Quoteભારતમાં ઉત્સવ પર્યટન માટેની અપાર શક્યતાઓ: પ્રધાનમંત્રી મોદી
Quoteચાલો આપણે આ દિવાળી પર ભારતની નારી શક્તિની ઉપલબ્ધિઓ ઉજવીએ: પ્રધાનમંત્રી મોદી
Quoteશ્રી ગુરુ નાનક દેવજીએ ‘સદભાવના’ અને ‘સમતા’ નો સંદેશ આપ્યો હતો : પ્રધાનમંત્રી મોદી
Quote'ભારતના લોહપુરૂષ' સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એક કર્યો હતો : પ્રધાનમંત્રી મોદી
Quoteહર્ષની વાત છે કે માત્ર એક જ વર્ષમાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ એક મુખ્ય પર્યટક હોટસ્પોટ બની ગયું છે : પ્રધાનમંત્રી મોદી
Quote‘રન ફોર યુનિટી’ દેશની એકતાનું પ્રતીક છે: પ્રધાનમંત્રી મોદી

મારા વ્હાલા દેશવાસીઓ, આજે દીવાળીનું પાવનપર્વ છે. આપ સૌને દીવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે ત્યાં કહેવાય છે –

શુભં કરોતિ કલ્યાણં આરોગ્યં ધનસમ્પદા ।

શત્રુબુદ્ધિવિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે ।

કેટલો ઉત્તમ સંદેશ છે ! આ શ્લોકમાં કહ્યું છે – “પ્રકાશ જીવનમાં સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લઇને આવે છે, જે વિપરીત બુદ્ધિનો નાશ કરીને સદબુદ્ધિના દર્શન કરાવે છે. આવી દિવ્યજયોતિને મારા વંદન” આ દીવાળીને યાદ રાખવા માટે તેનાથી વધુ સારો વિચાર બીજો કયો હોઇ શકે કે, આપણે પ્રકાશને ફેલાવીએ, હકારાત્મકતાનો ફેલાવો કરીએ અને શત્રુતાની ભાવનાને જ નષ્ટ કરવાની પ્રાર્થના કરીએ. આજકાલ દુનિયાના અનેક દેશોમાં દીવાળી ઉજવવામાં આવે છે. ખાસ વાત એ છે કે તેમાં કેવળ ભારતીય સમુદાય જ સામેલ થાય છે એવું નથી, પરંતુ હવે કેટલાય દેશોની સરકારો, ત્યાંના નાગરિકો, ત્યાંના સામાજિક સંગઠ્ઠનો પણ દીવાળીનું પર્વ પૂરા હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. એક પ્રકારે ત્યાં ભારત ઉભું કરી દે છે.

સાથીઓ, દુનિયામાં festival tourisamનું પણ પોતાનું એક આકર્ષણ છે. આપણો ભારત દેશ જે ઉત્સવોનો દેશ છે તેમાં festival tourisamની પણ અપાર સંભાવનાઓ છે. આપણો પ્રયાસ હોવો જોઇએ કે હોળી હોય, દીવાળી હોય, ઓણમ હોય, પોંગલ હોય, બીહુ હોય, આવા તહેવારોનો પ્રસાર કરીએ અને તહેવારોની ખુશીઓમાં અન્ય રાજયો, અન્ય દેશોના લોકોને પણ સામેલ કરીએ. આપણે ત્યાં તો દરેક રાજય દરેક ક્ષેત્રના પોતપોતાના કેટલાય વિભિન્ન ઉત્સવ હોય છે કે બીજા દેશોના લોકોની તો તેમાં ખૂબ રૂચિ હોય છે. એટલા માટે ભારતમાં ઉત્સવ પર્યટન વધારવામાં દેશની બહાર રહેનારા ભારતીયોની ભૂમિકા પણ ખૂબ મહત્વની છે.

મારા વ્હાલા દેશવાસીઓ, ગઇ મન કી બાતમાં આપણે નક્કી કર્યું હતું કે, આ દીવાળીએ કંઇક અલગ કરીશું. મે કહ્યું હતું- “આવો આપણે સહુ આ દીવાળીએ ભારતની નારીશક્તિ અને તેમની ઉપલબ્ધિઓની ઉજવણી કરીએ, એટલે કે ભારતની લક્ષ્મીનું સન્માન કરીએ.” અને જોતજોતામાં તેના પછી તરત સોશિયલ મિડિયા પર અગણિત પ્રેરણાત્મક કથાઓનો અંબાર લાગી ગયો. વારંગલના કોડીપાકા રમેશે નમો એપ પર લખ્યું છે કે મારી મા જ મારી શક્તિ છે. 1990માં જયારે મારા પિતાજીનું અવસાન થયું હતું ત્યારથી મારી માએ જ અમારી, પાંચેય દિકરાની જવાબદારી ઉઠાવી હતી. આજે અમે પાંચેય ભાઇ સારા વ્યવસાયમાં છીએ. મારી મા જ મારા માટે ભગવાન છે. મારા માટે તે સર્વસ્વ છે અને તે જ ખરા અર્થમાં ભારતની લક્ષ્મી છે.

રમેશજી, તમારાં માતાને મારા પ્રણામ. ટ્વીટર પર એકટિવ રહેનારા દિપીકા સ્વામીનું કહેવું છે કે, તેમના માટે મેજર ખુશ્બુ કંવર ભારતના લક્ષ્મી છે. જે બસ કંડકટરની દિકરી છે. અને તેમણે આસામ રાઇફલ્સની સર્વમહિલા ટુકડીનું નેતૃત્વ કર્યું હતું. કવિતા તિવારી માટે તો ભારતની લક્ષ્મી તેમની દિકરી જ છે. જે તેમની તાકાત પણ છે. તેમને ગૌરવ છે કે, તેમની દિકરી સુંદર ચિત્રકામ કરે છે. તેમને (CLAT)ની પરીક્ષામાં ખૂબ સારો ક્રમાંક મેળવ્યો છે. તો મેઘા જૈનજીએ પણ લખ્યું છે કે, 92 વર્ષના એક વૃદ્ધ મહિલા વર્ષોથી ગ્વાલિયર રેલ્વેસ્ટેશન પર મુસાફરોને મફતમાં પાણી પીવડાવે છે. મેઘાજી ભારતની આ લક્ષ્મીની વિનમ્રતા અને કરૂણાથી ખૂબ પ્રેરિત થયાં છે. આવી તો અનેક કથાઓ લોકોએ Share કરી છે. આપ ચોક્કસ વાંચો, પ્રેરણા મેળવો અને પોતે પણ તમારી આસપાસની આવી કોઇ પ્રેરક કથા હોય તો Share કરો. ભારતની આ તમામ લક્ષ્મીઓને મારા પણ આદરપૂર્વક વંદન છે.

મારા વ્હાલા દેશવાસીઓ, 17મી સદીનાં સુવિખ્યાત કવિયત્રી સાંચી હોનમ્મા થઇ ગયા. તેમણે 17મી સદીમાં કન્નડ ભાષામાં એક કવિતા લખી હતી. એ ભાવ, એ શબ્દો ભારતની દરેક લક્ષ્મી કે જેમના વિષે આપણે વાત કરી રહ્યા છીએ તેમને બિલકુલ વ્યકત કરે છે. એવું લાગે છે જાણે તેનો પાયો 17મી શતાબ્દીમાં જ નાખી દેવામાં આવ્યો હતો. કેટલા સુંદર શબ્દો, કેટલો સરસ ભાવ, અને કેટલા ઉત્તમ વિચાર કન્નડ ભાષાની આ કવિતામાં છે.

પૈણ્ણિન્દા પેર્મેગોંડનૂ હિમવંતનુ,

પૈણ્ણિન્દા ભૃગુ પેર્ચિદનુ

પૈણ્ણિન્દા જનકરાયનુ જસવડેદનુ

અર્થાત્, હીમવંત એટલે કે, પર્વતરાજે પોતાની દિકરી પાર્વતીના કારણે, ભૃગુ ઋષિએ પોતાની દિકરી લક્ષ્મીના કારણે અને રાજા જનકે પોતાની દિકરી સીતાના કારણે પ્રસિદ્ધિ મેળવી. આપણી દિકરીઓ આપણું ગૌરવ છે અને આ દિરરીઓના મહાત્મયને લીધે જ આપણા સમાજની એક મજબૂત ઓળખ છે અને તેનું ઉજ્જવળ ભવિષ્ય છે.

