મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તા. ૭મી ઓકટોબર ર૦૦૧ ના રોજ ગુજરાતના શાસનનું નેતૃત્વ સંભાળ્યું હતું તા. ૭મી ઓકટોબર ર૦૧૦ના રોજ તેઓ શાસનના દશમા વર્ષમાં પદાર્પણ કરી રહ્યા છે.

આ અવસરે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના નાગરિકો અને દેશવાસીઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી છે.

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું જનતા જનાર્દન જોગ નિવેદન આ પ્રમાણે છે.

“આજની તકે હું આપ સૌ મિડિયાના મિત્રોના માધ્યમથી ગુજરાતના સૌ નાગરિકો અને દેશવાસીઓનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. અનેક અવરોધો અને અનેક ઝંઝાવાતો વચ્ચે, કુદરતી આફતો વચ્ચે, રાજકીય અસહિષ્ણુતા અને અસ્પૃશ્યતાના વાતાવરણ વચ્ચે પણ આ ર૧મી સદીના સમગ્ર દશકા દરમિયાન ભારતીય જનતા પાર્ટીની વર્તમાન રાજ્ય સરકારે દશમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.”

અમારી સરકારના શાસનનો આ દાયકો ગુજરાતની વિકાસયાત્રાનો દશકો રહ્યો છે. રાજકીય સ્થિરતા માટેની પ્રતિબધ્ધતા રાખીને આપ સૌએ જે અવિરત સાથ અને સહકાર આપ્યા છે, અપપ્રચારની આંધિ વચ્ચે સ્વસ્થતા રાખીને રાજ્યના વિકાસની યાત્રામાં ભાગીદારી કરી છે તે બદલ મારી સમગ્ર સરકાર વતી હું આપ સૌનો અંતઃકરણપૂર્વક આભારી છું.

નવું નજરાણું

“આજના આ શુભ અવસરે, ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને નવી ઉંચાઇ ઉપર લઇ જવાની શ્રધ્ધા સાથે, ગુજરાતને, દેશને અને દુનિયાને વિશ્વસ્તરનું નવું અણમોલ નજરાણું આપવાનો સંકલ્પ જાહેર કરૂં છું”

ઇતિહાસ અને મહાપુરૂષો ભાવિ પેઢીઓના ધડતર માટે પ્રેરક બળ બનતા હોય છે.

આ સંદર્ભમાં, પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા મળતી રહે એ હેતુથી ગાંધીનગરમાં મહાત્મા મંદિરનું નિર્માણ હાથ ધર્યુ઼ છે. કચ્છ માંડવીમાં ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્માનું સ્મારક પણ પૂર્ણતાને આરે પહોંચ્યું છે અને ટૂંકસમયમાં તેનું લોકાર્પણ થશે. ભગવાન બુધ્ધના અવશેષો એ ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની મહામૂડી છે. દલાઇ લામાની ઉપસ્થિતિમાં ગુજરાત અને બુધ્ધ પરંપરાનો વિશ્વકક્ષાનો સેમિનાર કર્યો છે. વિસ્મૃત થઇ ગયેલા ઇતિહાસ તરીકે જ્યાં કોંગ્રેસનું અધિવેશન ભરાયું હતું તેવા ઐતિહાસિક સ્થળ, સુરત જિલ્લાના હરિપુરાથી સુભાષ જ્યંતીએ બ્રોડબેન્ડ કનેકટીવિટીથી આધુનિક વિશ્વગ્રામની ભેટ ધરી છે.

આવી તો અનેક ઐતિહાસિક મહિમામંડિત ધટના આ છેલ્લા દશકા દરમિયાન મૂર્તિમંત થઇ છે.

આ યશસ્વી પરંપરામાં વધુ એક અણમોલ નજરાણું એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનું વિશ્વમાં ઊંચામાં ઊંચુ વિરાટ સ્મારક...

