પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બપોરે અબૂ ધાબીના ક્રાઉન પ્રિન્સ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ ભારત-યુએઈ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં સતત પ્રગતિનું સકારાત્મક રીતે મૂલ્યાંકન કર્યુ.
પ્રધાનમંત્રીએ કોવિડ-19 મહામારી દરમિયાન ભારતીય સમુદાય માટે યુએઈના સમર્થનની પ્રશંસા કરી હતી. તેમણે 1 ઓક્ટોબર, 2021થી દુબઈમાં યોજાનાર એક્સ્પો-2020 માટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
બંને નેતાઓએ સામાન્ય ચિંતાના પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. તેઓ એ વાત પર સહમત થયા કે દુનિયામાં આતંકવાદ અને ઉગ્રવાદ માટે કોઈ સ્થાન નથી અને આ પ્રકારની તાકાતો વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સમુદાયના એકસાથે ઊભા રહેવાના મહત્વ પર ભાર મૂક્યો.
Had a very useful telecon with His Highness @MohamedBinZayed. Reviewed progress in our comprehensive strategic partnership and discussed recent regional developments. Appreciated UAE’s support to Indian community during Covid-19 and conveyed my best wishes for Dubai Expo.
— Narendra Modi (@narendramodi) September 3, 2021