અભ્યાસપૂરક પ્રવૃત્તિઓના મહત્વ વિષે વાત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, કે તેમનું અનુસરણ ન કરવાથી વ્યક્તિ એક રોબોટ સમાન બની શકે છે. તેમણે કહ્યું કે અભ્યાસ અને અભ્યાસપૂરક પ્રવૃત્તિઓ વચ્ચે એક યોગ્ય ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ.
પ્રધાનમંત્રી મોદીએ વાલીઓને તેમના બાળકોને કહેવાતી આકર્ષક પ્રવૃત્તિઓમાં ધકેલવાને બદલે તેમના બાળકો શું કરવા ઈચ્છે છે તે શોધી કાઢવા માટે સમય ફાળવવા વિનંતી કરી. “જ્યારે બાળકોનું પેશન એ માતાપિતા માટે ફેશન સ્ટેટમેન્ટ બની જાય છે તે સારી બાબત નથી. અભ્યાસપૂરક પ્રવૃત્તિઓ ઝાકમઝોળ ભરી હોવી જરૂરી નથી. બાળકોને તે પથને અનુસરવા દો જેને તે પોતે પસંદ કરે છે”, પ્રધાનમંત્રીએ નોંધ્યું.