મહામહિમ, માનનીય પ્રધાનમંત્રી
શ્રી કે. પી. શર્મા ઓલી જી,
વિશિષ્ટ અતિથિગણ,
ઉપસ્થિત મીડિયાના સાથીઓ,
નમસ્કાર.
પ્રધાનમંત્રી જ્યૂ,
तपाई ले मेरो हार्दिक स्वागत र सत्कार गर्नुभयो।
यस लाई म हार्दिक आभार व्यक्त गर्द छूँ।
સાથીઓ,
આમ તો નેપાળની સાથે મારો જૂનો સંબંધ રહ્યો છે, પરંતુ પ્રધાનમંત્રીના રૂપમાં નેપાળની આ મારી ત્રીજી યાત્રા છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે નેપાળ પ્રત્યે, અને ભારત – નેપાળ સંબંધો પ્રત્યે મારી અને મારી સરકારની પ્રતિબદ્ધતા કેટલી ગાઢ છે. વળી, જો હું પ્રધાનમંત્રીના રૂપમાં આવ્યો હોઉ, કે પછી એક સમાન્ય નાગરિકના રૂપમાં, નેપાળના લોકોએ મને હંમેશા પોતાનો માન્યો છે, અને પરિવારના સભ્યની જેમ મારું સ્વાગત કર્યું છે. આ પોતાનાપણાં માટે, ઉષ્માભર્યા સ્વાગત-સત્કાર અને સન્માન માટે, હું પ્રધાનમંત્રી શ્રી ઓલી જીનો, તેમની સરકારનો, અને નેપાળના લોકોનો, હૃદયથી આભાર પ્રગટ કરુ છું. નેપાળ સાથે ભારતના સંબંધો પણ, બે સરકારોના સંબંધોથી ઘણાં ઉપર, આ જ પ્રકારે પારિવારિક છે, મિત્રતાપૂર્ણ છે, અને જન-સામાન્ય વચ્ચેના પરસ્પર મધૂર અને ગાઢ સંબંધોના મજબૂત પાયા પર ઉભા છે.
મિત્રો,
મારી આ નેપાળ યાત્રા એક એવા ઐતિહાસિક સમયમાં થઈ રહી છે, જ્યારે નેપાળમાં સમવાયી, પ્રાંતીય અને સ્થાનિક, ત્રણે સ્તરો પર ચૂંટણીનું સફળ આયોજન થઈ ચૂક્યું છે. નેપાળના ઈતિહાસમાં આ કાર્યકાળ સુવર્ણ અક્ષરોમાં લખાશે. નેપાળની જનતાએ આર્થિક અને સામાજિક પ્રગતિ અને પરિવર્તન માટે, રાષ્ટ્ર-નિર્માણ માટે, પ્રધાનમંત્રી ઓલીજીના નેતૃત્વ અને વિઝનમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નેપાળના લોકો દ્વારા સંઘીય, લોકતાંત્રિક માળખામાં રાષ્ટ્ર-નિર્માણ અને વિકાસ યાત્રાના નિર્ણયનું હું અભિનંદન કરું છું. એક અખંડ, સમૃદ્ધ અને સશક્ત નેપાળ માટે દરેક નેપાળી લોકોની આકાંક્ષાઓનું ભારત સમર્થન કરે છે. સમાવેશી વિકાસ અને આર્થિક સમૃદ્ધિના તમારા પ્રયત્નોની સફળતા માટે ભારતના સવા સો કરોડ લોકોની શુભકામનાઓ તમારી સાથે છે.
મિત્રો,
ગત મહિને અમને ભારતમાં પ્રધાનમંત્રી ઓલીજીનું સ્વાગત કરવાનો અવસર મળ્યો હતો. અમે બંને દેશોના વિકાસ માટે અમારા વિઝન પર ઘણી ચર્ચા કરી હતી. આજે, એ મારું સૌભાગ્ય છે કે હું તેમની સાથે નેપાળની રાજધાનીમાં ઉભો છું. પાડોશમાં, સંપર્ક અને મિત્રતા માટે ભારતના વિઝનની ઝલક મારી આ યાત્રામાં જોવા મળે છે.
