મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કન્યા કેળવણી અને પ્રાથમિક શિક્ષણના અભિયાનને સામાજિક આંદોલન સ્વરૂપે અવિરત આગળ ધપાવવાનો આજે નિર્ધાર વ્યકત કર્યો હતો.

સ્વર્ણિમ વર્ષ શાળા પ્રવેશોત્સવના ત્રણ દિવસના જ્ઞાનયજ્ઞનું આજે સમાપન કરતાં મુખ્યમંત્રીશ્રીએ જાહેર કર્યું હતું કે, ગામે ગામ અને જનજનમાં આવતીકાલનું ગુજરાત સંપૂર્ણ શિક્ષિત બને તેવું વાતવરણ સર્જવા રાજ્ય સરકારના પ્રયાસોમાં સમાજને જોડીને ગુજરાતમાંથી નિરક્ષરતાની શરમને તિલાંજલી આપવી છે.

સમસ્ત ગામ નિર્ધાર કરે તો ગામની શાળાનું પ્રાથમિક શિક્ષણ પ્રાણવાન બનશે જ એમ તેમણે અપીલ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર ગુજરાતમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના વિરાટ જનઅભિયાનનું આજે સમાપન થયું હતું.

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ત્રીજા દિવસે પંચમહાલ જિલ્લાના વનવાસી ક્ષેત્ર ઘોઘંબા તાલુકાના પરોલી, ફરોડ અને લાલપુરી ગામોમાં બાળકોને નિશાળ અને આંગણવાડીઓમાં નામાંકનવિધિ કરાવ્યો હતો. બાળકોને શિક્ષણ સાધનો, યુનિફોર્મ, પુસ્તકો, રમકડાં, મીઠાઇ અને પોષક આહાર આપીને ખુશખુશાલ કરી દીધા હતા. ગ્રામ્ય યુવાનોએ શિક્ષણ માટે ૧૦૦ કલાક સમયદાન આપવાના સંકલ્પ કર્યા હતા.

કાભેર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ત્રીજા દિવસે પંચમહાલ જિલ્લાના વનવાસી ક્ષેત્ર ઘોઘંબા તાલુકાના પરોલી, ફરોડ અને લાલપુરી ગામોમાં બાળકોને નિશાળ અને આંગણવાડીઓમાં નામાંકનવિધિ કરાવ્યો હતો. બાળકોને શિક્ષણ સાધનો, યુનિફોર્મ, પુસ્તકો, રમકડાં, મીઠાઇ અને પોષક આહાર આપીને ખુશખુશાલ કરી દીધા હતા. ગ્રામ્ય યુવાનોએ શિક્ષણ માટે ૧૦૦ કલાક સમયદાન આપવાના સંકલ્પ કર્યા હતા. કન્યા કેળવણી નિધિ અને રમકડાદાન આપનારા દાતાઓએ ઉમળકાભેર મુખ્ય મંત્રીશ્રીની અપીલનો પ્રતિસાદ આપ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ પ્રાથમિક શાળા, આંગણવાડી અને મધ્યાહ્ન ભોજન કેન્દ્રોની મુલાકાત લઇને નિરીક્ષણ નોંધ કરી હતી. ગામ સમસ્ત આ ત્રણેય બાળવિકાસની ભાગ્ય વિધાતા પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓની ગુણવત્તા જાળવવા સક્રિય નેતૃત્વ લે તેવો અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ નિરક્ષરતાની ગામની શરમ દૂર કરવા માટે સમાજે સંકલ્પ કરવો જ પડશે એવો દઢ નિર્ધાર કરવાનો અનુરોધ કર્યો હતો. ‘‘ગામમાં શાળાની સગવડ, શાળામાં પાયાની સુવિધા કે શિક્ષક ના હોય તો સરકારનો કાન પકડવો જ પડે- પણ આ બધું જ ઉપલબ્ધ હોય અને છતાં ગામ ઉપર નિરક્ષરતાનું કલંક હોય તો સમાજે પોતાનો કાન પકડવો પડે અને ઘર ઘરમાં પ્રાથમિક શિક્ષણ વગર કોઇ વંચિત ના રહે તેની જવાબદારી લેવી જ પડે.'' એમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ, પરોલીની શાળા ૧૪પ વર્ષ જૂની હોવા છતાં ૧૦૦માંથી પપ સ્ત્રીઓ આજે પણ અભણ રહી છે તે અંગે પીડા વ્યકત કરી હતી. આનો ઉપાય ગામના આગેવાનો અને માતૃશક્તિએ જ કરવાનો છે, એમ તેમણે જણાવ્યું હતું.

