મંત્રી પરિષદના મારા સૌ સાથી, ભારતના ઔદ્યોગિક જીવનને ગતિ આપનારા, આઈટી વ્યાવસાયિકોને બળ આપનાર તમામ અનુભવી મહાનુભવો, અને આઈટી ક્ષેત્ર સાથે સંકળાયેલ આપણી યુવા પેઢી, ગામડાઓમાં સીએસસીના કેન્દ્રમાં બેઠેલા અને ઘણી આશાઓ સાથે સપનાઓ સજાવીને જીવી રહેલા આપણી શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓ, આઈઆઈટી સહીત અનેક સંસ્થાઓના વિદ્યાર્થીઓ. મારા માટે પ્રસન્નતાનો વિષય છે કે જે મને સૌથી વધુ પ્રિય કામ છે તેવા અવસર પર આજે આપ સૌની વચ્ચે આવવાનો મોકો મળ્યો છે.
આપણા મંત્રી શ્રી રવિશંકરજી, સરકારના કામની રૂપરેખા આપી રહ્યા હતા પરંતુ હું આ કામ માટે તમારા સૌની વચ્ચે નથી આવ્યો. કોઈ પણ વ્યક્તિ પોતાના કેરિયરમાં ગમેતેટલો આગળ કેમ ના વધી જાય, ગમે તેટલો વૈભવ કેમ પ્રાપ્ત ના કરી લે, પદ પ્રતિષ્ઠા ગમે તેટલી પ્રાપ્ત કરી લે. એક રીતે જીવનમાં જે સપનાઓ જોયા હોય તે બધા સપનાઓ પોતાની આંખો સામે તેને પોતાના સ્વ પ્રયત્ને સાકાર કરે, તેમ છતાં પણ તેના મનમાં સંતોષ માટે તડપ, અંદરનો સંતોષ કઈ રીતે મળે? અને અમે અનુભવ કર્યો છે કે બધું જ પ્રાપ્ત કરી લીધા પછી જો તે બીજા કોઈ માટે કંઇક કરે છે, કંઈક જીવી જવાનો પ્રયાસ કરે છે, તે સમયે તેનું સંતુષ્ટિનું સ્તર ઘણું વધી જાય છે.
હું હમણાં શરૂઆતની ફિલ્મમાં શ્રીમાન અઝીમ પ્રેમજીને સાંભળી રહ્યો હતો. 2003-04માં જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો અને તે કાર્યકાળમાં તેઓ મને મળવા આવતા હતા તો પોતાના વ્યવસાયના સંબંધમાં, સરકારની સાથે કોઈ કામના સંબંધમાં વાતો કરતા હતા. પરંતુ તે પછી મેં જોયું કે પાછલા 10-15 વર્ષથી જ્યારે પણ મળવાનું થતું હતું, તો એક વાર પણ તેઓ પોતાની, કંપનીની, પોતાના કોર્પોરેટ કામની ચર્ચા નહોતા કરતા. ચર્ચા કરતા હતા તો પણ જે મિશનને લઈને હાલના દિવસોમાં તેઓ કામ કરી રહ્યા છે શિક્ષણની, તેની ચર્ચા કરતા હોય છે અને એટલા ડૂબી જઈને કરતા હોય છે કે જેટલું તેઓ પોતાની કંપની માટે પણ નહી કરતા હોય. તો હું અનુભવ કરું છું કે તે ઉંમરમાં, ઉંમરના આ પડાવમાં જીવનમાં આટલી મોટી કંપની બનાવી, આટલી મોટી સફળતા મેળવી, યાત્રા કરી, પરંતુ સંતોષ મળી રહ્યો છે, હાલ જે કામ કરી રહ્યા છે તેનાથી. તેનો અર્થ એ થયો કે વ્યક્તિના જીવનમાં, એવું નથી કે આપણે જે વ્યવસાયમાં છીએ, જેમ કે માની લો કે ડોક્ટર છે તો કોઈની સેવા નથી કરતો….કરે છે, એક વૈજ્ઞાનિક છે લેબોરેટરીની અંદર પોતાની જિંદગી ખપાવી દે છે અને કોઈ એવી વસ્તુ શોધી કાઢીને લાવે છે જે પેઢી દર પેઢી લોકોની જિંદગી બદલવાની છે. તેનો અર્થ એ નથી કે તે સમાજની માટે કામ નથી કરતો. તેનો અર્થ એ નથી કે તે પોતાના માટે જીવતો હતો અથવા પોતાના નામ માટે આ કરી રહ્યો હતો, જી નહિ. તે કરી રહ્યો હતો લોકોની માટે, પરંતુ પોતાના હાથે, પોતાની આંખો સામે, પોતાની હાજરીમાં જે કરતો હોય છે તેનો સંતોષ જ અલગ હોય છે. અને આજે તે સંતોષ આખરે જે મૂળ પ્રેરણા હોય છે દરેક માણસ, થોડું તમે પોતે પણ પોતાની જાતે જોઈ લો, તમારા પોતાના જીવનમાંથી જોઈ લો, સ્વાંતઃ સુખાય, કેટલાક લોકો એવું કરે છે કે મને સંતોષ મળે છે, મને અંદરથી આનંદ મળે છે, મને ઉર્જા મળે છે.
