In one way the correct meaning of PSE is - Profit and Social benefit generating Enterprise: PM Modi at CPSE Conclave
For public and private sector, the formula of success remains same - the 3 Is, which mean Incentives, Imagination and Institution Building: PM
I believe that Idealism and Ideology are not enough for economic decision making, they need to be replaced with pragmatism and practicality, says the PM
PSEs can contribute towards the formation of New India through 5 Ps - Performance + Process + Persona + Procurement and Prepare: PM
To date, we have been treating PSEs as navratana companies. But now, its time to think beyond it. Can we think about making New India jewel, asks PM

ભારે ઉદ્યોગો અને સરકારી ક્ષેત્રનાં સાહસોનાંમારા સાથી મંત્રીશ્રી આનંદ કિર્તીજી, રાજ્ય કક્ષાનાં મંત્રીશ્રી બાબુલ સુપ્રિયોજી, મારા સહયોગી શ્રી પી. કે. મિશ્રાજી, શ્રી પી. કે. સિંહાજી, દેશભરમાંથી આવેલા કેન્દ્ર સરકારનાં જાહેર ક્ષેત્રનાં સાહસોનાં વરિષ્ઠ અધિકારીઓ, અહીં ઉપસ્થિત મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.

આપણાં અનંત ગીતેજી ગાતાં નથી અને બાબુલજી ગીતો ગાય છે. સરકારી ક્ષેત્રનાં સાહસો આપણી નાનકડી દુનિયા છે. આ તેમાં એક નવી શરૂઆત છે. હું તમારા બધાનું આ સીપીએસઈ સંમેલનમાં સ્વાગત કરું છું. તમને બધાને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

છેલ્લાં એક-દોઢ કલાકમાં મારી સામે વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યાં છે. તેમાં તમારી મહેનત, તમારો ઉત્સાહ અમે સંપૂર્ણપણે જોઈએ તો હું કહી શકું કે વિચારોની સ્પષ્ટતા સ્પષ્ટપણે મને દેખાય છે. કોર્પોરેટ ગવર્નન્સથી લઈને નવીનતા, ટેકનોલોજી અને નવા ભારત પર તમારોદ્રષ્ટિકોણ, તમારા વિચારો પણ જાણવાની તક મને મળી છે. કદાચ આવું સૌભાગ્ય અગાઉ કોઈ પ્રધાનમંત્રીને મળ્યું છે કે નહીં એની મને ખબર નથી, પણ મને આજે મળ્યું છે.

કોઈ પણ પ્રેઝન્ટેશન કરવા માટે એક ટીમ બને છે. તેઓ બધા સાથે મળીને કામ કરે છે, ચર્ચાવિચારણા કરે છે. આ તમામને હું અભિનંદન પાઠવું છું. તેમણે પ્રેઝન્ટેશન કરવા માટે ઘણું મનોમંથન કર્યું હશે અને ઘણાં સંદર્ભો ભેગા કર્યા હશે. વળી પોતાનાં રોજિંદા કાર્યોમાંથી થોડો સમય કાઢીને પણ તેમને વિચારવાની તક મળી હશે.

અત્યારે મને જણાવવામાં આવ્યું છે કે છેલ્લાં થોડાં મહિનાઓમાં તમે બધા મનોમંથનનાં લાંબા ગાળામાંથી પસાર થયાં છો. પોતપોતાનાં સંબંધિત ક્ષેત્રોમાં કેવી કેવી રીતે પરિવર્તનનો પવન ફૂંકવો છે એ વિશે તમે વિશદ્ ચર્ચાવિચારણા કરી છે. તમારી જાણકારી માટે મારે કહેવું જોઈએ કે તમે ત્યાં કશું કરી રહ્યાં હશો, તો તમારા માટે હું પણ કામ કરતો હતો. તમારા અધિકારીઓને બોલાવીને હું ચર્ચા કરતો હતો, કારણ કે હું ઇચ્છતો હતો કે મારી વૈચારિક પ્રક્રિયાનો તાલમેળ પણ તમારી સાથે જોડાય. આ રીતે દરેકે પોતાપોતાની રીતે, પોતપોતાનાં હોદ્દા મુજબ એક મનોમંથનની પ્રક્રિયાને આગળ ધપાવી.

આ દરમિયાન મારા ધ્યાનમાં એવી તમામ મુશ્કેલીઓ આવી છે, જેનો સામનો સામાન્ય નાગરિકો પોતાનાં રોજિંદા જીવનમાં કરે છે. સરકાર આ સમસ્યાઓને દૂર કરવા માટે સતત કામ પણ કરી રહી છે. છેલ્લાં ચાર વર્ષમાં સરકારે સરકારી ક્ષેત્ર સાથે સંબંધિત સંસ્થાઓને કામ કરવાની સ્વતંત્રતા આપી દીધી છે, જેથી તેઓ ઉત્કૃષ્ટ કામગીરી નીભાવી શકે.

સાથીદારો,

આઝાદી પછી સરકારી ક્ષેત્રનાં સાહસોએ રાષ્ટ્રનિર્માણમાં દેશની અર્થવ્યવસ્થામાં અતિ મહત્ત્વપૂર્ણ પ્રદાન કર્યું છે.

આઝાદી સમયે ભારતને ભંડોળની જરૂર હતી, નવી ટેકનોલોજીની જરૂર હતી, જુદાં જુદાં ક્ષેત્રોમાં રોકાણની જરૂર હતી – એ સમયે વૈશ્વિક પરિપ્રેક્ષ્યનો વિચાર કરીએ તો આ બધું મળવું સરળ નહોતું. આ પ્રકારનાં કસોટીનાં સમયે સરકારી ક્ષેત્રનાં સાહસોએ દેશ સાથે સંબંધિત જરૂરિયાતો પૂર્ણ કરવા માટે મોરચો સંભાળ્યો હતો. એક પછી એક સારીબ્રાન્ડ સ્થાપિત કરી હતી. ઊર્જાનું ઉત્પાદન, ઊર્જા સાથે સંબંધિત ઉપકરણની ડિઝાઇન, સ્ટીલનું ઉત્પાદન, ઓઇલ, ખનીજ, કોલસો વગેરે અનેક ક્ષેત્રોમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું હતું. જ્યારે ખાનગી ક્ષેત્રની ભૂમિકા હાલ જેટલી વધારે અને મહત્ત્વપૂર્ણ નહોતી, ત્યારે સરકારી સાહસોએ ભારતીય અર્થતંત્રને વેગ આપ્યો હતો. અત્યારે પણ આ સંસ્થાઓ ભારતની અર્થવ્યવસ્થાને મજબૂતી આપવાની સાથે ઔદ્યોગિક કામગીરીમાં ઉદ્દીપકની ભૂમિકાનીભાવી રહી છે.

સાથીદારો,

જ્યારે આપણે ખાનગી ક્ષેત્રમાં કાર્યરત કોઈ કંપનીનાં સીઇઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર – મુખ્ય કાર્યકારી અધિકારી)ની વાત કરીએ છીએ, ત્યારે તેની કામગીરીનાં મૂલ્યાંકનનો સંબંધ કંપનીનાં શેરધારકો માટે તેણે કેટલો નફો કર્યો એ વાત સાથે હોય છે. પણ સરકારી ક્ષેત્રનાં સાહસો માટે પણ નફો એટલો જ મહત્ત્વપૂર્ણ છે, એટલો જ અગત્યનો છે. પણ સાથે સાથે તેનાં શિરે એક બહુ મોટી જવાબદારી હોય છે. સરકારી સાહસોએ ધ્યાનમાં રાખવું પડે છે કે, તેની કામગીરીથી સમાજનું કેવી રીતે અને કેટલું સારૂથયું.

આપણે આપણી વાત શેર અને નફા પૂરતી મર્યાદિત ન રાખી શકીએ. જ્યારે આપણે સરકારી સાહસોની કામગીરીની વાત કરીએ, ત્યારે આપણે સંપૂર્ણ સમાજને ધ્યાનમાં રાખવો પડે. પીએસઈ એટલે ખરાં અર્થમાં Profit and social Benefit Generating Enterprises (પ્રોફિટ એન્ડ સોશિયલ બેનિફિટ જનરેટિંગ એન્ટરપ્રાઇઝીસ). એટલે કે આ સાહસો ફક્ત શેરધારકો માટે નફો કમાવવાની સાથે સંપૂર્ણ સમાજને લાભ થાય એવી કામગીરીઓ પણ કરે છે.

જ્યારે આપણે સામાજિક લાભની વાત કરીએ છીએ, ત્યારે આપણે તમામ અધિકારીઓ તથા સહકારી ક્ષેત્રનાં સાહસોનાં તમામ કર્મચારીઓનાં પ્રયાસો અને ત્યાગને ભૂલી ન શકીએ. જ્યાં મૂળભૂત સુવિધાઓનો અભાવ હોય અને ઘણી વખત મુશ્કેલ સ્થિતિસંજોગોમાં કામ કરવું પડે છે, અનેક અડચણો હોય છે, એવી અંતરિયાળ, દૂર-દૂર જગ્યાઓ પર તમે ખંતપૂર્વક કામ કરો છો. દેશ માટે દરેક મુશ્કેલીઓને, દરેક પરેશાનીઓને તમે હસતાં-હસતાં સહન કરો છો.

અત્યારે સરકાર મોટાં મોટાં નિર્ણયો લેવામાં સક્ષમ છે અને નિર્ણયો લઈ રહી છે એ તમારા સાહસ અને પ્રયાસોનું જ પરિણામ છે. પછી એ દેશનાં દરેક ગામમાં વીજળીનો પુરવઠો પહોંચાડવાની વાત હોય કે પછી દેશની દરેક ગરીબ માતા-બહેનોનાં રસોડા સુધી એલપીજી કનેક્શન પહોંચાડવાની વાત હોય – તમારી સંસ્થાઓ સાથે જોડાયેલા લાખો કર્મચારીઓનાં અથાક પરિશ્રમ વિના આ સંભવ નથી. આપણે આ ફિલ્મમાં પણ જોયું, તમારા પ્રેઝન્ટેશનમાં પણ જોયું, તેમાં કેટલાં મોટાં વ્યાપ અને કેટલી સમયમર્યાદાને તમે આવરી લીધી છે.

સાથીદારો,

હાલનાં યુગમાં તમારો ઇતિહાસ સુવર્ણ અક્ષરોથી લખાયેલો હોય, તમારો વારસો સમૃદ્ધ હોય તો સારી વાત છે. પણ તેનાથી કામ ચાલતું નથી. ફક્ત ઇતિહાસ સમૃદ્ધ હોવાથી કશું વળતું નથી. વર્તમાન પડકારો મુજબ તમારે પરિવર્તનનો પવન ફૂંકવો પણ જરૂરી છે. મારું માનવું છે કે, આર્થિક નીતિગત નિર્ણયો લેવાની પ્રક્રિયામાં આદર્શવાદ અને વિચારધારા પર્યાપ્ત નથી. તેનાં સ્થાને વ્યવહારિકતા અને વ્યવહારિક અભિગમ અપનાવવાની ક્ષમતા પણ હોવી જોઈએ, વિકસાવવી જોઈએ. ક્ષેત્ર પણ ગમે તે હોય, પણ જ્યારે 21મી સદીની અર્થવ્યવસ્થાની વાત કરીએ છીએ, ત્યારે ઉદ્યોગસાહસ અને નવીનતા એ મંત્ર છે, જે આપણને બધાને માર્ગદર્શન આપે છે, આપણું બધાનું મહત્ત્વપૂર્ણ સંચાલક પરિબળ છે.

સરકારી ક્ષેત્ર હોય કે ખાનગી ક્ષેત્ર, પણ સફળતા મેળવવા માટેનાં મંત્રો અલગ-અલગ નથી. જ્યારે હું સફળતાનાં મંત્રોની વાત કરું છું, ત્યારે આપણી સામે થ્રી-આઈ નો એક વિચારઆવે છે. આ થ્રી-આઈ એટલે Incentives (પ્રોત્સાહનો), Imagination (કલ્પના) and (અને) Institutional building (સંસ્થાનું નિર્માણ). જ્યારે આપણે ઇન્સેન્ટિવ્સ એટલે કે પ્રોત્સાહનોની વાત કરીએ છીએ, ત્યારે અર્થશાસ્ત્રીઓ જણાવે છે કે માનવીય વર્તણૂંકમાં પરિવર્તન લાવવાનું સૌથી મોટું પરિબળ પ્રોત્સાહન એટલે કે ઇન્સેન્ટિવ છે. આપણે વ્યવસાયમાં જ નહીં, પણ ઘણી વખત આપણે જોઈએ છીએ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ પાસે તેની ક્ષમતા મુજબ આપણે કામ કરાવવું હોય છે, ત્યારે આપણે તેને સતત પ્રોત્સાહન આપીએ છીએ. એટલે તમારે પણ વિશિષ્ટ ઇન્સેન્ટિવ મોડલ રજૂ કરવું પડશે, જેથી સ્થિરતા અને નિષ્ક્રિયતાની સ્થિતિથી બચી શકાય. પણ જ્યારે આપણે ઇન્સેન્ટિવ્સ, પ્રોત્સાહનોની વાત કરીએ છીએ, ત્યારે આ વાત ફક્ત નાણાકીય પ્રોત્સાહન પૂરતી મર્યાદિત હોય એ જરૂરી નથી. ઘણી વખત શ્રેષ્ઠ કામગીરી કરનારની ફોટો બુલેટિન બોર્ડમાં લગાવવાથી કે પછી ચેરમેન તેની પીઠ થાબડે એટલું જ પૂરતું હોય છે. આવી ચેષ્ટાઓ સેંકડો કર્મચારીઓને પ્રોત્સાહિત કરી શકે છે.

મને બરાબર યાદ છે કે હું વડોદરામાં એક ફાર્માસ્યુટિકલ કંપનીની મુલાકાતે ગયો હતો. તે કોઈ ઉત્પાદન જણાવતાં હતાં અને તેનું વર્ણન તેઓ જાહેરમાં કરતાં હતાં, પોતાનાં કર્મચારીઓ, વચ્ચે વર્ણન કરતાં હતાં અને પછી તેમને આ દવાનું નામ નક્કી કરવા માટે કહેતાં હતાં. દવાનું નામ નક્કી કરવા માટે કર્મચારીઓ વચ્ચે મોટી સ્પર્ધા થતી હતી. બની શકે કે તેઓ વિજ્ઞાની ન હોય, પણ નાનો કર્મચારી હોય, પણ એ દવાનું નામ શોધી કાઢતો હતો. પછી તેને આ કામ માટે ઇનામ આપવામાં આવતું હતું અને તેનું સન્માન કરવા માટે મોટો સમારંભ યોજવામાં આવતો હતો. આ રીતે કંપની દવા બનાવવા માટે જેટલી કદર વિજ્ઞાનીઓની કરતી હતી, તેટલી જ કિંમત તેનું નામ શોધનાર કર્મચારીની પણ કરતી હતી. આ કેવી રીતે પ્રોત્સાહન આપી શકાય, કઈ રીતે કઈ વ્યક્તિને પુરસ્કૃત કરી શકાય એનું ઉદાહરણ છે. હું સમજું છું કે કેટલાંક લોકો સપરિવાર અહીં આવ્યાં છે અને તેમને ખબર છે કે પ્રોત્સાહન આપવાથી ઘણાં કામ ઘરમાં પણ પાર પડી જાય છે. આપણે સમજવું જોઈએ કે ઇન્સેન્ટિવ એટલે કે પ્રોત્સાહનરૂપી આ મંત્રને આપણે પરિવાર ભાવથી આગળ વધારવાનો છે.