આજે સરકાર ભણાવવા, પોષક આહાર ખવડાવવા, શૈક્ષણિક સાધનો, પુસ્તકો, યુનિફોર્મ, રમતના સાધનો આપે છતાં શાળામાં બાળકને મોકલવાની દરકાર પણ કરે નહીં, દિકરીઓને અશિક્ષિત રાખવાનું પાપ કરે તો જવાબદાર કોણ? એવો વેધક સવાલ વ્યથા વ્યકત કરતાં તેમણે કર્યો હતો.

છેલ્લા દશ વર્ષમાં એક લાખ નવા શિક્ષકો, ૬૪ હજાર નવા વર્ગખંડો, પ૦ હજાર સેનિટેશન યુનિટો, ૩ર હજાર શાળાઓમાં પાણી-વીજળી, ૪૪૦૦૦ આંગણવાડીમાં બાલભોગ અને રમકડાં, શાળાઓમાં પોષક મધ્યાહ્ન ભોજન સહિત પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા કોઇ પ્રયાસો બાકી રાખ્યા નથી. સતત આઠ વર્ષથી આખી સરકારે ભરઉનાળામાં ઘર-ઘરમાં શિક્ષણની જયોત સતત પ્રવર્તતી રહે એ માટેનું અભિયાન ઉપાડયું છે અને તેના પરિણામો આવ્યા પણ છે. હવે ૧૦૦ ટકા બાળકો શાળામાં પ્રવેશ લે છે અને અભ્યાસ છોડીને જનારા બાળકોની ટકાવારી અગાઉ ૪૧ ટકા હતી તે ઘટીને માંડ બે ટકા રહી છે, પણ આ સરકારને તો સ્વર્ણિમ જયંતિ વર્ષમાં સમાજ આખાને આવતીકાલનું ગુજરાત શિક્ષિત-સંસ્કારી બને તે દિશામાં પ્રેરિત કરવો જ છે, એમ તેમણે સંકલ્પ કરતાં જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રાથમિક શિક્ષણની ગુવણત્તા ઉંચે લાવવા ‘ગુણોત્સવ' અભિયાન હાથ ધરીને પ્રત્યેક શાળા, શિક્ષક અને બાળકનું શૈક્ષણિક ગુણાત્મક મૂલ્યાંકન કર્યું છે. યુનિસેફ જેવી સંસ્થાએ તેનો અભ્યાસ કરીને પ્રેરણાત્મક અહેવાલ જાહેર કર્યો છે. નબળા એવા ૧ર લાખ જેટલા બાળકોને અભ્યાસમાં વિશેષ ધ્યાન આપીને તેમની કક્ષા સુધારવામાં આવી તેવા સરકારના પ્રયાસોની પ્રસંશા પણ યુનોની સંસ્થાએ તટસ્થ મૂલ્યાંકન સર્વેમાં કરી છે.

જીવનમાં વિકાસ કરવા માટે ભણતરનું મહત્વ અનિવાર્ય છે તેની ભૂમિકા આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં આર્થિક ઔદ્યોગિક વિકાસ તેજગતિથી થઇ રહયો છે અને રોજગાર-વ્યવસાયની વિશાળ તકો આવતા વર્ષેામાં ઉભી થવાની છે ત્યારે ગ્રામ્ય-ગરીબ પરિવારોના સંતાનો માટે પ્રાથમિક પાયાનું શિક્ષણ અનિવાર્ય બની રહયું છે. સરકારે દરેક તાલુકામાં ઉચ્ચ વ્યવસાયલક્ષી અને ટેકનીકલ પ્રશિક્ષણની સુવિધા આપી છે ત્યારે તેનો લાભ લેવા બાળકોને ગામની શાળામાં મોકલવા માટેના કામમાં કોઇ કચાશ રહેશે તો બાળકનું ભાવિ રૂંધાઇ જશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

