પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓમાનના સુલ્તાન મહામહિમ સુલ્તાન હૈથમ બિન તારિક વચ્ચે સાથે ફોન પર વાત કરી હતી.
સંવાદ દરમિયાન મહામહિમ સુલ્તાને ઓમાનને ભારત દ્વારા પૂરી પાડવામાં આવતી કોવિડ -19 રસીઓ માટે ભારતની પ્રશંસા કરી હતી. નેતાઓ રોગચાળો સામે સંયુક્ત લડતમાં ગાઢ સહકાર જાળવવા સંમત થયા હતા.
પ્રધાનમંત્રીએ સુલ્તાનને તેમના શાસનકાળના એક વર્ષ પૂરા થવા બદલ અને ઓમાન માટે તેમના વિઝન 2040 બદલ અભિનંદન આપ્યા હતા.
નેતાઓએ સંરક્ષણ, આરોગ્ય, વેપાર અને રોકાણ સહિતના તમામ ક્ષેત્રોમાં ભારત-ઓમાનના વધતા સહકાર અંગે સંતોષ વ્યક્ત કર્યો.
નેતાઓએ બંને વ્યૂહાત્મક ભાગીદારો વચ્ચેના આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને વધારવામાં ભારતીય પ્રવાસીઓની ભૂમિકાની પ્રશંસા કરી.