મેં બીજો મંત્ર આપ્યો છે – Imagination એટલે કે વિચારનો, કલ્પનાનો. જો ઇમેજિનેશનની વાત કરીએ તો મોટા ભાગની સરકારી ક્ષેત્રનાં સાહસો (પીએસઈ)ની સ્થાપના થઈ ત્યારે તેની સ્થાપના પાછળ જે વિચાર હતો એનું ઔચિત્ય અત્યારે બહુ રહ્યું નથી. અત્યારે 21મી સદીમાં પીએસઇનું સ્વરૂપ બદલાઈ ગયું છે, તેનો ઉદ્દેશ બદલાઈ ગયો છે. આજે સ્થિતિ એવી છે કે ઘણી સફળ ખાનગી કંપનીઓનું અસ્તિત્વ બે દાયકાથી વધારે સમય ટકતું નથી. આ વાસ્તવિકતા છે. આ માટે ઘણાં કારણો જવાબદાર હોઈ શકે છે, પણ સૌથી મોટું કારણ છે – ભવિષ્યમાં થનાર પરિવર્તન, ખાસ કરીને ટેકનોલોજીમાં થનાર પરિવર્તનો મુજબ પોતાને બદલવાની ક્ષમતાનો અભાવ, સમયસંજોગો સાથે તાલમેળ ન મેળવી શકવાની ક્ષમતાની ઊણપ. અહીં જ નેતાગીરીની કલ્પના અને દીર્ઘદ્રષ્ટિ કામ લાગે છે. હું અમદાવાદમાં ઘણાં વર્ષ રહ્યો છું. એક જમાનામાં પૂર્વનાં માન્ચેસ્ટર ગણાતાં અમદાવાદમાં કાપડની ઘણી મિલો ધમધમતી હતી, ચિમનીઓમાંથી ધુમાડા નીકળતાં હતાં. આ ચીમનીઓ અમદાવાદની શાન ગણાતી હતી. પણ તેમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ ન કરવાથી મિલોની ચિમનીઓ શાંત થઈ ગઈ. મિલોનું અસ્તિત્વ જ ન રહ્યું. અત્યારે એક પણ ચિમનીમાંથી ધુમાડો નીકળતો નથી. કેમ? દીર્ઘદ્રષ્ટિનો અભાવ હતો. અગાઉથી ચાલી આવતી ચીજવસ્તુઓને ચલાવી લેવાની ટેવી પડી ગઈ હતી. જે સમયને અનુકૂળ પરિવર્તન કરતાં નથી, ભવિષ્યને જોઈ શકતાં નથી, વિચારી શકતાં નથી, નિર્ણય કરી શકતાં નથી, તેઓ પોતાનું અસ્તિત્વ ટકાવી શકતાં નથી. ધીમે ધીમે તેમનો નાશ નક્કી છે. હાલની દુનિયામાં વિવિધતા અને નવીનતાનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે.

અને ત્રીજો મંત્ર છે – Institution building (સંસ્થાનું નિર્માણ). કદાચ સંસ્થાનું નિર્માણ કરવું નેતૃત્વનીપરીક્ષા છે, સૌથી મહત્ત્વપૂર્ણ કસોટી છે. હું લીડરશિપ એટલે રાજકીય નેતૃત્વની વાત કરતો નથી. જ્યાં આપણે બધા બેઠા છીએ એ પોતાની રીતે, પોતાનાં કાર્યક્ષેત્રમાં લીડરશિપ ધરાવે છે. જે ક્ષેત્રમાં તેઓ કામ કરી રહ્યાં છે, તેને સંપૂર્ણ જગતનાં આ જ ક્ષેત્રની અંદર લીડરશિપ પ્રદાન કરવાની છે. એક એવી ટીમ તૈયાર કરવાની છે, જે વ્યવસ્થા પર કેન્દ્રિત હોય. વ્યક્તિકેન્દ્રિત અને વ્યક્તિ આધારિત વ્યવસ્થાઓ લાંબા સમય સુધી ટકી શકતી નથી.

સાથીદારો,

આપણે અત્યાર સુધી સરકારી ક્ષેત્રોનાં સાહસો (પીએસઈ)ને નવરત્ન સ્વરૂપે વર્ગીકૃત કરતાં રહ્યાં છીએ. પણ હવે સમય પાકી ગયો છે કે આપણે તેનાથી આગળનો વિચાર કરીએ. પણ આપણે નવા ભારતનાં રત્ન બનાવવા વિશે વિચારી ન શકીએ? જે નવા ભારતમાં મદદ કરી શકે? તમે ટેકનિક અને પ્રક્રિયાઓમાં પરિવર્તન મારફતે નવા ભારતનાં રત્ન બનવા અને બનાવવા માટે તૈયાર છો?

મારું માનવું છે કે નવા ભારતનાં નિર્માણમાં તમારી સહભાગીદારી ફાઈવ-પીફોર્મ્યુલા પર વધુ સફળ બની શકે છે. આ ફાઈવ-પી છે – Performance (કામગીરી), Process (પ્રક્રિયા), Persona (છબી), Procurement (ખરીદી) અને Prepare (તૈયારી).

સાથીદારો,

તમારે બધાને તમારી સંસ્થાઓની કાર્યકારી અને નાણાકીય કામગીરીનાં માપદંડોને વધારવા પડશે. પોતપોતાનાં ક્ષેત્રોની દુનિયામાં જે સૌથી શ્રેષ્ઠ છે, તેની સાથે સ્પર્ધા કરવા માટે પોતાને તૈયાર કરવા પડશે.

અત્યારે દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે કે, થોડાં વર્ષોમાં ભારતનું અર્થતંત્ર 5 ટ્રિલિયન ડોલરનું થઈ જશે. તેને હાંસલ કરવા માટે જીડીપીમાં જે વૃદ્ધિ જોઈએ, તેને હાંસલ કરવામાં ભારતીય સરકારી ક્ષેત્રનાં સાહસોની બહુ મોટી ભૂમિકા છે.

સાથીદારો,

મને જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2017-18માં સરકારી સાહસનાં એકમોએ જીડીપીમાં ચોખ્ખા મૂલ્ય સંવર્ધન (Net value Addition)માં લગભગ 5 ટકા પ્રદાન કર્યું હતું. અત્યારે તેને વધારીને બેગણું કરવામાં આવે એ સમયની માંગ છે. તમારા બધાનાં સહિયારાં પ્રયાસો આ દિશામાં હોવા જોઈએ કે સરકારી ક્ષેત્રનાં સાહસો પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાની ચુકવણી કર્યા પછી દેશમાં આવક પેદા કરવાનું ત્રીજુ પરિબળ બને.

આપણે ત્યાં કહેવાયું છે કે – ‘उद्योगसम्पन्नंसमुपैतिलक्ष्मी’ એટલે કે ઉદ્યોગસંપન્ન મનુષ્ય પાસે જ લક્ષ્મી આવે છે.

રાષ્ટ્રહિત માટે પણ ઉદ્યોગ જરૂરી છે, આપણી સરકારી ક્ષેત્રનાં સાહસોથી સંપન્ન રહીએ અને તે રાષ્ટ્રને સંપન્ન કરે એ આવશ્યક છે.

આજે જો આપણે ભારત સરકારનાં જાહેર ક્ષેત્રનાં સાહસોને એક સંસ્થા સ્વરૂપે જોઈએ, તો ઇક્વિટી પર વળતર (આરઓઇ) લગભગ 11 ટકા થાય છે. આ ખાનગી ક્ષેત્રની કંપનીઓનાં વળતરની સરખામણીમાં અને એક સારાં વ્યાવસાયિક સાહસનાં હિસાબે ઓછું છે. મારી હિસાબે ઘણું ઓછું છે એટલે હું ઇચ્છું છું કે સીપીએસઈનાં મેનેજમેન્ટ તેનાં પર ધ્યાન આપે અને એક નક્કી વ્યૂહરચના સાથે તેને વધારવાનો નિર્ણય કરે.

આ જ રીતે બીજા P એટલે કે પ્રોસેસની વાત કરીએ. પ્રોસેસ એટલે પ્રક્રિયા એવી હોવી જોઈએ, જેનાથી પારદર્શકતા વધે, જવાબદારી વધે તથા તે વૈશ્વિક સ્તર પર અને શ્રેષ્ઠ રીતે વળતર આપી શકે.

આપણે પોતાને એ પ્રશ્ર પૂછવો પડશે કે નવા ભારતમાં ભારતીય સરકારી ક્ષેત્રનાં સાહસો કઈ રીતે આગામી પાંચ કે દસ વર્ષમાં વૈશ્વિક શ્રેષ્ઠતા હાંસલ કરી શકશે. કેવી રીતે તેઓ વધુને વધુ નવીનતા પ્રાપ્ત કરે, જીડીપીને વધારવા માટે પોતાને નવેસરથી વ્યાખ્યાયિત કરે, પ્રક્રિયાઓ અને નીતિઓમાં એવો કયો સુધારો કરે, જેનાથી કરવેરાની આવક વધવાની સાથે રોજગારીનાં સર્જન માટે પણ નવી તકો પેદા થાય. હું સમજું છું કે આ તમામ દિશાઓમાં, આ તમામ પાસાંઓનો વિચાર કરવાની જરૂર છે.

સરકારી ક્ષેત્રની કંપનીઓનાં વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં સ્પર્ધાત્મકતા હોવી બહુ જરૂરી છે. તમે યુરોપનાં કોઈ પણ દેશોમાં જુઓ તો સરકારી ક્ષેત્રની કંપનીઓ વીજ ક્ષેત્રમાં, એટોમિક-સોલર સેક્ટરમાં બહુ સારું કામ કરી રહ્યાં છે. તેમનાં કાર્યકારી મોડલમાંથી પણ આપણે ઘણું બધું શીખી શકીએ છીએ.