મિત્રો,
ભારત માટે અમારો “સૌનો સાથ, સૌનો વિકાસ”નું વિઝન, અને નેપાળ માટે ઓલી જીનું “સમૃદ્ધ નેપાળ, સુખી નેપાળી”નો નારો એકબીજાના પૂરક છે. આજે અમે ફરી એકવાર ભારત અને નેપાળની ભાગીદારીના તમામ પાસાઓની સમીક્ષા કરી. લગભગ પાંચ અઠવાડિયા પહેલા પ્રધાનમંત્રી ઓલી જી ભારત આવ્યા હતા, તો તેમણે મને ઘણાં વિષયોનો ઉલ્લેખ કર્યો હતો. મને પ્રસન્નતા છે કે આટલા ઓછા સમયમાં જ, બંને દેશોની ટીમોએ મળીને દરેક મુદ્દા પર કાર્ય કર્યું છે અને ઘણા મુદ્દાઓનું સમાધાન પણ મેળવ્યું છે. આજની અમારી ચર્ચામાં મેં એ પ્રગતિની બાબતમાં પ્રધાનમંત્રી ઓલી જીને વિસ્તારપૂર્વક માહિતી આપી. અમે કૃષિ, આંતર્દેશીય જળમાર્ગ અને રેલવેમાં ઘણાં પરિવર્તનકારી પાસાઓની શરૂઆત કરી છે. જેનાથી બંને દેશોના લોકો અને વ્યવસાયોનો પરસ્પર સંપર્ક વધશે. હું આંતર્દેશીય જળમાર્ગમાં અમારા સહયોગને ખાસ મહત્વપૂર્ણ માનું છું. નેપાળ જમીન – બંધનમાં ન રહે, પરંતુ જમીન સાથે જોડાયેલું અને જળ સાથે જોડાયેલું રહે, અમે પ્રધાનમંત્રી ઓલીજીના આ વિઝનને સાકાર કરવામાં દરેક સંભવ સહાયતા અને પ્રયાસ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આપણા કૃષિ મંત્રીઓ ઝડપથી મળશે. અને કૃષિ અનુસંધાન, કૃષિ શિક્ષણ અને કૃષિ વિકાસમાં સહયોગ માટેના માર્ગનો નકશો તૈયાર કરવા પર કાર્ય કરશે. રક્સૌલ અને કાઠમંડુ વચ્ચે નવી રેલવે લાઈન માટે સર્વેનું કાર્ય ઝડપથી શરૂ થશે. અને વેપાર અને રોકાણમાં આપણા સંબંધોને વધુ મજબૂત કરવા માટે, અમે ઝડપથી વેપાર સંધિની વ્યાપક સમીક્ષા પણ કરીશું. સ્વાસ્થ્ય સહયોગમાં અમે એક નવું પગલું ઉઠાવી રહ્યા છીએ. કાઠમંડુમાં સ્થિત ભક્તપુર કેન્સર હોસ્પિટલમાં કેન્સર રોગીઓની સારવાર માટે અમે ઝડપથી ભારતમાં વિકસિત ભાભાટ્રોન રેડિયો થેરપી મશીનની સ્થાપના કરીશું.
મિત્રો,
આપણા જળ-સંસાધન અને ઉર્જા સહયોગમાં આજે એક નવો અધ્યાય જોડાયો છે. પ્રધાનમંત્રી ઓલીજીની સાથે મળીને આજે મને 900 મેગાવોટની અરૂણ-થ્રી વિદ્યુત પરિયોજનાનો પાયો નાંખવાનું સૌભાગ્ય મળ્યું. લગભગ 6000 કરોડ ભારતીય રૂપિયામાં રોકાણની આ યોજના, નેપાળમાં થનારી સૌથી મોટી યોજનામાંની એક છે. નેપાળમાં રોજગારની તકો સાથે, આ યોજનાથી નેપાળમાં આર્થિક અને વ્યાવસાયિક તકો પણ ઉભી થશે. પંચેશ્વર યોજના, તેમજ હાઈડ્રોપાવર, જળ-સંસાધન અને ઉર્જાના ક્ષેત્રોમાં અમારા સહયોગની અન્ય યોજનાઓ પર પણ અમે વાતચીત આગળ વધારી રહ્યા છીએ. અમે બંને એ વાત પર પણ સહમત છીએ કે કનેક્ટીવીટી આપણા લોકોના વિકાસ માટે ખૂબ મહત્વપૂર્ણ પરિબળ છે. અમે અનાદીકાળથી હિમાલય પર્વતમાળા અને નદીઓ વગેરેના માધ્યમથી જોડાયેલા છીએ. અને હવે અમે માર્ગ, રેલવે, ઉર્જા ટ્રાન્સમિશન લાઈન, ઓઈલ પાઈપલાઈન વગેરેના માધ્યમથી અમારી આ કનેક્ટીવીટીને વધુ મજબૂત કરવા ઈચ્છીએ છીએ.
