કૌશલ્ય વિકાસ: યુવા શક્તિને બળ

Published By : Admin | April 13, 2012 | 17:31 IST

કૌશલ્ય વિકાસ : યુવા શક્તિને બળ

વ્હાલા મિત્રો,

હું જાણું છું તેવા એક વ્યક્તિના પ્રસંગ અંગે તમારી સાથે વાત કરવી છે. આ વ્યક્તિ ઘડિયાળ રિપેઈર કરવાનું કામ કરે છે. એક દિવસ તેમની પાસે એક ઘડિયાળ રિપેરિંગ માટે આવી, જેમાં તેમને લાગ્યું કે ઘડિયાળમાં ઉત્પાદન સંબંધિત ખામી હતી. આથી તેમણે સ્વિટઝર્લેન્ડ સ્થિત ઘડિયાળનું ઉત્પાદન કરતી કંપનીને પત્ર લખીને તેમની પ્રોડક્ટની ડિઝાઇનમાં ખામી હોવાના જાણકારી આપી. કંપનીએ તપાસ કરતાં જાણ્યું કે આ વ્યક્તિ દ્વારા રજૂ કરાયેલા કારણો સાચા હતાં અને કંપનીએ આ વ્યક્તિ દ્વારા રજૂ કરાયેલા કારણોની કદર કરીને બજારમાંથી તમામ ઘડિયાળોને પાછી પણ ખેંચી લીધી.

આ વ્યક્તિનું ઉદાહરણ શું સૂચવે છે? એ સ્પષ્ટ જણાવે છે કે સંશોધનમાં કોઇ સીમાઓના અવરોધ હોતા નથી અને દરેક વ્યક્તિ સંશોધનની ક્ષમતા ધરાવે છે. કામ અને કામના માહોલમાં સંપુર્ણતાથી શ્રેષ્ઠ સંશોધન શક્ય બને છે. પરંતુ, નિપુણતા હાંસલ કરવા માટે આપણે જે કાંઇ પણ કરવા ઇચ્છતા હોઇએ તેના માટે જરૂરી કૌશલ્ય હાંસલ કરવું જરૂરી છે.

ગુજરાતમાં આપણે આ બાબતને ટોચની પ્રાથમિકતા આપી છે. તમને ખબર હશે કે ભારત સ્વામી વિવેકાનંદની 150મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે.સ્વામીજીને અંજલીરૂપે ગુજરાત વર્ષ 2012ને “યુવા શક્તિ વર્ષ” તરીકે ઉજવી રહ્યું છે. આ ઉજવણીના ભાગરૂપે અમે આપણા યુવાનોમાં કુશળતાના વિકાસ પર ભાર મૂકવા પર નોંધપાત્ર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સ્વામી વિવેકાનંદ પોતે માનતા હતાં કે ભારતના ભાવિનો આધાર યુવાનો પર રહેશે. ઇતિહાસ પર નજર નાંખતા જણાશે કે ભારતમાં અગાઉ ક્યારેય આટલા યુવાનો ન હતા. જે આજે છે. આજે દેશની કુલ વસતીમાં 72 ટકા લોકો 40 વર્ષથી નીચે, 47 ટકા ભારતીયો 20 વર્ષથી નીચે છે, જ્યારે સમગ્ર વિશ્વની કુલ વસતીના માત્ર 10 ટકા લોકો 25 વર્ષથી નીચે છે. શું આપણા માટે આ શ્રેષ્ઠ તક નથી?

હું હંમેશાથી માનું છું કે 21મી સદીમાં ભારત કે ચીન વિશ્વની આગેવાની લેશે તેવા પ્રશ્નનો જવાબ યુવા શક્તિ છે. પરંતુ, મોટા પ્રમાણમાં યુવાન વસ્તી હોય એટલું જ પુરતું નથી. આ યુવાનોને જરૂરી કુશળતાથી સજ્જ કરવા જરૂરી છે અને સાથે સાથે પ્રત્યેક અને દરેક કુશળ વ્યવસાયને યોગ્ય માન આપવું જોઇએ. આમ થશે તો આપણી યુવા શક્તિ મજબૂત અસ્કયામત બનશે.