સ્ટેચ્યુ ઓફ યુનિટી 

આ કલ્પના એટલા માટે કે સાંસ્કૃતિક રીતે એક, એવો આપણો દેશ શાસકીય વ્યવસ્થા અંતર્ગત અનેક દેશી રાજા-રજવાડામાં વિભાજીત હતો. આઝાદી પછી દેશના ટૂકડે-ટૂકડા થઇ જશે એવી દહેશત વચ્ચે સરદાર પટેલે દેશની એકતાનું ભગીરથ કાર્ય કર્યું હતું તેના સ્મારક રૂપે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ.

ભારતવાસીઓના હ્વદયમાં લોહપુરૂષ તરીકે બિરાજમાન એવા સરદાર વલ્લભભાઇ પટેલના વિરાટ વ્યકિતત્વને શોભે એવું વિશ્વમાં ઊંચામાં ઊંચું એવું ભવ્યત્તમ સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવાનો સંકલ્પ, ગુજરાતની સ્વર્ણિમ જ્યંતીના અવસરે હું જાહેર કરૂં છું.

· સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદી ઉપર સરદાર સરોવર ડેમથી ત્રણ કિ.મી. દૂર નર્મદા નદીના પટમાં સાધુ બેટ ઉપર આકાર પામશે.
· સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું સૌથી ઊંચુ સ્મારક બનશે.
· સ્ટેચ્યુ ઓફ યુનિટી આખી દુનિયામાં કોઇપણ મહાનુભાવની પ્રતિમા કરતા લોહપુરૂષ સરદાર સાહેબની સૌથી ઊંચી, ૧૮ર મીટર ઊંચાઇ ધરાવતી અજોડ પ્રતિમા બનશે.
· અમેરિકાના ઐતિહાસિક સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા બમણી ઉંચાઇનું ગુજરાતનું આ સ્ટેચ્યુ ઓફ યુનિટી હશે.
· રિઓડી જાનેરોના "ક્રાઇસ્ટ ધ રિડીમર'ના સ્ટેચ્યુ કરતા પાંચ ગણી ઊંચાઇ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની હશે.
· સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે
- સરદાર વલ્લભભાઇ પટેલના વિરાટ વ્યકિતત્વ અને બૂલંદ મિજાજના જીવન આદર્શોને સદીઓ સુધી પ્રેરણા આપનારૂં વિશ્વનું સૌથી વિરાટ સ્મારક
- સરદાર પટેલ આઝાદીની લડતમાં અહિંસક આંદોલનો અને સત્યાગ્રહમાં મહાત્મા ગાંધીજીના અડિખમ સાથી અને કિસાનોના સરદાર હતા.
· સરદાર પટેલે સાડા પાંચસો જેટલા દેશી રજવાડાઓનું વિલિનીકરણ કરવાનું ભગીરથ કાર્ય સંપન્ન કરીને આધુનિક અખંડ ભારતના શિલ્પી બન્યા. સ્વરાજ પ્રાપ્તિ પછી હિન્દુસ્તાનમાં સુરાજ્ય સ્થાપવાની દિશામાં સુશાસનના કુશળ વહીવટ દ્રષ્ટા સરદાર પટેલને આજે પણ સામાન્ય માનવી યાદ કરે છે.
· સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદારની વિરાટ પ્રતિમાની અંદર હિન્દુસ્તાનના સ્વાતંત્ર્ય સંગ્રામના ૯૦ વર્ષની તવારીખી ધટનાઓ અને દેશભકત શહિદોના ઇતિહાસની આધુનિક ટેકનોલોજીથી પ્રસ્તુતિ થશે.

