મણિનગરમાં આઝાદી પર્વનો વિકાસ ઉત્સસવ
કાંકરિયાઃ એડવેન્ચ્ર મીની ગોલ્ફત કોર્સનું લોકાર્પણ
ખોખરા પોલીસ સ્ટેશનનું ખાતમુર્હત
સરકારી એમ.સી.એ.કોલેજ ભવનનું ખાતમુર્હત
શ્યારમાપ્રસાદ વસાવડા હોલના નવિનીકરણનો પ્રારંભ
રૂક્ષ્મણીબેન હોસ્પિટટલની આધુનિક સુવિધાનું નિરીક્ષણ
મુખ્યા મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આઝાદીના પાવન પર્વની સંધ્યામએ અમદાવાદના મણિનગરમાં રૂ. ૨૫ કરોડના પાંચ વિકાસ કામોના નજરાણા શહેરીજનોને અર્પણ કરતાં એવી જાહેરાત કરી હતી કે શહેરોમાં જનવાહિની સીટી બસ પરિવહન સેવા શરૂ કરાશે અને પાયલોટ પ્રોજેકટ તરીકે એ ગ્રેડની ૧૮ નગરપાલિકામાં પી.પી.પી. ધોરણે આ સીટી સેવા શરૂ કરાશે આઝાદી પર્વની શુભેચ્છા સાથે શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ કાંકરિયા લેક ફંન્ટર ખાતે રૂ. ૩.૫૦ કરોડના ખર્ચે નવા નિર્મિત એડવેન્ચનર મીની ગોલ્ફા કોર્ર્સનું લોકાપર્ણ કર્યું હતુ.
ખોખરા પોલીસ સ્ટેશશનના ભવનનું કે.કા.શાષાી શૈક્ષણિક સંકુલ પરિસરમાં સરકારી એમ.સી.એ.કોલેજ ભવનના નિર્માણનું શિલાન્યા્સ અને શ્યાસમા પ્રસાદ હોલના નવીનીકરણનો કાર્યારંભ કર્યો હતો. તેમણે રૂક્ષ્મણીબેન હોસ્પિિટલમાં નવી ઉમેરાયેલી સુખાકારી સુવિધાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું.
સરકાર ગરીબોની બેલી અને નોધારાનો આધાર હોય એ સુરાજયની કસોટી છે. દશ વર્ષમાં સામાન્યા માનવીના મનમાં વિકાસની આશા ઉજાગર થઇ છે. એમ મુખ્યશ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, ગોલ્ફપની રમત અમીરોનો ઇજારો નહીં પણ યુવાનો, સામાન્યય નાગરિક પણ રમી શકે એવી સુવિધા કાંકરિયામાં ઉભી કરી છે. દ્રષ્ટિ્વંત કાર્ય પધ્ધ તિથી કાંકરિયાનું પુનઃનિર્માણ થયું અને પાંચ વર્ષમાં પાંચ કરોડ નાગરિકોએ મુલાકાત લીધી છે. આખા ગુજરાતમાં સરકારની પ્રથમ એમ.સી.એ.કોલેજ મણિનગરને આપવામાં પણ કેટલી મથામણ કરવી પડી તેની રજૂઆત કરતાં મુખ્યો મંત્રીશ્રીએ જણાવ્યું કે એમ.સી.એ.ની આ કોલેજ ઉતમ શિક્ષણ પુરૂં પાડશે. રાજયના પોલીસ સ્ટે શનોનું કાયાકલ્પ. કર્યો છે અને વધતી વસતી અને સંપતિ છતાં ગુજરાતનો ક્રાઇમ રેટ સૌથી ઓછો છે.
ગુજરાતનો પોલીસ બેડો સૌથી યુવા, સૌથી શિક્ષિત, સૌથી ટેકનોસેવી છે, એમ પણ મુખ્યત મંત્રીશ્રીએ જણાવ્યું હતુ઼. અને રક્ષા શકિત યુનિવર્સિટી સુરક્ષા સેવાઓના ઉત્તમ માનવ સંશાધન વિકાસનું કેન્દ્રી બન્યું છે.મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, નાગરિક તરીકેના અધિકારોમાં મોટામાં મોટો અધિકાર મતાધિકાર છે પણ ૧૮ થી ૨૫ વર્ષના શિક્ષિત યુવાનો મતદાર બનવામાં ઉદાસિનતા રાખે છે. આ માટે યુવા મતદાતા પોતાના અધિકારનું જાગૃતિ આંદાલન ચલાવે તેવી અપીલ તેમણે કરી હતી.
આ પ્રસંગે મહેસુલ મંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ, કાયદા મંત્રીશ્રી ભૂપેન્દ્રલસિંહજી ચુડાસમા, રાજય મંત્રી શ્રીમતિ વસુબેન ત્રિવેદી, શ્રી પ્રદીપસિંહજી જાડેજા અને અને શ્રી રજનીભાઇ પટેલ, સંસદ સભ્યોત, ધારાસભ્યો , મહાપાલિકાના નગરસેવકો અને પદાધિકારીઓ, મ્યુપનિસીપલ કમિશનરશ્રી અને વરિષ્ઠ્ અધિકારીઓ સહિત વિશાળ સંખ્યાામાં નગરજનોની મેદની ઉપસ્થિશત રહી હતી, મેયર શ્રીમતિ પટેલે સ્વાઅગત પ્રવચન કર્યું હતુ.