ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની કલમે લખાયેલી ડાયરીઓના અંતરમનની યાત્રારૂપે પ્રકાશિત ‘સાક્ષીભાવ’નું લોકાર્પણ આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીના હસ્તે અમદાવાદમાં શુક્રવાર તા. ૭ મી માર્ચ ર૦૧૪ના રોજ સાંજે સાડા છ કલાકે કરાશે. સુપ્રસિધ્ધ લેખક અને ચિન્તક શ્રી ગુણવંત શાહ આ સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેશે.
ઇમેજ પબ્લીકેશન મુંબઇના ઉપક્રમે પ્રકાશિત અને આયોજિત આ લોકાપર્ણ સમારોહ અમદાવાદ યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં તા. ૭ મી માર્ચે સાંજે સાડા છ કલાકે સાહિત્યકારો અને શુભેચ્છકોની ઉપસ્થિતિમાં યોજાશે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘સાક્ષીભાવ’ના પ્રકાશનને લગભગ રપ વર્ષ પૂર્વે ડાયરીના પાને વહેતી લાગણીઓની ભીનાશ તરીકે અંતરમનની યાત્રારૂપે વર્ણવી છે. જ્યારે શ્રી સુરેશ દલાલે આ પુસ્તકને સંવેદનશીલ કર્મયોગી નરેન્દ્ર મોદીની ડાયરીરૂપે લખાયેલી કાવ્યાત્મક પ્રાર્થના ગણાવી છે.
You can watch the events LIVE on narendramodi.in and follow live tweets on narendramodi_in