મારા વ્હાલા દેશવાસીઓ, 12મી નવેંબર 2019 એ દિવસ છે જે દિવસે દુનિયાભરમાં શ્રી ગુરૂનાનક દેવજીનો 550મો પ્રકાશ ઉત્સવ ઉજવવામાં આવશે. ગુરૂનાકજીનો પ્રભાવ ભારતમાં જ નહિં પરંતુ પુરા વિશ્વમાં છે. દુનિયાના કેટલાક દેશોમાં આપણા શીખ ભાઇઓ બહેનો વસેલા છે જે ગુરૂ નાનકદેવજીના આદર્શો પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત છે. વૈન્કૂવર (Vancouver) અને તહૈરાનમાં મે કરેલી ગુરૂદ્વારાઓની મારી યાત્રાને હું ક્યારેય ભૂલી નહીં શકું. શ્રી ગુરૂ નાનકદેવજી વિષે એવું ઘણું બધું છે જે હું આપને કહી શકું તેમ છું, પરંતુ એના માટે મન કી બાતની કેટલીયે કડીઓ જોઇએ. તેમણે સેવાને હંમેશા સર્વોપરી રાખી. ગુરૂ નાનકદેવજી માનતા હતા કે, નિઃસ્વાર્થ ભાવથી કરવામાં આવેલા સેવાકાર્યની કોઇ કિંમત આંકી ન શકાય. તેઓ છૂતાછૂત જેવી સામાજીક બૂરાઇઓ સામે મજબૂતાઇથી ઉભા રહ્યા હતા. શ્રી ગુરૂ નાનકદેવજીએ પોતાનો સંદેશ દુનિયામાં દૂરસૂદુર સુધી પહોંચાડ્યો. તેઓ પોતાના સમયમાં સૌથી વધુ યાત્રા કરનારામાંના એક હતા. કેટલાંય સ્થાનો પર ગયા અને જ્યાં પણ ગયા, ત્યાં પોતાની સરળતા, વિનમ્રતા અને સાદાઇથી સૌના દિલ જીતી લીધા. ગુરૂ નાનકદેવજીએ કેટલીયે મહત્વની ધાર્મિક યાત્રાઓ કરી. જેને “ઉદાસી” કહેવામાં આવે છે. સદભાવના અને સમાનતાનો સંદેશ લઇને તેઓ ઉત્તર હોય કે દક્ષિણ, પૂર્વ હોય કે પશ્ચિમ, દરેક દિશામાં ગયા, દરેક સ્થળે લોકોને સંતો અને ઋષિઓને મળ્યા. એવું માનવામાં આવે છે કે આસામના સુવિખ્યાત સંત શંકરદેવ પણ તેમનાથી પ્રેરિત થયા હતા. તેમણે હરિદ્વારની પવિત્ર ભૂમિની યાત્રા કરી. કાશીમાં એક પવિત્ર સ્થળ “ગુરૂબાગ ગુરૂદ્વારા” છે. કહેવાય છે કે, શ્રી ગુરૂ નાનકદેવજી ત્યાં રહ્યા હતા. તેઓ બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા “રાજગીર” અને “ગયા” જેવા ધાર્મિક સ્થળોએ પણ ગયા હતા. દક્ષિણમાં ગુરૂ નાનકદેવજીએ શ્રીલંકા સુધીની યાત્રા કરી હતી. કર્ણાટકમાં બિદરની યાત્રા વખતે ગુરૂ નાનકદેવજી પોતે જ ત્યાંની પાણીની સમસ્યાનો ઉકેલ લાવ્યા હતા. બિદરમાં “ગુરૂનાનક જીરા સાહેબ” નું એક પ્રસિદ્ધ સ્થળ છે. જે આપણને ગુરૂનાનક દેવજીની યાદ પણ અપાવે છે. અને તે તેમને સમર્પિત છે. એક “ઉદાસી” દરમ્યાન ગુરૂનાનક દેવજીએ ઉત્તરમાં કાશ્મીર અને તેની આસપાસના વિસ્તારોની પણ યાત્રા કરી હતી. તેના લીધે શીખ અનુયાયીઓ અને કાશ્મીર વચ્ચે સારો એવો ગાઢ સંબંધ સ્થપાયો. ગુરૂ નાનક દેવજી તિબેટ પણ ગયા જ્યાંના લોકોએ તેમને ગુરૂ માન્યા હતા. જ્યાંની તેમણે યાત્રા કરી હતી તેવા ઉઝબેકિસ્તાનમાં પણ તેઓ પૂજ્ય છે. પોતાની એક ઉદાસી દરમ્યાન તેમણે મુસ્લિમ દેશોની પણ મોટાપ્રમાણમાં યાત્રા કરી હતી. જેમાં સાઉદી અરબ, ઇરાક અને અફઘાનિસ્તાનનો પણ સમાવેશ થાય છે. તેમણે લાખો લોકોના દિલમાં સ્થાન મેળવ્યું. જેમણે પૂરી શ્રદ્ધા સાથે તેઓના ઉપદેશનું પાલન કર્યું અને આજે પણ કરી રહ્યા છે. હજી થોડા દિવસ પહેલાં જ લગભગ 85 દેશોના રાજદૂત દિલ્હીથી અમૃતસર ગયા હતા. ત્યાં તેમણે અમૃતસરના સુવર્ણમંદિરનાં દર્શન કર્યા અને આ બધું જ ગુરૂનાનક દેવજીના 550મા પ્રકાશપર્વનું નિમિત્ત બન્યું હતું. આ બધા રાજદૂતોએ ત્યાં સુવર્ણમંદિરના દર્શન તો કર્યા જ. પરંતુ સાથે તેમને શીખપરંપરા અને સંસ્કૃતિ વિષે જાણવાની તક પણ મળી. ત્યાર બાદ કેટલાય રાજદૂતોએ સોશિયલ મિડિયા પર તેની તસવીરો મૂકી હતી. ખૂબ ગૌરવ સાથે પોતાના સારા અનુભવો પણ વર્ણવ્યા હતા. મારી ઇચ્છા છે કે, ગુરૂનાનક દેવજીનું 550મું પ્રકાશપર્વ આપણને તેમના વિચારો અને આદર્શોને આપણા જીવનમાં ઉતારવાની વધુ પ્રેરણા આપે. ફરી એકવાર હું મારૂં મસ્તક ઝુકાવીને ગુરૂનાનક દેવજીને નમન કરૂં છું.

મારા વ્હાલા ભાઇઓ અને બહેનો, મને વિશ્વાસ છે કે, 31 ઓકટોબરનો દિવસ આપ સૌને ચોક્કસ યાદ હશે. આ દિવસ ભારતના લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિનો છે. કે જેઓ દેશને એકતાના સૂત્રમાં પરોવનારા મહાનાયક હતા. સરદાર પટેલમાં જ્યાં લોકોને એક સાથે જોડવાની અદભૂત ક્ષમતા હતી, તો બીજી તરફ જેમની સાથે વૈચારિક મતભેદ હોય તેવા લોકો સાથે પણ પોતાનો તાલમેળ બેસાડી દેતા હતા. સરદાર પટેલ જીણામાં જીણી બાબતને પણ ખૂબ ઉંડાણપૂર્વક જોતા હતા, પારખતા હતા. તેઓ સાચા અર્થમાં વિગતપુરૂષ (Man Of Details) હતા. તેની સાથે તેઓ સંગઠ્ઠન કૌશલ્યમાં પણ નિપૂણ હતા. યોજનાઓ તૈયાર કરવામાં અને વ્યૂહરચનામાં તેમને આવડત હતી. સરદાર સાહેબની કાર્યશૈલી વિષે જયારે પણ વાંચીએ છીએ, સાંભળીએ છીએ તો જાણવા મળે છે કે તેમનું આયોજન કેટલું જબરજસ્ત હતું. 1921માં અમદાવાદમાં કોંગ્રેસના અધિવેશનમાં સામેલ થવા માટે દેશભરમાંથી હજારોની સંખ્યામાં પ્રતિનિધિઓ પહોંચવાના હતા. અધિવેશનની સંપૂર્ણ વ્યવસ્થાની જવાબદારી સરદાર પટેલ પર હતી આ તકનો ઉપયોગ તેમણે શહેરમાં પાણી પુરવઠાનું નેટવર્ક સુધારવા માટે પણ કર્યો. અને એ સુનિશ્ચિત કર્યું કે, કોઇને પણ પાણીની મુશ્કેલી ન પડે. એટલું જ નહિં તેમને એ વાતની પણ કાળજી હતી કે અધિવેશન સ્થળે કોઇ પ્રતિનિધિનો સામાન અથવા પગરખાં ચોરાઇ ન જાય અને તેને ધ્યાનમાં રાખીને સરદાર પટેલે જે કર્યું તે જાણીને આપને ખૂબ નવાઇ લાગશે. તેમણે ખેડૂતોનો સંપર્ક કર્યો અને તેમને ખાદીની થેલીઓ બનાવવાનો આગ્રહ કર્યો. ખેડૂતોએ થેલીઓ બનાવી અને પ્રતિનિધિઓને વેચી. આ થેલીઓમાં પગરખાં નાંખીને પોતાની સાથે રાખવાના કારણે પ્રતિનિધિઓના મનમાંથી પગરખાં ચોરાઇ જવાનું ટેન્શન દૂર થઇ ગયું. બીજી તરફ ખાદીના વેચાણમાં પણ સારો એવો વધારો થયો. બંધારણ સભામાં નોંધપાત્ર ભૂમિકા ભજવવા માટે આપણો દેશ સરદાર પટેલનો હંમેશા કૃતજ્ઞ રહેશે. તેમણે મૌલિક અધિકારો સુનિશ્ચિત કરવાનું મહત્વનું કાર્ય કર્યું. જેનાથી જ્ઞાતિ અને સંપ્રદાયના આધારે થનારા ભેદભાવનો કોઇ અવકાશ જ ન રહે.

