હું આ મહાન દેશની એક વખત ફરી મુલાકાત લઈને ખુશ છું. અહીં ઘણાં પરિચિત ચહેરાઓ જોઈને ખરેખર અતિ આનંદ થાય છે. હું આ તક ઊભી કરવા બદલ સીઆઇઆઇ અને કેઇદનરેન (જાપાનની આર્થિક સંસ્થાઓનો મહાસંઘ)નો આભાર માનું છું. હું તમારી સાથેના જોડાણને હંમેશા ઉપયોગી ગણું છું.
મેં કેટલીક વખત જાપાનની મુલાકાત લીધી છે. હકીકતમાં જાપાનના નેતૃત્વ, સરકાર, ઉદ્યોગ અને લોકો સાથે મારું વ્યક્તિગત જોડાણ લગભગ દાયકા જૂનું છે.
મિત્રો,
ભારતમાં “જાપાન” શબ્દ ગુણવત્તા, ઉત્કૃષ્ટતા, પ્રામાણિકતા અને સંકલિતતાના માપદંડ સમાન છે.
જાપાનના લોકોએ સ્થાયી વિકાસમાં દુનિયાની આગેવાની લીધી છે. અહીં નાગરિકોમાં સામાજિક જવાબદારી અને નૈતિક વર્તણૂંકની પણ ઊંડી લાગણી છે.
અમે દુનિયાના અન્ય દેશોમાં, ખાસ કરીને એશિયા અને આફ્રિકાના દેશોમાં વિકાસની પ્રક્રિયામાં જાપાનના પુષ્કળ પ્રદાનથી પણ પરિચિત છીએ.
ભારતના મૂળ મૂલ્યોના મૂળિયા આપણા સાંસ્કૃતિક વારસામાં રહેલા છે. તે ગૌતમ બુદ્ધ અને મહાત્મા ગાંધીના સત્યના ઉપદેશમાં પ્રેરણા મેળવે છે.
તે આપણી લોકતાંત્રિક પરંપરાઓમાંથી પાંખો મેળવે છે, સંપત્તિ અને મૂલ્ય એમ બંનેના સર્જન પર ભાર મૂકે છે, ઉદ્યોગસાહસિકતાનો જુસ્સો ધરાવે છે તથા પોતાના અર્થતંત્રને આધુનિક અને સમૃદ્ધ બનાવવા આતુર છે.
આ કારણે જ ભારત અને જાપાન સંયુક્તપણે કામ કરવા શ્રેષ્ઠ ભાગીદારો છે. હકીકતમાં આપણો ભૂતકાળ આપણને એકબીજાની સાથે રહેવા પ્રેરિત કરે છે. આપણો વર્તમાન આપણને ખભેખભો મિલાવીને કામ કરવા માટે પ્રોત્સાહન આપે છે.
મિત્રો,
હું અવારનવાર કહું છું કે આ 21મી સદી એશિયાની સદી છે. એશિયા અને તેના દેશો અત્યારે વૈશ્વિક વૃદ્ધિના નવા કેન્દ્ર તરીકે વિકસી રહ્યા છે.
એશિયાના દેશો ઉત્પાદન અને સેવાઓમાં સ્પર્ધાત્મક છે, વૈશ્વિક નવીનતા માટે કેન્દ્ર બની રહ્યા છે, મોટી સંખ્યામાં પ્રતિભાશાળી લોકો ધરાવે છે. એટલું જ નહીં આપણા મહાખંડના દેશો વિશ્વની 60 ટકા વસતિ ધરાવે છે. આપણા બજારો કાયમ માટે વિસ્તરણ પામતા બજાર છે. ભારત અને જાપાન એશિયાના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે.
આપણી વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી હેઠળ ભારત અને જાપાન વચ્ચે અભિપ્રાયો અને સહકારમાં વૃદ્ધિ થઈ છે, જે પ્રાદેશિક અર્થતંત્ર અને વિકાસને આગળ ધપાવવાની તથા વૈશ્વિક વૃદ્ધિને બળ આપવાની ક્ષમતા ધરાવે છે.
મજબૂત ભારત – મજબૂત જાપાન આપણા બંને દેશોને જ સુખીસંપન્ન અને સમૃદ્ધ નહીં. તે એશિયા અને વિશ્વમાં સ્થિરતા અને સંતુલન પેદા કરશે.
