ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે ઉત્તરપૂર્વ ભારતના નાગાલેન્ડના વિદ્યાર્થી પ્રતિનિધિમંડળે સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી. નાગાલેન્ડ સ્ટુડન્ટ ફેડરેશન તરફથી આવેલા આઠ વિદ્યાર્થીઓના જૂથે આજે ગુજરાતના વિકાસમાં મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વથી જે ગૂણાત્મક પરિવર્તન આવ્યું છે તેની ખૂબ જ પ્રસંશા કરી હતી.
નાગાલેન્ડના વિકાસ અને પ્રશ્નોનો ઉંડો અભ્યાસ ધરાવતા આ નાગાલેન્ડ સ્ટુડન્ટ ફેડરેશને ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત થયેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીને શુભેચ્છા આપતાં જણાવ્યું કે ભારતની એકતા અને રાષ્ટ્રહિતોની રક્ષા માટે સ્વાભિમાન ધરાવતા પ્રત્યેક દેશવાસી સક્ષમ અને ગતિશીલ નેતૃત્વ ઇચ્છે છે.