રાજ્યપાલ શ્રીમતી ર્ડા. કમલાજીએ આજે મહાત્મા મંદિર ગાંધીનગરમાં ગુજરાતની યશસ્વી વિકાસયાત્રાનું સ્વર્ણિમ ગુજરાત ભવ્ય પ્રદર્શનનું સ્વર્ણિમ જયંતી વર્ષના સમાપનની પૂર્વ સંધ્યાએ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કર્યું હતું.

જનશક્તિના સાક્ષાત્કારથી વિકાસના વિરાટ સામર્થ્યની ઝલક દર્શાવતું આ સ્વર્ણિમ ગુજરાત પ્રદર્શન અઢી લાખ ચોરસ ફૂટ પરિસરમાં જાહેર જનતા માટે આજથી ૬ઠ્ઠી મે, ર૦૧૧ સુધી સાંજે ૪-૦૦ વાગ્યાથી ૯-૦૦ વાગ્યા દરમિયાન ખુલ્લું રહેશે.

વિકાસ માટેનું ગુજરાતનું સામર્થ્ય અનેક વિવિધ ક્ષેત્રોમાં પ્રસ્તુત થયું છે. તાપી-સાબરમતી અને નર્મદાના નામથી ઉભા કરાયેલા ત્રણ ડોમમાં આ પ્રદર્શન પ્રદર્શિત કરાયું છે. આ ‘‘નર્મદે સર્વદે...'' પ્રદર્શનમાં નર્મદા યોજનાના વિકાસની અથથી ઇતિ સુધીની માહિતી અદ્યતન વિગતો સાથે લેસર શોના માધ્યમ દ્વારા અહીં રજૂ કરવામાં આવી છે.

પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગ દ્વારા રાજ્યના છેવાડાના ગામ સુધી પહોંચાડાતા પીવાના તથા સિંચાઇના પાણીની સવલતો હોર્ડીંગ્સ અને દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમથી રજૂ કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગમાં સ્ક્રોલીંગ થતી વિગતો ઉપરથી રાજ્યના પ્રત્યેક વિસ્તારમાં વિતરીત થતા પાણીની અપડેટ માહિતી મળી રહે છે.

મેરીટાઇમ બોર્ડ દ્વારા યોજાયેલા પ્રદર્શનમાં જુદા જુદા જહાજોની પ્રતિકૃતિ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. જેમાં એલ.એન.જી. કેરેયર મોડેલ અને તટરક્ષક દળનું જહાજ જોવા ગમે તેવા છે.

કૃષિ અને સહકાર વિભાગ દ્વારા કૃષિ વિકાસ અને વૈજ્ઞાનિક ઢબે ખેતીની વિગતો પ્રસ્તુત કરવામાં આવી છે.

ગ્રામ વિકાસ વિભાગ દ્વારા મહિલા સ્વાવલંબન ક્ષેત્રે ‘મિશન મંગલમ્' યોજનાની વાત પ્રસ્તુત કરાઇ છે તથા જળસંચય અને પાણીનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.

યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજી અને જગત મંદિર દ્વારકાની પ્રતિકૃતિ, બુદ્ધિસ્ટ હેરીટેજ અને સિદ્ધપુરના રૂદ્રમહાલયની પ્રતિકૃતિ દર્શાવાઇ છે જે લોકોને મનભાવક છે, અહીં સ્લાઇડ શો પણ છે.

આ પ્રદર્શનમાં જ્ઞાનશક્તિ, રક્ષાશક્તિ, જળશક્તિ, જનશક્તિ અને ઊર્જાશક્તિને લગતા સ્ટોલ્સમાં સંબંધિત વિભાગની માહિતી પ્રસ્તુત કરાઇ છે.

આતંકવાદ સામે લડતાં જાંબાંઝ સુરક્ષા કર્મીઓની દિલધડક કામગીરીને અહીં જુદી જુદી ફિલ્મો દ્વારા પ્રસ્તુત કરાઇ છે.

રાજ્ય સરકારને મળેલા વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડનું પ્રત્યક્ષ નિદર્શન અહીં ખૂબ જ સુંદર રીતે રજૂ કરાયું છે. આ ઉપરાંત રાજ્યની મહાનગરપાલિકાઓને મળેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડની વિગતો પણ રજૂ કરાઇ છે.

અહીં પ્રદર્શિત થયેલા પુસ્તક પ્રદર્શનમાં મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત સામાજિક સમરસતા, કન્વીનિયન્ટ એકશન અને કાવ્યસંગ્રહ, આંખ આ ધન્ય છે ઉપરાંત મુખ્ય મંત્રીશ્રીએ લખેલા અને તેમના વિશે લખાયેલા પુસ્તકો પણ વાંચકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત વિવિધ પ્રકાશનો, દીપોત્સવી અંક તેમજ રાજ્યની વિકાસલક્ષી અને કલ્યાણકારી યોજનાઓને આવરી લેતું સાહિત્ય પણ મહાનુભાવોએ રસપૂર્વક જોયું હતું.

ડી.એમ.આઇ.સી., ધોલેરા, એસ.આઇ.આર., ગીફટ સીટી સહિત વિવિધ વિભાગો રાજ્યપાલશ્રી તથા મુખ્ય મંત્રીશ્રીએ રસપૂર્વક નિહાળ્યા હતા.

રાજ્યપાલશ્રીએ હાઇડ્રોલિક લિફટ સિસ્ટમને રીમોટ કંટ્રોલથી કાર્યરત કરી સ્વર્ણિમ જયંતીના કળશને પ્રદર્શિત કર્યો હતો. જયારે મુખય મંત્રીશ્રીએ રીમોટ બટન દબાવતાં તેમાં વીજળીના બલ્બ પ્રકાશિત થયા હતા અને તે સાથે આ પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું.

મેગા એકઝીબીશનના આ ઉદ્દઘાટન સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવા, મંત્રીમંડળના વરિષ્ઠ સભ્યશ્રીઓ ઉપરાંત સંસદસભ્યો, ધારાસભ્યો, બોર્ડ-નિગમના ચેરમેનશ્રીઓ તેમજ મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ સહિતના વરિષ્ઠ સચિવશ્રીઓ, ઉચ્ચ અધિકારીઓ વગેરેએ ઉપસ્થિત રહી પ્રદર્શનને રસપૂર્વક નિહાળ્યું હતું.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Bad loans decline: Banks’ gross NPA ratio declines to 13-year low of 2.5% at September end, says RBI report

Media Coverage

Bad loans decline: Banks’ gross NPA ratio declines to 13-year low of 2.5% at September end, says RBI report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 27 ડિસેમ્બર 2024
December 27, 2024

Citizens appreciate PM Modi's Vision: Crafting a Global Powerhouse Through Strategic Governance