સાથીઓ, આપણે સૌ જાણીએ છીએ કે ભારતના પહેલા ગૃહમંત્રીના રૂપમાં સરદાર પટેલે રજવાડાઓને એક કરવાનું, એક બહુ મોટું ભગીરથ અને ઐતિહાસિક કામ કર્યું. સરદાર  વલ્લભભાઇની એ પણ એક વિશેષતા હતી કે, જેમની નજર દરેક ઘટના પર રહેતી હતી. એક તરફ એમનું ધ્યાન હૈદરાબાદ, જૂનાગઢ અને અન્ય રાજયો પર કેન્દ્રિત હતું. તો બીજી તરફ તેમનું ધ્યાન દુરસૂદુર લક્ષદ્વીપ પર હતું. ખરૂં કહું તો જ્યારે આપણે સરદાર પટેલના પ્રયાસોની વાત કરીએ છીએ તો દેશના એકીકરણમાં કેટલાંક ખાસ પ્રાંતોમાંની તેમની ભૂમિકાની પણ ચર્ચા થાય છે. લક્ષદ્વીપ જેવી નાની જગ્યા માટે પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. કદાચ જ, આ વાત લોકો યાદ કરે છે. આપ સારી રીતે જાણો છો કે, લક્ષદ્વીપ કેટલાક ટાપુઓનો સમૂહ છે. તે ભારતના સૌથી સુંદર ક્ષેત્રોમાંનો એક છે. 1947માં ભારતના વિભાજન પછી તરત જ આપણા પાડોશીની નજર લક્ષદ્વીપ ઉપર હતી અને તેણે પોતાના ધ્વજની સાથે જહાજ મોકલ્યું હતું. સરદાર પટેલને જેવી આ વાતની જાણ થઇ કે, તરત તેમણે સમય બગાડ્યા વિના, સહેજ પણ વાર કર્યા વિના તરત કઠોર કાર્યવાહી શરૂ કરી. તેમણે મુદલીયાર ભાઇઓ, આર્કોટ રામાસામી મુદલીયાર અને આર્કોટ લક્ષ્મણ સ્વામી મુદલીયારને કહ્યું કે, તેઓ ત્રાણવણકોરના લોકોને સાથે લઇને તરત કૂચ કરે અને ત્યાં ત્રિરંગો લહેરાવે. લક્ષદ્વિપમાં તિરંગો પહેલો લહેરાવો જોઇએ. તેમના આદેશ પછી તરત ત્રિરંગો લહેરાવવામાં આવ્યો અને લક્ષદ્વિપ ઉપર કબજો કરવાના પાડોશીના દરેક મનસૂબાને જોતજોતામાં ધ્વસ્ત કરી દીધા. આ ઘટના પછી સરદાર પટેલે મુદલીયાર ભાઇઓને કહ્યું કે, તેઓ વ્યક્તિગત રીતે એ સુનિશ્ચિત કરે કે, લક્ષદ્વિપના વિકાસ માટે જરૂરી મદદ મળતી રહે. આજે લક્ષદ્વિપ ભારતની પ્રગતિમાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યો છે. તે એક આકર્ષક પર્યટન સ્થળ પણ છે. મને આશા છે કે આપ સૌ પણ આ સુંદર ટાપુઓ અને સમુદ્રકિનારાની મુલાકાત લેશો.

મારા વ્હાલા દેશવાસીઓ, 31 ઓકટોબર 2018નો એ દિવસ કે જે દિવસે સરદાર સાહેબની યાદમાં બનાવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશ અને દુનિયાને સમર્પિત કરવામાં આવ્યું હતું. દુનિયાની આ સૌથી ઉંચી પ્રતિમા છે. અમેરિકામાં આવેલ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં પણ ઉંચાઇમાં બમણી છે. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા દરેક હિન્દુસ્તાનીને ગર્વથી ભરી દે છે. દરેક હિંદુસ્તાનીનું મસ્તક શાનથી ઉંચું થઇ જાય છે. તમને જાણીને ખુશી થશે કે, એક વર્ષમાં 26 લાખથી વધુ પર્યટક સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે પહોંચ્યા હતા. તેનો અર્થ એ થયો કે, દરરોજ સરેરાશ સાડા આઠ હજાર લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતાના દર્શન કર્યા. સરદાર વલ્લભભાઇ પટેલ પ્રત્યે તેમના હૃદયમાં જે આસ્થા છે, શ્રદ્ધા છે તેને તેઓએ પ્રગટ કરી અને હવે તો ત્યાં કેકટસ ગાર્ડન, બટરફલાય ગાર્ડન, જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યૂટ્રીશનલ પાર્ક, એકતા નર્સરી જેવા અનેક આકર્ષણનાં કેન્દ્રો સતત વિકસી રહ્યાં છે. અને તેના કારણે સ્થાનિક અર્થતંત્રને પણ બળ મળી રહ્યું છે. અને લોકોને રોજગારીની નવી તકો પણ મળી રહી છે. અહીં આવતા પર્યટકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કેટલાય ગામના લોકો પોતપોતાના ઘરમાં હોમસ્ટેની સગવડ પણ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે. હોમસ્ટે સુવિધા ઉપલબ્ધ કરાવનારા લોકોને વ્યાવસાયિક તાલીમ પણ આપવામાં આવી રહી છે. ત્યાંના લોકોએ હવે ડ્રેગન ફ્રૂટની ખેતી પણ શરૂ કરી દીધી છે. અને મને વિશ્વાસ છે કે, બહુ જલ્દી તે ત્યાંના લોકોની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત પણ બની જશે.

સાથીઓ, દેશ માટે, બધા રાજ્યો માટે પર્યટન ઉદ્યોગ માટે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અભ્યાસનો એક વિષય બની શકે છે. આપણે સૌ તેના સાક્ષી છીએ કે, કેવી રીતે એક વર્ષની અંદર જ એક સ્થળ વિશ્વપ્રસિદ્ધ પર્યટન સ્થળરૂપે વિકસિત થાય છે. ત્યાં દેશવિદેશમાંથી લોકો આવે છે. પરિવહનની, રહેવાની, ગાઇડની, પર્યાવરણ સાનૂકુળ વ્યવસ્થાઓ, એક પછી એક જાતે જ ખૂબ સરસ વ્યવસ્થાઓ વિકસી રહી છે. બહુ મોટું અર્થતંત્ર વિકસી રહ્યું છે અને પર્યટકોની જરૂરિયાતો મુજબ લોકો ત્યાં સગવડો ઉભી કરી રહ્યા છે. સરકાર પણ પોતાની ભૂમિકા નિભાવી રહી છે. સાથીઓ, એવો કયો હિંદુસ્તાની હશે જેને એ વાતનો ગર્વ નહીં હોય કે, વિતેલા દિવસોમાં ટાઇમ મેગેઝીને પણ દુનિયાના 100 મહત્વનાં પર્યટક સ્થળોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને મહત્વનું સ્થાન આપ્યું છે. મને આશા છે કે આપ સૌ પણ પોતાના કિંમતી સમયમાંથી કેટલોક સમય કાઢીને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા તો જશો જ. પરંતુ મારો આગ્રહ છે કે, પ્રવાસ કરવા માટે સમય કાઢનાર દરેક હિંદુસ્તાની ભારતના ઓછામાં ઓછા 15 પર્યટન સ્થળોનો પ્રવાસ કુટુંબની સાથે કરે. જયાં જાય ત્યાં રાતવાસો કરે. એ મારો આગ્રહ તો યથાવત છે જ.