આપણા યુવાનોની ક્ષમતાઓને યોગ્ય દિશામાં વાળવા આપણા ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ (આઇટીઆઇ) મહત્વપુર્ણ ભુમિકા ભજવી શકે છે. છેલ્લાં એક દાયકામાં ગુજરાતે આપણા આઇટીઆઇના માળખા અને તકોમાં સુધારો કરવા માટે ગંભીર પ્રયાસો કર્યાં છે. ત્રણ દાયકાઓથી જે અભ્યાસક્રમમાં સુધારો કરાયો ન હતો તેમાં સુધારો કરાયો છે અને માળખાગત સુવિધાઓ સાથે વૈવિધ્યસભર અભ્યાસક્રમો અને તેની સંખ્યામાં પણ વૃદ્ધિ થઇ છે. વર્ષ 2001માં આઇટીઆઇની સંખ્યા માત્ર 275 હતી તે ચાર ગણી વધીને 1054 થઇ છે. ભુતકાળમાં આપણી પાસે  3,000 આઇટીઆઇ તાલીમ પામેલા વ્યક્તિ હતાં, જે હવે વધીને 6,000 થયાં છે. આઇટીઆઇ શિક્ષણ બાદ આઇટીઆઇના વિદ્યાર્થીઓ ડિપ્લોમા અને એન્જિનિયરિંગના અભ્યાસક્રમોમાં દાખલ થઇ શકે તે માટે પણ અમે દરવાજા ખોલ્યાં છે. આથી કારકિર્દીની ક્ષિતિજો વિસ્તરશે.

મિત્રો, આ સદી મુખ્યત્વે ત્રણ પાયા પર આધારિત રહેશેઃ આઇટી (ઇન્ફર્મેશન ટેકનોલોજી), બીટી (બાયો ટેકનોલોજી) અને ઇટી (એનવાયર્નમેન્ટ ટેકનોલોજી).

આ ત્રણેય પાયા મહત્વપુર્ણ હોવા છતાં ઇટી પ્રત્યે ખાસ ધ્યાન આપવું જરૂરી છે. પવન, પાણી અને સુર્ય જેવા કુદરતી સ્રોતોમાંથી ઉર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન આપી શકે છે. મેં સોલર કંપનીઓને એવોર્ડ્સની પહેલ માટે પણ સૂચન પણ કર્યું છે, જેથી પ્રેરણાદાયી સંશોધનને બળ મળી શકે.

ગમે તે કામ હોય પણ તેને માન આપવું જરૂરી છે. કોઇપણ વ્યક્તિ દ્વારા કરાતા કુશળ કામ પ્રત્યે ભરપુર આદર હોવો જોઇએ. આપણા કુશળ કામદારોને આદર ન આપવાની વૃત્તિને અમે દૂર કરવા માગીએ છીએ. આ માટે આપણા કામદારોમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરવાની અસર લાંબાગાળે જોવા મળશે અને તે માટે આપણું રાજ્ય પ્રથમ રહ્યું છે કે જેણે વ્યક્તિત્વમાં વિકાસ પર ભાર મૂકવા પોતાની આઇટીઆઇમાં સોફ્ટ સ્કીલ ટ્રેનિંગ શરૂ કરી છે. કૌશલ્યના વિકાસ સાથે આપણા વિચારો પણ વિસ્તૃત થવા જોઇએ. આપણી કામગીરીને વિશાળ પરિપ્રેક્ષ્યમાં સમજવું જરૂરી છે અને એકવાર આમ થશે પછી કોઇપણ કામ નાનું લાગશે નહીં. ઉદાહરણરૂપે એક ટેકનિશિયન સોલાર ટેકનોલોજી પર કામ કરતો હોય ત્યારે તે આ કાર્યને અન્ય નોકરીઓની જેમ ગણે અને તેના પ્રયત્નો આવનારી પેઢીઓ માટે બદલાવ લાવશે તેમ સમજે તે બે વચ્ચે ઘણું અંતર છે.