આપણે રામાયણમાં સાંભળીએ છીએ કે ખિસકોલી પણ રામસેતુના નિર્માણમાં રામની સાથે જોડાઈ ગઈ હતી. પરંતુ તે ખિસકોલીએ તો પ્રેરણા મેળવીને તે પવિત્ર કાર્યમાં જોડાવાનું જ યોગ્ય માન્યું, પરંતુ બીજો પણ એક દ્રષ્ટિકોણ હોઈ શકે છે કે રામજીને જો સફળ થવું છે, ઈશ્વર ભલે હોય તેને પણ ખિસકોલીની જરૂર પડે છે, જ્યારે ખિસકોલી જોડાઈ જાય છે તો સફળતા પ્રાપ્ત થઇ જાય છે. સરકાર ગમે તેટલા પગલાઓ લેતી હોય, સરકાર ગમે તેટલું બજેટ ખર્ચ કરતી હોય પરંતુ જ્યાં સુધી જન જનનો તેમાં ભાગ ન હોય, ભાગીદારી ન હોય તો આપણે જે પરિણામ ઈચ્છીએ છીએ, રાહ જોઈ શકે તેમ નથી ભારત. દુનિયા પણ હવે ભારતને રાહ જોતું નથી જોવા માંગતી. દુનિયા પણ હિન્દુસ્તાનને, હિન્દુસ્તાન નેતૃત્વ કરે તે અપેક્ષા સાથે જોઈ રહી છે. જો તે દુનિયાની અપેક્ષા છે તો આપણે પણ આપણા દેશને એ જ રૂપમાં કરવો પડશે. જો તે કરવું છે તો હિન્દુસ્તાનના સામાન્ય માનવની જિંદગીમાં પરિવર્તન કઈ રીતે આવે. મારી પાસે જે કૌશલ્ય છે, સામર્થ્ય છે, જે શક્તિ છે, જે અનુભવ છે તેનો કેટલોક ઉપયોગ હું કોઈની માટે કરી શકું છું ખરો ? એક વાત તો નક્કી છે કે કોઈ એવી જગ્યા છે, જ્યાં કોઈ પણ ગરીબ આવે, કોઈ ભૂખ્યો આવે, તો ખાવાનું મળી જાય છે. ત્યાં જે આપનારા લોકો છે તેઓ પણ ખુબ સમર્પિત ભાવથી આપતા હોય છે. ખાનારો જે જાય છે ત્યાં, એક એવી સ્થિતિ આવી જાય છે, એક સંસ્થાગત અરેંજમેન્ટ છે, વ્યવસ્થા છે, હું જઈશ, મને મળી જશે. ખાનારાને પણ તેના પ્રત્યે વધુ ધ્યાન નથી હોતું કે આપનારું કોણ છે. આપનારાના મનમાં પણ એવી કોઈ ચેતના નથી હોતી કે કોણ આવ્યું હતું. શા માટે? કારણ કે તેની એક આદત બની જ છે, કોઈ આવે છે તો ખાવાનું આપે છે, અને તે જતો રહે છે. પરંતુ એક ગરીબ કોઈ ગરીબ પરિવારના દરવાજે ઉભો હોય છે, ભૂખ્યો છે અને એક ગરીબ પોતાની અડધી રોટલી વહેંચીને આપે છે. બંનેને જીવનભર યાદ રહે છે. તેમાં સંતોષ મળે છે. વ્યવસ્થા અંતર્ગત થનારી ચીજવસ્તુઓને બદલે સ્વ પ્રેરણાથી થનારી વસ્તુઓ કેટલું મોટું પરિવર્તન કરે છે તે આપણે સૌએ જોયું છે. આપણે કયારેક વિમાનમાં મુસાફરી કરી રહ્યા છીએ, બાજુમાં કોઈ વડીલ બેઠા છે, પાણી પીવું છે, બોટલ છે, પરંતુ ખુલી નથી રહી, આપણું ધ્યાન જાય છે, આપણે તરત તેમને ખોલી આપીએ છીએ, આપણને સંતોષ મળે છે. એટલે કે કોઈની માટે જીવવાનો આનંદ કંઇક અલગ જ હોય છે.
