મહામહિમ,
રાષ્ટ્રપતિ જોકો વિડોડો
પ્રતિષ્ઠિત પ્રતિનિધિમંડળ
મીડિયાના સભ્યો
સેલામત સિયાંગ
નમસ્કાર
આ મહાન અને સુંદર દેશનો આ મારો પ્રથમ પ્રવાસ છે. હું સૌ પ્રથમ તો આ પ્રવાસ માટેની શાનદાર વ્યવસ્થા અને ઉષ્માસભર આતિથ્ય સત્કાર બદલ રાષ્ટ્રપતિ વિડોડોને માટે આભારની લાગણી વ્યક્ત કરૂ છું. ઇન્ડોનેશિયાની વિવિધતા દર્શાવવાની સાથે નાગરિકો અને નાના બાળકોએ જે રીતે રાષ્રીટેય પોષાકોમાં મારૂ સ્વાગત કર્યું એ બાબત ખાસ કરીને મારા દિલને વિશેષ સ્પર્શી ગઈ છે. રાષ્ટ્રપતિ મહોદયની દૂરદર્શિતા માટે અને તેમના દૂરદર્શિતા ધરાવતા નેતૃત્વ માટે તથા અમારી ભાગીદારીને મજબૂત બનાવવા માટે તેમની વ્યક્તિગત પ્રતિબદ્ધતા તરફ મને મારા મનમાં ઊંડો આદર છે.
મિત્રો,
તાજેતરમાં થયેલા આતંકી હૂમલામાં ઇન્ડોનેશિયાના નિર્દોષ નાગરિકોનું મૃત્યું થયું છે તેનુ મને ઊંડુ દુઃખ છે. ભારત આ પ્રકારના હૂમલાઓની ખૂબ જ આકરી નિંદા કરે છે. આ મુશ્કેલીમાં ભારત ઇન્ડોનેશિયાની સાથે મજબૂતીથી ઉભુ છે. આ પ્રકારની કરૂણ ઘટનાઓ એવો સંદેશ આપે છે કે આતંકવાદ સાથે લડવા માટે વિશ્વ સ્તરે સાથે મળીને કરવામાં આવી રહેલા પ્રયાસોમાં વધારે વેગ લાવવાની જરૂર છે.
મિત્રો,
ઇન્ડોનેશિયાની પંચશીલ વિચારધારા એ ઇન્ડોનેશિયાના લોકોનો વિવેક અને દૂરદર્શિતાનું ઉદાહરણ છે. એમાં ધાર્મિક વિશ્વાસની સાથે-સાથે સાંસ્કૃતિક પરંપરાનું પણ નિર્ભેળ એકીકરણ કરવામાં આવ્યું છે. દરિયાકાંઠાના પાડોશીઓ અને વૈશ્વિક ભાગીદારો તરીકે આપણી ચિંતાઓ એક સરખી છે. સામુદ્રિક માર્ગોની સુરક્ષા અને સંરક્ષણ સુનિશ્ચિત કરવાનું આપણું કર્તવ્ય છે અને તે આપણાં આર્થિક હિતોનું સંરક્ષણ કરવા માટે પણ આવશ્યક છે. આજના બદલાઈ રહેલા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં આપણું ભુસ્તરિય દ્રષ્ટિએ ખૂબ જ વ્યુહાત્મક સ્થાન છે. આપણે એક સરખા વિકાસ અને પર્યાવરણના પડકારોનો સામનો કરી રહ્યા છીએ. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભાગીદારી તરીકે એક-બીજા માટેની પ્રગતિમાં અને સંપન્ન બનવામાં આપણું સહિયારૂં હિત છે અને એટલા માટે જ આપણે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે સહિયારા વિઝન અને સિદ્ધાંતો માટે સંમતિ દર્શાવી છે.
મિત્રો, ભારતની ‘એક્ટ ઈસ્ટ’ નીતિની સાથે-સાથે આ ક્ષેત્રમાં “સાગર (SAGAR)” – સલામતિ અને સૌને માટે વિકાસ (Security and Growth for All in the Region)નું આપણું વિઝન રાષ્ટ્રપતિ વિડોડોની દરિયાઇ આલંબ નીતિ (Maritime Fulcrum Policy) સાથે બંધ બેસે છે.
ડિસેમ્બર 2016માં રાષ્ટ્રપતિ વિડોડોના ભારતના પ્રવાસ વખતે અમે એક રોડ મેપ તૈયાર કર્યો હતો. આજે અમારી ચર્ચામાં અમે તેને કાર્યાન્વિત કરવામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી છે. આજે અમારી વચ્ચે થયેલી સમજૂતિઓને કારણે દ્વિપક્ષી સંબંધોને વધુ મજબૂત બનાવવામાં સહયોગ મળશે. મને આનંદ છે કે અમે અમારી ભાગીદારીને ઘનિષ્ઠ વ્યૂહાત્મક ભાગીદારી સ્વરૂપે ઊંચા સ્તરે લઈ જવાનો નિર્ણય કર્યો છે. અમે વર્ષ 2015 સુધીમાં દ્વિપક્ષી વ્યાપારને 50 અબજ ડોલરના સ્તરે લઈ જવાના અમારા પ્રયાસોને બેવડાવીશું અને આ પ્રયાસોમાં સહાયતા માટે અમારા સીઇઓ ફોરમને પણ હકારાત્મક યોગદાન માટે અભિનંદન પાઠવું છું.