ગુજરાતે 20 સ્વામી વિવેકાનંદ સુપિરિયર ટેકનોલોજી સેન્ટર્સ (એસટીસી)ની પણ રજૂઆત કરી છે. આ સંસ્થાઓ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિશિષ્ટ તાલીમ પુરી પાડશે. ઓટોમોબાઇલ સર્વિસિંગ સંબંધિત એસટીસી આનું ઉદહારણ હોઇ શકે. ગુજરાત ભારતના ઓટો હબ તરીકે ઉભરી રહ્યું છે ત્યારે ઓટો-સર્વિસિંગ ક્ષેત્રે વિશાળ તકો છે. સમાન કેન્દ્રો સીએનસી (કમ્પ્યુટર ન્યુમેરિકલી કંટ્રોલ્ડ) ટેકનોલોજી એન્ડ સોલર ટેકનોલોજી માટે રહેશે.

મિત્રો, આપણા કેટલાંક પ્રયત્નોના પરિણામ જોવા મળી રહ્યાં છે. આપણે વર્તમાન સપ્તાહને સ્વામી વિવેકાનંદ યુવા રોજગાર સપ્તાહ તરીકે મનાવીશું. એક સપ્તાહના સમયગાળામાં હું પોતે 65,000 યુવાનોને રોજગારી પત્રો (એપોઇન્ટમેન્ટ લેટર) સોંપીશ. આપણા દેશમાં આ ઐતિહાસિક રોજગારીનો કાર્યક્રમ છે. આ યુવાનોની મહાત્વાકાંક્ષા તેમના એકલાની નથી. અમે પ્રત્યેક યુવાનના મનને સખત મહેનત, સમર્પણ અને પ્રેરણા સાથે સંશોધનનું પાવર હાઉસ બનાવવા પ્રતિબદ્ધ છીએ. આ પ્રયાસમાં આઇટીઆઇ સક્રિય ભુમિકા ભજવી શકે છે અને આપણા યુવાનો માટે તકોમાં ઉમેરો કરી શકે છે. સખત પરિશ્રમ કરવાની ઇચ્છાશક્તિ વૈવિધ્યતામાં વધારો કરશે અને તેથી ઉત્સાહ આપોઆપ જોવા મળશે. સ્કીલ+વીલ+ઝીલ=વીનનો મંત્ર ગુજરાતને સમર્થ બનાવશે અને ભારતને નવી ઊંચાઇઓ સર કરવા સક્ષમ બનાવશે.

આપનો,

નરેન્દ્ર મોદી

My speech while handing over appointment letters to youngsters at Ahmedabad

  • Chhedilal Mishra December 07, 2024

    Jai shrikrishna
  • Amrita Singh September 22, 2024

    जय श्री राम जय
  • दिग्विजय सिंह राना September 18, 2024

    हर हर महादेव
  • JBL SRIVASTAVA May 24, 2024

    मोदी जी 400 पार
  • MLA Devyani Pharande February 16, 2024

    nice
  • rajiv Ghosh February 13, 2024

    abki baar 400 paar, Modi ji jindabad
  • Uma tyagi bjp January 10, 2024

    जय श्री राम
  • Lalruatsanga January 07, 2024

    good
  • Babla sengupta December 24, 2023

    Babla sengupta
  • G.shankar Srivastav September 01, 2022

    नमस्ते 👋
Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India dispatches second batch of BrahMos missiles to Philippines

Media Coverage

India dispatches second batch of BrahMos missiles to Philippines
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
એકતા કા મહાકુંભ - એક નવા યુગનો પ્રારંભ
February 27, 2025

– નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી

પવિત્ર નગરી પ્રયાગરાજમાં મહાકુંભ સફળતાપૂર્વક સંપન્ન થયો છે. એકતાનો ભવ્ય મહાયજ્ઞ પૂર્ણ થયો છે. જ્યારે કોઈ રાષ્ટ્રની ચેતના જાગૃત થાય છે, જ્યારે તે સદીઓ જૂની પરાધીનતાની માનસિકતાના બંધનમાંથી મુક્ત થાય છે, ત્યારે તે નવી ઉર્જાની તાજી હવામાં મુક્તપણે શ્વાસ લે છે. આનું પરિણામ 13 જાન્યુઆરીથી પ્રયાગરાજમાં એકતા કા મહાકુંભ (એકતાનો મહાકુંભ)માં જોવા મળ્યું.

