ભારત સરકાર રોજગાર નિર્માણને સૌથી વધુ અગ્રતા આપે છે. ભારત નોકરીઓ અંગેની સમયસર અને ભરોસાપાત્ર માહિતીની સમસ્યા અનુભવે છે. નીતિ ઘડનાર સમુદાય અને સ્વતંત્ર નિરીક્ષકો માટે આ કારણે વિવિધ સમયે કેટલી રોજગારીનું નિર્માણ થયું તેનો તાગ મેળવવાનું મુશ્કેલ બને છે. લેબર બ્યૂરો જેવી કેટલીક એજન્સીઓ અમુક ડેટા મેળવે છે અને પ્રસિધ્ધ કરે છે, પણ તેનો વ્યાપ ઘણો ઓછો હોય છે. લેબર બ્યૂરોની માહિતીમાં માત્ર કેટલાક ક્ષેત્રોને જ આવરી લેવામાં આવ્યા હોય છે અને તેની પધ્ધતિ સર્વેમાં પ્રતિભાવ આપનાર પેનલના પ્રતિભાવ ઉપર આધારિત નથી હોતી. એ સ્થિતિનું ચોખ્ખુ પરિણામ એ આવે છે કે માહિતીના અભાવ વચ્ચે નીતિ ઘડતર અને વિશ્લેષણ હાથ ધરવામાં આવે છે.
ભારત નોકરીઓ અંગે દેશમાં સમયસર અને ભરોસાપાત્ર આંકડાકીય માહિતી પ્રાપ્ત કરવાના હેતુથી પ્રધાનમંત્રીની ઓફિસ દ્વારા સંબંધિત મંત્રાલયોને લાંબા સમયથી ચાલી રહેલી આ ઉણપની સમસ્યા હલ કરવા માટે કેટલાક સૂચનો રજૂ કરવા જણાવ્યું છે. આ મુજબ નીતિ આયોગના ઉપાધ્યક્ષ ડો. અરવિંદ પાનગરીયાના અધ્યક્ષપદ હેઠળ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સના સભ્યો તરીકે શ્રમ સચિવ કુ. સત્યવતી, સેક્રેટરી સ્ટેટીસ્ટીક્સ ડો. ટી. સી. એ. અનંત, નીતિ આયોગના પ્રો. પુલક ઘોષ. શ્રી મનિષ સબરવાલ (આરબીઆઈ બોર્ડના સભ્ય)ની નિમણૂક કરવામાં આવી છે. ટાસ્ક ફોર્સ નોકરીઓ બાબતે સૂચનો કરશે અને તેનો સમયબધ્ધ રીતે અમલ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો છે કે આ કામગીરીમાં ઝડપ કરવામાં આવે જેથી ભરોસાપાત્ર આંકડાઓના આધારે રોજગારી અંગેની નીતિઓ અને તેની અસરોનું યોગ્ય મૂલ્યાંકન કરી શકાય.
.