સાથીદારો,

જે રીતે વ્યાવસાયિક વાતાવરણમાં આંતરરાષ્ટ્રીય સ્તરે એક પરિવર્તન આવી રહ્યું છે, તેને જોતાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં ઝડપની સાથે પરિવર્તનશીલતાપણ સમયની માંગ છે. છેલ્લાં થોડાં સમયમાં દુનિયામાં એવા કોઈ ઉદાહરણ સામે આવ્યાં છે, જ્યાં જોખમ ન લેવાનાંવિચારને કારણે સરકારી ઉદ્યોગસાહસોને નુકસાન સહન કરવું પડ્યું છે. આ સમયસંજોગોમાં જરૂરિયાત છે કે દરેક સ્તરેનિર્ણય લેવાની પ્રક્રિયાને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવે. એટલે ત્રીજા P એટલે પર્સોના એટલે કે છબી વધારે મહત્ત્વપૂર્ણ થઈ જાય છે.

જ્યારે આપણી પાસે પ્રતિભાશાળી કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય, ત્યારે નિર્ણય લેવાની શ્રેષ્ઠ પ્રક્રિયા કામ આવે છે અને ધ્યાનમાં રાખવું પડશે કે આપણે યોગ્ય પ્રતિભાને આપણે આગળ વધારી શકીએ? આપણે પ્રતિભાશાળી કર્મચારીઓની સારી એવી સંખ્યા ઊભી કરી શકીએ?

નિર્ણય લેવાની લચીલી પ્રક્રિયા, સારી પ્રતિભા અને ટેકનોલોજી – આ ત્રણ બાબતો કોઈ સંસ્થા સાથે જોડાઈ જાય તો તેની પ્રગતિને કોઈ અટકાવી ન શકે. મને જણાવવામાં આવ્યું છે કે ટેકનોલોજીનાં ક્ષેત્રમાં નવીનતાને પ્રોત્સાહન આપવા માટે તમે અત્યારે જે પ્રેઝન્ટેશનમાં જણાવ્યું તેમ ટેક અપ ઇન્ડિયા મિશનને પ્રાથમિકતા આપવાનો નિર્ણય પણ કર્યો છે. હું તમારી આ પહેલની પ્રશંસા કરું છું અને તેને સફળતા મળે એવી કામના કરું છું.

એક વધુ વિષય બહુ-બહુ મહત્ત્વપૂર્ણ છે – Procurement (ખરીદી).

સાથીદારો,

તમારી સંસ્થાઓની ખરીદીની નીતિઓમાં પરિવર્તન દેશનાં અતિ નાનાં, નાનાં અને મધ્યમ ઉદ્યોગસાહસો – એમએસએમઇ ક્ષેત્રને વધુ મજબૂત કરી શકે છે. હું તમારી સામે એક હકીકત રજૂ કરવા ઇચ્છું છું. વર્ષ 2016માં સરકારી ક્ષેત્રનાં સાહસોએ 1 લાખ 30 હજાર કરોડ રૂપિયાથી વધુની ખરીદી કરી હતી. તેમાંથી લગભગ 25 હજાર કરોડનો સામાન છે, ફક્ત અને ફક્ત 25 હજાર કરોડની ચીજવસ્તુઓ જ એમએસએમઇ ક્ષેત્ર પાસેથી લેવામાં આવી.

તમે બધા મળીને કોઈ એવી વ્યવસ્થા ઊભી ન કરી શકો?કોઈ એવું માળખું બનાવી ન શકો? જેનાથી દેશનાં લઘુ અને નાનાં ઉદ્યોગો પાસેથી વધુમાં વધુ સામાન ખરીદી શકાય? ખાસ કરીને દેશનાં પછાત વિસ્તારોમાં જે ઉદ્યોગ છે, તેમને પીઠબળ મળી શકે છે.

તમારી જાણકારીમાં હશે અને તમે એક પ્રેઝન્ટેશનમાં ઉલ્લેખ પણ કર્યો કે ભારત સરકારે ગવર્મેન્ટ ઇ માર્કેટ – જીઇએમ નામની એક પોર્ટલ બનાવી છે. એક બહુ સારી વ્યવસ્થા ઊભી થઈ છે. તેમણે એમએસએમઈ ક્ષેત્ર માટે એક બહુ મોટી નવી ઊર્જાનું કામ કર્યું છે. બહુ ઓછા સમયમાં આ ઓનલાઇન પ્લેટફોર્મ પર લગભગ સાડાં છ હજાર કરોડ રૂપિયાનો વેપાર થઈ ગયો છે. તમારી સંસ્થા પણ તેનો વધુ ઉપયોગ કરશે તો પારદર્શકતા પણ આવશે તથા એમએસએમઈ સેક્ટરને પણ લાભ મળશે. જ્યારે તમે વધુમાં વધુ સામાન તમારા દેશનાં નાનાં ઉદ્યોગો પાસેથી ખરીદશો, ત્યારે અંતરિયાળ વિસ્તારોમાં પણ રોજગારીની નવી તકો પેદા થશે.

આ ઉપરાંત તમારી સંસ્થાઓ દ્વારા એમએસએમઈને ફંડની ફાળવણી અને ટેકનિકલ સહાય જેટલી વધારે મળશે, તેટલાં જ તેઓ મજબૂત થશે. એમએસએમઈ સેક્ટરની ક્ષમતાનું નિર્માણ તમારા લક્ષ્યાંકોમાંથી એક હોવું જોઈએ. કદાચ અત્યારે તમારા સંકલ્પમાં તેનો તમે ઉલ્લેખ પણ કર્યો છે. તમે તમારા અનુભવનો લાભ નાનાં ઉદ્યોગોને જેટલો પહોંચાડશો, તેટલો જ તમારો દેશ સ્વનિર્ભર બનવાનાં કામમાં વધારે ઝડપથી આગળ વધશે.

મારે તમને એક આગ્રહ એ પણ છે કે તમે આ વાતનું પણ હંમેશા ધ્યાન રાખો કે એમએસએમઇને ચુકવણીમાં મોડું ન કરો. પેમેન્ટમાં વિલંબ થવાથી નાનાં ઉદ્યોગોને જે રીતે અડચણો આવે છે, તેની જાણકારી તમને બધાને છે.

દેશનાં ઉત્પાદન ક્ષેત્રને કેન્દ્રિય જાહેર ક્ષેત્રનાં સાહસો (સીપીએસઈ)થી મોટી તાકાત મળી શકે છે. ગ્રામીણ હાઉસિંગ, અક્ષય ઊર્જા, સૌર ઊર્જા, ટેક્સટાઇલ, ફાર્મા, પ્રવાસન એવા અનેક ક્ષેત્રોની કાયાપલટ કરવામાં તમારું યોગદાન સક્રિય હોઈ શકે છે.

હું ક્યારેક તમને લોકોને આગ્રહ કરીશ કે તમારી સાધારણ સભાની બેઠક થાય છે ત્યારે તેમાં તમે મળીને નક્કી કરી શકો કે ભારત માટે મહત્ત્વપૂર્ણ પ્રવાસન સ્થળ કયા હશે – નવા સ્થળોની વાત છે, હું આગ્રાની વાત કરતો નથી, જે જગપ્રસિદ્ધ છે, પણ આપણે વર્ષમાં એક મોટી બેઠક એવા પ્રવાસન સ્થળે કરીશું, જે ઓછું જાણીતું હોય, જેથી તેને પ્રોત્સાહન મળે. તેનાં વિશે લોકોને જાણ થશે અને લોકો તેને જોવા, જાણવા અને રજાઓ ગાળવા આવશે. આ રીતે સ્વાભાવિક રીતે તે પ્રવાસન સ્થળ તરીકે વિકસશે. ધારો કે, દેશમાં એક વર્ષમાં 25 પ્રવાસન સ્થળ નક્કી કરવામાં આવે અને તમારી 300 કંપનીઓ છે. જો તમે તમારી સાધારણ સભાની બેઠકથી શરૂ કરશો, તો દરેક સ્થાન પર દર મહિને એક-બે, એક-બે બેઠકો યોજાશે. મને જણાવો કે ત્યાનાં અર્થતંત્રને વેગ મળશે કે નહીં? ત્યાં માળખાગત સુવિધા ઊભી થશે કે નહીં? એટલે તમે તો તમારી બેઠકો કરો જ છો, મુંબઈમાં કરતા હશો, બેંગાલુરુમાં કરતા હશો, ચેન્નાઈમાં કરતાં હશો, 5 સ્ટાર હોટેલમાં કરતાં હશો, પણ ક્યારેક આ પ્રકારનાં ઓછી જાણીતા પ્રવાસન સ્થળે કરી શકો છો. તમે જુઓ, તમારું આ નિયમિત કામ છે, પણ આ આડપેદાશથી દેશનાં પ્રવાસન ક્ષેત્રને બળ મળશે. એટલે વધુ કશું ન કરીને પણ દેશનું વિઝન અને તમારું વિઝન એકસાથે ચાલે છે. એટલે હું આગ્રહ કરીશ કે એવી કોઈ નવી-નવી ચીજવસ્તુઓને વેગ મળશે, જે રાષ્ટ્રનિર્માણની આપણી પ્રક્રિયામાં છે અને મારું માનવું છે કે ભારતનાં પ્રવાસનને બહુ પ્રોત્સાહન મળવું જોઈએ. ઓછામાં ઓછા મૂડીરોકાણથી સૌથી વધુ રોજગાર આપવાની સંભાવના ધરાવતા ક્ષેત્ર છે અને દુનિયાની પાસે જે નથી, તે જોવાજાણવાનું સામર્થ્ય આ ધરતીમાં છે. પણ આપણે ક્યારેય એ વાત પહોંચાડી નથી. આપણે કેવી રીતે પહોંચાડીએ!