મિત્રો,
ભારત અનેક મોટા પરિવર્તનોમાંથી પસાર થઈ રહ્યો છે. અમે નિર્ણાયક પગલા લીધા છે અને ભારતને તેની સાચી સંભવિતતા સાકાર કરવામાં મદદ મળશે તેવી વહીવટી વ્યવસ્થા ઊભી કરી છે. તેના પરિણામો જોવા મળે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં ભારતમાંથી મજબૂત વૃદ્ધિ અને પુષ્કળ તકો ઉપલબ્ધ હોવાના સમાચારો મળી રહ્યા છે. ખરેખર ભારતમાં અભૂતપૂર્વ તકો છે અને ભારતના નીતિનિયમો વેપારવાણિજ્ય કરવા માટે સરળ, અનુકૂળ અને વિશ્વસનિય છે.
વર્ષ 2015માં દુનિયાના અન્ય મોટા અર્થતંત્રોની સરખામણીમાં ભારતીય અર્થતંત્રએ વધુ ઝડપથી વૃદ્ધિ કરી છે. વિશ્વ બેંક અને આઇએમએફએ વૃદ્ધિ આ જ દર સાથે જળવાઈ રહેવાની ધારણા વ્યક્ત કરી છે. શ્રમનો ઓછો ખર્ચ, વિશાળ સ્થાનિક બજાર અને વિસ્તૃત આર્થિક સ્થિરતા જેવા પરિબળો સંયુક્તપણે ભારતને રોકાણ કરવા માટે અતિ આકર્ષક સ્થળ બનાવે છે.
છેલ્લા બે નાણાકીય વર્ષમાં અમને આશરે 55 અબજ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) મળ્યું છે. આ અત્યાર સુધીની સૌથી વધુ એફડીઆઈ હોવાની સાથે ભારતમાં એફડીઆઈમાં અત્યાર સુધીમાં થયેલી સૌથી ઊંચી વૃદ્ધિ પણ છે.
અત્યારે દરેક વૈશ્વિક કંપની ભારતને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના બનાવે છે. અને જાપાનની કંપનીઓ પણ તેમાંથી બાકાત નથી. તેમાં કોઈ નવાઈ નથી કે અત્યારે ભારતમાં એફડીઆઈની દ્રષ્ટિએ જાપાન ચોથો સૌથી મોટો રોકાણકાર દેશ છે.
જાપાનના રોકાણો ગ્રીન-ફિલ્ડ અને બ્રાઉન-ફિલ્ડ એમ બંને પ્રકારના પ્રોજેક્ટ્સમાં છે; ઉત્પાદન અને સેવા ક્ષેત્રોમાં છે; માળખાગત ક્ષેત્રો અને વીમામાં છે; અને ઇ-કોમર્સ અને ઇક્વિટીમાં છે.
અમે જાપાનમાંથી ભારતમાં વધારે રોકાણ થાય એમ ઇચ્છીએ છીએ. આ માટે અમે તમારી સમસ્યાઓનું સમાધાન કરવા માટે સક્રિયતા દાખવીશું.
અને અમે વિશેષ વ્યવસ્થાને વધારે મજબૂત કરીશું, જેમાં જાપાનીઝ ઔદ્યોગિક વસાહતો સામેલ છે.
હું તમને 10 વર્ષના બિઝનેસ વિઝા, ઇ-ટૂરિસ્ટ વિઝા અને વિઝા-ઓન-એરાઇવલ સુવિધાનો ઉપયોગ કરવા પ્રેરિત કરું છું, જે અમે હવે જાપાનના પ્રવાસીઓને પણ ઓફર કરી રહ્યા છીએ.
જાપાન સાથે સામાજિક સુરક્ષા સમજૂતીનો પણ અમલ થયો છે, જે બંને પક્ષે વ્યાવસાયિકોની વધતી સંખ્યા માટે સારા સમાચાર છે.
