ધમ: ચક્ર પરાવર્તને ચ કાર્ય, ય: દીક્ષા ભૂમિવર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને કેલા ય: ભૂમીલા માઝે પ્રણામ. કાશી પ્રાચીન જ્ઞાન નાગરિયા હૈ, નાગપુર બનુ સકતા ક્યા?
આજે એકસાથે એટલી લાંબી મોટી યાદી છે બધાના નામ નથી બોલી રહ્યો. ઘણા લોકોએ બોલી દીધા છે, તમને યાદ રહી ગયા હશે.
એકસાથે આટલા બધા પ્રકલ્પો આજે નાગપુરની ધરતીથી દેશને સમર્પિત થઇ રહ્યા છે. અને આજે, આજે 14 એપ્રિલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીનો પ્રેરક અવસર છે. એ મારું સૌભાગ્ય રહ્યું છે કે આજે સવારે દીક્ષાભૂમિમાં જઈને તે પવિત્ર ભૂમિને નમન કરવાનો અવસર મળ્યો. એક નવી ઊર્જા, નવી પ્રેરણા લઈને હું તમારા સૌની વચ્ચે આવ્યો છું.
આ દેશના દલિત, પીડિત શોષિત, વંચિત ગામ, ગરીબ, ખેડૂત દરેકના જીવનમાં આઝાદ ભારતમાં તેમના સપનાઓનું શું થશે? તેમની આશાઓ, આકાંક્ષાઓનું શું થશે? શું આઝાદ ભારતમાં આ લોકોની પણ કોઈ પરવાહ હશે કે નહીં હોય? આ બધા સવાલોના જવાબ ભીમરાવ આંબેડકરજીએ બંધારણના માધ્યમથી દેશવાસીઓને આપ્યા હતા, બાહેંધરીના રૂપમાં આપ્યા હતા. અને તેનું જ પરિણામ છે કે બંધારણીય વ્યવસ્થાઓના કારણે આજે દેશના દરેક તબક્કાના વ્યક્તિને કંઈક કરવા માટે અવસર સુપ્રાપ્ય છે અને તે જ અવસર તેના સપનાઓને સાકાર કરવા માટે ઉમંગ અને ઉત્સાહની સાથે મન લગાવીને જોડવા માટે પ્રેરિત કરે છે.
વ્યક્તિગત રૂપે મેં જીવનમાં, હું હંમેશા અનુભવ કરું છું કે અભાવની વચ્ચે જન્મીને પણ કોઈપણ પ્રકારના પ્રભાવથી પ્રભાવિત થયા વિના અભાવોની હોવા છતા પણ પ્રભાવી રીતે જીવનની યાત્રાને સફળતાપુર્વક આગળ વધારી શકાય તેમ છે અને તે પ્રેરણા બાબાસાહેબ આંબેડકર રાવ પાસેથી મળે છે. અભાવના રોદણા નથી રોવાના અને પ્રભાવથી વિચલિત નથી થવાનું, આ સંતુલિત જીવન દબાયેલા-કચડાયેલા દરેક માટે એક તાકાત બની જાય છે અને તે તાકાત આપવાનું કામ બાબાસાહેબ આંબેડકરે પોતાના જીવનથી આપ્યું છે. કોઈ કોઈવાર વ્યક્તિના જીવનમાં અવિરત રીતે જયારે કડવા અનુભવ રોજની જિંદગીનો હિસ્સો બની જાય છે, અપમાનિત થવાનું છે, કનડગત થવાની છે, તિરસ્કૃત થવાનું. જો માણસ સંકુચિત મનનો છે તો આ વસ્તુઓ ઘરમાં, મન-મંદિરમાં, મન-મસ્તિષ્કમાં કઈ રીતે કડવાશના રૂપમાં ભરાઈ જાય છે. અને મોકો મળે તો ક્યારેક લાગે છે અરે આને હું બતાવી દઈશ. આ મારી સાથે થયું, નાનપણમાં મારી સાથે આ થયું હતું, શાળામાં ગયો તો આ થયું હતું, નોકરી કરવા ગયો તો આ થયું હતું. શું શું મનમાં નહોતું, પરંતુ ભીમરાવ આંબેડકર હતા, આટલી બદીઓનો સામનો કરવો પડ્યો. આટલી હેરાનગતિ સહન કરવી પડી, પરંતુ પોતાના જીવનમાં જયારે મોકો મળ્યો તો સહેજપણ આ કડવાશને બહાર નહોતી આવવા દીધી. બદલાનો ભાવ અંશ માત્ર પણ ના તો બંધારણમાં ક્યારેય પ્રગટ થયો, ના તો તેમની વાણીમાં પ્રગટ થયો, ના તેમના કોઈ અધિકાર ક્ષેત્રમાં પ્રગટ થયો. વ્યક્તિની ઉંચાઈ આવા સમયે કસોટી થવાથી ખબર પડે છે. કેવું મહાનતમ વ્યક્તિત્વ હશે. આપણે શિવજીને જયારે તેમની મહાનતાની ચર્ચા સંભાળીએ છીએ, તો કહીએ છીએ ઝેર પી લીધું હતું. બાબાસાહેબ આંબેડકરે જીવનમાં દરેક પળે ઝેર પીતા-પીતા પણ આપણા લોકો માટે અમૃત વર્ષા કરી હતી. અને એટલા માટે જ તે મહાપુરુષની જન્મ જયંતી ઉપર અને તે પણ જે ધરતી પર તેમનો નવ જન્મ થયો તે દીક્ષા ભૂમિ પર પ્રણામ કરીને દેશના ચરણોમાં એક નવી વ્યવસ્થા આપવાનો આજે પ્રયાસ અમે કરી રહ્યા છીએ.
