતા વધારે છે. વૈજ્ઞાનિક અભિગમ પ્રયોગશીલતાને પ્રોત્સાહિત કરે છે.

દરેક વસ્તુમાં બુદ્ધિમત્તાને શોધે છે, તર્ક અને તથ્યોના આધાર પર પોતાનું મંતવ્ય ઘડવાની સમજણ ઉત્પન્ન કરે છે સૌથી મોટી વાત, તે અજાણી વસ્તુના ભયને પડકાર ફેંકવાની શક્તિ આપે છે. અનાદીકાળથી આ અજાણી વસ્તુના ભયને પડકાર ફેંકવાની શક્તિએ જ અનેક તથ્યોને સામે લાવવામાં મદદ કરી છે.

સાથીઓ, મને ખુશી છે કે દેશમાં આજે વૈજ્ઞાનિક અભિગમ એજ જુદા જ સ્તર પર છે. હું તમને હમણાં તાજેતરનું જ એક ઉદાહરણ આપું છું. આપણા વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન 2 પર ખૂબ મહેનત કરી હતી અને તેનાથી ઘણી આશાઓ પણ ઉત્પન્ન થઇ હતી. બધું જ યોજના અનુસાર ન થયું, તેમ છતાં આ મિશન સફળ હતું.

સાથીઓ,

મિશન કરતા પણ ચઢિયાતો આ ભારતના વૈજ્ઞાનિક ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ વળાંક હોઈ શકે છે. કેવી રીતે? હું તમને જણાવું છું. મેં સોશિયલ મીડિયા પર અનેક વિદ્યાર્થીઓના માતાપિતાના ઘણા બધા ટ્વીટ જોયા. તેઓ કહી રહ્યા હતા કે તેમણે પોતાના ખૂબ નાની ઉંમરના બાળકોને પણ ચંદ્રયાનને લગતી ઘટનાઓ પર ચર્ચા કરતા જોયા છે. કોઈ લ્યુનર ટોપોગ્રાફીના વિષયમાં વાત કર રહ્યું હતું, તો કોઈ સેટેલાઈટ ટ્રેજેકટરીની ચર્ચા કરી રહ્યું છે. કોઈ ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં પાણીની સંભાવનાઓ પર સવાલ પૂછી રહ્યું હતું તો કોઈ ચંદ્રની ભ્રમણકક્ષાની વાત કરી રહ્યું હતું. માતાપિતાને પણ નવાઈ લાગતી હતી કે આટલી નાની ઉંમરમાં આ બાળકોમાં આ પ્રેરણા ક્યાંથી આવી. દેશના આ તમામ માતાપિતાને લાગે છે કે તેમના બાળકોમાં આવી રહેલ આ જીજ્ઞાસા પણ ચંદ્રયાન-2ની સફળતા જ છે.

એવું લાગે છે કે વિજ્ઞાનને લઇને આપણા યુવાન વિદ્યાર્થીઓમાં રૂચીની એક નવી લહેરખી ઉત્પન્ન થઇ છે.

આ શક્તિને, આ ઊર્જાને 21મી સદીના વૈજ્ઞાનિક વાતાવરણમાં સાચી દિશામાં લઇ જવું, યોગ્ય મંચ પૂરું પાડવું, એ આપણા સૌની જવાબદારી છે.