|

22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મેં દેવભક્તિ અને દેશભક્તિ અંગે વાત કરી હતી. પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન, દેવી-દેવતાઓ, સંતો, મહિલાઓ, બાળકો, યુવાનો, વૃદ્ધો અને દરેક વર્ગના લોકો એક સાથે આવ્યા હતા. આપણે રાષ્ટ્રની જાગૃત ચેતનાના સાક્ષી બન્યા. આ એકતા કા મહાકુંભ હતો, જ્યાં 140 કરોડ ભારતીયોની લાગણીઓ આ પવિત્ર અવસર માટે એક જ જગ્યાએ, એક જ સમયે એકઠી થઈ હતી.
પ્રયાગરાજના આ પવિત્ર ક્ષેત્રમાં એકતા, સદ્ભાવ અને પ્રેમની પવિત્ર ભૂમિ શ્રૃંગવેરપુર છે. જ્યાં પ્રભુ શ્રી રામ અને નિષાદરાજની મુલાકાત થઈ હતી. તેમનું મિલન ભક્તિ અને સદ્ભાવનાના સંગમનું પ્રતીક હતું. આજે પણ, પ્રયાગરાજ આપણને એ જ ભાવનાથી પ્રેરિત કરે છે.

45 દિવસ સુધી મેં દેશના ખૂણે ખૂણેથી કરોડો લોકોને સંગમ તરફ આવતા જોયા. સંગમ પર લાગણીઓની લહેર વધતી રહી. દરેક ભક્ત એક જ હેતુ સાથે આવતા હતા - સંગમમાં ડૂબકી લગાવવી. ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમથી દરેક યાત્રાળુને ઉત્સાહ, ઉર્જા અને આત્મવિશ્વાસથી તરબોળ કરી દેતા હતા.

|

પ્રયાગરાજના આ પવિત્ર ક્ષેત્રમાં એકતા, સદ્ભાવ અને પ્રેમની પવિત્ર ભૂમિ શ્રૃંગવેરપુર છે. જ્યાં પ્રભુ શ્રી રામ અને નિષાદરાજની મુલાકાત થઈ હતી. તેમનું મિલન ભક્તિ અને સદ્ભાવનાના સંગમનું પ્રતીક હતું. આજે પણ, પ્રયાગરાજ આપણને એ જ ભાવનાથી પ્રેરિત કરે છે.

|

45 દિવસ સુધી મેં દેશના ખૂણે ખૂણેથી કરોડો લોકોને સંગમ તરફ આવતા જોયા. સંગમ પર લાગણીઓની લહેર વધતી રહી. દરેક ભક્ત એક જ હેતુ સાથે આવતા હતા - સંગમમાં ડૂબકી લગાવવી. ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમથી દરેક યાત્રાળુને ઉત્સાહ, ઉર્જા અને આત્મવિશ્વાસથી તરબોળ કરી દેતા હતા.

પ્રયાગરાજમાં યોજાયેલો આ મહાકુંભ આધુનિક મેનેજમેન્ટ વ્યાવસાયિકો, આયોજન અને નીતિ નિષ્ણાતો માટે અભ્યાસનો વિષય છે. દુનિયામાં ક્યાંય પણ આ સ્તરનું કોઈ સમાંતર કે ઉદાહરણ નથી.

|

દુનિયાએ આશ્ચર્યથી જોયું કે કેવી રીતે પ્રયાગરાજમાં નદીઓના સંગમ કિનારે કરોડો લોકો ભેગા થયા હતા. આ લોકોને કોઈ ઔપચારિક આમંત્રણ નહોતું કે ક્યારે જવું તે અંગે કોઈ પૂર્વ સૂચના નહોતી. છતાં કરોડો લોકો પોતાની મરજીથી મહાકુંભ જવા રવાના થયા અને પવિત્ર જળમાં ડૂબકી લગાવવાનો આનંદ અનુભવ્યો.

|

પવિત્ર સ્નાન પછી અપાર આનંદ અને સંતોષ ફેલાવતા ચહેરાઓ હું ભૂલી શકતો નથી. મહિલાઓ, વડીલો, આપણા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો - દરેકે સંગમ સુધી પહોંચવાનો માર્ગ શોધી કાઢ્યો હતો.