સાથીઓ, આપ જાણો છો કે, 2014થી દર વર્ષે 31 ઓકટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ આપણને પોતાના દેશની એકતા, અખંડતા અને સુરક્ષાનું કોઇપણ ભોગે રક્ષણ કરવાનો સંદેશ આપે છે. દર વખતની જેમ 31 ઓકટોબરે એકતા દોડ- રન ફોર યુનિટીનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. તેમાં સમાજના દરેક વર્ગના, દરેક શ્રેણીના લોકો સામેલ થશે. રન ફોર યુનિટી એ વાતનું પ્રતિક છે કે, આ દેશ એક છે. એક દિશામાં આગળ વધી રહ્યો છે. અને એક લક્ષ્યને હાંસલ કરવા માંગે છે. એ લક્ષ્ય એટલે એક ભારત-શ્રેષ્ઠ ભારત.

પાછલા પાંચ વર્ષમાં જોવા મળ્યું છે કે, એકલા દિલ્હીમાં જ નહિં પરંતુ હિંદુસ્તાનના સેંકડો શહેરોમાં, કેન્દ્રશાસિત પ્રદેશોમાં, પાટનગરોમાં, જીલ્લા કેન્દ્રોમાં, નાનાં નાનાં બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોમાં પણ બહુ મોટી સંખ્યામાં લોકો તેમાં સામેલ થઇ રહ્યા છે. પછી તે પુરૂષ હોય, મહિલા હોય, શહેરીજન હોય, ગ્રામજન હોય, બાળક હોય, નવયુવાન હોય, વૃદ્ધ હોય કે દિવ્યાંગજન હોય. સૌ કોઇ મોટી સંખ્યામાં જોડાઇ રહ્યા છે. આમ પણ આજકાલ જોઇએ તો, લોકોમાં મેરાથોન માટે એક શોખ અને જનૂન જોવા મળી રહ્યું છે. રન ફોર યુનિટી પણ એક એવી જ અનોખી જોગવાઇ છે. દોડવું એ મન, મગજ અને શરીર એમ સૌ માટે ફાયદાકારક છે. અહીં તો દોડવાથી ફીટ ઇન્ડિયાની ભાવના ચરિતાર્થ થાય છે. અને સાથે સાથે એક ભારત-શ્રેષ્ઠ ભારત, ના હેતુ સાથે પણ આપણે જોડાઇ જઇએ છીએ. અને એટલા માટે જ માત્ર શરીર નહીં, મન અને સંસ્કાર ભારતની એકતા માટે, ભારતને નવી ઉંચાઇએ પહોંચાડવા માટે જોડાય છે. અને એટલા માટે આપ જે પણ શહેરમાં રહેતા હો, ત્યાં, પોતાની આસપાસ રન ફોર યુનિટી વિષે માહીતી મેળવીને જોડાઇ શકો છો. તે માટે એક પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે, runforunity.gov.in આ પોર્ટલમાં દેશભરની તે તમામ જગ્યાઓની માહીતી આપવામાં આવી છે. જયાં રન ફોર યુનિટીનું આયોજન થવાનું છે. મને આશા છે કે, આપ સૌ 31 ઓકટોબરે જરૂર દોડશો, ભારતની એકતા માટે અને પોતાની ફીટનેસ માટે પણ.

મારા વ્હાલા દેશવાસીઓ, સરદાર પટેલે દેશને એકતાના તાંતણે બાંધ્યો. એકતાનો આ મંત્ર આપણા જીવનમાં સંસ્કારની જેમ વણાઇ ગયો છે. અને ભારત જેવા વિવિધતાઓથી ભરેલા દેશમાં આપણે દરેક સ્તરે દરેક રાહ પર દરેક વળાંક પર દરેક પડાવ પર એકતાના આ મંત્રને મજબૂતાઇ પ્રદાન કરતા રહેવું જોઇએ. મારા વ્હાલા દેશવાસીઓ, દેશની એકતા અને પરસ્પર સદભાવનાને મજબૂત બનાવવા માટે આપણો સમાજ હંમેશાથી ખૂબ સક્રિય અને સતર્ક રહ્યો છે. આપણે આપણી આસપાસ જ જોઇએ તો એવાં કેટલાંય ઉદાહરણો મળશે જે પરસ્પર સદભાવ વધારવા માટે સતત કામ કરતા રહ્યાં છે. પરંતુ ઘણીવાર એવું પણ બને છે કે, સમાજના પ્રયાસ તેનું યોગદાન સ્મૃતિપટ પરથી બહુ જલ્દી ગાયબ થઇ જાય છે.

સાથીઓ, મને યાદ છે કે, જયારે સપ્ટેમ્બર 2010માં અલ્હાબાદ હાઇકોર્ટે રામજન્મભૂમિ અંગે પોતાનો ચૂકાદો સંભળાવ્યો હતો. જરા એ દિવસોને યાદ કરો કે, ત્યારે કેવું વાતાવરણ હતું. જાતજાતના કેટલા લોકો મેદાનમાં આવી ગયા હતા !! પોતપોતાનાં હિત ધરાવતા કેવાકેવા જૂથો આ પરિસ્થિતિનો પોતાની રીતે ફાયદો ઉઠાવવા રમત રમી રહ્યા હતા. વાતાવરણમાં ગરમી પેદા કરવા માટે કેવા કેવા પ્રકારની ભાષા બોલવામાં આવી રહી હતી. અલગ અલગ સ્વરમાં, તિખાશ ભરવા માટેનો પણ પ્રયાસ કરાઇ રહ્યો હતો. કેટલાંક ભાષણબાજોએ અને બટકબોલાઓએ માત્રને માત્ર પોતાને ચમકાવવાના આશયથી કોણજાણે શું શું કહ્યું હતું ! કેવી કેવી !! બેજવાબદારીભરી વાતો કરી હતી. આપણને બધું યાદ છે. પરંતુ આ બધું પાંચ દિવસ, સાત દિવસ, દસ દિવસ ચાલતું રહ્યું. પણ જેવો ચૂકાદો આવ્યો, એક આનંદદાયક આશ્ચર્યજનક બદલાવનો દેશે અનુભવ કર્યો હતો. એકબાજુ બે અઠવાડિયા સુધી વાતાવરણ ગરમ કરવા ઘણું બધું થયું હતું. પરતું જયારે રામ જન્મભૂમિ પર ચૂકાદો આવ્યો ત્યારે સરકારે, રાજકીય પક્ષોએ, સામાજિક સંગઠનોએ, નાગરિક સમાજે તમામ સંપ્રદાયોના પ્રતિનિધિઓએ, સાધુ-સંતોએ ખૂબ જ સમતોલને સંયમિત નિવેદનો કર્યા. વાતાવરણમાંથી તંગદિલી ઘટાડવાનો પ્રયાસ કરાયો. પરંતુ આજે મને એ દિવસ બરાબર યાદ છે હું જયારે પણ તે દિવસને યાદ કરૂં છું તો, મારા મનને આનંદ થાય છે. ન્યાયપાલિકાની ગરીમાને ખૂબ જ ગૌરવપૂર્ણ રીતે સન્માન આપવામાં આવ્યું અને કયાંય પણ ગરમાગરમીનું, તંગદિલીનું વાતાવરણ બનવા દેવામાં ન આવ્યું. આ બાબત આપણે હંમેશા યાદ રાખવી જોઇએ કે આપણને ખૂબ શક્તિ આપે છે. તે દિવસ, તે ક્ષણ આપણા બધા માટે એક કર્તવ્ય બોધ છે. એકતાનો સ્વર દેશને કેટલી મોટી તાકાત આપી શકે છે. તેનું આ ઉદાહરણ છે.