મેં એક પરંપરા વિકસિત કરવાનો પ્રયાસ કર્યો છે કે પ્રધાનમંત્રી બન્યા પછી, જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે પણ કર્યા કરતો હતો, કોઈ યુનિવર્સિટીના પદવીદાનમાં જાઉં છું તો મને બોલાવનારાઓને હું આગ્રહ કરું છું કે તમે તે યુનિવર્સિટીની નજીકમાં ક્યાંક સરકારી શાળા હોય, ઝુંપડપટ્ટીના ગરીબ બાળકો ભણતા હોય, આઠમાં, નવમાં, દસમાં ધોરણના, તો તેઓ મારા 50 વિશેષ મહેમાનો હશે અને તે પદવીદાનમાં તેમને જગ્યા આપો, તેમને બેસાડો, તેમને આમંત્રિત કરો અને તેઓ આવે છે. મારા મનમાં રહે છે કે બાળકો પોતાની ભાંગી તૂટી જેવી પણ છે, શાળામાં ભણી રહ્યા છે. પરંતુ પદવીદાનમાં આવે છે તો જુએ છે કે કોઈ ઘણો મોટો રોબ પહેરીને ઉપર આવી રહ્યો છે, કેપ પહેરી છે અને બધા લોકો તેને કોઈ પ્રમાણપત્ર આપી રહ્યું છે, તેની અંદર પણ એક સપનું જાગી જાય છે. એક બીજ વાવવામાં આવે છે કે એક દિવસ હું પણ ત્યાં જઈશ અને હું પણ ક્યારેક પ્રાપ્ત કરીશ. કદાચ વર્ગખંડમાં જેટલું થાય છે, તેના કરતા વધુ તેનાથી થાય છે. કહેવાનો અર્થ છે કે આપણી પાસે કેટલીક એવી વસ્તુઓ હોય છે જેના કારણે આપણે ઘણી બધી વાતો તેને આપણે કરી શકીએ છીએ. મેં, આપણા આનંદજી અહિયાં બેઠેલા છે, એક વસ્તુ હંમેશા નોંધી છે અને તે પણ મારા મુખ્યમંત્રી કાળથી અત્યારસુધી, હું ક્યારેક ગુજરાતના વિકાસની માટે, રોકાણની માટે મળવા જતો હતો, ઉદ્યોગપતિઓની બેઠક કરતો હતો, આ સજ્જન ક્યારેય પણ તે સંબંધમાં ના તો સવાલ પૂછતાં હતા ના તો ચર્ચા કરતા હતા. તેઓ હંમેશા કહેતા હતા સાહેબ, સામાજિક કાર્યોમાં શું શું થઇ શકે છે. હવે આ જે માનસિકતા છે, આ માનસિકતા સમાજની, દેશની ઘણી મોટી તાકાત હોય છે અને આજે આખરે આ કાર્યક્રમમાં જોડાવાથી મને સંતોષ અને આનંદશા માટે થઇ રહ્યો છે. હું સોશ્યલ મીડિયા સાથે જોડાયેલો માણસ છું, એટલા માટે મને જે માહિતી પીરસવામાં આવે છે, હું માહિતીનો શિકાર નથી, જે માહિતી મારે જોઈએ છે તે હું શોધી કાઢું છું અને તેના કારણે મને નવી વસ્તુ પણ મળે છે. અને તે આજે ટેકનોલોજીનું મંચ મને પૂરું પાડે