મિત્રો,
મિત્રો તમે છેલ્લા 36 કલાકથી પડકારયુક્ત સમસ્યાઓ હલ કરવા માટે અવિરત કામ કરી રહ્યા છો. તમારી ઊર્જાને સલામ કરૂ છું. મને કોઈ થાક દેખાતો નથી, માત્ર ન માત્ર તાજગી દેખાય છે.
મને કામ સારી રીતે પૂર્ણ કર્યાનો સંતોષ વર્તાય છે. મને લાગે છે કે આ સંતોષની ભાવના ચેન્નાઈના સવારના ખાસ નાસ્તા – ઇડલી, ડોસા, વડા-સંભારમાંથી આવે છે. ચેન્નાઈ શહેરે જે આગતા સ્વાગતા કરી છે, તે અદભૂત છે. ચેન્નાઈ હૂંફ પૂરી પાડવામાં અસામાન્ય કામગીરી બજાવે છે. મને વિશ્વાસ છે કે અહિં હાજર તમામ લોકો અને ખાસ કરીને સિંગાપુરના મુલાકાતીઓએ ચેન્નાઈની મોજ માણી જ હશે.
મિત્રો, હું હેકેથોનના વિજેતાઓને અભિનંદન પાઠવું છું અને હું અહિં હાજર રહેલા દરેકે દરેક યુવાન અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોનો પણ અભિનંદન પાઠવુ છું. પડકારોનો સામનો કરવાની અને કામ આપે તેવા ઉપાયો શોધી કાઢવાની તમારી ઈચ્છા, સ્પર્ધામાં વિજયી થવા ઉપરાંત તમારી ઊર્જા અને તમારા ઉત્સાહનુ અનેરૂ મૂલ્ય છે.
મારા યુવા મિત્રો, આજે અહિં આપણે ઘણી સમસ્યાઓ હલ કરી છે. મને ખાસ કરીને કોણ ધ્યાન આપી રહ્યું છે તે શોધવા મુકાયેલો કેમેરાનો ઉપાય ગમ્યો છે અને હવે શું થશે તે તમે જાણો છો, હુ સંસદમાં મારા સ્પીકર સાથે વાત કરીશ અને મને ખાતરી છે કે તે સંસદમાં ખૂબ જ ઉપયોગી નિવડશે.
મારા માટે તમારામાંની દરેક વ્યક્તિ વિજેતા છે. તમે એટલા માટે વિજેતા છો, કારણ કે તમે જોખમ લેવાથી ડરતા નથી. તમે પરિણામની પરવા કર્યા વગર તમારા પ્રયાસો માટે કટિબદ્ધ છો.
આ પ્રસંગે હું ખાસ કરીને સિંગાપુર સરકારના શિક્ષણ મંત્રી અને નાનયાંગ ટેકનિકલ યુનિવર્સિટી (એનટીયુ)નો ઇન્ડિયા-સિંગાપુર હેકેથોનને ભવ્ય સફળતા અપાવવામાં સહયોગ અને સમર્થન પૂરૂ પાડવા બદલ આભાર માનુ છું.
ભારતની વાત કરીએ તો, માનવ સંસાધન વિકાસ મંત્રાલય, આઈઆઈટી મદ્રાસ અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન, આ બધાએ સિંગાપુર-ઇન્ડિયા હેકેથોનના બીજા સંસ્કરણને ભવ્ય સફળતા અપાવવામાં ખૂબ સુંદર ભૂમિકા બજાવી છે.
મિત્રો,
એવી કેટલીક બાબતો વ્યક્તિને પોતે જેની સાથે સંકળાયેલી હોય તેબાબત ધબકતી અને સફળ બની રહે તેનો ખૂબ જ આનંદ થતો હોય છે.