ભારતના યુવાનોની જબરદસ્ત ભાગીદારી જોઈને મને ખાસ આનંદ થયો. મહાકુંભમાં યુવા પેઢીની હાજરી એક ખાસ સંદેશ આપે છે કે, ભારતના યુવાનો આપણી ભવ્ય સંસ્કૃતિ અને વારસાના પથદર્શક બનશે. તેઓ તેને જાળવવા પ્રત્યેની તેમની જવાબદારી સમજે છે અને તેને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

|

આ મહાકુંભ માટે પ્રયાગરાજ પહોંચેલા લોકોની સંખ્યાએ નિઃશંકપણે નવા રેકોર્ડ બનાવ્યા છે. પરંતુ શારીરિક રીતે હાજર રહેલા લોકો ઉપરાંત, કરોડો લોકો જે પ્રયાગરાજ પહોંચી શક્યા ન હતા. તેઓ પણ આ પ્રસંગ સાથે ભાવનાત્મક રીતે ઊંડાણપૂર્વક જોડાયેલા હતા. યાત્રાળુઓ દ્વારા પરત લાવવામાં આવેલ પવિત્ર જળ લાખો લોકો માટે આધ્યાત્મિક આનંદનો સ્ત્રોત બન્યું. મહાકુંભમાંથી પાછા ફરનારા ઘણા લોકોનું તેમના ગામમાં આદરપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું, સમાજ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.

છેલ્લા કેટલાક અઠવાડિયામાં જે બન્યું છે તે અભૂતપૂર્વ છે અને તેણે આવનારી સદીઓ માટે પાયો નાખ્યો છે.

પ્રયાગરાજમાં કોઈએ કલ્પના કરી ન હતી તેના કરતાં વધુ ભક્તો પહોંચ્યા. વહીવટીતંત્રે કુંભના ભૂતકાળના અનુભવોના આધારે હાજરીનો અંદાજ લગાવ્યો હતો.

આ એકતા કા મહાકુંભમાં અમેરિકાની લગભગ બમણી વસ્તીએ ભાગ લીધો હતો.

|

જો આધ્યાત્મિકતાના વિદ્વાનો કરોડો ભારતીયોની ઉત્સાહી ભાગીદારીનું વિશ્લેષણ કરે તો તેઓ જોશે કે ભારત જે તેના વારસા પર ગર્વ કરે છે, તે હવે એક નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે. મારું માનવું છે કે આ એક નવા યુગનો ઉદય છે, જે નવા ભારતનું ભવિષ્ય બનાવશે.

હજારો વર્ષોથી મહાકુંભ ભારતની રાષ્ટ્રીય ચેતનાને મજબૂત બનાવે છે. દરેક પૂર્ણ કુંભમાં સંતો, વિદ્વાનો અને વિચારકો પોતાના સમયમાં સમાજની સ્થિતિ પર વિચાર-વિમર્શ કરતા હતા. તેમના વિચારો રાષ્ટ્ર અને સમાજને નવી દિશા આપતા હતા. દર છ વર્ષે અર્ધ કુંભ દરમિયાન આ વિચારોની સમીક્ષા કરવામાં આવતી હતી. 144 વર્ષમાં પૂર્ણ કુંભની 12 ઘટનાઓ પછી જૂની પરંપરાઓનો ત્યાગ કરવામાં આવ્યો, નવા વિચારો અપનાવવામાં આવ્યા અને સમય સાથે આગળ વધવા માટે નવી પરંપરાઓનું નિર્માણ કરવામાં આવ્યું.