સાથીદારો,

આપણી તૈયારી ભવિષ્ય માટે આપણને પાંચમાં P તરફ દોરી જાય છે અને તે પાંચમો P છે – Prepare (તૈયાર રહેવું). ભારતીય સરકારી ક્ષેત્રનાં જાહેર સાહસો (પીએસયુ)ને ટેકનોલોજીકલ નવીનતા જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, ઇલેક્ટ્રિક વાહનો, રોબોટિક્સને ધ્યાનમાં રાખીને પોતાને સજ્જ કરવા પડશે.

એક અંદાજ મુજબ, વર્ષ 2020 સુધી ગ્લોબલ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ બજારમાં ભારતનો હિસ્સો લગભગ 20 ટકા સુધી હશે. આ લગભગ 20 લાખ કરોડ રૂપિયાનું બજાર છે. અંદાજ એવો પણ છે કે ઔદ્યોગિક ઉત્પાદનમાં ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો હિસ્સો લગભગ 60 ટકા હશે. શું ભારતીય સરકારી ક્ષેત્રનાં જાહેર સાહસો (પીએસયુ) તેને ધ્યાનમાં રાખીને ભવિષ્યની વ્યૂહરચના બનાવી રહી છે? શું તમે ડેટાનું વિશ્લેષણ કરી રહ્યાં છો?

સાથીદારો,

તમારા આ પ્રયાસોમાં ડિજિટાઇઝેશન, વિશ્લેષણ, ઇ-મોબિલિટી અને બ્લોક-ચેઇન જેવી નવી ટેકનોલોજી તમારી મદદ કરે છે. આ ટેકનિક નવા વ્યવસાયમાં તમારા માટે નવી તકોનું સર્જન કરી શકે છે.

આજની તારીખે નાણાકીય બજારમાં જે નવાં-નવાં ઇન્નોવેશન થઈ રહ્યાં છે, આજે રોકાણ માટે જે એક મોટું મૂડીભંડોળ ઉપલબ્ધ છે, તેનો પણ લાભ મેળવી શકાય છે.

સાથીદારો,

જ્યારે તમે દેશની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ સાથે તાલમેળ બનાવીને ચાલો છો, ત્યારે ઉત્તમ પરિણામ મળશે એ નક્કી છે. મને પૂરેપૂરી ખાતરી છે કે આપણાં દેશનાં સરકારી ક્ષેત્રનાં સાહસો (પીએસયુ)માં નવા ભારત માટે પરિવર્તનનું માધ્યમ બનવાની પૂરી ક્ષમતા છે.

અત્યારે અહીં આ પ્રસંગે હું તમારી સામે 5 સવાલો સ્વરૂપે 5 પડકાર રાખવા ઇચ્છું છું. તમે અહીં જે પ્રશ્રો રજૂ કર્યા છે તેની બહાર કશું નહીં કહું. જે તમે કહ્યું છે એમાંથી જ હું મારી રીતે રજૂઆત કરવા ઇચ્છું છું. મને વિશ્વાસ છે કે તમે આ પડકારો સારી રીતે ઝીલી શકશો. આ 5 પડકારો નવા ભારતમાં તમારી ભૂમિકાને નવેસરથી વ્યાખ્યાયિત કરશે. હું બહુ ઝીણી ઝીણી બાબતોમાં નહીં પડું, પણ આ સવાલોનાં માધ્યમથી એક મોટું માળખું તમારી સામે રજૂ કરી રહ્યો છું.

મારો પ્રથમ સવાલ છેઃ વર્ષ 2022માં આપણને આઝાદી મળ્યાનાં 75 વર્ષ થશે. વર્ષ 2022 સુધી ભારતીય પીએસયુ પોતાની ભૌગોલિક પહોંચથી આગળ વધશે? અને જો વધશે તો કેવી રીતે વધશે?

મારો બીજો સવાલ છેઃ વર્ષ 2022 સુધી ભારતીય પીએસયુ દેશનો આયાત ખર્ચ ઘટાડવામાં કેવી રીતે મદદ કરશે? તમને થતું હશે કે આ કામ થોડું અમારું છે. હું તમને ઉદાહરણ આપવા ઇચ્છું છું. હું હરિયાણાનાં ખેડૂતનાં ખેતરની મુલાકાતે ગયો હતો. આ વાત 30 વર્ષ અગાઉની છે, કદાચ 25 વર્ષ પહેલાની પણ હોય. તેનું ખેતર બહુ નાનું હતું. મને ખેતરની મુલાકાત લેવાનો બહુ આગ્રહ કરતો હતો કે આવો, મેં મારા ખેતરમાં કશું નવું કર્યું છે. તેની ઉંમર 30થી 35 વર્ષ હશે, પણ તેનો ઉત્સાહ બહુ હતો. તેણે નક્કી કર્યું હતું કે, દિલ્હીની 5 સ્ટાર હોટેલમાં જે વિશિષ્ટ રીતે શાકભાજીઓની આયાત થાય છે, નાની મકાઈ હોય છે, નાનાં ટમેટા હોય છે એવી નાની મકાઈ અને નાનાં ટમેટાનું ઉત્પાદન કરીને દિલ્હીમાં આ કૃષિ ક્ષેત્રની આયાત બંધ કરી દઈશ. તેણે પોતાનાં નાનાં ખેતરમાં નિયંત્રિત વાતાવરણમાં એ ચીજોનું ઉત્પાદન કર્યું અને તેણે દિલ્હીની 5 સ્ટાર હોટેલ્સને સપ્લાય કરવાનું શરૂ કર્યું. આનંદની વાત એ છે કે ત્રણ વર્ષની અંદર તેણે એ આયાત બંધ કરી દીધી હતી. એક ખેડૂતનો દિકરો શું કરી શકે છે એ તમે જોયું. તમે વિચારો કે આટલાં મોટાં પીએસયુ, એક સ્વનિર્ભર સ્વાભિમાની એકમ તરીકે પગભર થઈને હિંદુસ્તાન દેશને અહીં સુધી પહોંચાડવામાં તમે મોટું યોગદાન આપ્યું છે એટલે અત્યારે સમય પાકી ગયો છે વૈશ્વિક અર્થતંત્રમાં તમારે તમારી તાકાત બનાવવા માટે આ પાસાં પર ભાર આપવાની જરૂર છે. એટલે હું કહીશ કે તમે તમારા પ્રેઝન્ટેશનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. પણ હું એ વાત પર ભાર મૂકવા ઇચ્છું છું કે આપણે એવી કઈ ચીજવસ્તુઓ લાવ્યાં, આપણે એવી કઈ વૈકલ્પિક ટેકનોલોજી પ્રદાન કરી છે, આપણે એવાં કયાં ઉપકરણો આપ્યાં છે કે જેનાં કારણે મારા દેશની આયાત ઓછી કરવામાં મારી સક્રિય ભૂમિકા હોય. તમારે આ બાબતોનો વિચાર કરવાની જરૂર છે.