છે, તેમાં પણ મેં જોયું છે કેટલાય બાળકો, કેટલાય નવયુવાનો એટલું કામ કરે છે, ત્રણ લોકોનું ગ્રુપ, ચાર લોકોનું ગ્રુપ, શનિ રવિવારે જતા રહેશે. ગામડાઓમાં જશે, કોઈ વસાહતમાં જશે, લોકોની વચ્ચે રહેશે, ક્યારેક બાળકોને ભણાવશે, કરતા રહે છે. એટલે કે ખાસ કરીને ભારતના વર્તમાનમાં 25થી 40ની વચ્ચેની આ જે પેઢી છે, તેમાં આ સહજ ભાવ ઉત્પન્ન થઇ રહ્યો છે, દેખાય છે પરંતુ તેમાં જો સામુહિકતા જોડાય છે, તો તે એક તાકાતના રૂપમાં ઉભરીને આવે છે.. તેને આપણે ક્યાંક ને ક્યાંક મિશન સાથે જોડી દઈએ. માળખાગત વ્યવસ્થાની જરૂર નથી. એક મિશન સાથે જોડી દઈએ, એક પ્લેટફોર્મ હોય, તે લવચીક હોય, દરેક પોતાની મરજીથી કરે છે પરંતુ જે કરતું હોય, તે ક્યાંક ને ક્યાંક જમા થતું જાય, પરિણામ જમા થતું જાય, તો પરિવર્તન પણ જોવા મળવાનું શરુ થઇ જાય છે. અને એ વાત નક્કી છે– ભારતનું ભાગ્ય, ટેકનોલોજીમાં છે. જે ટેકનોલોજી તમારી પાસે છે, તે હિન્દુસ્તાનની તકદીરને લઈને બેઠેલી છે. આ બંનેને સાથે ભેગી કરીને કઈ રીતે કામ કરી શકીએ છીએ. કોઈ એક માળી હોય, ખુલ્લા મેદાનમાં એમ જ બીજ છોડી નાખે, વાતાવરણ સરખું થઇ જશે તો છોડ પણ બહાર નીકળી આવશે, ફૂલો પણ ઉગી જશે, પરંતુ કોઈને પણ ત્યાં જઈને જોવાનું મન નહી થાય, પરંતુ એ જ માળી ખુબ સુચારુરૂપે આ રંગના ફૂલો અહિયાં, આટલા કદના અહિયાં હશે, આટલી ઉંચાઈના અહિયાં હશે, આ અહિયાં હશે, તે આવું દેખાશે, એમ કરીને તે ફૂલોને લગાવે છે, તો બગીચો દરેકની માટે આવવા જવાની પ્રેરણાનું કારણ બની જાય છે. શા માટે? તેણે ખુબ સુવ્યવસ્થિત રીતે કામ કર્યું છે, એક વ્યવસ્થા અંતર્ગત કામ કર્યું છે. આપણી જે આ વિખેરાયેલી સેવા શક્તિ છે અને હું જોઈ રહ્યો છું કે વર્તમાન સમયમાં સ્ટાર્ટ અપનો એક યુગ શરુ થયો છે. અને જે પણ બાળકો મળે છે ને તો પૂછે છે કે શું કરો છો તો કહે અરે સાહેબ બસ કરી લીધું. મેં જોયું હતું બેંગ્લોરમાં એક છોકરો તે આઈટીના વ્યવસાયમાં હતો, ક્યાંક મેં સોશ્યલ મીડિયામાં જોયું હતું, તે વાહન ચલાવે છે, કહે દિવસમાં ત્રણ ચાર કલાક વાહન ચલાવે છે, કેમ? તો કહે ગરીબોને લઈને જાઉં છું, કામ કરું છું, મદદ કરું છું, દવાખાને લઇ જાઉં છું લોકોને, મને સારું લાગે છે.