144 વર્ષ પછી, આ મહાકુંભમાં આપણા સંતોએ ફરી એકવાર આપણને ભારતની વિકાસ યાત્રા માટે એક નવો સંદેશ આપ્યો છે. તે સંદેશ છે ડેવલપ ભારત - વિકસિત ભારત.

|

આ એકતા કા મહાકુંભમાં દરેક યાત્રાળુ, ભલે તે ગરીબ હોય કે અમીર, યુવાન હોય કે વૃદ્ધ, ગામડાંના હોય કે શહેરોના, ભારત હોય કે વિદેશથી, પૂર્વ હોય કે પશ્ચિમથી, ઉત્તર હોય કે દક્ષિણથી, જાતિ, સંપ્રદાય અને વિચારધારાને ધ્યાનમાં લીધા વિના એકઠા થયા. આ એક ભારત, શ્રેષ્ઠ ભારતના વિઝનનું મૂર્ત સ્વરૂપ હતું જેણે કરોડો લોકોમાં વિશ્વાસ ભરી દીધો. હવે, આપણે વિકસિત ભારત બનાવવાના મિશન માટે સમાન ભાવના સાથે એક સાથે આવવું જોઈએ.

મને એ ઘટના યાદ આવે છે, જ્યારે શ્રી કૃષ્ણ બાળ સ્વરૂપમાં પોતાની માતા યશોદાને તેમના મુખમાં રહેલા સમગ્ર બ્રહ્માંડનો એક ઝલક જોવા મળી હતી. તેવી જ રીતે, આ મહાકુંભમાં ભારત અને વિશ્વના લોકોએ ભારતની સામૂહિક શક્તિની વિશાળ સંભાવના જોઈ છે. આપણે હવે આ આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ અને વિકસિત ભારત બનાવવા માટે પોતાને સમર્પિત કરવું જોઈએ.

|

અગાઉ, ભક્તિ આંદોલનના સંતોએ સમગ્ર ભારતમાં આપણા સામૂહિક સંકલ્પની શક્તિને ઓળખી અને પ્રોત્સાહન આપ્યું હતું. સ્વામી વિવેકાનંદથી લઈને શ્રી અરવિંદ સુધી, દરેક મહાન વિચારકે આપણને આપણા સામૂહિક સંકલ્પની શક્તિની યાદ અપાવી હતી. મહાત્મા ગાંધીએ પણ સ્વતંત્રતા ચળવળ દરમિયાન તેનો અનુભવ કર્યો હતો. સ્વતંત્રતા પછી, જો આ સામૂહિક શક્તિને યોગ્ય રીતે ઓળખવામાં આવી હોત અને તેનો ઉપયોગ બધાના કલ્યાણ માટે કરવામાં આવ્યો હોત તો તે નવા સ્વતંત્ર રાષ્ટ્ર માટે એક મહાન શક્તિ બની હોત. દુર્ભાગ્યથી તે પહેલાં કરવામાં આવ્યું ન હતું. પરંતુ હવે, વિકસિત ભારત માટે લોકોની આ સામૂહિક શક્તિ જે રીતે એક સાથે આવી રહી છે તે જોઈને મને આનંદ થાય છે.

વેદોથી વિવેકાનંદ સુધી, પ્રાચીન શાસ્ત્રોથી આધુનિક ઉપગ્રહો સુધી, ભારતની મહાન પરંપરાઓએ આ રાષ્ટ્રને ઘડ્યું છે. એક નાગરિક તરીકે હું પ્રાર્થના કરું છું કે આપણે આપણા પૂર્વજો અને સંતોની યાદોમાંથી નવી પ્રેરણા મેળવીએ. આ એકતાનો મહાકુંભ આપણને નવા સંકલ્પો સાથે આગળ વધવામાં મદદ કરે. ચાલો આપણે એકતાને આપણો માર્ગદર્શક સિદ્ધાંત બનાવીએ. ચાલો આપણે એ સમજ સાથે કાર્ય કરીએ કે રાષ્ટ્રની સેવા એ પરમાત્માની સેવા છે.

|

કાશીમાં મારી ચૂંટણી પ્રચાર દરમિયાન, મેં કહ્યું હતું કે, "મા ગંગાએ મને બોલાવ્યો છે." આ ફક્ત એક ભાવના જ નહીં, પણ આપણી પવિત્ર નદીઓની સ્વચ્છતા પ્રત્યે જવાબદારીનું આહ્વાન પણ હતું. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર ઊભા રહીને મારો સંકલ્પ વધુ મજબૂત બન્યો. આપણી નદીઓની સ્વચ્છતા આપણા પોતાના જીવન સાથે ઊંડે સુધી જોડાયેલી છે. આપણી નાની કે મોટી નદીઓને જીવનદાતા માતા તરીકે ઉજવવાની જવાબદારી આપણી છે. આ મહાકુંભ આપણને આપણી નદીઓની સ્વચ્છતા માટે કામ કરતા રહેવાની પ્રેરણા આપે છે.

