પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએયુરોપિયન કમિશનના પ્રમુખ મહામહિમ સુશ્રી ઉર્સુલા વોન ડેર લેયેનસાથેટેલિફોન પર વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીએ મહામહિમ સુશ્રી ઉર્સુલા વોન ડેર લેયેને યુરોપિયન કમિશનનું અધ્યક્ષ પદ સંભાળવા બદલ અભિનદન પાઠવ્યા હતા અને ખુશી વ્યક્ત કરી કે તેઓ તેમના કાર્યકાળની શરૂઆતમાં જ સંપર્ક સ્થાપિત કરી શક્યા છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, પંચની પહેલી મહિલા અધ્યક્ષા હોવાથી આયોગમાં તેમના નેતૃત્વનું વિશેષ મહત્વ છે.
પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે ભારત-ઇયુ (યુરોપીયન યુનિયન) ભાગીદારી લોકશાહી, કાયદાના શાસન, બહુપક્ષીયતા, નિયમો આધારિત વેપાર અને નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય હુકમ જેવા સહભાગીતાના મૂલ્યો પર આધારિત છે. તેમણે જળવાયુ પરિવર્તન, કનેક્ટિવિટી, પુનઃપ્રાપ્યઊર્જા, દરિયાઇ સલામતી, કટ્ટરતા અને આતંકવાદજેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવા બદલ તેમની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ ભારત-ઇયુ ભાગીદારીને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
મહામહિમ સુશ્રી ઉર્સુલા વોન ડેર લેયેને પ્રધાનમંત્રીને આગામી ભારત-ઇયુ સમિટ માટે બ્રસેલ્સની મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું હતુંઅનેપ્રધાનમંત્રી શ્રી મોદીએ આ આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.