સાથીઓ,

એક જમાનો હતો, જ્યારે કહેવાતું હતું કે જરૂરિયાત એ જ સંશોધનની જનની છે. તે કેટલાક અર્થોમાં સાચું પણ છે. પરંતુ સમયની સાથે માનવીએ, જરૂરિયાતની માટે સંશોધનથી આગળ વધીને, જ્ઞાન-વિજ્ઞાનને શક્તિના રૂપમાં, સંસાધનના રૂપમાં કઈ રીતે ઉપયોગમાં લાવી શકાય, તે દિશામાં ઘણા સાહસપૂર્ણ કાર્યો કર્યા છે. સંશોધને હવે જાણે જરૂરિયાતોનું જ વિસ્તરણ કરી નાખ્યું છે. જે રીતે ઈન્ટરનેટના આવ્યા પછી, એક નવા જ પ્રકારની જરૂરિયાતોનો જન્મ થયો. અને આજે જુઓ. સંશોધન અને વિકાસનો એક બહુ મોટો ભાગ ઈન્ટરનેટના આવ્યા પછી ઉત્પન્ન થયેલ જરૂરિયાતો પર લાગી રહ્યો છે. અનેક ક્ષેત્રો જેવા કે આરોગ્ય કાળજી હોય, આતિથ્યસત્કાર હોય કે માનવીની જીવન જીવવાની સરળતા સાથે જોડાયેલ તમામ જરૂરિયાતો, હવે ઈન્ટરનેટ તેનો આધાર બની રહ્યું છે. તમે ઈન્ટરનેટ વિનાના તમારા મોબાઇલની કલ્પના કરીને જોશો તો તમને અંદાજો આવી શકશે કે કઈ રીતે એક સંશોધને હવે જરૂરિયાતોની સીમા વધારી નાખી છે. એ જ રીતે કૃત્રિમ બુદ્ધિમત્તાએ પણ જરૂરિયાતોના નવા દ્વાર ખોલી નાખ્યા છે, નવા આયામોને વિસ્તાર આપ્યો છે.

સાથીઓ,

આપણે ત્યાં કહેવાય છે

તત રૂપં યત્ ગુણા:

સાયન્સ ફોર સોસાયટીનો શું અર્થ થાય છે, તે જાણવા માટે આપણે કેટલાક પ્રશ્નોનો ઉત્તર આપવા પડશે. દરેક વ્યક્તિ જાણે છે કે પ્લાસ્ટિક વડે પ્રદુષણની શું સ્થિતિ થઇ છે.

શું આપણા વૈજ્ઞાનિકો એવા સ્કેલેબલ અને સસ્તા મટિરિયલ તૈયાર કરવાનો પડકાર ઉઠાવી શકે છે કે જે પ્લાસ્ટિકની જગ્યા લઇ શકે? શું ઊર્જાને, વીજળીની સંગ્રહ કરવા માટેનો કોઈ વધુ સારો ઉપાય શોધવાનો પડકાર અમે લઇ શકીએ છીએ? કોઈ એવું સમાધાન જેનાથી સૂર્ય ઊર્જાના ઉપયોગમાં વૃદ્ધિ થઇ શકે? ઇલેક્ટ્રિક મોબીલીટીને સામાન્ય માનવી સુધી પહોંચાડવા માટે બેટરી અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલ ઇનોવેશન આપણે કરી શકીએ છીએ ખરા?

સાથીઓ,

આપણે એ વિચારવું પડશે કે આપણે આપણી પ્રયોગશાળાઓમાં એવું તો શું કરીએ જેનાથી કરોડો ભારતીયોનું જીવન સરળ બને. આપણે સ્થાનિક સ્તર પર પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ કાઢી શકીએ છીએ ખરા? કઈ રીતે આપણે લોકો સુધી પીવાનું સ્વચ્છ પાણી પહોંચાડી શકીએ છીએ?

શું આપણે કોઈ એવા સંશોધન કરી શકીએ છીએ જેનાથી આરોગ્ય તંદુરસ્તી પર થનારો ખર્ચ ઓછો થઇ શકે? શું આપણું કોઈ સંશોધન ખેડૂતોને ફાયદો પહોંચાડી શકે તેમ છે, તેમની આવક વધારી શકે તેમ છે, તેમના શ્રમમાં મદદરૂપ બની શકે તેમ છે?

સાથીઓ,

આપણે વિચારવું પડશે કે વિજ્ઞાનનો ઉપયોગ કઈ રીતે લોકોના જીવનને સુગમ બનાવવામાં કરી શકાય તેમ છે. અને એટલા માટે સાયન્સ ફોર સોસાયટીનું ઘણું મહત્વ છે.

જ્યારે બધા જ વૈજ્ઞાનિકો, બધા જ દેશવાસીઓ આ વિચારધારાની સાથે આગળ વધશે તો દેશને પણ લાભ થશે, માનવતાને પણ લાભ થશે.