મને ખબર છે કે આટલા મોટા કાર્યક્રમનું આયોજન કરવું સરળ કાર્ય નહોતું. જો આપણી ભક્તિમાં કોઈ ખામી રહી ગઈ હોય તો હું મા ગંગા, મા યમુના અને મા સરસ્વતીને પ્રાર્થના કરું છું કે, તેઓ આપણને માફ કરે. હું જનતા જનાર્દનને દિવ્યતાનું સ્વરૂપ માનું છું. જો તેમની સેવા કરવાના અમારા પ્રયત્નોમાં કોઈ ખામી રહી ગઈ હોય, તો હું જનતાની પણ ક્ષમા માંગુ છું.

|

કરોડો લોકો ભક્તિની ભાવના સાથે મહાકુંભમાં આવ્યા હતા. તેમની સેવા કરવી એ પણ એક જવાબદારી હતી જે ભક્તિની ભાવના સાથે નિભાવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના સંસદ સભ્ય તરીકે હું ગર્વથી કહી શકું છું કે, યોગીજીના નેતૃત્વમાં, વહીવટ અને લોકોએ આ એકતા કા મહાકુંભને સફળ બનાવવા માટે સાથે મળીને કામ કર્યું. રાજ્ય હોય કે કેન્દ્ર, કોઈ શાસક કે વહીવટકર્તા નહોતા અને તેના બદલે દરેક જણ સમર્પિત સેવક હતા. સ્વચ્છતા કર્મચારીઓ, પોલીસ, હોડીચાલક, ડ્રાઇવર, ભોજન પીરસનારા - બધાએ અથાક મહેનત કરી. પ્રયાગરાજના લોકોએ ઘણી બધી અસુવિધાઓનો સામનો કરવા છતાં ખુલ્લા દિલે યાત્રાળુઓનું સ્વાગત જે રીતે કર્યું તે ખાસ કરીને પ્રેરણાદાયક હતું. હું તેમનો અને ઉત્તર પ્રદેશના લોકોનો હૃદયપૂર્વક આભાર અને પ્રશંસા વ્યક્ત કરું છું.


મને હંમેશા આપણા રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યમાં અતૂટ વિશ્વાસ રહ્યો છે. આ મહાકુંભના સાક્ષી બનવાથી મારી શ્રદ્ધા અનેક ગણી મજબૂત થઈ છે.

જે રીતે 140 કરોડ ભારતીયોએ એકતા કા મહાકુંભને વૈશ્વિક પ્રસંગમાં ફેરવ્યો તે ખરેખર અદ્ભુત છે. આપણા લોકોના સમર્પણ, ભક્તિ અને પ્રયત્નોથી પ્રેરિત થઈને હું ટૂંક સમયમાં શ્રી સોમનાથની મુલાકાત લઈશ, જે 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ છે. જેથી હું આ સામૂહિક રાષ્ટ્રીય પ્રયાસોના ફળ તેમને અર્પણ કરી શકું અને દરેક ભારતીય માટે પ્રાર્થના કરી શકું.

મહાકુંભનું ભૌતિક સ્વરૂપ ભલે મહાશિવરાત્રી પર સફળતાપૂર્વક પૂર્ણ થયું હોય, પરંતુ ગંગાના શાશ્વત પ્રવાહની જેમ મહાકુંભથી જાગૃત થયેલી આધ્યાત્મિક શક્તિ, રાષ્ટ્રીય ચેતના અને એકતા આવનારી પેઢીઓ સુધી આપણને પ્રેરણા આપતી રહેશે.