મેં એવા ઓટો રીક્ષાવાળાઓને પણ જોયા છે જેમની ઓટો પાછળ લખ્યું હોય છે કે જો તમારે દવાખાને જવું છે તો મફતમાં લઇ જઈશ. મારા દેશનો ગરીબ ઓટો રીક્ષાવાળો. ધારો કે માની લો તેને તે દિવસે છ લોકો એવા મળી ગયા જેમને દવાખાને લઇ જાવ, તો તેના બાળકો તો ભૂખે મરી જશે. પરંતુ તેને ચિંતા નથી, તે બોર્ડ લગાવે છે અને ઈમાનદારીથી કરે પણ છે. તો આ મૂળભૂત સ્વભાવ માણસની અંદર પડેલો હોય છે કોઈની માટે કઈક કરવાનું છે અને તે જ છે– “મૈ નહીં હમ” તેનો અર્થ એ નથી કે ‘હું’ને ખતમ કરી દેવાનું છે, પરંતુ આપણે ‘હું’નો વિસ્તાર કરવાનો છે. સ્વથી સમષ્ટિ તરફની યાત્રા કરવાની છે. આખરે વ્યક્તિ પોતાનો કુબો કેમ વધારે છે. બૃહદ પરિવારની અંદર આનંદનો અનુભવ કેમ કરે છે. આ બૃહદ પરિવારથી પણ બૃહદ પરિવાર મારો આખો સમાજ, મારો આખો દેશ, તે પોતાનામાં જ એક તાકાત બની જાય છે. આ જ ભાવને લઈને આજે સેવાનો ભાવ લઈને આઈટી થી સમાજની યાત્રા છે આ, એક બાજુ આઈટીથી સમાજ છે તો આઈઆઈટીથી સમાજ પણ છે. તો તે ભાવને લઈને આપણે ચાલવાનું છે. હું ઈચ્છીશ કે સાત આઠ જગ્યાઓ પર મારે પણ વાત કરવાની છે તો વાતચીત શરુ કરીએ.
આપણા દેશમાં સામાન્ય છબી એવી છે ધનિક શેઠોને ગાળો આપવાની, વેપારીઓને ગાળો આપવાની, ઉદ્યોગપતિઓને ગાળો આપવાની, ફેશન બની ગઈ છે. ખબર નહી કેમ આમ થયું છે, મને નવાઈ લાગે છે તેનાથી. અને હું આનો સખત વિરોધી છું. દેશને બનાવવામાં દરેક વ્યક્તિનું યોગદાન હોય છે. આજે એ જોશો તો ખબર પડશે કે આ બધી કંપનીઓએ પોતાના સીએસઆરના માધ્યમથી, આખી વ્યવસ્થામાંથી પોતાના સૌથી હોંશિયાર સ્ટાફને કહ્યું કે ચાલો પાંચ દિવસ માટે તમારે સેવા માટે જવાનું છે, તો જાવ, તમારી નોકરી ચાલુ રહેશે, નાની વસ્તુ નથી આ. સામાન્ય જીવનમાં ઘણું મોટું યોગદાન છે. પરંતુ આજે જ્યારે એક મંચ પર આવ્યું તો સૌની આંખો ખુલી જશે. સારું દેશના દરેક ખૂણામાં આપણા દેશના લોકો આવા આવા કામો કરી રહ્યા છે. આ જે સામુહિકતાની તાકાત ઘણી મોટી હોય છે. મને લાગે છે કે આ જે પ્રેરણાનો જે આધાર છે ‘અમે’, તેમાં પણ આ જે સેલ્ફ અને સર્વિસવાળો જે આપણો દ્રષ્ટિકોણ છે તે ઘણી મોટી ભૂમિકા નિભાવશે અને તમે કમ્યુનિકેશન વિશ્વના લોકો છો, ટેકનોલોજી વિશ્વના લોકો છો અને તમે ખુબ સરળતાથી આ વસ્તુઓને તૈયાર કરી શકો