મિત્રો,
ભારતની વિકાસલક્ષી જરૂરિયાતો વિશાળ અને નોંધપાત્ર છે. અમે અમારી વિકાસલક્ષી પ્રાથમિકતાઓને ઝડપથી પૂર્ણ કરવા ઇચ્છીએ છીએ, પણ પર્યાવરણને લાભદાયક રીતે. અમે ઝડપથી માર્ગો અને રેલવેનું નિર્માણ કરવા ઇચ્છીએ છીએ; અમે પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે ખનીજો અને હાઇડ્રોકાર્બનનો ઉપયોગ કરવા ઇચ્છીએ છીએ; અમે કુશળતાપૂર્વક મકાનો અને નાગરિક સુવિધાઓ ઊભી કરવા ઇચ્છીએ છીએ; અને અમે પર્યાવરણને લાભદાયક હોય તેવી ઊર્જાનું ઉત્પાદન કરવા અગ્રેસર છીએ.
આ ઉપરાંત બીજી પેઢીના ભવિષ્યલક્ષી માળખાગત પ્રોજેક્ટ્સનું આયોજન છે. તેમાં આ પ્રોજેક્ટ્સ સામેલ છેઃ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર, ઔદ્યોગિક કોરોડિર, હાઇ સ્પીડ રેલવેઝ, સ્માર્ટ સિટી, કોસ્ટલ ઝોન અને મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ.
આ તમામ ઓફર જાપાનના ઉદ્યોગ માટે અભૂતપૂર્વ તકો ઓફર કરે છે. મેડ ઇન ઇન્ડિયા અને મેડ ઇન જાપાનના સુભગ સમન્વયથી કામગીરી શરૂ થઈ ગઈ છે અને તેની ઉત્તમ અસરકારકતા જોવા મળી છે.
જાપાનની કંપનીઓ ભારતમાં કાર બનાવે છે, જેનું જાપાનમાં વેચાણ થઈ રહ્યું છે. હું ભારતમાં વિવિધ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલી કંપનીઓ અને લોકોને અભિનંદન આપવા અને તેમનો આભાર માનવા ઇચ્છું છું.
જે લોકો ભારતમાં રોકાણ કરવાની તક શોધી રહ્યા છે, તેમને હું ખાતરી આપું છું કે અમે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા અમારી નીતિઓ અને પ્રક્રિયાઓમાં વધારો સુધારો કરવા પ્રતિબદ્ધ છીએ.
મિત્રો,
વ્યવસાયો અને રોકાણો આકર્ષવા માટે સક્ષમ વાતાવરણ ઊભું કરવું મારી પ્રાથમિકતા છે. ભારતમાં વેપારવાણિજ્ય કરવાની રીતોને સ્થિર, સરળ અને પારદર્શક નીતિનિયમો પુનર્વ્યાખ્યાયિત કરી રહ્યા છે.
ઇ-ગવર્નન્સ અત્યારે મૂળભૂત સુવિધા બની ગઈ છે. અમે સફળતાપૂર્વક ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી – ચીજવસ્તુઓ અને સેવા વેરો)નો નવો કાયદો ઘડ્યો છે.
તાજેતરમાં નાદારી અને દેવાળિયાપણા સાથે સંબંધિત આચારસંહિતા અને નિયમો પસાર થયા છે, જે રોકાણકારોને પોતાનું રોકાણ પરત મેળવવાની પ્રક્રિયા સરળ બનાવશે. અમે વેપારવાણિજ્ય સાથે સંબંધિત વિવાદોના ઝડપી નિરાકારણ માટે વિશેષ વાણિજ્યિક અદાલતો અને વાણિજ્યિક વિભાગો ઊભા કર્યા છે.
હવે લવાદ પ્રક્રિયાઓ ઝડપથી હાથ ધરાશે, કારણ કે લવાદ કાયદામાં પણ સુધારો થયો છે. અમે ચાલુ વર્ષે જૂનમાં અમારા પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) સાથે સંબંધિત નીતિનિયમોમાં ફેરફાર કર્યા છે. અમે બૌદ્ધિક સંપત્તિ અધિકારોની નવી નીતિ પણ જાહેર કરી છે.