મેં મારી સિંગાપુરની અગાઉની મુલાકાત દરમિયાન સંયુક્ત હેકેથોનનો વિચાર સૂચવ્યો હતો. ગયા વરસે તેનું આયોજન સિંગાપુરમાં નાનયાંગ ટેકનિકલ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું. આ વર્ષે તેનુ આયોજન, આઈઆઈટી મદ્રાસના ઐતિહાસિક છતાં આધુનિક સંકુલમાં કરવામાં આવ્યું છે.
મિત્રો,
મને ગયા વર્ષે પણ કહેવામાં આવ્યું હતું કે હેકેથોનમાં સ્પર્ધા કેન્દ્ર સ્થાને હતી. આ વખતે બંને દેશોના વિદ્યાર્થીઓની બનેલી ટીમ સાથે મળીને સમસ્યા હલ કરવા પ્રયાસ કરી રહી હતી. આથી સલામત રીતે એવું કહી શકાય કે આપણે સ્પર્ધાથી આગળ વધીને સહયોગ તરફ ગયા છીએ.
આપણને આવી જ તાકાતની જરૂર છે. બંને દેશો જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તે સંયુક્ત રીતે ઉપાડવી રહી.
મિત્રો,
અહિં યોજાઈ છે તે પ્રકારની હેકેથોન એ યુવાનો માટે ઘણી મોટી બાબત છે. તેમાં સામેલ થનારને વૈશ્વિક સમસ્યા હલ કરવા માટે અદ્યતન ટેકનોલોજીનો લાભ મળે છે, તેમણે તે કામ નિશ્ચિત સમયમાં કરવાનુ રહે છે.
ભાગ લેનાર વિદ્યાર્થીઓ પોતાના વિચારો અને તેમના નવતર પ્રકારના કૌશલ્ય ચકાસી શકે છે અને હું દૃઢપણે માનુ છું કે આજની હેકેથોનમાં જે ઉપાયો પ્રાપ્ત થયા છે તે આવતી કાલના સ્ટાર્ટ-અપ વિચારો જ છે.
આપણે ભારતમાં છેલ્લાં થોડાંક વર્ષથી સ્માર્ટ-ઇન્ડિયા હેકેથોનનુ આયોજન કરતા રહ્યા છીએ. આ પહેલને કારણે સરકારી વિભાગો અને ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો તથા તમામ ટોચની સંસ્થાઓ એકઠા થાય છે.
આપણે ઈન્ક્યુબેશન કરીએ છીએ, ભંડોળ પૂરૂ પાડીએ છીએ અને સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનમાંથી ઉપાયો મેળવીએ છીએ અને તેનુ સ્ટાર્ટ-અપમાં રૂપાંતર કરવા માટે પ્રયત્ન કરતા રહીએ છીએ.
એ ધોરણ મુજબ જ, મને આશા છે કે એનટીયુ, એમએચઆરડી અને એઆઈસીટીઈ હાથ મિલાવશે અને સંયુક્ત હેકેથોનમાંથી પ્રાપ્ત થયેલા વિચારોનુ સાહસોમાં રૂપાંતર કરવાની સંભાવનાઓ ચકાસીશું.
મિત્રો, આજે ભારત 5 ટ્રિલિયન ડોલરનુ અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે અને એ માટે ઈનોવેશન અને સ્ટાર્ટ-અપ મહત્વની ભૂમિકા ભજવવાનાં છે.
ભારત વિશ્વની ત્રણ સ્ટાર્ટ-અપ ફ્રેન્ડલી તંત્ર વ્યવસ્થાઓમાં સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યું છે. વિતેલાં પાંચ વર્ષ દરમિયાન, આપણે ઈનોવેશન અને ઈનક્યુબેશનને પ્રોત્સાહન આપવામાં ખૂબ જ આગ્રહ રાખી રહ્યા છીએ.
અટલ ઈનોવેશન મિશન, પીએમ રિસર્ચ ફેલોશિપ, સ્ટાર્ટ- અપ ઇન્ડિયા અભિયાન જેવા કાર્યક્રમો 21મી સદીના ભારતનો પાયો છે. એવુ ભારત કે જે ઈનોવેશનની સંસ્કૃતિને પ્રોત્સાહિત કરી રહ્યું છે.
