પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી મોહમ્મદ અશરફ ગની સાથે આજે ટેલીફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ ફોન પર ઉષ્માસભર અને સૌહાર્દપૂર્ણ વાતચીત કરી હતી, જે બંને નેતાઓ અને બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધનું પ્રતીક છે.
પ્રધાનમંત્રી મોદીએ અફઘાનિસ્તાનની રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રાથમિક સત્તાવાર પરિણામોની જાહેરાત પર રાષ્ટ્રપતિ ગનીને અભિનંદન આપ્યાં હતાં. પ્રધાનમંત્રીએ ચૂંટણીઓ સફળતાપૂર્વક હાથ ધરવા બદલ તથા વિકટ પડકારો વચ્ચે આ સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવા માટે અફઘાનિસ્તાનની જનતાને પણ અભિનંદન આપ્યાં હતાં, જે અફઘાનિસ્તાનમાં લોકશાહીનાં મૂળિયા વધારે મજબૂત બનવાનું પ્રતીક છે.
ગાઢ મિત્ર દેશ અને પડોશી દેશ તરીકે ભારતની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીને એકીકૃત, સાર્વભૌમિક, લોકતાંત્રિક, સમૃદ્ધ અને શાંતિપૂર્ણ અફઘાનિસ્તાનનું નિર્માણ કરવા પર પ્રધાનમંત્રીએ ભાર મૂકીને અફઘાનિસ્તાનમાં અફઘાન સંચાલિત, અફઘાનોના અને અફઘાન નિયંત્રિત સમાવેશક વિકાસ, શાંતિ અને સમૃદ્ધિને સમર્થન આપવાના ભારતના સિદ્ધાંત પર ભાર મૂક્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, અફઘાનિસ્તાનનાં વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ભારત અફઘાનિસ્તાનનો સતત વિકાસ સુનિશ્ચિત કરવા, સુરક્ષા વધારવા અને આપણા રિજનમાં આતંકવાદ સામે લડવા માટે સાથસહકાર આપવાનું જાળવી રાખશે.
રાષ્ટ્રપતિ ગનીએ પ્રધાનમંત્રી, સરકાર અને ભારતની જનતાનો અફઘાનિસ્તાનમાં લોકશાહી અને વિકાસને સતત ટેકો આપવા બદલ આભાર માન્યો હતો. તેમણે બંને દેશો વચ્ચે સાથસહકારનાં સંબંધોને ગાઢ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
બંને નેતાઓએ આગામી નવા વર્ષ માટે એકબીજાને શુભેચ્છા પણ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ગનીને વહેલામાં વહેલી તકે પારસ્પરિક સુવિધાજનક સમયે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. તેમણે આ આમંત્રણનો સ્વીકાર કર્યો હતો.
It is always a delight to talk to my friend, President @ashrafghani.
— Narendra Modi (@narendramodi) December 24, 2019
Congratulated him and the people of Afghanistan on the successful conduct of presidential polls and announcement of preliminary results
India values the strong friendship with Afghanistan. https://t.co/PeTMSV80oR
India will always support Afghanistan in their developmental needs and to fulfil the aspirations of Afghanistan’s people.
— Narendra Modi (@narendramodi) December 24, 2019
Close strategic partnership between our people benefits our nations. @ashrafghani https://t.co/t6GB34goQu