આજે અનેક યોજનાઓનો પ્રારંભ થઇ રહ્યો છે, નવા ભવનોનો પ્રારંભ થઇ રહ્યો છે. આશરે બે હજાર મેગાવોટ વીજળીના કારખાનાઓનું લોકાર્પણ થયું. ઊર્જા જીવનનો અતુટ હિસ્સો બની ગઈ છે. વિકાસનું કોઈપણ સપનું ઊર્જાના અભાવમાં શક્ય નથી બનતું. અને 21મી સદીમાં ઊર્જા એક રીતે દરેક નાગરિકનો હક બની ગઈ છે. લેખિત હોય કે ના હોય, બની ગઈ છે. દેશને 21મી સદીની પ્રગતિની ઊંચાઈઓ પર લઇ જવાની છે, જો ભારતને આધુનિક ભારતના રૂપમાં જોવું છે તો ઊર્જા તેની પહેલી જરૂરિયાત છે. અને એક બાજુ પર્યાવરણની ચિંતાના કારણે વિશ્વ તાપીય ઊર્જાને પડકાર ફેકી રહ્યું છે તો બીજી બાજુ વિકસિત દેશો માટે તે જ એક સહારો છે. વૈશ્વિક સ્તર પર આટલા મોટા ઘર્ષણની વચ્ચે જયારે રસ્તો કાઢવાનો છે તો ભારતે પણ બીડું ઝડપ્યું છે કે આપણે આખા વિશ્વને પરિવાર માનનારા લોકો છીએ, સમગ્ર બ્રહ્માંડને પોતાનું માનનારા લોકો છીએ, આપણા દ્વારા આપણે એવું કઈ નહીં થવા દઈએ, જે ભાવી પેઢી માટે કોઈ સંકટ ઉત્પન્ન કરે અને એટલા માટે ભારતે 175 ગીગવોટ પુનઃપ્રાપ્ય ઊર્જાનું સપનું જોયું છે. સૂર્ય ઊર્જા હોય, પવન ઊર્જા હોય, હાયડ્રોના પ્રોજેક્ટ્સ હોય, અને જયારે નીતિનજી ખુબ ગર્વની સાથે જણાવી રહ્યા હતા કે નાગપુરવાસીઓનું જે ગંદુ પાણી છે, તે વીજળીના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવે છે, રીસાયકલ કરવામાં આવે છે. એક રીતે પર્યાવરણને અનુકુળ જે પણ પહેલો છે, હું તેના માટે નાગપુરને શુભેચ્છા આપું છું. અને દેશના અન્ય ભાગોમાં પણ ઝીરો વેસ્ટનો ખ્યાલ ધીરે ધીરે ઉછરી રહ્યો છે.
આજે અહીંયા આવાસ નિર્માણનો પણ એક ખુબ મોટો કાર્યક્રમ હાથ પર લેવામાં આવ્યો, તેનો પણ પ્રારંભ થયો છે. 2022 આઝાદીના 75 વર્ષ થઇ ગયા, ક્ષણવાર માટે આપણે 75 વર્ષથી પહેલાની જિંદગી જીવવાનો પ્રયાસ કરીને જોઈએ. આપણે તે કલ્પનામાં જો પહોંચીએ 1930, 40, 50 ની પહેલાનો કાળખંડ જયારે દેશના માટે લોકો જીવની બાજી લગાવી દેતા હતા. હિન્દુસ્તાનનો ત્રિરંગો ફરકાવવા માટે ફાંસીના માંચડે ચડી જતા હતા. મા ભારતીને ગુલામીની સાંકળોથી મુક્ત કરાવવા માટે યુવાની જેલમાં ખપાવી દેતા હતા. મૃત્યુનું આલિંગન કરતા હતા. હસતા હસતા દેશના માટે મરી ફીટનારા લોકોની હરોળ ક્યારેય બંધ નહોતી થઇ. આ દેશના વીરોએ તે તાકાત દેખાડી હતી કે ફાંસીના ગાળિયા પણ ક્યારેક તો ઓછા પડી જતા હતા, પરંતુ મરનારા, દેશના માટે શહાદત આપનારા લોકોની સંખ્યા ક્યારેય પણ ઓછી નહોતી થતી. અગણિત બલીદાનોના પ્રણામ હતા કે ભારત મા આપણી આઝાદ થઇ છે. પરંતુ આઝાદીના દીવાનાઓએ પણ તો કેટલાક સપના જોયા હતા તેમણે પણ ભારત કેવું હોય, એક ઈરાદો રાખ્યો હતો. તેમને તો એ સૌભાગ્ય મળ્યું નહીં આઝાદ હિન્દુસ્તાનમાં શ્વાસ લેવાનું. આપણને સૌભાગ્ય મળ્યું નહીં તે આઝાદીના આંદોલનમાં આપણી જિંદગી ખપાવવાનું, પરંતુ આપણને મોકો મળ્યો છે, દેશના માટે મરવાનો મોકો ના મળ્યો, દેશના માટે જીવવાનો મોકો મળ્યો છે.