મારો ત્રીજો સવાલ છેઃ વર્ષ 2022 સુધી ભારતીય પીએસયુ કેવી રીતે અરસપરસ નવીનતા અને સંશોધનને સમન્વય કરશે? હળીમળીને કામ કરવું બહુ મોટી વાત છે. અત્યારે આપણે સૌ પોતપોતાનાં સ્થાને છીએ, જુદી જુદી રીતે કામ કરી રહ્યાં છીએ. આ કારણે માનવ સંસાધનનો પણ બગાડ થઈ રહ્યો છે. કોઈએ એક કામ કર્યું છે, બીજું એ જ કામ શૂન્યથી શરૂ કરે છે. જો એ આપણાં સંકલનથી થશે, તો તમે કલ્પના કરી શકો છો કે એકસાથે કેટલી મોટી હરણફાળ ભરી શકો છો અને એટલે મેં સંકલન અને સમન્વય સાધવાની વાત કરી છે.

મારો ચોથો સવાલ છેઃ નવા ભારતનાં સ્વપ્નને સાકાર કરવા દેશ જેનાં પર ધ્યાન કેન્દ્રિત કરે છે, દેશને આપણે જે સમસ્યાઓમાંથી સ્વતંત્ર કરવા ઇચ્છીએ છીએ, શું આપણાં સીએસઆર ભંડોળનો ઉપયોગ તેનાં આધાર પર હોય, તો તેની યોજના શું હશે? આપણે તેને સામૂહિક રીતે, સહિયારાં પ્રયાસો થકી કેવી રીતે કરી શકીએ? જેમ તમને બે પ્રયોગ જણાવ્યાં કે, શૌચાલયોનું નિર્માણ કરવામાં અમે સંકલન સાધીને આટલું મોટું કામ પાર પાડ્યું, મોટું યોગદાન આપ્યું અને દેશમાં પરિવર્તન કરીને દેખાડ્યું. એટલે જરૂર છે કે આપણે એક કામ પકડીએ અને તેને પાર પાડવા માટે શું કરી શકીએ તેનો વિચાર કરીએ.

અને મારો પાંચમો સવાલ છેઃ વર્ષ 2022 સુધી ભારતીય સરકારી ક્ષેત્રનાં સાહસો દેશનાં વિકાસનાં કયાં નવા મોડલ આપશે? તેઓ કયા નવા મોડલ આપણને આપી શકશે? આપણે નબળી વ્યવસ્થાને ચલાવી લઈશું કે કશું નવું કરીને દેખાડીશું?

હું આ પડકારો પ્રશ્રોનાં માધ્યમથી એટલે તમારી સામે રજૂ કરી રહ્યો છું, કારણ કે આ અંગે નિર્ણય તમારે લેવાનો છે, તમારે નીતિ બનાવવાની છે, તમારે વ્યૂહરચના નક્કી કરવાની છે અને એ વ્યૂહરચનાને લાગુ પણ તમારે જ કરવાની છે. રાષ્ટ્રનિર્માણનાં બે મોટાં લક્ષ્યાંકોની સાથે તમે તમારા સંસ્થાઓની બોર્ડ બેઠકોમાં આ પ્રશ્રો કે પડકારો પર મનોમંથન કરશો, તો નવા માર્ગો ખુલશે, નવી દિશાઓ મળશે.

સાથીદારો,

વિશ્વની વ્યવસ્થા બદલાઈ રહી છે, તેમાં પરિવર્તન થઈ રહ્યું છે. તેમાં ભારતની ભૌગોલિક વ્યૂહાત્મક પહોંચ વધારવામાં તમારો હિસ્સો વધવો જરૂરી છે. આજે તક છે, તમે દુનિયામાં જુઓ છો, દુનિયાનાં લોકોને મળો છો. આ પ્રકારની તક અગાઉ બહુ ઓછી ઊભી થઈ છે. આ તક આપણે ઝડપી લેવી જોઈએ. વળી જરૂરી છે કે તમે તેનાથી સારી રીતે પરિચિત હોવા જોઈએ કે કેવી રીતે કેટલાંક દેશોએ પોતાનાં સરકારી ક્ષેત્રનાં સાહસોનો ઉપયોગ બીજા દેશોમાં પોતાનો પ્રભાવ વધારવા માટે કર્યો છે.

આ પણ એક હકીકત છે કે દુનિયાની 500 મોટી કંપનીઓમાંથી 25 ટકા, કોઈને કોઈ દેશનાં સરકારી ક્ષેત્રની કંપનીઓ જ છે. આ કંપનીઓ, પોતપોતાનાં દેશોમાં રોકાણનું મોટું માધ્યમ બને છે. એટલે તમારી સંસ્થાઓ, પોતાનો વિસ્તાર કેવી રીતે વધારી શકે – તેનાં પર પણ સતત વિચારવું પડશે. જેમ હાલનાં સમયગાળામાં સરકારો વચ્ચે સંપર્ક વધી રહ્યો છે, એટલે તમારા માટે શ્રેષ્ઠ તક છે – પીએસયુ વચ્ચે સંપર્ક વધારવાનો.

અત્યારે ભારતનાં પીએસયુએ બ્રાઝિલથી લઈને મોઝામ્બિક, રશિયાથી લઈને ઓસ્ટ્રેલિયા સુધી પોતાની ક્ષમતાનો પરિચય કરાવ્યો છે. પણ અત્યારે સમયની માંગ છે કે સરકારી ક્ષેત્રની આ કંપનીઓ વિદેશી રોકાણ માટે અને વિસ્તૃત વ્યૂહરચના બનાવીને કામ કરે. વ્યૂહરચના બનાવતી વખતે તમારે આ પણ ધ્યાનમાં રાખવું પડશે કે તમારી કંપનીનું રોકાણ પર વળતર પણ વધારે હોય અને આ દેશની ભૌગોલિક વ્યૂહરચનાની પહોંચને પણ વધારતી હોય.

અમારી સરકારની રચના થયા પછી બીજા દેશોનાં મુખ્ય શહેરો સાથે અનેક ડઝન સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયાં છે. અનેક જોડિયા શહેરો પર કામ ચાલી રહ્યું છે. શું આપણે પીએસયુએ શહેરોની ઔદ્યોગિક સંસ્થાઓ સાથે, ત્યાંની સંસ્થાઓ સાથે વ્યવસ્થિત અને આયોજનબદ્ધ રીતે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન ન આપી શકે?

હકીકતમાં આવું બને છે. એક રાજ્ય બીજા રાજ્ય સાથે જોડાઈને દુનિયામાં ઘણાં સિસ્ટર સ્ટેટ બની જાય છે. એક શહેર બીજા શહેરસાથે જોડાઈને સિસ્ટર સિટી બની જાય છે. હવે આપણે એકમોએ પણ ત્યાં જઈને તેમની સાથે જોડાણ કરવું જોઈએ. વધુને વધુ આધાર પર આ મૈત્રીપૂર્ણ સંબંધોનો પાયો નાંખવો જોઈએ, પણ આપણે તેને છોડી દઈએ છીએ. એક સમજૂતીકરાર (એમઓયુ) થઈ ગયાં, હવે સરકાર કામ કરશે. આવું ન થવું જોઈએ. અમે આ પ્રકારનાં મહત્તમ 50થી 100 ક્ષેત્રોમાં શહેરોનું જોડાણ કર્યું છે. એટલે હું આગ્રહ કરીશ કે નવી વ્યૂહરચનાની, નવી દ્રષ્ટિની જરૂર છે. આ જ રીતે અમે બધાની સામે એક મોટો પડકાર છે આયાત ખર્ચને લઈને, તેમાં ઘટાડો કરવાનો. અનેક ઉત્પાદનો એવા છે, જેની અત્યારે આપણે આયાત કરીએ છીએ, પણ આ આયાતને ઓછી કરી શકાય છે. થોડાં ક્ષેત્રોમાં સરકારે આયાત ખર્ચ ઘટાડવામાં સફળ થઈ છે, પણ હજુ ઘણી કામગીરી કરવાની બાકી છે. આ સ્થિતિસંજોગોમાં તમારા માટે પણ બહુ મોટી તક છે. અને આ કોઈ બહુ મોટો પડકાર નથી. ફક્ત તમારે પ્રયાસ કરવાની જરૂર છે. તમે જુઓ, પરિવર્તનનો પવન ફૂંકાશે.

તમારી તરફથી એક સમયરેખા નક્કી કરીને આયાત ખર્ચ ઘટાડવા માટે કામ કરી શકાય છે. આગામી બેથી ત્રણ વર્ષમાં કોઈ ઉત્પાદનની આયાત, 10-15-20 ટકા, જેટલી તમને યોગ્ય લાગે, એટલી તમે ઓછી કરી શકશો.