મિત્રો,
ભારત અને નેપાળના મજબૂત સંબંધોમાં આપણી ખુલ્લી હદ એક ખાસ ભૂમિકા ભજવે છે. અમે કોઈપણ અનિચ્છનીય તત્વ દ્વારા આ ખુલ્લી હદનો દુરુપયોગ નહીં થવા દઈએ. પ્રધાનમંત્રી ઓલીજી અને હું અમારા દ્વિપક્ષીય રક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ મજબૂત કરવા માટે પણ પ્રતિબદ્ધ છીએ. ખુલ્લી હદની સાથે આપણા સંબંધોની એક બીજી વિશેષતા છે – આપણા ઊંડા આદ્યાત્મિક સંબંધો. 2014માં જ્યારે હું નેપાળ આપ્યો હતો, તો ભગવાન પશુપતિનાથના આશીર્વાદ લેવાની તક મળી હતી. આજે સવારે મને જાનકી મંદિરમાં માતા સીતાના દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું. અને હું આશા રાખું છું કે કાલે સવારે મુક્તિનાથ અને પશુપતિનાથજીના પ્રાંગણમાં તેમની પ્રાર્થના કરવાનું સૌભાગ્ય પણ મળશે. દરેક વર્ષે મારા જેવા લાખો ભારતીય શ્રદ્ધાળુઓ નેપાળ આવે છે. અને એટલે, પ્રધાનમંત્રી ઓલીજી અને હું ભારત અને નેપાળની વચ્ચે પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને રામાયણ અને બૌદ્ધ સરકિટના વિકાસ પર પણ આજે ચર્ચા કરી. સાથે જ અમે ખાસ પગલાં પણ ઉઠાવ્યા છે.
મિત્રો,
ગત મહિને દિલ્હીમાં, અને આજે અહીં કાઠમંડુમાં, અમારી વાતચીતમાં લેવાયેલા નિર્ણયોથી અમે ભારત-નેપાળ સંબંધોમાં એક નવી ઉર્જાનું, એક નવા વેગનો સંચાર કર્યો છે. આજે જ્યારે હું ભારત-નેપાળ સંબંધોના ભવિષ્યની બાબતમાં વિચારું છું, તો ખૂબ આશાવાદી વિચારોથી વિચારું છું. એજ આશા, વિશ્વાસ, ભરોસો અને પરસ્પર મિત્રતાની ભાવનાની સાથે, હું એકવાર ફરી પ્રધાનમંત્રી ઓલી જીનો, તેમની સરકારનો, અને નેપાળના લોકોનો હૃદયથી આભાર પ્રગટ કરું છું.
ભારત-નેપાળ મૈત્રી
અમર રહો.
ધન્યવાદ.
नेपाल से मेरा बहुत पुराना नाता रहा है, लेकिन प्रधानमंत्री के रूप में नेपाल की यह मेरी तीसरी यात्रा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 11, 2018
चाहे मैं प्रधानमंत्री के रूप में आया हूँ, या फ़िर एक सामान्य नागरिक के रूप में, नेपाल के लोगों ने मुझे हमेशा अपना माना है, और परिवार के सदस्य की तरह मेरा स्वागत किया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 11, 2018
Ties between India and Nepal are special. pic.twitter.com/CtWDo6zPxe
— PMO India (@PMOIndia) May 11, 2018
I am visiting Nepal at a very special time. India stands shoulder to shoulder with the people of Nepal. pic.twitter.com/F5PmZDdXyF
— PMO India (@PMOIndia) May 11, 2018
PM Modi reaffirms India's support to Nepal. pic.twitter.com/SOn9V2SqzT
— PMO India (@PMOIndia) May 11, 2018
Converging visions towards greater prosperity. pic.twitter.com/0PC65FzW8P
— PMO India (@PMOIndia) May 11, 2018
Improving connectivity between India and Nepal. pic.twitter.com/ebSlFtsJJG
— PMO India (@PMOIndia) May 11, 2018
Furthering cooperation in the health sector. pic.twitter.com/QHH0O0Xk5d
— PMO India (@PMOIndia) May 11, 2018
Various sectors through which India-Nepal connectivity will be enhanced. pic.twitter.com/Lz6DlywPY2
— PMO India (@PMOIndia) May 11, 2018
New momentum to a time tested bond. pic.twitter.com/WZFxwEDWmv
— PMO India (@PMOIndia) May 11, 2018