શું 2022 જયારે આઝાદીના 75 વર્ષ થઇ રહ્યા છે. આજે આપણે 2017માં ઊભા છીએ. પાંચ વર્ષનો સમય આપણી પાસે છે. સવા સો કરોડ દેશવાસી જો સંકલ્પ કરે કે જે મહાપુરુષોએ આઝાદી માટે જીવન લગાવી દીધું તેમના સપનાઓના ભારતનું નિર્માણ કરવા માટે મારી તરફથી આટલું યોગદાન હશે. હું પણ કંઈક કરીને બતાવીશ, અને સંકલ્પ કરીને રહીશ અને સાચી દિશામાં કરીને રહીશ, હું નથી માનતો કે 2022 આવતા આવતા દેશ વિશ્વની સામે ઊભા થવાની તાકાત સાથે ઊભો નહીં થઇ શકે, મને કોઈ આશંકા નથી. અને તેમાં એક સપનું છે આપણું 2022 જયારે આઝાદીના 75 વર્ષ થાય ત્યારે મારા દેશના ગરીબમાં ગરીબ પાસે ઘર હોય. આ દેશનો કોઈ ગરીબ એવો ના હોય, જેને રહેવા માટે પોતાનું ઘર ન હોય, પોતાની છત ના હોય. અને ઘર પણ એવું હોય, જેમાં વીજળી હોય, પાણી હોય, ચૂલો હોય, ગેસનો ચૂલો હોય, નજીકમાં બાળકો માટે શાળા હોય, વડીલો માટે નજીકમાં દવાખાનું હોય આવું ભારત કેમ નથી જોઈ શકતા? શું સવાસો કરોડ દેશવાસી મળીને આપણા દેશના ગરીબોના આંસુ નથી લુછી શકતા? ભીમરાવ આંબેડકરજીએ જે સપનાઓને લઈને બંધારણની રચના કરી છે, તે બંધારણને જીવીને દેખાડવાનો અવસર આવ્યો છે. આપણે 2022 માટે સંકલ્પ કરીએ, કંઈક કરી દેખાડવાનો ઈરાદો લઈને નીકળી પડીએ. હું માનું છું કે આ સપનું પૂરું થશે.
હું મહારાષ્ટ્ર સરકારને અભિનંદન આપું છું કે ભારત સરકારની યોજનાઓ સાથે મહારાષ્ટ્ર પણ ખભે ખભા મેળવીને આગળ વધી રહ્યું છે. અને ખુબ મોટી માત્રામાં ઘર બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. અને તેનાથી લોકોને રોજગારી પણ સારી એવી મળવાની છે. ગરીબને ઘર મળશે, પરંતુ ઘર બનાવનારાઓને રોજગારી પણ મળશે. સિમેન્ટ બનાવનારાઓને કામ મળશે, લોખંડ બનાવનારાઓને કામ મળશે, દરેક વ્યક્તિને કામ મળશે. એક રીતે રોજગારીના સર્જનની ખુબ મોટી સંભાવના છે. અને હિન્દુસ્તાનના દરેક ખૂણામાં પોત-પોતાની રીતે ઘર બનાવવાનું બહુ મોટું અભિયાન ચાલી રહ્યું છે. આજે તેનો પણ પ્રારંભ કરાવવાનો મને અવસર મળ્યો છે.
21 મી સદી જ્ઞાનની સદી છે. અને માનવ ઈતિહાસ આ વાતની સાબિતી છે જયારે જયારે માનવજાતિ જ્ઞાન યુગમાં રહ્યો છે, ત્યારે ત્યારે હિન્દુસ્તાને નેતૃત્વ કર્યું છે. 21મી સદી જ્ઞાનનો યુગ છે. ભારતને નેતૃત્વ આપવાનો એક ખુબ મોટો અવસર છે. આજે અહીંયા એકસાથે આઈઆઈટી, આઈઆઈએમ, એઈમ્સ એકથી ચઢિયાતી એક અને અહીંયા નવા મકાનોના નિર્માણ માટે આ બધી જ સંસ્થાઓ ચાલશે. મહારાષ્ટ્રના અને દેશના નવયુવાનોને પોતાનું ભાગ્ય બનાવવા માટે, આધુનિક ભારત બનાવવા માટે પોતાની યોગ્યતા વધારવા માટે આ સંસ્થાઓ દ્વારા અવસર મળશે. મારી યુવા પેઢીને ખુબ ખુબ શુભકામનાઓ છે. આજે જયારે હું તેમને, મારા દેશની યુવા પેઢીને આ અર્પિત કરી રહ્યો છું, મારી તે સૌને ખુબ ખુબ શુભકામનાઓ છે.