જો આપણે કિંમતની દ્રષ્ટિએ સ્પર્ધાત્મક હોઈએ અને ગુણવત્તા પ્રત્યે સંવેદનશીલ હોય, તથા આ પ્રકારનાં ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરીએ, જેની આયાત કરવાની જરૂર હોય અને જેને આપણે નવીનતા મારફતે બદલી શકીએ, તો આયાત ખર્ચમાં મહત્ત્વપૂર્ણ ઘટાડો થઈ શકે છે.

સાથીદારો, હું તમને સંરક્ષણ ક્ષેત્રનું ઉદાહરણ આપવા ઇચ્છું છું. છેલ્લાં 60થી 70 વર્ષથી ભારત દુનિયામાં શસ્ત્રોનાં ઉત્પાદનોની આયાત કરનાર સૌથી મોટાં દેશોમાં સામેલ હતો. ઇતિહાસમાં ભારતે કેવી નીતિઓ અપનાવી એ વાતમાં હું પડવા માંગતો નથી. કોઈ વિચારી પણ શકતું નહોતું કે, ભારતમાં કોઈ સરકાર સંરક્ષણ ક્ષેત્રમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ માટે દરવાજા ખોલી શકે છે, સંરક્ષણ ક્ષેત્રનું ઉદારીકરણ કરી શકે છે.

મારું માનવું છે કે આપણાં સંરક્ષણ ક્ષેત્રનાં સરકારી ક્ષેત્રનાં સાહસો પીએસયુ છે, તેમને અત્યારે એક મોટી તક સ્વરૂપે લેવી જોઈએ. આપણા પીએસયુ જેટલો વધારે ભાર ટેકનોલોજી હસ્તાંતરણ પર આપશે, સંયુક્ત સાહસો તરફ જશે, એટલું જ મેક ઇન ઇન્ડિયા મજબૂત થશે અને દેશનું સંરક્ષણ ક્ષેત્ર પણ સ્વનિર્ભર થશે.

અત્યારે ભારત તેજસ જેવા લડાયક વિમાન બનાવે છે, વૈશ્વિક કક્ષાની સબમરિન બનાવે છે, યુદ્ધ માટે ઉપયોગી જહાજો બનાવી રહ્યો છે. આપણે ટેકનિકલ રીતે સક્ષમ છીએ અને સમર્થ પણ. આપણે સ્થાનિક જરૂરિયાતોની સાથે વિદેશી બજારો પર પણ નજર રાખવી પડશે.

એક અન્ય મહત્ત્વપૂર્ણ પાસું છે, નવીનતા અને સંશોધનનો સમન્વય.

આપણી વૈજ્ઞાનિક સંસ્થાઓ જેમ કે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ, ભારતીય તબીબી સંશોધન પરિષદ, ભારતીય કૃષિ સંશોધન પરિષદમાં દેશનું શ્રેષ્ઠ સંશોધન અને વિકાસ માળખું છે. સીપીએસઈની પાસે પણ પોતપોતાનાં ક્ષેત્રોમાં સંબંધિત સંશોધનનું આધુનિક માળખું છે.

તમે ઘણી ટેકનિક અને નવીન ઉત્પાદનો પણ વિકસાવ્યાં છે. પણ ઘણી વખત એવું પણ જોવામાં આવ્યું છે કે વિવિધ એજન્સીઓની પ્રયોગશાળાઓમાં જે નવીનતા આવી રહી છે, તે ત્યાં જ મર્યાદિત થઈને રહી જાય છે. આ સ્થિતિમાં પરિવર્તન કરીને તમે વર્ષ 2022 સુધી કેવી રીતે નવીનતા અને સંશોધનનું સંકલિત માળખું તૈયાર કરી શકો છે, એ વિશે પણ વિચારવાની જરૂર છે એવું મારું માનવું છે.

જ્યારે સીપીએસઈ અને સરકારી વિભાગો વચ્ચે માહિતીનું આદાનપ્રદાન વધશે, સંશોધન અને નવીનતાની નવી જાણકારી એકબીજાને શ્રેષ્ઠ રીતે આપવામાં આવશે, ત્યારે સંશોધનનો ખર્ચ ઓછો આવવાની સાથે વ્યવસ્થા પણ વધારે અસરકારક બનશે. આ વહેંચણી, ફક્ત માળખાગત જ નહીં, પણ કુશળ લોકોની મોટી સંખ્યા ઊભી થઈ શકે છે, આધુનિક ઉપકરણોનો ઉપયોગ, ટેકનોલોજીઓનો ઉપયોગ દરેક સ્તરે થઈ શકે છે.

સાથીદારો,

છેલ્લાં થોડાં વર્ષોમાં જાહેર ક્ષેત્રએ પોતાનાસરવૈયા પ્રમાણે ઘણી શ્રેષ્ઠ કામગીરી કરી છે. ગયા વર્ષે તમામ સીપીએસઈનો કુલ ચોખ્ખો નફો સવા લાખ કરોડ રૂપિયાથી થોડો વધારે હતો. તેનો 2 ટકા હિસ્સો એટલે કે લગભગ 2500 કરોડ રૂપિયા સીએસઆર એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સ્વરૂપે ખર્ચ થઈ શકે છે.

આ રકમનો ઉચિત ઉપયોગ દેશની પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને કેવી રીતે થાય એ વિશે વિચારવું પડશે. તમને યાદ હશે કે વર્ષ 2014-15માં અને તમે અત્યારે આપણી ફિલ્મોમાં પણ જોયું છે. તમે શાળાઓમાં શૌચાલયો બનાવવા માટે સીએસઆર ફંડનું દાન કર્યું હતું, જેનું પરિણામ અત્યારે સૌની સામે છે. મારું સૂચન છે કે જેમ વર્ષ 2014માં શાળા શૌચાલયોનાં નિર્માણને પસંદ કરવામાં આવ્યું આવી જ એક થીમ દર વર્ષે પસંદ કરવામાં આવે અને સીએસઆરનો એક મોટો હિસ્સો ફક્ત એ જ કામમાં લગાવવામાં આવે.

તમને જાણમાં હશે કે નીતિ પંચે દેશનાં 115 જિલ્લાઓ, જે દેશનાં અન્ય જિલ્લાઓની સરખામણીમાં વિકાસનાં માપદંડોમાં પાછળ રહી ગયા છે, એ જિલ્લાઓની ઓળખ કરીને તેને મેં મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ સ્વરૂપે ઓળખવાનું નક્કી કર્યું છે. પછાત જિલ્લા દિવસ, આકાંક્ષી જિલ્લાઓ – આ જિલ્લાઓનો વિકાસ માટે તમારા લોકો માટે આ વર્ષની થીમ શું હોઈ શકે છે?

તમારી સંસ્થાઓ પોતાની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીને અદા કરીને કૌશલ્ય વિકાસનાં કાર્યો પણ હાથમાં લઈ શકે છે. યુનિવર્સિટીઓ-કોલેજો સાથે જોડાઈને, આઈટીઆઇની સાથે કામ કરીને તમે તમારી સંસ્થાઓનાં કૌશલ્ય વિકાસનાં મોટા અભિયાન સાથે પણ જોડાઈ શકો છો.

આ ઉપરાંત રાષ્ટ્રીય તાલીમ યોજનાને તમે જેટલું સમર્થન આપશો, તેટલો જ દેશનાં યુવાનોને લાભ થશે. અને હું ઇચ્છું છું કે તમે જઈને તરત ભારત સરકારની યોજનાનો અભ્યાસ કરો, ટીમ બનાવો અને તેનાં અમલીકરણની દિશામાં થોડાં પગલાં લો. તમારી સંસ્થાઓ જેવા સાધન અને સંસાધન મળતાં, યુવાનો પણ બમણા જોશથી શીખવા માટે આગળ આવશે. આ ઉપરાંત આ તમારા માટે કૌશલ્ય વિકાસનું પણ કામ કરશે.

આ માટે તમને વધુમાં વધુ ઇન્ક્યુબેટર્સ અને ટિન્કરિંગ લેબ્સ બનાવવી પડશે, જેથી ઓછી ઉંમરમાં નવીન વિચારો આપણા સુધી પહોંચી શકે અને તેનો ઉપયોગ કરી શકાય. યુવાનોની શક્તિનો ઉપયોગ કરવાની જરૂર છે, ઘણી વખત યુવા પેઢી આપણને એવા સોલ્યુશન્સ આપે છે, જે આપણી વર્તમાન સિસ્ટમ આપી શકતી નથી.

