પ્રાથમિક શાળાઓમાં ૧૦૦% નામાંકનનો સંકલ્પ
કન્યા કેળવણી અને શાળાપ્રવેશ મહોત્સવનાં પ્રારંભે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સવારે વિડિયો કોન્ફરન્સનાં માધ્યમથી પ્રેરક સંબોધન કર્યું.
પ્રિય મિત્રો,લોકોમને ઘણીવાર પૂછે છે, “સરકારનાં આટલા બધાકાર્યક્રમોમાંથી તમને કયો કાર્યક્રમ સૌથીવધુપસંદ છે?” જોકે, સરકારનાંપ્રત્યેકકાર્યક્રમને હું ગુજરાતનાં છકરોડલોકોની સેવાનો અવસર સમજું છું, પણ મારેકહેવુંજોઈશે કેશાળાપ્રવેશોત્સવ અનેકન્યાકેળવણીઅભિયાનનું મારા હૃદયમાંવિશેષસ્થાનછે. મુખ્યમંત્રી તરીકે ગુજરાતનાં લોકોની સેવાનીતકમળી એ દિવસ કરતાં પણ વધુ યાદગાર મારા માટે એ દિવસો છે જ્યારે નાનકડા ભુલકાઓને શાળાએ લઈ જવાનું સદનસીબ મનેપ્રાપ્તથાય છે! દેશનાં ભવિષ્યસમાનઆ નાનકડા બાળકોને શાળામાંપહેલુંડગમાંડતા જોઈને મનેઅનહદઆનંદ થઈ આવે છે.
છેલ્લા દાયકામાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં સર્જાયેલી ક્રાંતિની તુલનાત્મક ઝાંખી
શાળાપ્રવેશોત્સવનોહેતુપ્રાથમિકશાળાઓમાં સોટકાનામાંકનસુનિશ્ચિતકરવાનો છે, જ્યારેકન્યાકેળવણીઅભિયાનદ્વારાઆપણે કન્યાશિક્ષણનેપ્રોત્સાહનઆપવા પ્રતિબધ્ધ છીએ. શાળાનોઓરડોહોય કે ખેલનું મેદાન, દિકરીઓનેવિજયીથતી જોવાની ખુશી કાંઈઅલગજ છે.
જુન મહિનો એટલે બળબળતી ગરમીમાંથી મુક્તિનો સમય.પ્રત્યેકવર્ષે આ જ અરસામાં હું, મંત્રીમંડળનાં મારા સાથીઓ, વરિષ્ટસરકારીઅમલદારો અને અધિકારીઓની આખીય ‘ટીમ ગુજરાત’ ગામે-ગામ લોકોને તેમના નાના બાળકોને શાળામાંભરતીકરવાની વિનંતી કરીએ છીએ. આજથી આપણેગ્રામીણવિસ્તારોમાં ત્રણ દિવસીય શાળાપ્રવેશોત્સવઅભિયાનનોપ્રારંભકર્યો છે, જ્યારે મહિનાનાંઅંતેઆ અભિયાન આપણેશહેરીવિસ્તારોમાં યોજીશું.
મેં જોયું છે કે શાળાનો પહેલો દિવસ ભાગ્યે જ કોઈનેયાદહોય છે, કારણકે એ દિવસે ‘ખાસ’ કહેવાય એવું કાંઈ બનતું નથી. પણ, હવે મને ખુશી છે કે આબાળકો જ્યારે શાળામાં પહેલાકદમમાંડશે ત્યારે માત્ર તેમનાં વાલીઓ જ નહિ પણસમગ્રગુજરાતનીનજરતેમની ઉપર હશે. જરાવિચારતો કરો, નાનકડા બાળકને પહેલા દિવસે શાળાએ મુકવા તેનીસાથેયુનિફોર્મમાં સજ્જ એવા એક આઈપીએસઅધિકારીકે પછી કોઈ રાજ્યમંત્રી જશે તો આબાબતતેના મન ઉપર કેવી રોમાંચકછાપછોડી જશે? મને ખાત્રી છે કે કોઈપણ બાળક આ દિવસનેજીવનભર ભુલી શકશે નહિ.
આ વર્ષનાં અભિયાનમાં ૩૪,૦૦૦ જેટલીસરકારીપ્રાથમિકશાળાઓને આવરી લેવાશે. કન્યાઓને ધોરણ-૧ માંપ્રવેશવખતે સરકારદ્વારાઅપાતા રૂપિયા ૧,૦૦૦ નાં બોન્ડ, કે જેનાં ધોરણ-૭ માં પાકતી મુદતે રૂપિયા ૨,૦૦૦ મળે છે, તેમાં પહેલીવાર હવે સરકાર દ્વારાવ્યાજપણ ઉમેરવામાં આવશે. આ ઉપરાંત, બાળકોને ૪૮,૦૦૦ જેટલી સાયકલો આપવામાં આવશે અને આંગણવાડીનાં ભુલકાઓને રમકડાં વહેંચવામાં આવશે. ૧૦,૫૯૫ જેટલાં નવા ક્લાસરૂમ ઉમેરવામાં આવશે, જ્યારે ૨૬,૦૦૦ જેટલા શાળાકિય માળખાઓનું ખાતમુર્હત કરવામાં આવશે.
પ્રાથમિકશિક્ષણને લગતાં આપણાં તમામ પ્રયાસોપાછળઆપણુંમિશનમાનવ સંપદાની ક્ષમતાનોવિકાસકરવાનું છે. આ માટે આપણે મૂળભુત બાબતોથીશરૂઆતકરવી પડશે. અને એટલે જ પ્રાથમિક શિક્ષણ ઉપરધ્યાનકેન્દ્રિતકરવુંઅત્યંતઆવશ્યકબની જાય છે.
આ કાર્યક્રમોમાંસહકારઆપવા હું આપ સૌને વિનંતી કરું છું, કે જેથી કોઈબાળકશિક્ષણનો આ સુવર્ણ અવસર ચૂકી ન જાય, એક એવો અવસર જેઆગળ ઉપર વિકાસનાંઅનેકદ્વારખોલી આપશે.
આપનો,
નરેન્દ્ર મોદી
Auctioning the gifts received for the noble cause of educating the girls child.