છો અને તમે એ વસ્તુ સાથે જોડાયેલા પણ છો જે ઓછી કિંમતની હોય છે. તો તેને આપણે જેટલી વધારે કરીશું, આપણે પ્રેરણાનું કારણ બનીશું. અને આપણા આ પ્રયાસો વડે વધુમાં વધુ લોકોને પ્રેરણા મળશે અને કેટલાય ફૂલો ક્યાં ક્યાં મળ્યા છે પરંતુ જ્યારે ગુલદસ્તો બને છે તો તેનો આનંદ કઈક અલગ જ હોય છે. હું સમજુ છું આજે આ સેવા વૃત્તિઓનો ગુલદસ્તો બનાવવાનું કામ થયું છે. આજે અહિયાં આગળ આ પ્રયાસથી, સેવા ભાવથી, પોતાની જાતને હોમી દેનારા, નવા નવા ક્ષેત્રોમાં કામ કરનારા લોકો અને તે પણ આપણી નવયુવાન પેઢી કરી રહી છે. ભારત માતાને ગર્વ થતો હશે કે મારા દેશની અંદર એવા પણ ફૂલો ખીલ્યા છે જે સુગંધ ફેલાવવાનું કામ સતત કરતા રહે છે. અનેકો લોકોની જિંદગી બદલવાનું કામ કરતા રહે છે.
હું તે તમામ નવયુવાનોને હૃદયપૂર્વક ખુબ ખુબ અભિનંદન આપું છું જેમણે આ કામને ખુબ મનોયોગ સાથે કર્યું છે, દિલ જાન લગાવીને કર્યું છે. હું તે તમામ કંપનીઓને અભિનંદન આપું છું કે તેમણે પોતાના આર્થિક વિકાસની સાથે સાથે તેમણે સમાજિક જવાબદારીઓની માટે પણ પોતાની વ્યવસ્થાઓનો ઉપયોગ કર્યો છે, પોતાના કૌશલ્યનો ઉપયોગ કર્યો છે. આપણા દેશમાં દેશને આગળ વધારવા માટે જન જનની ભાગીદારી અનિવાર્ય છે. સવા સો કરોડ દેશવાસીઓ આગળ વધારવાનું નક્કી કરી લેશે તો દુનિયાની કોઈ તાકાત નથી કે જે હિન્દુસ્તાનને પાછળ રાખી શકે છે. હિન્દુસ્તાનને આગળ વધારવું છે. સવા સો કરોડ દેશવાસીઓની શક્તિ દ્વારા આગળ આવવાનું છે અને સાચી દિશામાં આગળ જવાનું છે. દરેકની પોત પોતાની દિશાથી પરિણામ નથી આવતા, બધા સાથે મળીને એક દિશામાં આગળ ચાલે છે ત્યારે જઈને પરિણામ આવે છે અને હું ખુબ જ આશાવાદી વ્યક્તિ છું. ચાર વર્ષના મારા નાનકડા અનુભવથી હું કહી શકું છું કે દેશ અત્યાર સુધી આગળ કેમ નથી વધી શક્યો? આ મારા માટે પ્રશ્ન છે, મારા મનમાં એ સવાલ નથી કે દેશ આગળ વધશે કે નહી વધે? મને વિશ્વાસ છે કે દેશ ખુબ આગળ વધશે. વિશ્વમાં બધા જ પડકારો પાર કરીને આપણો દેશ પોતાનું સ્થાન બનાવીને જ રહેશે. આ વિશ્વાસની સાથે હું આ કાર્યક્રમની યોજના માટે સૌનો આભાર માનું છું. આપ સૌ મોટી સંખ્યામાં આવ્યા અને મને આટલા લાંબા સમય સુધી આપ સૌને સાંભળવાનો અને તમારી સાથે વાત કરવાનો અવસર મળ્યો.
ખુબ ખુબ આભાર.