મિત્રો,
આપણા બંનેના દેશો વચ્ચે હજારો વર્ષોથી મજબૂત સાંસ્કૃતિક સંબંધો છે. એની એક ઝલક આ વર્ષે અમારા પ્રજાસત્તાક દિવસે યોજવામાં આવેલી પરેડમાં પણ જોવા મળી હતી. આ વર્ષની પરેડમાં આસિયાન – ભારતના સંબંધોની ઝલક આપતાં ભારતના ઓડિશા રાજ્યના તહેવાર “બાલી યાત્રા”માં દર્શાવવામાં આવી હતી. દર વર્ષે મનાવવામાં આવતા આ તહેવારમાં અમારા વર્ષો જૂના સાંસ્કૃતિક સંબંધો આજે પણ જીવંત બની રહ્યા હોવાનું આ એક ઉદાહરણ છે. હવે પછીના વર્ષ 2019માં અમે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠ મનાવીશું. આ દરમિયાન બંને દેશોમાં અનેક સમારંભોનું આયોજન કરવામાં આવશે. ખૂબ મોટી સંખ્યામાં, ભારતીય પ્રવાસીઓ ઇન્ડોનેશિયા અને ખાસ કરીને બાલીમાં આવે છે. ઉત્તરાખંડ અને બાલી ને ટ્વીન રાજ્યો તરીકે વિકસીત કરવાથી દ્વારા આપણે આ આદાન-પ્રદાનમાં વધારો કરીશું. બંને દેશોમાં મોટાભાગની વસતી યુવા વર્ગની છે. આ યુવાનોનાં સપનાં સાકાર કરવા માટે અને તેમના માટે રોજગારીની તકો ઊભી કરવા માટે આપણે શિક્ષણ અને કૌશલ્યની દિશામાં એક બીજા પાસેથી ઘણું શિખી શકીએ તેમ છીએ. આપણે શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સહયોગ વધારવા માટે સંમતિ દર્શાવી છે. અમે ભારતના સૂચના પ્રૌદ્યોગિકી સેવાનાં ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે તથા તેનુ વિસ્તરણ કરવા માટે ઇન્ડોનેશિયાઇ નેતૃત્વનાં વિચારોનું સ્વાગત કરીશું. આ ભાગીદારી બંને દેશો માટે લાભદાયક બની રહેશે.
મિત્રો આન્ડો-આસિયન ભાગીદારી એ એક એવી શક્તિ છે કે જે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં અને તેની બહાર પણ શાંતિ અને સહિયારી ઉન્નતી માટે મહત્વની બની રહેશે. અમે આસિયાનમાં ઇન્ડોનેશિયાની હકારાત્મક ભૂમિકાને મહત્વ આપી રહ્યા છીએ. સાથે-સાથે વ્યાપક પ્રાદેશિક સહયોગ અને એકરૂપતાને માટે પણ સંગઠનના પ્રયાસ પણ એક ઉદાહરણ અને પ્રેરણા સ્વરૂપ છે. મે આસીયાનમાં ભારતની વ્યુહાત્મક ભાગીદારીને વિકસિત કરવા માટે ઇન્ડોનેશિયાના ભરપૂર સમર્થન માટે રાષ્ટ્રપતિ વિડોડો સમક્ષ અમારો આભાર વ્યક્ત કર્યો છે. હું ઓગસ્ટમાં 18મી એશિયાઈ રમતોના યજમાન તરીકે ઇન્ડોનેશિયાને ખૂબજ શુભેચ્છાઓ પાઠવુ છું. મને વિશ્વાસ છે કે આ આયોજન ખૂબ જ શાનદાર અને ઐતિહાસિક બની રહેશે અને હું રમઝાનના આ પવિત્ર મહિનામાં ભારતના સવાસો કરોડ લોકો વતી ઇન્ડોનેશિયાના તમામ લોકોની સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને સફળતા માટે શુભેચ્છા વ્યક્ત કરૂ છું અને તેમને આગામી ઈદ-ઉલ-ફિત્રના તહેવાર માટે શુભેચ્છા પાઠવું છું.
ખૂબ-ખૂબ ધન્યવાદ
તરીમા કાસિ બન્યાક
PM @narendramodi in his press remarks: सामुद्रिक पड़ोसियों एवं सामरिक साझेदारों के रूप में हमारी चिन्ताएं एक जैसी हैं। सामुद्रिक मार्गों की सुरक्षा एवं संरक्षा सुनिश्चित करना हमारा कर्तव्य है। यह हमारे आर्थिक हितों की रक्षा के लिए भी आवश्यक है। Link at https://t.co/M5SB6j3jkq pic.twitter.com/ZTc3f9RfWo
— Raveesh Kumar (@MEAIndia) May 30, 2018