આજે…છેલ્લા કેટલાક દિવસોથી ડિજિટલ ઇન્ડિયાની દિશામાં અમે કામ કરી રહ્યા છીએ અને ખુબ વ્યાપક રૂપે કામ કરી રહ્યા છીએ. તેનું એક ફલક છે- ડીજી ધન, અને મારો મત છે કે તે દિવસ દૂર નહીં હોય. ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ કહેવા લાગશે, ડીજી-ધન, નિજી-ધન. આ ડીજી-ધન, નિજી-ધન આ ગરીબની અવાજ બનવાનું છે. મેં જોયું મોટા મોટા વિદ્વાનો વિરોધ કરવા માટે એવો વિરોધ કરી રહ્યા હતા કે મોદીજી હવે કહી રહ્યા છે કે કેશલેસ સોસાયટી, ફલાણું ઢીંકણું. મેં આવા આવા ભાષણો સાંભળ્યા તમને..પછી મારે ખુબ વ્યંગ વિનોદ માટે બીજું કઈ કરવું જ નથી પડ્યું. તેમને યાદ કરી લેતો હતો તો મને બહુ..હું આશ્ચર્યચકિત હતો મતલબ વિદ્વાન લોકો આ શું બોલી રહ્યા છે.
ઓછી રોકડ, ઘરમાં પણ તમે જોયું હશે ધનિકમાં ધનિક પરિવાર હશે, દીકરો હોસ્ટેલમાં રહેતો હશે તો પણ મા-બાપની વચ્ચે ચર્ચા થાય છે. એક સાથે વધારે પૈસા ના મોકલશો, ક્યાંક દીકરાની આદત ખરાબ થઇ જશે. ધનિકમાં ધનિક પરિવાર પણ, ગરીબમાં ગરીબ પરિવાર પણ, દીકરો કહેશે મા મને આજે પાંચ રૂપિયા આપો, તો બાપ સમજાવે છે કે ના ના બેટા એવું કર તું બે રૂપિયા લઇ જ. ઓછી રોકડ જીવનમાં પણ મહત્વ રાખે છે, તે આપણે પરિવારમાં પણ અનુભવ કરતા આવ્યા છીએ. સુખીમાં સુખી પરિવાર પણ બંડલના બંડલો દીકરાઓને નથી આપતા, કારણકે તેમને ખબર છે કે તેનાથી શું શું થાય છે. સારું ઓછું થાય છે, ખરાબ વધારે થાય છે. જે વ્યક્તિના જીવનમાં છે તે જ સમાજના જીવનમાં છે, અને તે જ રાષ્ટ્રના જીવનમાં થાય છે, તે જ અર્થવ્યવસ્થાના પણ જીવનમાં થાય છે. આ સીધી સાદી સરળ સમજણને આપણે વ્યવહારમાં લાવવી જોઈએ. ઓછી રકમ, ઓછા રોકડા તેનાથી કારોબાર ચલાવી શકાય છે અને કોઈ એક જમાનો હતો જયારે સોનાની લગડીની જ કરન્સી આવતી હતી, સોનાની ગીની આવતી હતી, બદલતા બદલતા ક્યારેક ચામડાની પણ આવી, કાગળની પણ આવી, ખબર નહીં કેટલા બદલા આવ્યા. અને દરેક યુગે દરેક બદલાવને સ્વીકાર કર્યો છે. બની શકે કે તે સમયે પણ કેટલાક લોકો હશે કે જે કંઈક કહેતા હશે કદાચ તે સમયે છાપા નહીં હોય એટલા માટે છપાતું નહીં હોય, પરંતુ કેટલાક તો કહેતા જ હશે તે સમયે. વિવાદો પણ રહેતા હશે, પરંતુ બદલાવ પણ આવતા હશે. હવે સમય બદલાયો છે. તમારી પાસે વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉપલબ્ધ, સુરક્ષિત વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે અને તેમાંથી ભીમ એપ. અને હું માનું છું કે ભારતના બંધારણમાં સામાન્ય માનવીને હક આપવાનું કામ જે રીતે ભીમરાવ આંબેડકરે કર્યું છે, તે જ રીતે ભીમ એપ અર્થવ્યવસ્થાના મહારથીના રૂપમાં કામ કરવાની છે. આ મારા શબ્દો લખીને રાખજો. કોઈ રોકી નહીં શકે, તે થઈને જ રહેવાનું છે.
