પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી માનનીય શ્રી સ્કોટ મોરિસન એમપી સાથે ટેલિફોનિક સંવાદ કર્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ ઓસ્ટ્રેલિયાની સરકાર અને લોકોની કોવિડ-19ની બીજી લહેર વિરુદ્ધની ભારતની લડાઈને ઉદાર અને ત્વરિત સહયોગ આપવા બદલ પ્રશંસા કરી હતી.
બંને નેતાઓએ વૈશ્વિક સ્તરે વ્યાપેલી કોવિડ મહામારી માટે રસી અને દવાઓ કિફાયત અને સમાન રીતે પ્રાપ્ય બની રહે એ માટે સહમતિ દર્શાવી હતી. પ્રધાનમંત્રીએ આ સંદર્ભમાં TRIPS અંતર્ગત હંગામી છૂટ આપા માટે ભારત અને સાઉથ આફ્રિકા દ્વારા WTOમાં ઉઠાવાયેલા કદમ માટે ઓસ્ટ્રેલિયાનો સહયોગ માગ્યો હતો.
બંને નેતાઓએ 4 જૂન, 2020ના રોજ યોજાયેલ વર્ચ્યુઅલ સમિટ યોજાઈ ત્યારથી શરૂ થયેલી ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપમાં થયેલી પ્રગતિની નોંધ લીધી હતી અને સાથે સહયોગને વધુ મજબૂત કરવા અને લોકોથી લોકો વચ્ચેના જોડાણમાં ગતિ લાવવાના માર્ગો વિશે પણ ચર્ચા કરી હતી.
બંને નેતાઓએ નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય ઓર્ડર માટે સાથે મળીને કામ કરવાના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો અને પ્રાદેશિક મુદ્દાઓની તથા મુક્ત, ખુલ્લા અને સમાવેશી ઈન્ડો-પેસિફિક પ્રદેશ અંગે પણ ચર્ચા કરી હતી.
Spoke with my friend @ScottMorrisonMP to thank him for Australia’s solidarity and support for India’s fight against the pandemic.
— Narendra Modi (@narendramodi) May 7, 2021
We agreed on the importance of ensuring affordable and equitable access to vaccines and medicines, and discussed possible initiatives in this regard.