મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે આવેલા દક્ષિણ ઓસ્ટ્રેલિયાના પિ્રમીયર શ્રીયુત માઇક રેન એમપી અને તેમના નેતૃત્વ હેઠળના બિઝનેસ ડેલીગેશને ગુજરાતમાં પર્યાવરણ, સાગરકાંઠાના વિકાસ અને ખાસ કરીને જહાજવાડા-શિપબિલ્ડીંગ તથા સંરક્ષણ સાધનોના મેન્યુફેકચરીંગ સેકટર સહિત માનવસંસાધન વિકાસ અને ટેકનોલોજી સેકટરમાં ભાગીદાર બનવાની તત્પરતા વ્યકત કરી હતી.
શ્રીયુત MIKE RANN- માઇક રેનએ ગુજરાતમાં વિકાસ માટેની સકારાત્મક ઊર્જાની અનુભૂતિની પ્રશંસા કરી હતી. પર્યાવરણ ક્ષેત્રે ગુજરાતે જે નવા આયામો હાથ ધર્યા છે તેને અનુલક્ષીને અને ખાસ કરીને સોલાર એનર્જી ક્ષેત્રે ગુજરાતની સાફલ્યગાથાની રૂપરેખા જાણીને તેઓ પ્રભાવિત થયા હતા અને પર્યાવરણ સુરક્ષા તથા સૂર્યઊર્જા ક્ષેત્રે ગુજરાતમાં સહભાગી થવા વિશેની સંભાવનાઓ અંગે પરામર્શ કર્યો હતો.
શ્રીયુત માઇક રેન ગુજરાતમાં ડિફેન્સ ઇકવીપમેન્ટ મેન્યુફેકચરીંગ ઇન્ડસ્ટ્રીઝ માટેના રાજ્ય સરકારના પ્રોત્સાહક વલણ તથા ગુજરાતમાં શિપબિલ્ડીંગ ક્ષેત્રે માનવસંસાધન વિકાસ તથા ટેકનોલોજી માટેના ઓસ્ટ્રેલિયાના સહયોગ અંગે તેમણે ખૂબ તત્પરતા દાખવી હતી.
આ બેઠકમાં જી.આઇ.ડી.સી.ના મેનેજિંગ ડિરેકટરશ્રી બી. બી. સ્વેન અને ઇન્ડેક્ષ-બી ના શ્રી મૂકેશકુમાર ઉપસ્થિત હતા.