સાથીદારો,

તમારા અનુભવી અને સંસાધનથી ભરપૂર સંસ્થાઓ દેશનાં વિકાસને નવું મોડલ પણ આપી શકે છે. દેશનાં અંતરિયાળ વિસ્તારોમાં પણ હાલની સંસ્થાઓ ઊર્જાનું એ કેન્દ્ર બની શકે છે, જે આપણી આસપાસનાં સંપૂર્ણ વિસ્તારને પ્રકાશિત કરી શકે છે.

તમે બધા નક્કી કરી લો એટલે દેશને આગામી દોઢ વર્ષમાં સેંકડો નવા મોડલ સ્માર્ટ – શહેરો મળી શકે છે.

પેપરલેસ વર્ક – કલ્ચર, કેશલેસ વ્યવહારો, વેસ્ટ મેનેજમેન્ટ, આવા અનેક વિષય છે, જ્યાં તમારી સંસ્થાઓ રોલ મોડલની જેમ કામ કરી શકે છે.

તમારી પાસે પહોંચ છે, સંસાધનો છે, આ તમામ પ્રયાસો માટે આરએન્ડડી કરો અને પરિણામ લાવીને દેખાડો. આ સમાજ અને દેશની બહુ મોટી સેવા હશે.

અને મારો આગ્રહ છે કે વધુમાં વધુ કાર્યદક્ષતા પર ધ્યાન કેન્દ્રિત કરો, કોર્પોરેટ ગવર્નન્સ પર ભાર મૂકો અને સંસાધનોનો ઉચિત ઉપયોગ કરો.

સાથીદારો,

પોતાનાં સંસાધન અને સામર્થ્ય પર ભરોસો કર્યા વિના ન કોઈ વ્યક્તિ આગળ વધી શકે છે, ન કોઈ સંસ્થા અને ન કોઈ દેશ પ્રગતિ કરી શકે છે. ભારતમાં સંસાધનોની ઊણપ નથી, ન ભારતમાં સામર્થ્યની ઊણપ છે. આપણામાં ઇચ્છાશક્તિ અને આત્મવિશ્વાસ પણ છે. છેલ્લાં ચાર વર્ષમાં તમે જોયું હશે કે, એક વખત પણ સરકાર તરફથી તમને આ મુશ્કેલીઓ છે, ફલાણી સમસ્યા છે વગેરે કશી ફરિયાદ સાંભળવા નહીં મળી હોય. દરેક પડકારોને ઝીલવાનો સ્વભાવ ધરાવતી વ્યક્તિ છીએ. મારું માનવું છું કે આપણે આ જ દેશને, આપણા દેશને જ નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકીએ છીએ. આ સરકારની ઇચ્છા છે અને એટલે હું તમને આગ્રહ કરું છું કે દેશમાં કોઈ સાધન સંસાધનની ઊણપ નથી. આવો, આપણે મળીને દેશને પ્રગતિનાં પંથે દોરી જઈએ.

મને ખાતરી છે કે તમે હાથ ધરેલી આ પહેલ આગળ પણ ચાલુ રહેશે. અને આ મંથનમાંથી જે વિચારો નીકળ્યાં છે અને નવા નીકળશે, તેનો અમલ કરવાની સાથે તેનાં પર નજર રાખવાની વ્યવસ્થા પણ હોવી જોઈએ.

મારું માનવું છે કે ઊર્જા અને અનુભવ, ઉદ્યોગસાહસ અને ઉત્સાહનાં સમન્વયથી અભૂતપૂર્વ પરિણામો મળશે.

મારા માટે પીએસયુ એટલે પ્રગતિ-સેવા અને ઊર્જા છે. તેનાં કેન્દ્રમાં એસ છે એટલે સેવા કેન્દ્રમાં છે.

નવા ભારતનું સ્વપ્ન લઈને, નવી ઊર્જા સાથે, સેવાભાવથી પ્રેરિત તમારું કાર્ય, રાષ્ટ્રને પ્રગતિ તરફ લઈ જશે. આ મારો વિશ્વાસ છે.

ભવિષ્ય સાથે જોડાયેલી તમારી નીતિઓ અને નિર્ણય સફળ થાય, નવા ભારતનો સંકલ્પ સિદ્ધ કરવામાં તમારી વધુમાં વધુ સહભાગીદારી હોય, આ જ કામના સાથે મારી વાત પૂર્ણ કરતાં પહેલાં હું આગ્રહ કરીશ કે શું આપણે 100 દિવસ પછી તમારામાંથી જે મુખ્ય લોકો છે, તેમની સાથે હું બેસીને વાત કરી શકું? 100 દિવસ પછી અને આજે જે કહ્યું છે, આજે જે સાંભળ્યું છે, આજે જે જોયું છે. તેને તારીખ મુજબ કોણ જોશે, કેવી રીતે જોશે, કેવી રીતે પૂર્ણ કરશે. જો તમે મને તેનાં સંપૂર્ણ માળખાં વિશે જાણકારી આપો, તો મને સારું લાગશે, કારણ કે મને પણ તેમાંથી ઘણું બધું શીખવા મળશે. જો હું તમારા લોકો સાથે થોડો વધુ સમય પસાર કરીશ,તો જે શીખીશ એ હું સરકારમાં લઈ જઈશ. એટલે મને આશા છે કે બરાબર100 દિવસ પછી જે જે વાતો આજે તમે મને જણાવી છે તેની પાકી યોજના લઈને જવાબદારી નક્કી કરો. એવું નથી કે ભવિષ્ય ઉજ્જવળ છે, વાતાવરણ બહુ સારું છે, લોકો ઉત્સાહિત છે, પરિણામ નિશ્ચિત છે – બિલકુલ એવું નથી. આ દિશામાં 100 પગલાં આગળ વધવાનું છે. આ તારીખ સુધી 10 પગલાં એ તારીખ સુધી 20 પગલાં, તેને અમે અહીં હાંસલ કરીશું, આ આપણાં સંસાધનો હશે, અમારી ટીમ હશે. તમે તો આ કોર્પોરેટ દુનિયાનાં છો એટલે તમને શીખવવું નહીં પડે. તમે તો મોટી ફી ચુકવીને મેનેજમેન્ટનો અભ્યાસ પણ કરતાં હશો. તમારા તમામ નવયુવાનો. ખૈર, મને ખબર નથી કે પણ જતાં હશે અને અભ્યાસ પણ કરતાં હશો તો તેનો અમલ પણ કરતાં હશે કે નહીં, ભગવાન જાણે. પણ જે લોકો અમલ કરતાં હશે, મને તેમની ઝીણવટપૂર્વક જાણકારીની જરૂર નથી, પણ આજનાં મનોમંથન પછી કદાચ તેનાં વિશે તમે પણ ચિંતન કરશો. પણ આપણે આ ચીજવસ્તુઓનો લાભ ઉઠાવી શકીએ છીએ? પ્રેઝન્ટેશન અસરકારક અને ચોક્કસ હતાં. હવે મારે રોડમેપ જોઈએ, યોજના જોઈએ, લક્ષ્યાંક જોઈએ અને તમામ લક્ષ્યાંકો માપી શકાય એવા હોવા જોઈએ. દરિયાની વ્હેલ જેવા ન હોવા જોઈએ. તેઓ માપી શકાય એવા હોવા જોઈએ. તમે જુઓ તરત પરિવર્તન શરૂ થશે.

મારી તરફથી તમને ખૂબ-ખૂબ શુભકામનાઓ. ખૂબ-ખૂબ ધન્યવાદ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Under Rozgar Mela, PM to distribute more than 71,000 appointment letters to newly appointed recruits
December 22, 2024

Prime Minister Shri Narendra Modi will distribute more than 71,000 appointment letters to newly appointed recruits on 23rd December at around 10:30 AM through video conferencing. He will also address the gathering on the occasion.

Rozgar Mela is a step towards fulfilment of the commitment of the Prime Minister to accord highest priority to employment generation. It will provide meaningful opportunities to the youth for their participation in nation building and self empowerment.

Rozgar Mela will be held at 45 locations across the country. The recruitments are taking place for various Ministries and Departments of the Central Government. The new recruits, selected from across the country will be joining various Ministries/Departments including Ministry of Home Affairs, Department of Posts, Department of Higher Education, Ministry of Health and Family Welfare, Department of Financial Services, among others.