મારા વ્હાલા દેશવાસીઓ, 31 ઓકટોબર આપણા દેશનાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરાજીની હત્યા થઇ હતી તે દિવસ પણ છે. દેશને એક બહુ મોટો આઘાત લાગ્યો હતો. આજે હું તેમને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરૂં છું.

મારા વ્હાલા દેશવાસીઓ, આજે ઘરઘરની જો કોઇ એક વાત બહુ દૂર સુધી સાંભળવા મળે છે, દરેક ગામની કોઇ એક વાત સાંભળવા મળે છે, ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ હિંદુસ્તાનના દરેક ખૂણામાંથી એક એક વાત સાંભળવા મળે છે. તો તે છે સ્વચ્છતાની વાત. દરેક વ્યક્તિને, દરેક પરિવારને, દરેક ગામને સ્વચ્છતા વિષે પોતાના સુખદ અનુભવો કહેવાની ઇચ્છા થાય છે. કેમ કે, સ્વચ્છતાનો આ પ્રયાસ સવાસો કરોડ હિંદુસ્તાનનો પ્રયાસ છે. પરિણામના માલિક પણ સવાસો કરોડ હિંદુસ્તાનીઓ જ છે. પરંતુ તે એક સુખદ અને રસપ્રદ અનુભવ પણ છે. મેં એ વાતો સાંભળી છે એટલે હું વિચારૂં છું કે, હું આપને પણ સંભળાવું. તમે કલ્પના કરો વિશ્વની સૌથી ઉંચી યુદ્ધભૂમિ કે જયાંનું તાપમાન શૂન્યથી 50 – 60 ડીગ્રી માઇનસમાં જતું રહે છે. હવામાં ઓક્સિજન પણ નામ માત્રનો હોય છે. આટલા વિપરિત સંજોગોમાં આટલા પડકારો વચ્ચે રહેવું એ પણ કોઇ પરાક્રમથી ઓછું નથી. આવા વિકટ સંજોગોમાં આપણા બહાદુર જવાનો છાતી કાઢીને દેશની સરહદોની સુરક્ષા તો કરે જ છે. પરંતુ ત્યાં પણ સ્વચ્છ સીયાચીન અભિયાન ચલાવી રહ્યા છે. ભારતીય સેનાની આ અદભૂત વચનબદ્ધતા માટે હું દેશવાસીઓ તરફથી તેમની પ્રશંસા કરૂં છું. કૃતજ્ઞતા વ્યકત કરૂં છું. ત્યાં એટલી બધી ઠંડી છે કે, કશાયનું પણ સડવું મુશ્કેલ છે. એવી સ્થિતિમાં કચરો જુદો પાડવો અને તેનું વ્યવસ્થાપન કરવું એ પોતે જ ખૂબ મહત્વનું કામ છે. આ સ્થિતિમાં હિમશીખરો અને એની આસપાસના વિસ્તારોમાંથી 130 ટન અને તેનાથી પણ વધારે કચરો દૂર કરવો એ પણ ત્યાંના નાજૂક નિવસનતંત્રની વચ્ચે ! આ કેટલી મોટી સેવા છે ! આ એક એવું નિવસનતંત્ર છે. જે હિમદિપડા જેવી દુર્લભ પ્રજાતિઓનું ઘર છે. અહીં ibex એટલે કે પહાડી બકરા અને  ભૂરૂં રીંછ જેવા દુર્લભ જાનવરો પણ રહે છે. આપણે બધા જાણીએ છીએ કે, સીયાચીન એ એક એવો હિમઆચ્છાદિત વિસ્તાર છે જે નદીઓ અને સ્વચ્છ પાણીનો સ્રોત છે. એટલા માટે ત્યાં સ્વચ્છતા અભિયાન ચલાવવાનો અર્થ એ થાય છે કે, નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે શુદ્ધ પાણી નિશ્ચિત કરવું. આ લોકો તેની સાથે નુબ્રા અને શ્યોક જેવી નદીઓના પાણીનો ઉપયોગ પણ કરે છે.

મારા વ્હાલા દેશવાસીઓ, ઉત્સવ આપણા સૌના જીવનમાં એક નવી ચેતના જગાવવાનું પર્વ હોય છે. અને ખાસ કરીને દીવાળીમાં તો કંઇક ને કંઇક નવું ખરીદવાનું, બજારમાંથી કંઇક લાવવાનું, દરેક પરિવારમાં ઓછાવત્તા પ્રમાણમાં બનતું જ હોય છે. મેં એક વાર કહ્યું હતું કે, આપણે સ્થાનિક ચીજો જ ખરીદવાની કોશિષ કરીએ. આપણી જરૂરિયાતની વસ્તુ આપણા ગામમાંથી જો મળતી હોય તો તાલુકામાં જવાની જરૂર નથી. તાલુકામાં મળતી હોય તો જીલ્લા સુધી જવાની જરૂર નથી. આપણે જેટલી વધુ સ્થાનિક ચીજો ખરીદવાનો પ્રયાસ કરીશું. ગાંધી સાર્ધશતાબ્દિ પોતાની રીતે જ એક મહાન તક બની જશે. અને મારો તો આગ્રહ રહ્યો છે કે, આપણા વણકર ભાઇઓ-બહેનોના હાથે બનેલી આપણા ખાદીના કાર્યકરોના હાથે બનેલી કંઇક ને કંઇક ચીજ તો આપણે ખરીદવી જ જોઇએ. આ દીવાળીએ પણ, દીવાળી પહેલાં તો આપે ઘણુંબધું ખરીદી લીધું હશે. પરંતુ ઘણા બધા લોકો એવા પણ હશે જે વિચારતા હશે કે, દિવાળી પછી જઇશું તો કદાચ, થોડુંક સસ્તુ પણ મળી જશે. તો ઘણા લોકો એવા પણ હશે જેમની ખરીદી હજી બાકી પણ હશે. તો દીવાળીની શુભેચ્ચાઓ સાથે સાથે હું આપને આગ્રહ કરીશ કે, આવો આપણે સ્થાનિક ચીજો ખરીદવાના આગ્રહી બનીએ. સ્થાનિક ચીજો જ ખરીદીએ. તમે જોજો, મહાત્મા ગાંધીનું સપનું સાકાર કરવામાં આપણે પણ કેટલી મહત્વની ભૂમિકા અદા કરી શકીએ છીએ. હું ફરી એકવાર આ દીવાળીના પાવન પ્રસંગે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. દીવાળીમાં આપણે જાતજાતના ફટાકડા ફોડીએ છીએ. પરંતુ કયારેક અસાવધાનીમાં આગ લાગી જાય છે. કયાંક ઇજા પણ થાય છે. મારો આપ સૌને આગ્રહ છે કે, પોતાનું પણ ધ્યાન રાખશો, અને ઉત્સવને પણ ખૂબ ઉમંગથી ઉજવશો. મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ખૂબ–ખૂબ ધન્યવાદ.

  • Priya Satheesh January 13, 2025

    🐯
  • krishangopal sharma Bjp January 03, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
  • krishangopal sharma Bjp January 03, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
  • krishangopal sharma Bjp January 03, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
  • கார்த்திக் November 18, 2024

    🪷ஜெய் ஸ்ரீ ராம்🪷जय श्री राम🪷જય શ્રી રામ🪷 🪷ಜೈ ಶ್ರೀ ರಾಮ್🪷ଜୟ ଶ୍ରୀ ରାମ🌸Jai Shri Ram 🌺🌺 🌸জয় শ্ৰী ৰাম🌸ജയ് ശ്രീറാം🌸 జై శ్రీ రామ్ 🌺 🌺
  • ram Sagar pandey November 04, 2024

    🌹🌹🙏🙏🌹🌹जय श्रीकृष्णा राधे राधे 🌹🙏🏻🌹🌹🌹🙏🙏🌹🌹जय माँ विन्ध्यवासिनी👏🌹💐
  • Devendra Kunwar September 29, 2024

    BJP
  • Pradhuman Singh Tomar July 25, 2024

    bjp
  • Dr Swapna Verma March 12, 2024

    jay shree ram
  • rida rashid February 19, 2024

    jay ho
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

Media Coverage

"Huge opportunity": Japan delegation meets PM Modi, expressing their eagerness to invest in India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Today, India is not just a Nation of Dreams but also a Nation That Delivers: PM Modi in TV9 Summit
March 28, 2025
QuoteToday, the world's eyes are on India: PM
QuoteIndia's youth is rapidly becoming skilled and driving innovation forward: PM
Quote"India First" has become the mantra of India's foreign policy: PM
QuoteToday, India is not just participating in the world order but also contributing to shaping and securing the future: PM
QuoteIndia has given Priority to humanity over monopoly: PM
QuoteToday, India is not just a Nation of Dreams but also a Nation That Delivers: PM