તમને નવાઈ લાગશે હિન્દુસ્તાન જેવા દેશમાં ચલણ છાપવું, છાપીને પહોંચાડવું, સુરક્ષિત પહોંચાડવું, અરબો ખરબો રૂપિયાનો ખર્ચ થાય છે. જો આ વ્યવસ્થાથી પૈસા બચી જાય તો કેટલા ગરીબોના ઘર બની શકે મિત્રો. કેટલી મોટી દેશસેવા થઇ જાય. અને આ બધું શક્ય છે એટલા માટે કરવાનું છે, ના હોત તો નથી કરવાનું. તેઓ પણ ગુજારો કરતા હતા, પહેલા તે વ્યવસ્થા હતી, જરૂરી હતી, કરતા હતા. જો ઓછા કેશની દિશામાં આપણે નક્કી કરીએ તમે જુઓ બદલાવ શક્ય છે. મને તો નવાઈ છે એક એક એટીએમની સુરક્ષા માટે પાંચ પાંચ પોલીસવાળાઓ લાગેલા રહે છે. એક માણસને સુરક્ષા આપવા માટે પોલીસ આપવામાં તકલીફ પડે છે, એટીએમ માટે ઊભા રહેવું પડે છે. જો ઓછા રોકડાનો કારોબાર થઇ જાય, તમારો મોબાઈલ જ તમારું એટીએમ બની જાય. અને એ સમય દૂર નથી જયારે પ્રીમાઈસ લેસ અને પેપર લેસ બેન્કિંગ જીવનનો હિસ્સો બનવાનો છે. તેનો અર્થ એ થયો કે તમારો મોબાઈલ ફોન એ માત્ર તમારું પાકીટ નથી, તમારો મોબાઇલ ફોન તમારી પોતાની બેંક બની જશે. ટેકનોલોજીની ક્રાંતિ આર્થિક જીવનનો ભાગ બની રહી છે. અને એટલા માટે જ 25 ડિસેમ્બરે જયારે આ ડિજી-ધન યોજનાઓને લોન્ચ કરવામાં આવી હતી. જે દિવસે લોન્ચ કરવામાં આવી હતી નાતાલની શરૂઆત હતી. હેપી ક્રિસમસની સાથે શરુ કરી હતી. સો દિવસ સુધી સો શહેરમાં ચાલી. અને આજે તેની પુનરાવૃત્તિ એક પ્રકારે આ બાજુ 14 એપ્રિલ બાબા આંબેડકર સાહેબની જન્મ જયંતી, ભીમ એપનો સીધો સંબંધ અને બીજી બાજુ ગુડ ફ્રાઇડેનો દિવસ. નાતાલના દિવસે પ્રારંભ કર્યો હતો, હસી ખુશી સાથે શરુઆત કરી હતી. યાત્રા કરતા કરતા અહીંયા સુધી ચાલી નીકળ્યા.
આજે એટલા માટે જ લોકોને લાગતું હતું કે જેમની પાસે મોબાઇલ નથી, શું કરશે. મેં સંસદમાં ખુબ ભાષણો વાંચ્યા, રસપ્રદ ભાષણો છે એ બધા. દેશની પાસે સ્માર્ટ ફોન નથી, ઢીંકણું નથી, ફલાણું નથી. અમે તેમને સમજાવ્યું ભાઈ, 800- 1000 રૂપિયાના ફીચરવાળા ફોનથી પણ ગાડી ચાલી શકે છે, પણ જેમને સમજવું નથી તેને કોણ સમજાવે. પરંતુ હવે તો તમારે મોબાઇલ ફોનની જરૂર જ નથી, હવે તમે એ નહીં પૂછો કે ભાઈ શું કરીશું. તમારી પાસે અંગુઠો તો છે ને. એક જમાનો હતો અભણ હોવાની નિશાની હતી તે. યુગ કેવો બદલાઈ ગયો છે, એ જ અંગુઠો તમારી શક્તિનું કેન્દ્ર બિંદુ બનતો જઈ રહ્યો છે. અહીંયા બધા જ નવયુવાનો દિવસમાં બે બે કલાક અંગુઠા પર લાગેલા રહેતા હશે. મોબાઇલ ફોન લઈને મેસેજ લખતા રહેતા હશે. ટેકનોલોજીએ અંગુઠાને શક્તિશાળી બનાવી દીધો છે. અને એટલા માટે ભીમ-આધાર પર ગર્વ કરી શકે છે. દુનિયાની ટેકનોલોજી માટે પ્રગતિશીલ દેશ પાસે પણ અહીંયા આ વ્યવસ્થા નથી, જે હિન્દુસ્તાન પાસે છે.
હવે જે લોકો ભીમ એપ પર વિવાદ કર્યા પછી પણ લોકો સ્વીકાર કરતા ગયા, તો તેઓ આધાર પર વિવાદ કરવામાં લાગેલા છે. તેઓ તેમનું કામ કરતા રહેશે. તમારી પાસે મોબાઇલ ફોન હોય કે ના હોય, જો તમારી પાસે આધાર નંબર છે તો. તમે પોતે કોઈ દુકાનદારની પાસે ગયા છો અને તેની પાસે નાનું એવું સાધન હશે. મોટા પીઓએસ મશીનની પણ જરૂર નહીં હોય, નાનું એવું એક હશે બે બાય બે ઇંચનું, તે તમારો અંગુઠો ત્યાં લગાવડાવી દેશે અને તેનાથી જો પહેલાથી જ બેંકની સાથે તમારો આધાર નંબર જોડાયેલો છે. જો તમે દસ રૂપિયાનો સામાન લીધો, દસ રૂપિયા તમારા આપમેળે કપાઈ જશે. એક રૂપિયો પણ સાથે લઇ જવાની જરૂર નથી. ક્યાંય તમારો કારોબાર રોકાશે નહીં, કેટલી શ્રેષ્ઠ વ્યવસ્થાની દિશામાં આપણે જઈ રહ્યા છીએ. અને એટલા માટે જે આજે ભીમ આધાર એક એવું વર્ઝન..અને તમે જોજો એ દિવસ દૂર નહીં હોય દુનિયાની મોટી મોટી યુનિવર્સીટીઓ આ ભીમ-આધારની કેસ સ્ટડી કરવા માટે ભારત આવશે. બધા નવયુવાનો અભ્યાસ કરશે. દુનિયામાં આર્થિક બદલાવ શું હોઈ શકે છે તેનો આ આધાર બનાવાનો છે. તે સંદર્ભ બનાવનો છે.
