પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુરોપીયન પરિષદના અધ્યક્ષ મહામહિમ ચાર્લ્સ મિશેલ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.
નેતાઓએ અફઘાનિસ્તાનમાં હાલના ઘટનાક્રમો અને ક્ષેત્ર તથા દુનિયા પર તેની અસરો અંગે ચર્ચા કરી હતી. તેમણે કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થયેલા ભીષણ આતંકી હુમલાની સ્પષ્ટપણે નિંદા કરી કે જે ઘટનામાં અનેક લોકોની જાનહાનિ થઈ હતી. તેમણે એક સ્થિર અને સુરક્ષિત અફઘાનિસ્તાનના મહત્વ પર ભાર આપ્યો હતો અને આ મામલે ભારત અને યુરોપીયન સંઘની સંભવિત ભૂમિકા પર ચર્ચા કરી હતી.
બંને નેતાઓ દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ અને ખાસ કરીને અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે સંપર્કમાં રહેવા પર સહમત થયા.
Spoke with @eucopresident Charles Michel, President of the European Council, about the evolving situation in Afghanistan. Also reiterated our commitment to further strengthening India-EU relations.
— Narendra Modi (@narendramodi) August 31, 2021