પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીશ્રી સ્કોટ મોરિસન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
પ્રધાનમંત્રીમોદીએ તમામ ભારતીય વતી અને પોતાના વતી ભયાનક અને લાંબા સમયથી ચાલી રહેલા દાવાનળ ને કારણે ઓસ્ટ્રેલિયામાં જે જાન-માલનું નુકસાન થયું છે તે અંગે શોક વ્યક્ત કર્યો હતો.તેમણે ભયાનક કુદરતી આફતનો સામનો કરી રહેલા ઓસ્ટ્રેલિયાઅને ઓસ્ટ્રેલિયન લોકોને ભારતના સમર્થનની તત્પરતા દાખવવીહતી.
તાજેતરના વર્ષોમાં દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીમોદીએ ઓસ્ટ્રેલિયા સાથેની વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે ભારતની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી. તેમણે જણાવ્યું હતું કે આ માટેતેઓ વહેલી તકે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીની ભારત મુલાકાતે આવવાની રાહજોઈ રહ્યા છે.
પ્રધાનમંત્રીએ વર્ષ 2020 માટે પ્રધાનમંત્રીમોરીસન અને ઓસ્ટ્રેલિયાના લોકોને શુભેચ્છાઓ પાઠવી.