સાથીઓ,

એક અન્ય મહત્વની વાત તમારે યાદ રાખવાની છે. આજે આપણે ઝડપી યુગમાં જીવી રહ્યા છીએ. આપણે બે મિનીટમાં નુડલ્સ અને ૩૦ મિનીટમાં પિઝ્ઝા ઈચ્છીએ છીએ. પરંતુ વૈજ્ઞાનિકો અને વિજ્ઞાનની પ્રક્રિયાઓને લઇને આપણે ફટાફટ સંસ્કૃતિવાળી વિચારધારા નથી અપનાવી શકતા.

બની શકે કે કોઈ શોધની અસર તાત્કાલિક ન થાય પરંતુ આવનારી અનેક સદીઓને તેનો લાભ મળે. અણુની શોધથી લઈને વિજ્ઞાનના વર્તમાન સ્વરૂપ અને સંભાવનાઓ સુધી આપણો અનુભવ આ જ બાબત દર્શાવે છે. એટલા માટે મારો તમને આગ્રહ એ પણ છે કે લાંબા સમયના લાભ, લાંબા સમયના ઉકેલના સંદર્ભમાં પણ વૈજ્ઞાનિક અભિગમ સાથે વિચારવું ખૂબ જરૂરી છે. અને આ બધા પ્રયાસોની વચ્ચે તમારે આંતરરાષ્ટ્રીય નિયમો, તેમના માપદંડોનું પણ હંમેશા ધ્યાન રાખવું પડશે. તમારે તમારા સંશોધન, તમારા સંશોધન સાથે જોડાયેલ અધિકાર, તેમની પેટેન્ટથી લઈને તમારી પોતાની જાગૃતતા પણ વધારવી પડશે અને સક્રિયતા પણ. એ જ રીતે, તમારું સંશોધન વધુમાં વધુ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સામયિકોમાં, મોટા મંચ પર સ્થાન પ્રાપ્ત કરે, તેના માટે પણ તમારે સતત સજાગ રહેવું જોઈએ, સતત પ્રયાસ કરતા રહેવો જોઈએ. તમારા સ્વાધ્યાય અને સફળતાની આંતરરાષ્ટ્રીય જગતને જાણ થવી પણ એટલી જ જરૂરી છે.

સાથીઓ, આપણે સૌ ખૂબ સારી રીતે જાણીએ છીએ કે વિજ્ઞાન, બે વસ્તુઓ વિના સંભવ થઇ શકતું નથી. આ બે વસ્તુઓ છે, સમસ્યા અને સતત પ્રયોગ. જો કોઈ સમસ્યા જ ન હોય, જો બધું જ સંપૂર્ણ હોય તો કોઈ ઉત્સુકતા જ નહીં હોય. ઉત્સુકતા વિના કોઈ નવી શોધની જરૂરીયાત જ નહીં અનુભવાય.

એ જ રીતે, કોઇપણ કામ જો પહેલીવાર કરવામાં આવે તો તેના સંપૂર્ણ હોવાની સંભાવના ઘણી ઓછી હોય છે. ઘણીવાર ધાર્યું પરિણામ નથી મળતું. હકીકતમાં તે નિષ્ફળતા નથી, સફળતાના સફરનો એક મહત્વપૂર્ણ વળાંક હોય છે. એટલા માટે વિજ્ઞાનમાં નિષ્ફળતા નથી હોતી, માત્ર પ્રયાસો હોય છે, પ્રયોગો હોય છે, અને અંતમાં સફળતા હોય છે. આ વાતોને ધ્યાનમાં રાખીને તમે આગળ વધશો તો વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ તમને તકલીફ નહીં પડે અને જીવનમાં પણ ક્યારેય અડચણ નહીં આવે. ભવિષ્યની માટે તમને ખૂબ શુભકામનાઓની સાથે અને આ સમારોહ સફળતાની સાથે આગળ વધે, હું મારી વાત સમાપ્ત કરું છું.

ખૂબ-ખૂબ આભાર!!!

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

Prime Minister Shri Narendra Modi met with the Prime Minister of Dominica H.E. Mr. Roosevelt Skeritt on the sidelines of the 2nd India-CARICOM Summit in Georgetown, Guyana.

The leaders discussed exploring opportunities for cooperation in fields like climate resilience, digital transformation, education, healthcare, capacity building and yoga They also exchanged views on issues of the Global South and UN reform.