સંશોધન-અધ્યયન

· સરદાર પટેલે આઝાદ હિન્દુસ્તાનના વહીવટમાં સુશાસન માટે કુશળ પ્રશાસક તરીકે નવા પ્રાણ પૂરેલા
- ગુજરાતે સુશાસનના અનેક નવા આયામો સફળતાથી હાથ ધર્યા છે.
- સમગ્ર ભારતમાં સુશાસન ક્ષેત્ર સાથે સંલગ્ન એવા અનેક પ્રયોગો અને કાર્યશૈલીની સફળતા ગાથા છે. આ સમગ્ર પ્રયોગોનું સંકલન કરીને અને તેના અધ્યયન અનુશિલન દ્વારા વધુ સારા આયામો સુશાસનની દિશામાં થાય તે માટેનું સંશોધન કાર્ય કરાશે.
· સરદાર પટેલે ખેડૂતોને આત્મબળથી પુરૂષાર્થ માટે પ્રેરિત કરીને આધુનિક કૃષિવિકાસમાં નવા પ્રાણ પૂર્યા હતા.
- કૃષિવિકાસ અને આધુનિક ખેતી માટેની ઉત્તમ પધ્ધતિઓનું સંશોધન કાર્ય હાથ ધરાશે.
- વનબંધુ આદિવાસી સમાજને વિકાસયાત્રામાં ભાગીદાર બનાવવા તેમજ તેમની આદિવાસી સાંસ્કૃતિક પરંપરા સાથે વણી લઇને જીવનશૈલીમાં સમયાનુકુળ ગુણાત્મક પરિવર્તનનો નવો ઓપ આપવા અને સુખ-સમૃધ્ધિ લાવવા માટેના સંશોધન કાર્ય હાથ ધરાશે.

પ્રવાસન વિકાસ

· ગુજરાતના સમગ્ર વનવાસી પૂર્વપટ્ટાના વિકાસ માટેનો નવો અધ્યાય શરૂ થશે.
· વનવાસી ક્ષેત્રમાં આદિવાસી યુવાનો માટે સૌથી વધુ રોજગારી અને આર્થિક પ્રવૃત્ત્િાઓની વિશાળ તકો પૂરી પાડતો પ્રવાસન ઉઘોગ ધમધમતો થશે.
· ઇકો ટુરિઝમ ક્ષેત્રે ગુજરાતની આગવી ઓળખ બનશે.
· ૪૦૦ ફૂટની ઊંચાઇ ઉપરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના સરદાર સ્મારકમાંથી નર્મદા તટ અને સરદાર સરોવર ડેમ આસપાસના અપ્રતિમ પર્યાવરણનું ભવ્ય દર્શન.
· સ્ટેચ્યુઓફયુનિટીની રચના એવી હશે કે નર્મદા નદીમાં નૌકા વિહાર કરીને સ્મારક અંદર જઇ શકાશે.
· લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલના વિરાટ પ્રતિભાસંપન્ન વ્યકિતત્વનું આ વિશ્વનું ઊંચામાં ઊંચું સ્મારક બનાવવાની અજોડ પહેલ કરીને ગુજરાત તેના સામર્થ્યની દેશ અને દુનિયાને પ્રતીતિ કરાવશે.
· સરદાર સાહેબ એટલે હિન્દુસ્તાનના રાજનૈતિક અને સુશાસનના ઇતિહાસનું વિરાટ વ્યકિતત્વ
- સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે લોહપુરૂષ સરદાર પટેલનું વિશ્વનું સૌથી ઊંચું સ્મારક-જે ગુજરાતની આધુનિક વિકાસ માટેની પ્રતિબધ્ધતાનું અનોખું પ્રતિક બનશે.
- સરદાર પટેલે આતતાયીઓથી ધ્વસ્ત થયેલા સોમનાથ મંદિરના નવનિર્માણનો સંકલ્પ સાકાર કર્યો હતો.
- ગુજરાત સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા હિન્દુસ્તાનની એકતા અને અખંડિતતાની રક્ષા, સંસ્કૃતિની સુરક્ષા તેમજ સમાજજીવનની એકતા, શાંતિ અને વિકાસની પ્રેરણાના તીર્થ તરીકે વિશ્વને સરદાર સ્મારકની ભેટ આપશે.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator

Media Coverage

India's Economic Growth Activity at 8-Month High in October, Festive Season Key Indicator
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 22 નવેમ્બર 2024
November 22, 2024

PM Modi's Visionary Leadership: A Guiding Light for the Global South