श्रीमान रामेश्वर गारु जी, रामू जी, बरुन दास जी, TV9 की पूरी टीम, मैं आपके नेटवर्क के सभी दर्शकों का, यहां उपस्थित सभी महानुभावों का अभिनंदन करता हूं, इस समिट के लिए बधाई देता हूं।

TV9 नेटवर्क का विशाल रीजनल ऑडियंस है। और अब तो TV9 का एक ग्लोबल ऑडियंस भी तैयार हो रहा है। इस समिट में अनेक देशों से इंडियन डायस्पोरा के लोग विशेष तौर पर लाइव जुड़े हुए हैं। कई देशों के लोगों को मैं यहां से देख भी रहा हूं, वे लोग वहां से वेव कर रहे हैं, हो सकता है, मैं सभी को शुभकामनाएं देता हूं। मैं यहां नीचे स्क्रीन पर हिंदुस्तान के अनेक शहरों में बैठे हुए सब दर्शकों को भी उतने ही उत्साह, उमंग से देख रहा हूं, मेरी तरफ से उनका भी स्वागत है।

साथियों,

आज विश्व की दृष्टि भारत पर है, हमारे देश पर है। दुनिया में आप किसी भी देश में जाएं, वहां के लोग भारत को लेकर एक नई जिज्ञासा से भरे हुए हैं। आखिर ऐसा क्या हुआ कि जो देश 70 साल में ग्यारहवें नंबर की इकोनॉमी बना, वो महज 7-8 साल में पांचवे नंबर की इकोनॉमी बन गया? अभी IMF के नए आंकड़े सामने आए हैं। वो आंकड़े कहते हैं कि भारत, दुनिया की एकमात्र मेजर इकोनॉमी है, जिसने 10 वर्षों में अपने GDP को डबल किया है। बीते दशक में भारत ने दो लाख करोड़ डॉलर, अपनी इकोनॉमी में जोड़े हैं। GDP का डबल होना सिर्फ आंकड़ों का बदलना मात्र नहीं है। इसका impact देखिए, 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं, और ये 25 करोड़ लोग एक नियो मिडिल क्लास का हिस्सा बने हैं। ये नियो मिडिल क्लास, एक प्रकार से नई ज़िंदगी शुरु कर रहा है। ये नए सपनों के साथ आगे बढ़ रहा है, हमारी इकोनॉमी में कंट्रीब्यूट कर रहा है, और उसको वाइब्रेंट बना रहा है। आज दुनिया की सबसे बड़ी युवा आबादी हमारे भारत में है। ये युवा, तेज़ी से स्किल्ड हो रहा है, इनोवेशन को गति दे रहा है। और इन सबके बीच, भारत की फॉरेन पॉलिसी का मंत्र बन गया है- India First, एक जमाने में भारत की पॉलिसी थी, सबसे समान रूप से दूरी बनाकर चलो, Equi-Distance की पॉलिसी, आज के भारत की पॉलिसी है, सबके समान रूप से करीब होकर चलो, Equi-Closeness की पॉलिसी। दुनिया के देश भारत की ओपिनियन को, भारत के इनोवेशन को, भारत के एफर्ट्स को, जैसा महत्व आज दे रहे हैं, वैसा पहले कभी नहीं हुआ। आज दुनिया की नजर भारत पर है, आज दुनिया जानना चाहती है, What India Thinks Today.

|

साथियों,

भारत आज, वर्ल्ड ऑर्डर में सिर्फ पार्टिसिपेट ही नहीं कर रहा, बल्कि फ्यूचर को शेप और सेक्योर करने में योगदान दे रहा है। दुनिया ने ये कोरोना काल में अच्छे से अनुभव किया है। दुनिया को लगता था कि हर भारतीय तक वैक्सीन पहुंचने में ही, कई-कई साल लग जाएंगे। लेकिन भारत ने हर आशंका को गलत साबित किया। हमने अपनी वैक्सीन बनाई, हमने अपने नागरिकों का तेज़ी से वैक्सीनेशन कराया, और दुनिया के 150 से अधिक देशों तक दवाएं और वैक्सीन्स भी पहुंचाईं। आज दुनिया, और जब दुनिया संकट में थी, तब भारत की ये भावना दुनिया के कोने-कोने तक पहुंची कि हमारे संस्कार क्या हैं, हमारा तौर-तरीका क्या है।

साथियों,

अतीत में दुनिया ने देखा है कि दूसरे विश्व युद्ध के बाद जब भी कोई वैश्विक संगठन बना, उसमें कुछ देशों की ही मोनोपोली रही। भारत ने मोनोपोली नहीं बल्कि मानवता को सर्वोपरि रखा। भारत ने, 21वीं सदी के ग्लोबल इंस्टीट्यूशन्स के गठन का रास्ता बनाया, और हमने ये ध्यान रखा कि सबकी भागीदारी हो, सबका योगदान हो। जैसे प्राकृतिक आपदाओं की चुनौती है। देश कोई भी हो, इन आपदाओं से इंफ्रास्ट्रक्चर को भारी नुकसान होता है। आज ही म्यांमार में जो भूकंप आया है, आप टीवी पर देखें तो बहुत बड़ी-बड़ी इमारतें ध्वस्त हो रही हैं, ब्रिज टूट रहे हैं। और इसलिए भारत ने Coalition for Disaster Resilient Infrastructure - CDRI नाम से एक वैश्विक नया संगठन बनाने की पहल की। ये सिर्फ एक संगठन नहीं, बल्कि दुनिया को प्राकृतिक आपदाओं के लिए तैयार करने का संकल्प है। भारत का प्रयास है, प्राकृतिक आपदा से, पुल, सड़कें, बिल्डिंग्स, पावर ग्रिड, ऐसा हर इंफ्रास्ट्रक्चर सुरक्षित रहे, सुरक्षित निर्माण हो।

साथियों,

भविष्य की चुनौतियों से निपटने के लिए हर देश का मिलकर काम करना बहुत जरूरी है। ऐसी ही एक चुनौती है, हमारे एनर्जी रिसोर्सेस की। इसलिए पूरी दुनिया की चिंता करते हुए भारत ने International Solar Alliance (ISA) का समाधान दिया है। ताकि छोटे से छोटा देश भी सस्टेनबल एनर्जी का लाभ उठा सके। इससे क्लाइमेट पर तो पॉजिटिव असर होगा ही, ये ग्लोबल साउथ के देशों की एनर्जी नीड्स को भी सिक्योर करेगा। और आप सबको ये जानकर गर्व होगा कि भारत के इस प्रयास के साथ, आज दुनिया के सौ से अधिक देश जुड़ चुके हैं।

साथियों,

बीते कुछ समय से दुनिया, ग्लोबल ट्रेड में असंतुलन और लॉजिस्टिक्स से जुड़ी challenges का सामना कर रही है। इन चुनौतियों से निपटने के लिए भी भारत ने दुनिया के साथ मिलकर नए प्रयास शुरु किए हैं। India–Middle East–Europe Economic Corridor (IMEC), ऐसा ही एक महत्वाकांक्षी प्रोजेक्ट है। ये प्रोजेक्ट, कॉमर्स और कनेक्टिविटी के माध्यम से एशिया, यूरोप और मिडिल ईस्ट को जोड़ेगा। इससे आर्थिक संभावनाएं तो बढ़ेंगी ही, दुनिया को अल्टरनेटिव ट्रेड रूट्स भी मिलेंगे। इससे ग्लोबल सप्लाई चेन भी और मजबूत होगी।

|

साथियों,

ग्लोबल सिस्टम्स को, अधिक पार्टिसिपेटिव, अधिक डेमोक्रेटिक बनाने के लिए भी भारत ने अनेक कदम उठाए हैं। और यहीं, यहीं पर ही भारत मंडपम में जी-20 समिट हुई थी। उसमें अफ्रीकन यूनियन को जी-20 का परमानेंट मेंबर बनाया गया है। ये बहुत बड़ा ऐतिहासिक कदम था। इसकी मांग लंबे समय से हो रही थी, जो भारत की प्रेसीडेंसी में पूरी हुई। आज ग्लोबल डिसीजन मेकिंग इंस्टीट्यूशन्स में भारत, ग्लोबल साउथ के देशों की आवाज़ बन रहा है। International Yoga Day, WHO का ग्लोबल सेंटर फॉर ट्रेडिशनल मेडिसिन, आर्टिफिशियल इंटेलीजेंस के लिए ग्लोबल फ्रेमवर्क, ऐसे कितने ही क्षेत्रों में भारत के प्रयासों ने नए वर्ल्ड ऑर्डर में अपनी मजबूत उपस्थिति दर्ज कराई है, और ये तो अभी शुरूआत है, ग्लोबल प्लेटफॉर्म पर भारत का सामर्थ्य नई ऊंचाई की तरफ बढ़ रहा है।

