શ્રીલંકાના માનનીય રાષ્ટ્રપતિ શ્રી ગોતાબાયા રાજપક્ષે અને શ્રીલંકાના માનનીય પ્રધાનમંત્રી શ્રી મહિન્દા રાજપક્ષે પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવા માટે આજે વહેલી સવારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને ટેલીફોન કર્યો હતો.
શ્રીલંકાના બંને નેતાઓએ પડોશી દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની દ્રઢ ઇચ્છા અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેઓએ કોવિડ રોગચાળા સામે ચાલી રહેલી સંયુક્ત લડત સહિતના દ્વિપક્ષીય સહકારની પ્રશંસા કરી હતી.
પ્રધાનમંત્રીએ હાર્દિક શુભેચ્છાઓ પાઠવવા બદલ બંને નેતાઓનો આભાર માન્યો અને જણાવ્યું કે તેઓ ભારતની નેબરહૂડ ફર્સ્ટ નીતિ અનુસાર બંને દેશો વચ્ચે સહકારને વધુ વિસ્તૃત કરવા તેમની સાથે કામ કરવા ઇચ્છે છે.