આ તમામ બાબતો આર્થિક સુધારાની નવી દિશા તરફ લઈ જશે. હું ભારતને દુનિયામાં સૌથી ઉદાર અર્થતંત્ર બનાવવા ઇચ્છું છું. અમારા પ્રયાસોની અસર દેખાઈ રહી છે અને વૈશ્વિક સ્તરે તેની નોંધ લેવાઈ છે. છેલ્લા બે વર્ષમાં એફડીઆઈ ઇક્વિટી રોકાણમાં 52 ટકા સુધીનો વધારો થયો છે. ભારતે વિશ્વ બેંક દ્વારા જાહેર થતા વર્લ્ડ લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ 2016માં 19 સ્થાનની છલાંગ લગાવી છે. અમે વેપારવાણિજ્ય કરવાની સરળતામાં નોંધપાત્ર સુધારો કર્યો છે. તેમાં અમારા રેન્કિંગમાં નોંધપાત્ર સુધારો થયો છે. છેલ્લા બે વર્ષમાં ભારતે ગ્લોબલ કોમ્પ્ટિટિટિવનેસ ઇન્ડેક્સ ઓફ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ પર 32 સ્થાનની આગેકૂચ કરી છે. વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ મુજબ, ભારત એફડીઆઈ મેળવતા દુનિયાના ટોચના 10 દેશોમાં પ્રથમ સ્થાન ધરાવે છે.
મિત્રો,
હું લાંબા સમયથી માનું છું કે ભારતને સ્કેલ, સ્પીડ અને સ્કિલ (માપ, ઝડપ અને કુશળતા)ની જરૂર છે. આ ત્રણેય પરિબળોમાં જાપાન અતિ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર્સ, દિલ્હી, મુંબઈ ઔદ્યોગિક કોરિડોર, મેટ્રો રેલ અને હાઈ સ્પીડ રેલ જેવા અમારા વિશાળ પ્રોજેક્ટ્સમાં જાપાનની સહભાગિતા સ્કેલ અને સ્પીડમાં મહત્ત્વપૂર્ણ છે.
જ્યારે અમારા દ્વારા કુશળતા વધારવા માટે અનેક પહેલ હાથ ધરવામાં આવી છે, ત્યારે અત્યારે અમારી પ્રાથમિકતા ધરાવતા મહત્ત્વપૂર્ણ ક્ષેત્રમાં આપણી ભાગીદારી વધી રહી છે. જાપાનના વેપારવાણિજ્ય અને ઉદ્યોગજગતના દિગ્ગજો અહીં ઉપસ્થિત છે. તેઓ મારી વાત સાથે સંમત થશે કે જાપાનની ટેકનોલોજી અને ભારતનું માનવ સંસાધન બંને માટે લાભદાયક સ્થિતિ ઊભી કરશે.
મેં અગાઉ પણ જણાવ્યું હતું કે, તમારા હાર્ડવેર અને અમારા સોફ્ટવેરનો સંગમ સુભગ સમન્વય પુરવાર થઈ રહ્યો છે. તેનાથી બંને દેશોને ફાયદો થશે.
ચાલો આપણે એકબીજાને વધુ સાથસહકાર આપીએ અને એકબીજાને વધુ મજબૂત કરવા હાથ મિલાવીએ. ચાલો આપણે ખભેખભો મિલાવીને આગેકૂચ કરીએ તથા ઉજ્જવળ સંભવિતતા અને મોટા પરિપ્રેક્ષ્યો તપાસીએ.
ધન્યવાદ.
આપ સહુનો ખૂબ ખૂબ આભાર.
The very word "Japan" in India symbolizes quality, excellence, honesty and integrity: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 11, 2016
Our past has desired us to stand together. Our present is encouraging us to work together: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 11, 2016
Asia has emerged as the new centre of global growth. This is because of its competitive manufacturing, and expanding markets: PM
— PMO India (@PMOIndia) November 11, 2016
I have also been saying that India and Japan will play a major role in Asia’s emergence: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 11, 2016
Strong India-strong Japan will also be a stabilising factor in Asia and the world: PM @narendramodi while interacting with business leaders pic.twitter.com/nVSTPlaUrK
— PMO India (@PMOIndia) November 11, 2016
The news is not only about India’s Incredible opportunities, but also about its Credible Policies: PM @narendramodi pic.twitter.com/h50xy1dlGq
— PMO India (@PMOIndia) November 11, 2016
Japan has emerged as the 4th largest source of FDI and that too in various fields: PM @narendramodi talking of India-Japan economic ties
— PMO India (@PMOIndia) November 11, 2016
'Made in India' and 'Made by Japan' combination has started working wonderfully: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 11, 2016
Want to make India the most open economy in the world: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 11, 2016
Let us march forward and explore bigger potentials and brighter prospects: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 11, 2016