નવા વર્ષ નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી જીગ્મે ખેસર નામગેલ વાંગચક, કિંગડમ ઓફ ભુતાનના ધ્રુક ગ્યાલ્પો અને ભુતાનના પ્રધાનમંત્રીશ્રી લ્યોનશેન (ડો.) લોટયે શેરીંગ, સાથે તેમજ રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે અને શ્રીલંકાના પ્રધાનમંત્રી શ્રીમહિન્દા રાજપક્ષે, માલદીવના રાષ્ટ્રપતિ શ્રી ઇબ્રાહિમ મોહમ્મદ સોલીહ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શ્રી.શેખ હસીના અને શ્રી નેપાળના પ્રધાનમંત્રી શ્રી કે.પી. શર્મા ઓલી, સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી
પ્રધાનમંત્રીએ નેતાઓને ભારતના લોકો વતી અને તેમના વતી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી. તેમણે ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા અને આ ક્ષેત્રમાં ભારતના બધા મિત્રો અને ભાગીદારો માટે શાંતિ, સલામતી, સમૃદ્ધિ અને પ્રગતિની દ્રષ્ટિ પર ભાર મૂક્યો.
ભૂટાનના રાજા સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીએ ગયા વર્ષની મહત્વપૂર્ણ સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો જેના પગલે ભારત અને ભૂટાન વચ્ચેના ખાસ સંબંધોને વધુ મજબૂતી પ્રદાન થઈ. પ્રધાનમંત્રીએ તેમની ભૂટાનની છેલ્લી મુલાકાત અને ત્યાંના લોકોના મળેલા પ્રેમ અને સ્નેહને પ્રેમથી યાદ કર્યા. તેમણે બંને દેશો વચ્ચે યુવા વિનિમય વધારવા પર પણ ભાર મૂક્યો. પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે તેઓ રાજાની આગામી ભારત મુલાકાતની રાહ જોઈ રહ્યા છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ શ્રી ગોતાબાયા રાજપક્ષે પ્રધાનમંત્રીની શુભકામનાઓની પ્રતિક્રિયા આપી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત અને શ્રીલંકા વર્ષ ૨૦૨૦માં તેમના મૈત્રીપૂર્ણ સંબંધોને આગળ વધારશે. બંને નેતાઓએ આ ધ્યેય માટે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી.
શ્રીલંકાના પ્રધાનમંત્રીશ્રી મહિન્દા રાજપક્ષે સાથે વાત કરતાં પ્રધાનમંત્રીએ શ્રીલંકા સાથે ગાઢ અને વ્યાપક સહયોગને વધુ વિસ્તૃત કરવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી હતી. પ્રધાનમંત્રી રાજપક્ષાએ શુભેચ્છાઓનો સહર્ષ સ્વીકાર કરતાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબુત બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી.
પ્રધાનમંત્રીશ્રી મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ અને માલદીવના લોકોને તેમના વિકાસ માટેના તમામ પ્રયાસોમાં સફળતાઅંગે શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ સોલીહે પ્રધાનમંત્રીની શુભેચ્છા ઓનો સહર્ષ સ્વીકાર કર્યો અને હાલના દ્વિપક્ષીય સહકારને વધારીને અને સાથે મળીને કામ કરવા માટે નવા ક્ષેત્રોની શોધખોળ કરીને ભારત સાથેના સંબંધોને વધુ ગાઢ અને મજબૂત બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી.
પ્રધાનમંત્રી શેખ હસીના સાથે વાતચીત કરતાં પ્રધાનમંત્રી મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તરે, આગામી ત્રણ વર્ષ માટે આવામી લીગના અધ્યક્ષ તરીકે ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રીએ ભારતના બાંગ્લાદેશના ભૂતપૂર્વ હાઈ કમિશનર સૈયદ મુઆઝઝેમ અલીના અકાળ અવસાન પર પણ શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી એ 2019 માં ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં થયેલી પ્રગતિની નોંધ લીધી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે બાંગબંધુની આગામી જન્મ-શતાબ્દી અને બાંગ્લાદેશ લિબરેશનના 50 વર્ષ, દ્વિપક્ષીય રાજદ્વારી સંબંધોને ભારતની પ્રગતિ માટે મહત્વપૂર્ણ લક્ષ્યો પૂરા પાડ્યા હતા. બાંગ્લાદેશ સાથેના સંબંધો તેમના સરકારની પ્રાથમિકતા છે.
પ્રધાનમંત્રી ઓલી સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીએ 2019 માં ભારત-નેપાળ સંબંધોની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો, જેમાં અનેક પ્રોજેક્ટ પૂરા થયા હતા. તેમણે મોતીહારી (ભારત) – અમલેખગંજ (નેપાળ) ની પેટ્રોલિયમ પેદાશોની પાઈપલાઈન વિક્રમી સમયમાં પૂર્ણ થવાની નોંધ લીધી. બંને નેતાઓએ વીડિયો કોન્ફરન્સ દ્વારા બિરાટનગરમાં ઇન્ટીગ્રેટેડ ચેક પોસ્ટ અને નેપાળમાં હાઉસિંગ પુનર્નિર્માણ પ્રોજેક્ટના પ્રારંભિક ઉદ્ઘાટન માટે પણ સંમત થયા હતા