અને હું કાલે જ આપણા રવિશંકરજીને કહેતો હતો કે ભારત સરકારે આને પેટન્ટ કરાવ્યું છે કે નથી કરાવ્યું, કારણકે આ થવાનું છે, દુનિયા આ વિષયને પોતાનો વિષય બનાવવા માટે..મને હમણા આફ્રિકન દેશોના જેટલા મોવડીઓ મળ્યા, તેમણે મારી પાસેથી આની જિજ્ઞાસા પણ કરી હતી અને એ પણ ઈચ્છ્યું હતું કે અમારા દેશ માટે તમે કરી શકો છો ખરા? ધીમે ધીમે આ વૈશ્વિક વિસ્તારનું કારણ પણ બની શકે છે અને ભારત તેમાં એક બહુ મોટા કેટાલીટીક એજન્ટના રૂપમાં કામ કરી શકે છે.
આ ડિજી-ધન યોજના હેઠળ હિન્દુસ્તાનના સો અલગ અલગ શહેરોમાં કાર્યક્રમો કરવામાં આવ્યા. લાખો લોકોએ ખુબ ઉત્સાહથી ભાગ લીધો. ટેકનોલોજીને સમજવાનો પ્રયાસ કર્યો, સ્વીકાર કરવાનો પ્રયાસ કર્યો. અને ખુબ મોટી માત્રામાં લોકોને ઇનામ મળ્યા, અને આજે જે લોકોને ઇનામ મળ્યા છે તેમાંથી એક સજ્જન ચેન્નાઈના છે તેમણે તો જાહેરાત કરી દીધી કે મને જે ઇનામ મળ્યું છે તે હું ગંગાની સફાઈમાં સમર્પિત કરી દઉં છું. હું તેમને અભિનંદન આપું છું. અને આમ પણ આ ડિજી-ધન સફાઈ અભિયાન જ તો છે. ભ્રષ્ટાચાર, કાળા નાણાની વિરુદ્ધની લડાઈનો એક બહુ મોટો હિસ્સો છે.
અને હું દેશવાસીઓને કહેવા માગું છું કે ઓછા રોકડનો વિચાર તમને ગમે કે ના ગમે. કેશ લેસ સોસાયટીનું સપનું તમને ગમે કે ન ગમે. નોટો વિના જિંદગી કેવી રીતે પસાર થશે તમારા મનમાં સવાલ કે નિશાન થાય કે ના થાય, પરંતુ આ દેશમાં કોઈ એવો માણસ નહીં હોય, જેના દિલ, દિમાગમાં, ભ્રષ્ટાચાર પ્રત્યે ગુસ્સો ના હોય. આપનારો પણ ગુસ્સો અનુભવતો હશે અને ક્યારેક લેનારો પણ રાત્રે જઈને વિચારતો હશે કે યાર અત્યારે મોદી આવ્યો છે ક્યાંક ફસાઈ જઈશ તો શું થશે? ઘણું ખરાબ થયું છે, પણ આગળ ખરાબીથી બચવા માટે એક ઉત્તમ સાધન છે. જે પણ ભીમ-આધારના સહારે મદદ કરશે મારી, તેઓ એક રીતે ભ્રષ્ટાચાર અને કાળા નાણાની લડાઈ લડવાના સિપાહી છે મારા. આ ખુબ મોટી તાકાત છે મારા માટે. અને એટલા માટે જ હું તેને નિમંત્રણ આપું છું મારા નવયુવાનો! અને આમાં બે નવી વસ્તુઓ જોડી છે આ વખતે. અને યોજના તો એ છે કે તે 14 ઓક્ટોબર સુધી આપણે ચલાવીશું. આજે 14 એપ્રિલ છે. 14 ઓકટોબર, એટલા માટે 14 ઓક્ટોબરે બાબાસાહેબ આંબેડકરે દીક્ષા લીધી હતી. બાબાસાહેબ આંબેડકરની દીક્ષાનો તે પવિત્ર અવસર હતો, 14 ઓક્ટોબર. અને એટલા માટે આજે 14 એપ્રિલથી 14 ઓક્ટોબર સુધી એક વિશેષ યોજના છે. આજે જોયું હશે તમે સારા પરિવારના નવયુવકો પણ તેમના મગજમાં પણ છે કે અમે વેકેશનમાં કંઈક ને કંઈક કામ કરીએ અને જાતે કમાણી કરીએ. ધનિક પરિવારના બાળકો પણ પોતાની ઓળખ છુપાવીને એવી જગ્યા પર જાય છે અને એવા કામ કરે છે પોતાની જાતને ટ્રેઈન કરવા માગે છે. જે સર્કલમાં તેઓ જન્મ્યા છે ત્યાં તે અવસર નથી મળતો. તેઓ હોટલમાં જાય છે, વાસણો સાફ કરે છે, ચા પીરસે છે, એ રીતે કરે છે. અનેક લોકો પેટ્રોલ પંપ પર જઈને કામ કરે છે. એક ગર્વ સાથે જીવવાનો.. આજે નવી પેઢીના મનમાં આ વસ્તુઓ આવી રહી છે.