साथियों,

21वीं सदी के 25 साल बीत चुके हैं। इन 25 सालों में 11 साल हमारी सरकार ने देश की सेवा की है। और जब हम What India Thinks Today उससे जुड़ा सवाल उठाते हैं, तो हमें ये भी देखना होगा कि Past में क्या सवाल थे, क्या जवाब थे। इससे TV9 के विशाल दर्शक समूह को भी अंदाजा होगा कि कैसे हम, निर्भरता से आत्मनिर्भरता तक, Aspirations से Achievement तक, Desperation से Development तक पहुंचे हैं। आप याद करिए, एक दशक पहले, गांव में जब टॉयलेट का सवाल आता था, तो माताओं-बहनों के पास रात ढलने के बाद और भोर होने से पहले का ही जवाब होता था। आज उसी सवाल का जवाब स्वच्छ भारत मिशन से मिलता है। 2013 में जब कोई इलाज की बात करता था, तो महंगे इलाज की चर्चा होती थी। आज उसी सवाल का समाधान आयुष्मान भारत में नजर आता है। 2013 में किसी गरीब की रसोई की बात होती थी, तो धुएं की तस्वीर सामने आती थी। आज उसी समस्या का समाधान उज्ज्वला योजना में दिखता है। 2013 में महिलाओं से बैंक खाते के बारे में पूछा जाता था, तो वो चुप्पी साध लेती थीं। आज जनधन योजना के कारण, 30 करोड़ से ज्यादा बहनों का अपना बैंक अकाउंट है। 2013 में पीने के पानी के लिए कुएं और तालाबों तक जाने की मजबूरी थी। आज उसी मजबूरी का हल हर घर नल से जल योजना में मिल रहा है। यानि सिर्फ दशक नहीं बदला, बल्कि लोगों की ज़िंदगी बदली है। और दुनिया भी इस बात को नोट कर रही है, भारत के डेवलपमेंट मॉडल को स्वीकार रही है। आज भारत सिर्फ Nation of Dreams नहीं, बल्कि Nation That Delivers भी है।

साथियों,

जब कोई देश, अपने नागरिकों की सुविधा और समय को महत्व देता है, तब उस देश का समय भी बदलता है। यही आज हम भारत में अनुभव कर रहे हैं। मैं आपको एक उदाहरण देता हूं। पहले पासपोर्ट बनवाना कितना बड़ा काम था, ये आप जानते हैं। लंबी वेटिंग, बहुत सारे कॉम्प्लेक्स डॉक्यूमेंटेशन का प्रोसेस, अक्सर राज्यों की राजधानी में ही पासपोर्ट केंद्र होते थे, छोटे शहरों के लोगों को पासपोर्ट बनवाना होता था, तो वो एक-दो दिन कहीं ठहरने का इंतजाम करके चलते थे, अब वो हालात पूरी तरह बदल गया है, एक आंकड़े पर आप ध्यान दीजिए, पहले देश में सिर्फ 77 पासपोर्ट सेवा केंद्र थे, आज इनकी संख्या 550 से ज्यादा हो गई है। पहले पासपोर्ट बनवाने में, और मैं 2013 के पहले की बात कर रहा हूं, मैं पिछले शताब्दी की बात नहीं कर रहा हूं, पासपोर्ट बनवाने में जो वेटिंग टाइम 50 दिन तक होता था, वो अब 5-6 दिन तक सिमट गया है।

साथियों,

ऐसा ही ट्रांसफॉर्मेशन हमने बैंकिंग इंफ्रास्ट्रक्चर में भी देखा है। हमारे देश में 50-60 साल पहले बैंकों का नेशनलाइजेशन किया गया, ये कहकर कि इससे लोगों को बैंकिंग सुविधा सुलभ होगी। इस दावे की सच्चाई हम जानते हैं। हालत ये थी कि लाखों गांवों में बैंकिंग की कोई सुविधा ही नहीं थी। हमने इस स्थिति को भी बदला है। ऑनलाइन बैंकिंग तो हर घर में पहुंचाई है, आज देश के हर 5 किलोमीटर के दायरे में कोई न कोई बैंकिंग टच प्वाइंट जरूर है। और हमने सिर्फ बैंकिंग इंफ्रास्ट्रक्चर का ही दायरा नहीं बढ़ाया, बल्कि बैंकिंग सिस्टम को भी मजबूत किया। आज बैंकों का NPA बहुत कम हो गया है। आज बैंकों का प्रॉफिट, एक लाख 40 हज़ार करोड़ रुपए के नए रिकॉर्ड को पार कर चुका है। और इतना ही नहीं, जिन लोगों ने जनता को लूटा है, उनको भी अब लूटा हुआ धन लौटाना पड़ रहा है। जिस ED को दिन-रात गालियां दी जा रही है, ED ने 22 हज़ार करोड़ रुपए से अधिक वसूले हैं। ये पैसा, कानूनी तरीके से उन पीड़ितों तक वापिस पहुंचाया जा रहा है, जिनसे ये पैसा लूटा गया था।

साथियों,

Efficiency से गवर्नमेंट Effective होती है। कम समय में ज्यादा काम हो, कम रिसोर्सेज़ में अधिक काम हो, फिजूलखर्ची ना हो, रेड टेप के बजाय रेड कार्पेट पर बल हो, जब कोई सरकार ये करती है, तो समझिए कि वो देश के संसाधनों को रिस्पेक्ट दे रही है। और पिछले 11 साल से ये हमारी सरकार की बड़ी प्राथमिकता रहा है। मैं कुछ उदाहरणों के साथ अपनी बात बताऊंगा।

|

साथियों,

अतीत में हमने देखा है कि सरकारें कैसे ज्यादा से ज्यादा लोगों को मिनिस्ट्रीज में accommodate करने की कोशिश करती थीं। लेकिन हमारी सरकार ने अपने पहले कार्यकाल में ही कई मंत्रालयों का विलय कर दिया। आप सोचिए, Urban Development अलग मंत्रालय था और Housing and Urban Poverty Alleviation अलग मंत्रालय था, हमने दोनों को मर्ज करके Housing and Urban Affairs मंत्रालय बना दिया। इसी तरह, मिनिस्ट्री ऑफ ओवरसीज़ अफेयर्स अलग था, विदेश मंत्रालय अलग था, हमने इन दोनों को भी एक साथ जोड़ दिया, पहले जल संसाधन, नदी विकास मंत्रालय अलग था, और पेयजल मंत्रालय अलग था, हमने इन्हें भी जोड़कर जलशक्ति मंत्रालय बना दिया। हमने राजनीतिक मजबूरी के बजाय, देश की priorities और देश के resources को आगे रखा।

साथियों,

हमारी सरकार ने रूल्स और रेगुलेशन्स को भी कम किया, उन्हें आसान बनाया। करीब 1500 ऐसे कानून थे, जो समय के साथ अपना महत्व खो चुके थे। उनको हमारी सरकार ने खत्म किया। करीब 40 हज़ार, compliances को हटाया गया। ऐसे कदमों से दो फायदे हुए, एक तो जनता को harassment से मुक्ति मिली, और दूसरा, सरकारी मशीनरी की एनर्जी भी बची। एक और Example GST का है। 30 से ज्यादा टैक्सेज़ को मिलाकर एक टैक्स बना दिया गया है। इसको process के, documentation के हिसाब से देखें तो कितनी बड़ी बचत हुई है।

