ભારતમાં શક્તિશાળી નેતૃત્વ અને સુશાસનની આવશ્યકતા
ગુજરાતનો વિકાસ દેશને પથદર્શક
માનવ સંસાધન વિકાસ માટે ગુજરાતની પહેલ
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે આજે અમેરિકાની સ્ટેનફોર્ડ ગ્રેજયુએટ સ્કુલ ઓફ બિઝનેસના ગુજરાત અભ્યાસ પ્રવાસે આવેલા ૩પ જેટલા વિદેશી વિઘાર્થીઓએ ગુજરાતના વિકાસ મોડેલના વિવિધ પાસાંઓ વિષયક સંવાદ કર્યો હતો.
ભારત જેવા વિશાળ જનશક્તિ અને વૈવિધ્ય ધરાવતા દેશમાં શક્તિશાળી અર્થતંત્રના નિર્માણ માટે સંગીન નિર્ણયશક્તિ ધરાવતા નેતૃત્વ અને કુશળ પ્રશાસકની આવશ્યકતાને કેન્દ્રસ્થાને રાખીને આ વિદેશી વિઘાર્થીઓના જૂથે ગુજરાતના વિકાસની સિદ્ધિઓ અને સુશાસન વિષયક પ્રશ્નો પૂછયા હતા.
મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતમાં રાજકીય સ્થિરતા, રાજકીય ઇચ્છાશક્તિથી પ્રજાહિતના નિર્ણયો, વિકાસમાં જનશક્તિની ભાગીદારી પારદર્શી અને પ્રગતિશીલ નીતિઓ અને વહીવટીતંત્રના પ્રોએકટીવ અભિગમની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.
ર૧મી સદીમાં ભારતને શક્તિશાળી બનાવવામાં રાષ્ટ્રની ૬પ ટકા યુવાશક્તિને વિકાસમાં જોડવા, જનશક્તિ દ્વારા વિકાસનું જનઆંદોલન પ્રેરિત કરવા અને રાજકીય ઇચ્છાશક્તિથી સમસ્યાઓ ઉકેલવામાં ગુજરાતે જે પ્રશાસનિક પહેલ કરી છે તેના દ્રષ્ટાંતો મુખ્ય મંત્રીશ્રીએ આપ્યા હતા.
ભારતનું ઉજ્જવળ ભવિષ્યIT+ BT + ET (ઇન્ફર્મેશન ટેકનોલોજી + બાયો ટેકનોલોજી + એન્વાયર્નમેન્ટ ટેકનોલોજી)ના ત્રણ આધારસ્થંભથી વિશ્વમાં પ્રભાવી બનશે એમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં વિકાસની અસીમ સંભાવનાઓ અને રાજ્યશાસનની પ્રગતિશીલ નીતિઓમાં વિશ્વાસના સાતત્યના કારણે ગુજરાત દેશ-વિદેશના આર્થિક રોકાણકારો માટે આકર્ષણ ઉભું કરી રહ્યું છે અને દશ વર્ષના સ્થિર શાસનના પ્રારંભે, ગુજરાત આપત્ત્િાઓથી ત્રસ્ત હતું તે એક દાયકામાં તો સમગ્ર દેશના વિકાસના મોડેલ તરીકેનું ગૌરવ મેળવી રહ્યું છે તેની રૂપરેખાથી આ બીઝનેસ ગ્રેજયુએટ સ્કુલના વિદેશી વિઘાર્થીઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા.
ગુજરાતમાં ઔઘોગિક, માળખાકીય અને આર્થિક વિકાસનો સીધો લાભ ગ્રામીણ અર્થતંત્ર અને કિસાનોને થયો છે તેથી ગુજરાતમાં ઔઘોગિક વિકાસ માટેની જમીનનો વિવાદ સર્જાતો નથી બલ્કે ઔઘોગિક વિકાસને પ્રોત્સાહક ખેડૂતો પણ તેના ભાગીદાર બની રહ્યા છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતના વિકાસની આંતરરાષ્ટ્રીય ઓળખ ધરાવતા "ગીફટ સિટી' અને ધોલેરા SIR જેવા પ્રોજેકટની આપેલી ભૂમિકાથી પણ આ વિદેશી વિઘાર્થી જૂથ પ્રભાવિત થયું હતું. રાજ્યમાં માનવ સંસાધન વિકાસના ક્ષેત્રમાં યોગદાન આપવાની તત્પરતા કેટલાક વિઘાર્થીઓએ વ્યકત કરી હતી.
આ પ્રસંગે શિક્ષણ અગ્ર સચિવશ્રી ર્ડા. હસમુખ અઢિયા, ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીમતી જયંતિ રવિ, મુખ્ય મંત્રીશ્રીના સચિવ શ્રી એ. કે. શર્મા, ઇન્ડેક્ષ્ટ-બીના મેનેજિંગ ડિરેકટર શ્રી મુકેશકુમાર સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.