પહેલા આપણે સંભાળતા હતા વિદેશમાં નવયુવાનો બધા રાત્રે જઈને બે બે ત્રણ ત્રણ કલાક એવું મહેનતનું કામ કરે છે, ટેક્સી ચલાવે છે, ઢીંકણું કરે છે, ફલાણું કરે છે. કંઈક કમાણી કરે છે, અને પછી ભણતા રહે છે. આજે હિન્દુસ્તાનમાં આ વસ્તુ નથી આવી, એવું નથી. આપણું ધ્યાન નથી. આ ભીમ-આધાર હેઠળ હું આ વેકેશનમાં, હું મારા દેશના નવયુવાનોને નિમંત્રિત કરવા માગું છુ. તેમાં એક યોજના છે રેફરલ, અર્થાત જો તમે કોઈને ભીમ એપના વિષયમાં સમજાવશો, કોઈ વ્યાપારીને સમજાવશો, કોઈ નાગરિકને સમજાવશો, તેના મોબાઇલ ફોન પર ભીમ એપ ડાઉનલોડ કરાવશો. અને તમારી પ્રેરણાથી તેઓ ત્રણ ટ્રાન્ઝેક્શન કરશે, ક્યારેક પચાસ રૂપિયાની વસ્તુ ખરીદશે, ક્યારેક 30 રૂપિયાની, ક્યારેક 100 રૂપિયાની ખરીદશે. આ તમારા દ્વારા જો થશે તો એક વ્યક્તિને તમે જો જોડશો તો સરકાર તરફથી તમારા ખાતામાં 10 રૂપિયા જમા થઇ જશે. જો એક દિવસમાં તમે 20 લોકોને પણ આ કરાવી દેશો, તો સાંજે તમારા ખિસ્સામાં 200 રૂપિયા આવી જશે. જો વેકેશનના ત્રણ મહિના નક્કી કરી લો કે 200 રૂપિયા કમાવા છે, બોલો મારા નવયુવાન સાથીઓ શું આ કોઈ મુશ્કેલ કામ છે ખરું તમારા માટે? સામેથી કંઈ લેવા દેવા જ નહીં, તેને માત્ર શિખવાડવાનું જ છે, સમજાવવાનું છે અને જે વેપારી પોતાની દુકાન પર ભીમ એપને લાગુ કરશે, કારોબાર તેનાથી શરુ કરશે, તો તેને તેની જે ઓછામાં ઓછી જે રેન્ક છે તેને કરશે તો તેને 25 રૂપિયા મળશે. તેના ખાતામાં 25 રૂપિયા જમા થઇ જશે. અર્થાત જેને તમારે સમજાવવા હોય તેને સમજાવી શકો છો. પણ મને તો 10 મળી રહ્યા છે, પણ તને તો 25 મળવાના છે. અને આ યોજના 14 ઓક્ટોબર સુધી ચાલશે. બાબાસાહેબ આંબેડકરનો દીક્ષા પ્રાપ્ત કરવાનો દિવસ હતો. છ મહિના આપણી પાસે છે. દરેક નવયુવાન આ વેકેશનમાં 10 હજાર, 15 હજાર આરામથી કમાઈ શકે છે. અને તમે ભ્રષ્ટાચારની વિરુદ્ધની લડાઈ જીતવા માટે મારા સૌથી મોટા મદદગાર બની જશો, એટલા માટે હું તમને નિમંત્રણ આપું છું કે આ યોજનામાં તેની બારીકાઇ જે લખેલી હશે તે જ આખરમાં સમજાવવા માટે થોડું વત્તું ઓછું બોલી રહ્યો છું, પણ જયારે તમે લખેલી યોજના વાંચશો તો તમને પાક્કી સમજાઈ જશે. અને હું ઈચ્છું છું, હું દેશના નવયુવાનોને ઇચ્છુ છું કે હવે પરીક્ષાઓ પુરી થઈ ગઈ છે, મોબાઇલ ફોન ઉઠાવો, આ વ્યવસ્થાને સમજો અને પ્રતિ દિન 20 લોકો, 25 લોકો, 30 લોકો લાગી જાવ. તમે સાંજે 200 – 300 રૂપિયા કમાઈને ઘરે આવી જશો અને આખા વેકેશનમાં તમે કરશો તો આવનારા વર્ષનો તમારો ભણવાનો ખર્ચો નીકળી જશે. ક્યારેય ગરીબ મા-બાપ પાસેથી એક રૂપિયો પણ માગવાની જરૂર નહીં રહે. આ ક્રાંતિ લાવવાનો પ્રયાસ છે.