साथियों,

सरकारी खरीद में पहले कितनी फिजूलखर्ची होती थी, कितना करप्शन होता था, ये मीडिया के आप लोग आए दिन रिपोर्ट करते थे। हमने, GeM यानि गवर्नमेंट ई-मार्केटप्लेस प्लेटफॉर्म बनाया। अब सरकारी डिपार्टमेंट, इस प्लेटफॉर्म पर अपनी जरूरतें बताते हैं, इसी पर वेंडर बोली लगाते हैं और फिर ऑर्डर दिया जाता है। इसके कारण, भ्रष्टाचार की गुंजाइश कम हुई है, और सरकार को एक लाख करोड़ रुपए से अधिक की बचत भी हुई है। डायरेक्ट बेनिफिट ट्रांसफर- DBT की जो व्यवस्था भारत ने बनाई है, उसकी तो दुनिया में चर्चा है। DBT की वजह से टैक्स पेयर्स के 3 लाख करोड़ रुपए से ज्यादा, गलत हाथों में जाने से बचे हैं। 10 करोड़ से ज्यादा फर्ज़ी लाभार्थी, जिनका जन्म भी नहीं हुआ था, जो सरकारी योजनाओं का फायदा ले रहे थे, ऐसे फर्जी नामों को भी हमने कागजों से हटाया है।

साथियों,

 

हमारी सरकार टैक्स की पाई-पाई का ईमानदारी से उपयोग करती है, और टैक्सपेयर का भी सम्मान करती है, सरकार ने टैक्स सिस्टम को टैक्सपेयर फ्रेंडली बनाया है। आज ITR फाइलिंग का प्रोसेस पहले से कहीं ज्यादा सरल और तेज़ है। पहले सीए की मदद के बिना, ITR फाइल करना मुश्किल होता था। आज आप कुछ ही समय के भीतर खुद ही ऑनलाइन ITR फाइल कर पा रहे हैं। और रिटर्न फाइल करने के कुछ ही दिनों में रिफंड आपके अकाउंट में भी आ जाता है। फेसलेस असेसमेंट स्कीम भी टैक्सपेयर्स को परेशानियों से बचा रही है। गवर्नेंस में efficiency से जुड़े ऐसे अनेक रिफॉर्म्स ने दुनिया को एक नया गवर्नेंस मॉडल दिया है।

साथियों,

पिछले 10-11 साल में भारत हर सेक्टर में बदला है, हर क्षेत्र में आगे बढ़ा है। और एक बड़ा बदलाव सोच का आया है। आज़ादी के बाद के अनेक दशकों तक, भारत में ऐसी सोच को बढ़ावा दिया गया, जिसमें सिर्फ विदेशी को ही बेहतर माना गया। दुकान में भी कुछ खरीदने जाओ, तो दुकानदार के पहले बोल यही होते थे – भाई साहब लीजिए ना, ये तो इंपोर्टेड है ! आज स्थिति बदल गई है। आज लोग सामने से पूछते हैं- भाई, मेड इन इंडिया है या नहीं है?

साथियों,

आज हम भारत की मैन्युफैक्चरिंग एक्सीलेंस का एक नया रूप देख रहे हैं। अभी 3-4 दिन पहले ही एक न्यूज आई है कि भारत ने अपनी पहली MRI मशीन बना ली है। अब सोचिए, इतने दशकों तक हमारे यहां स्वदेशी MRI मशीन ही नहीं थी। अब मेड इन इंडिया MRI मशीन होगी तो जांच की कीमत भी बहुत कम हो जाएगी।

|

साथियों,

आत्मनिर्भर भारत और मेक इन इंडिया अभियान ने, देश के मैन्युफैक्चरिंग सेक्टर को एक नई ऊर्जा दी है। पहले दुनिया भारत को ग्लोबल मार्केट कहती थी, आज वही दुनिया, भारत को एक बड़े Manufacturing Hub के रूप में देख रही है। ये सक्सेस कितनी बड़ी है, इसके उदाहरण आपको हर सेक्टर में मिलेंगे। जैसे हमारी मोबाइल फोन इंडस्ट्री है। 2014-15 में हमारा एक्सपोर्ट, वन बिलियन डॉलर तक भी नहीं था। लेकिन एक दशक में, हम ट्वेंटी बिलियन डॉलर के फिगर से भी आगे निकल चुके हैं। आज भारत ग्लोबल टेलिकॉम और नेटवर्किंग इंडस्ट्री का एक पावर सेंटर बनता जा रहा है। Automotive Sector की Success से भी आप अच्छी तरह परिचित हैं। इससे जुड़े Components के एक्सपोर्ट में भी भारत एक नई पहचान बना रहा है। पहले हम बहुत बड़ी मात्रा में मोटर-साइकल पार्ट्स इंपोर्ट करते थे। लेकिन आज भारत में बने पार्ट्स UAE और जर्मनी जैसे अनेक देशों तक पहुंच रहे हैं। सोलर एनर्जी सेक्टर ने भी सफलता के नए आयाम गढ़े हैं। हमारे सोलर सेल्स, सोलर मॉड्यूल का इंपोर्ट कम हो रहा है और एक्सपोर्ट्स 23 गुना तक बढ़ गए हैं। बीते एक दशक में हमारा डिफेंस एक्सपोर्ट भी 21 गुना बढ़ा है। ये सारी अचीवमेंट्स, देश की मैन्युफैक्चरिंग इकोनॉमी की ताकत को दिखाती है। ये दिखाती है कि भारत में कैसे हर सेक्टर में नई जॉब्स भी क्रिएट हो रही हैं।

साथियों,

TV9 की इस समिट में, विस्तार से चर्चा होगी, अनेक विषयों पर मंथन होगा। आज हम जो भी सोचेंगे, जिस भी विजन पर आगे बढ़ेंगे, वो हमारे आने वाले कल को, देश के भविष्य को डिजाइन करेगा। पिछली शताब्दी के इसी दशक में, भारत ने एक नई ऊर्जा के साथ आजादी के लिए नई यात्रा शुरू की थी। और हमने 1947 में आजादी हासिल करके भी दिखाई। अब इस दशक में हम विकसित भारत के लक्ष्य के लिए चल रहे हैं। और हमें 2047 तक विकसित भारत का सपना जरूर पूरा करना है। और जैसा मैंने लाल किले से कहा है, इसमें सबका प्रयास आवश्यक है। इस समिट का आयोजन कर, TV9 ने भी अपनी तरफ से एक positive initiative लिया है। एक बार फिर आप सभी को इस समिट की सफलता के लिए मेरी ढेर सारी शुभकामनाएं हैं।

मैं TV9 को विशेष रूप से बधाई दूंगा, क्योंकि पहले भी मीडिया हाउस समिट करते रहे हैं, लेकिन ज्यादातर एक छोटे से फाइव स्टार होटल के कमरे में, वो समिट होती थी और बोलने वाले भी वही, सुनने वाले भी वही, कमरा भी वही। TV9 ने इस परंपरा को तोड़ा और ये जो मॉडल प्लेस किया है, 2 साल के भीतर-भीतर देख लेना, सभी मीडिया हाउस को यही करना पड़ेगा। यानी TV9 Thinks Today वो बाकियों के लिए रास्ता खोल देगा। मैं इस प्रयास के लिए बहुत-बहुत अभिनंदन करता हूं, आपकी पूरी टीम को, और सबसे बड़ी खुशी की बात है कि आपने इस इवेंट को एक मीडिया हाउस की भलाई के लिए नहीं, देश की भलाई के लिए आपने उसकी रचना की। 50,000 से ज्यादा नौजवानों के साथ एक मिशन मोड में बातचीत करना, उनको जोड़ना, उनको मिशन के साथ जोड़ना और उसमें से जो बच्चे सिलेक्ट होकर के आए, उनकी आगे की ट्रेनिंग की चिंता करना, ये अपने आप में बहुत अद्भुत काम है। मैं आपको बहुत बधाई देता हूं। जिन नौजवानों से मुझे यहां फोटो निकलवाने का मौका मिला है, मुझे भी खुशी हुई कि देश के होनहार लोगों के साथ, मैं अपनी फोटो निकलवा पाया। मैं इसे अपना सौभाग्य मानता हूं दोस्तों कि आपके साथ मेरी फोटो आज निकली है। और मुझे पक्का विश्वास है कि सारी युवा पीढ़ी, जो मुझे दिख रही है, 2047 में जब देश विकसित भारत बनेगा, सबसे ज्यादा बेनिफिशियरी आप लोग हैं, क्योंकि आप उम्र के उस पड़ाव पर होंगे, जब भारत विकसित होगा, आपके लिए मौज ही मौज है। आपको बहुत-बहुत शुभकामनाएं।

धन्यवाद।