આપણે હવે આપણા વિદ્યાર્થીઓને તે છઠ્ઠા ધોરણમાં આવે ત્યારથી જ હવે મશીન લર્નીંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને બ્લોક ચેઈન જેવી અતિ આધુનિક ટેકનોલોજીનો પરિચય કરાવી રહ્યા છીએ.
આપણે શાળાઓથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણમાં સંશોધન માટે વ્યવસ્થા કરી રહ્યા છીએ કે જે ઈનોવેશનનુ માધ્યમ બની રહેશે.
મિત્રો,
આપણે ઈનોવેશન અને ઈન્ક્યુબેશનને બે મોટા કારણોથી પ્રોત્સાહિત કરી રહયા છીએ. એક કારણ એ છે કે આપણે ભારતની સમસ્યાઓ હલ કરવા માટે આસાન ઉપાયો શોધી રહ્યા છીએ, અને બીજુ કારણ એ છે કે ભારત સમગ્ર દુનિયા માટે ઉપાયો શોધવા માગે છે.
વૈશ્વિક અમલ માટે ભારતના ઉપાયો, આપણો આ ધ્યેય છે અને આપણી કટિબદ્ધતા પણ છે.
આપણે એવું પણ ઈચ્છીએ છીએ કે ગરીબમાં ગરીબ દેશોની જરૂરિયાતો હલ કરવા માટે કરકસરયુક્ત સમાધાન ઉપલબ્ધ થાય. લોકો કોઈ પણ જગાએ રહેતા હોય છતાં પણ ગરીબમાં ગરીબ અને તદ્દન વંચિત રહી ગયેલા દેશોને સહયોગ માટે ભારતનાં સમાધાન કામમાં આવશે.
મિત્રો,
હું પ્રમાણિકપણે માનુ છું કે વિવિધ દેશો વચ્ચે અને વિવિધ ખંડ વચ્ચે પણ ટેકનોલોજી લોકોને જોડે છે. હું આ મુદ્દે મંત્રીશ્રી આંગનાં સૂચનોને આવકારીશ.
હું આ પ્રસંગે એનટીયુના, સિંગાપોરની સરકારના ઇન ભારત સરકારના સહયોગથી સમાન પ્રકારની હેકેથોનનુ, એમાં સામેલ થવા માગતા હોય અને રસ ધરાવતા હોય તેવા એશિયાનો દેશો માટે આયોજન કરવાની તક લેવા માગું છું.
એશિયન દેશોનાં ઉત્તમ બ્રેઈનને ‘જળવાયુ પરિવર્તન’ અંગે ઈનોવેટીવ ઉપાયો શોધવા માટે એક બીજા સાથે સ્પર્ધા કરવા દો.
મારા સંબોધનનુ સમાપન કરતાં હું વધુ એક વાર તમામ સ્પર્ધકોને તથા આયોજકોનો આ પહેલને મોટી સફળતા અપાવવા માટે ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. તમે ચેન્નાઈમાં છો કે જે સમૃદ્ધ સંસ્કૃતિ, ભવ્ય વારસો અને આહાર પ્રસ્તુત કરે છે. હું ભાગ લેનાર તમામ સ્પર્ધકોને અને ખાસ કરીને આપણા સિંગાપુરના મિત્રોને તેમનુ ચેન્નાઈ ખાતેનું રોકાણ માણવા વિનંતિ કરૂ છું. આ તકનો ઉપયોગ તેની કોતરણી માટે પ્રખ્યાત મહાબલીપુરમ જેવા સ્થળની મુલાકાત લેવા માટે કરવો જોઈએ. તેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે પસંદ કરવામાં આવ્યું છે.
આભાર આપનો ખૂબ-ખૂબ આભાર !