આજે અહીંયા 75 ટાઉનશીપ ઓછી રકમવાળી તેનું લોકાર્પણ થયું. તેનો અર્થ એ થયો કે જ્યાં આગળ ટાઉનશીપમાં લોકો રહે છે, અલગ અલગ ફર્ટીલાઈઝર કંપનીઓની ટાઉનશીપ છે, ક્યાંક રેલવે વાળાઓની ટાઉનશીપ છે, ક્યાંક ફૌજવાળાઓની ટાઉનશીપ છે, આવી 75 એ સંપૂર્ણ રીતે પોતાની જાતને ઓછી રોકડવાળી બનાવી છે. તો જયારે મેં આની પહેલી એક ટાઉનશીપ ઓછી રોકડવાળી બની તો હું તેનું પ્રેઝેન્ટેશન લઇ રહ્યો હતો. મેં કહ્યું શાકવાળાઓનો કેમ રસ છે, તે શા માટે આ કારોબારમાં આવ્યો. તેણે ખુબ રસપ્રદ જવાબ આપ્યો શાકવાળાએ, તેણે કહ્યું પહેલા આ જે ટાઉનશીપમાં આ જે વેચવા માટે હું ફૂટપાથ પર બેસું છું, શાકભાજી વેચું છું, તો જે મહિલાઓ શાકભાજી ખરીદવા આવે છે, જો બિલ બની ગયું 25 રૂપિયા 80 પૈસા તો કહે છે કે ચાલો 25 રૂપિયા લઇ લો, કામ ચાલી જશે. તે 80 પૈસા નહોતી આપતી. ગમે તેટલી અમીર પરિવારની મહિલા કેમ ના હોય, મોટામાં મોટા બાબુની પત્ની હોય. તે 80 પૈસા નહોતી આપતી. આ લઇ લો 25 રૂપિયા, ચાલો બરાબર છે, છુટ્ટા છોડી દો. એ કહે આના કારણે શું થયું છે મને પુરા 25 રૂપિયા 80 પૈસા મળવા લાગ્યા છે. અને કહે સાંજે જે મારા 15-20 રૂપિયા ઓછા પડી જતા હતા હવે મારા 15-20 રૂપિયા મારી વધારાની આવક એમ જ થઇ ગઈ છે. હવે જુઓ કેટલો ફાયદો એક ગરીબ આદમીએ પોતાની જાતે જ શોધી લીધો. પરંતુ આ 75 ટાઉનશીપ એક સારી શરૂઆત છે. આ આપણા લોકોનો પ્રયત્ન રહેવો જોઈએ કે આપણે લેસ કેશની તરફ દેશને લઈને જઈએ, આપણે તેમાં યોગદાન આપીએ, અને આ જે ક્રાંતિ આવી રહી છે. તેના આપણે પોતે એક સિપાહી બનીએ. તે વાતને આપણે આગળ વધારીએ.
મને વિશ્વાસ છે કે આજે જે લોકોને ઇનામ મળ્યા છે અને આટલા સમયગાળામાં આશરે અઢીસો કરોડ રૂપિયાથી વધારેના ઇનામો મળ્યા છે. તેઓ ઇનામ પ્રાપ્ત કરીને જ સંતોષ ના માને. હજારોની સંખ્યામાં નાગરિકોને ઇનામ મળ્યા છે તેઓ પણ આના રાજદૂત બને, તેઓ પણ આ કામને આગળ વધારે. આ દેશમાં પરિવર્તન લાવવાનો નાગરિકોની મદદથી થનારું એક બહુ મોટું સફળ અભિયાન છે. હું રવિશંકરજી અને તેમના વિભાગની આખી ટીમને નીતિ આયોગને ખુબ શુભેચ્છાઓ આપું છું કે ફૂલ પ્રૂફ ટેકનોલોજી માટે તેમણે ભરપુર મહેનત કરી છે. દુનિયામાં જેટલા પ્રકારની ટેકનોલોજીમાં સંશોધન થયા છે તે બધી જ વસ્તુઓનો અભ્યાસ કર્યો છે અને તેમાંથી શ્રેષ્ઠમાંથી શ્રેષ્ઠ શું હોઈ શકે તેમ છે. ભારતના સામાન્ય માનવીને ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આને પોતાના કારોબારથી ચલાવી શકે. એટલું યુઝર ફ્રેન્ડલી આ વ્યવસ્થા અહીં વિકસિત થઇ છે. હું ફરી એકવાર વિભાગના બધા જ સાથીઓને અભિનંદન આપું છું. હું મહારાષ્ટ્ર સરકારને અભિનંદન આપું છું કે આ કાર્યક્રમની રચના માટે નાગપુરને તેમણે યજમાનના રૂપમાં ઉત્તમ સેવા કરી. ખુબ મોટી માત્રામાં આપ સૌને મળવાનો મને અવસર મળ્યો. તમારો ખુબ ખુબ આભાર.