ગામની સરકારી શાળાઓમાં યોગ નિદર્શન, પુસ્તક વાંચન અને ચેસ જેવી રમત પ્રવૃત્તિઓ માટે આ સરકારે પહેલ કરી છે તેની રૂપરેખા આપી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, પ્રત્યેક ગામની શાળાએ પોતાનો જન્મદિવસ અને બાળકનો જન્મદિન ઉજવવો જ જોઇએ. માતા જન્મદાતા છે અને શિક્ષક જીવનદાતા છે.

‘‘રાજ્યમાં જેટલી સો વર્ષ જૂની શાળાઓ છે તેવી શાળાના વિદ્યાર્થીઓ શિક્ષણના વિકાસ માટે ગામમાંથી જેટલું ભંડોળ ભેગું કરે તેટલો ફાળો સરકાર આપે એવો વિચાર વ્યકત કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાથમિક શાળામાં શિક્ષણને પ્રાણવાન બનાવવા સમાજે પોતાનું કર્તવ્ય અદા કરવું જ પડશે.''

શાળા પ્રવેશોત્સવ અભિયાનના ત્રીજા દિવસે મુખ્ય મંત્રીશ્રીએ આદિવાસી પટ્ટાના પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પરોલી, ફરોડ અને લાલપુરી ગામમાં પ્રવેશાપાત્ર ૧૦૭ બાળકોને શાળામાં તથા ર૯ બાળકોને આંગણવાડીમાં નામાંકન કરાવી પ્રવેશ કરાવ્યો હતો.

રાજગઢના ધારાસભ્ય શ્રી ફતેસિંહ ચૌહાણે મુખ્ય મંત્રીશ્રીના કન્યા કેળવણી નિધિમાં રૂ. ૧૧,૧પ૧/-નો ચેક અર્પણ કર્યો હતો. અન્ય સંસ્થા, સંગઠનોએ પણ ચેક અર્પણ કર્યા હતા.

મુખ્ય મંત્રીશ્રીએ આ પ્રસંગે પરોલી ગામે પ્રાથમિક શાળાના ઓરડાનું ખાતમૂર્હુત તથા અન્ય ગામોએ આંગણવાડીના મકાનનું લોકાર્પણ કર્યું હતું.

ધોરણ ૩ થી ૬માં અગ્રીમ ક્રમે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું મુખ્ય મંત્રીશ્રીએ પુસ્તકો આપી સન્માન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આંગણવાડીના બાળકોને અવનવા રમકડાં, સગર્ભા માતાાઓને રેડી ટુ ફુડ પોષક આહાર અપાયા હતા. જયારે તરતુ પુસ્તક કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મંત્રીશ્રીએ બાળકોને પુસ્તકોનું વિતરણ કર્યું હતું. બાળકોએ એકબીજાને પુસ્તકોની આપ-લે કરી હતી.

તમામ ગામોએ યુવાનોએ નિરક્ષરોને ભણાવવા, સ્વચ્છતા જાળવવા, આરોગ્ય જાળવવા, વન-પર્યાવરણ જાળવવા ૧૦૦ કલાકના સમયદાનના સંકલ્પ કર્યા હતા.

ભગવાનના ભાગ તરીકે અપાતા દૂધને ગરમ કરવા ગેસ કીટ ગ્રામજનોએ શાળાને ભેટ આપી હતી.

આ પ્રસંગે જિલ્લા ભાજપાના પ્રમુખ શ્રી જે. પી. પટેલ, અન્ય હોદ્ેદારો, પદાધિકારીઓ, તાલુકાના આગેવાનો, સરપંચશ્રીઓ, જિલ્લા કલેકટર શ્રી મિલિન્દ તોરવણે, જિલ્લા વિકાસ અધિકારી સંધ્યા બુલ્લર વગેરે ઉપસ્થિત રહયા હતા.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi