ગુજરાતને SKILL HUB બનાવવા ઉદ્યોગોની ભાગીદારી
સ્કીલ કન્વેન્શનનું ઉદ્દઘાટન કરતા મુખ્યમંત્રીશ્રી
ચીન સાથે ભારતની યુવા કૌશલ્ય વિકાસની સ્પર્ધા
હિન્દુસ્તાને SCOPE-SCALE-SKILL-SPEED ની વ્યૂહરચના અપનાવવી જોઇએ
મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ઉદ્યોગ સંચાલકો અને આઇટીઆઇ વચ્ચે કૌશલ્ય વિકાસ તાલીમના ર૬ સમજૂતિના કરાર થયા
રાજ્યમાં ઉદ્યોગો દ્વારા કૌશલ્યવર્ધન તાલીમ માટે કુલ ૧૧૯ MOU
ગુજરાતનો યુવાન બેરોજગાર રહેવાનો નથી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે મહાત્મા મંદિરમાં ગુજરાતને SKILL HUB બનાવવાના નિર્ધાર સાથે યોજાયેલા SKILL CONVENTION ને ખુલ્લું મૂકતા નિર્ધાર વ્યકત કર્યો હતો કે, રાજ્યમાં પબ્લીકપ્રાઇવેટ પાર્ટનરશીપના વ્યાપક ફલકને વિકસાવીને રાજ્યના વિકાસ અને ઉદ્યોગોની જરૂરિયાતોની પૂર્તિ કરવા સ્કીલ ડેવલપમેન્ટ મિશન કૌશલ્ય નિર્માણ અને કૌશલ્યવર્ધનને પ્રાથમિકતા અપાશે. આ સંદર્ભમાં ૧૧૯ જેટલા સ્કીલ ડેવલપમેન્ટના સમજૂતિના કરાર આઇ.ટી.આઇ. અને ઉદ્યોગો સાથે કર્યા છે એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ, ઇન્ડેક્ષ્ટબી અને ઔદ્યોગિક એસોસિયેશનના સંયુકત ઉપક્રમે આ ઇન્ડસ્ટ્રી રિસ્પોન્સીવ સ્કીલ કન્વેન્શન યોજવામાં આવ્યું હતું. ઉદ્યોગોની જરૂરિયાતોને અનુરૂપ યુવા કૌશલ્ય રોજગારીની તકોને સુનિશ્ચિત કરીને ગુજરાતને યુવા કૌશલ્ય માટેનું ધબકતું કેન્દ્ર બનાવવા માટે આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ ર૦૧૩ની પૂર્વ તૈયારીરૂપે આ કન્વેન્શન ઉદ્યોગ જગતની સહભાગીતાથી સંપણ થયું છે.
મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ઉદ્યોગ સંચાલકો અને રાજ્ય સરકારના આઇટીઆઇ વચ્ચે કૌશલ્ય વિકાસ તાલીમના ર૬ સમજૂતિના કરાર આજના અવસરે સંપણ થયા હતા. રાજ્ય સરકારના અભિગમથી કુલ ૧૧૯ જેટલા સમજૂતિના કરાર થયા છે.
Read complete text of Shri Modi's speech at Industry Responsive Skill Convention here
યુવાનોને જ્ઞાન અને કૌશલ્યમાં સશકત બનાવવાની નેમ ર૧મી સદીમાં અનિવાર્ય છે તેની ભૂમિકા આપી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે દેશની પ૦ ટકા જનસંખ્યા રપથી ૩પ વર્ષની છે અને તેના કૌશલ્ય અને જ્ઞાનનું સશકિતકરણ કરવાથી ભારતની યુવાશકિત વિશ્વની ઉત્તમ આર્થિક ચાલકશકિત બની શકે એમ છે. ગુજરાતે આ દિશામાં ‘હાર્ડ સ્કીલ’ અને ‘સોફટ સ્કીલ’ના બંને ક્ષેત્રોમાં પહેલ કરી છે. આ સંદર્ભમાં તેમણે icreate, સ્કોપ અને EMPOWER જેવા નવા બુધ્ધિ કૌશલ્યના આયામોની સાફલ્ય ગાથાની ભૂમિકા આપી હતી. ગુજરાત સરકારે આઇટીઆઇ અપગ્રેડેશન, ર૦ સુપિરીયર ટેકનોલોજી ટ્રેઇનીંગ સેન્ટર, ૧૦૭૪ જેટલા હુણર કૌશલ્યના તાલીમકોર્સ અને પબ્લીકપ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે ન્યુ સ્કીલ જનરેશન ટ્રેઇનીંગ સેન્ટરનું નેટવર્ક જેવી અનેક નવી પહેલ કરી છે, એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
કૌશલ્યતાલીમનું મહત્વ અનિવાર્ય છે તેના દ્રષ્ટાંતો આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સ્કીલજરૂરિયાતનું મેપીંગ ગુજરાતે કરી લીધું છે. ઇન્ડસ્ટ્રીઅલ કલસ્ટરની જરૂરિયાતોને અનુરૂપ આઇટીઆઇ દ્વારા કૌશલ્યની તાલીમથી ગુજરાત સૌથી ઓછી બેરોજગારી ધરાવતું રાજ્ય બની ગયું છે. ચીન સાથે યુવા કૌશલ્ય સંવર્ધનની સ્પર્ધામાં ટકવા માટે ભારતે SCOPE, SCALE, SKILL અને SPEED ચારેય ક્ષેત્રોમાં પ્રભાવી વ્યૂહરચના અપનાવવી પડશે એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત સરકારે અંગ્રેજી વાતચિત માટેની સુવિધાનું વ્યાપક ફલક SCOPE પ્રોજેકટથી શરૂ કર્યું તેનાથી લાખો યુવાનોગૃહિણીઓ અંગ્રેજી ભાષામાં વાતચિત કરવાનું કૌશલ્ય મેળવી શકયા એમ તેમણે જણાવ્યું હતું. એ જ રીતે કોમ્પ્યુટર સાક્ષરતા માટેના EMPOWER પ્રોજેકટથી બે લાખ યુવાનોને કોમ્પ્યુટરઇન્ટરનેટ શિક્ષણની તાલીમ ઉપયોગી થઇ છે તેનો ખ્યાલ તેમણે આપ્યો હતો. ગુજરાત સરકારે BISAG, માઇક્રોસોફટ સેટેલાઇટ, લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશનની એન્જીનિયરીંગ ટ્રેઇનીંગની સુવિધા પણ આપી છે એમ તેમણે જણાવ્યું હતું.
ઉદ્યોગ, કૃષિ, માળખાકીય સુવિધા સહિતના બધા જ વિકાસ ક્ષેત્રોમાં સ્કીલ ડેવલપમેન્ટનું ફલક વિસ્તારાશે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
પ્રારંભમાં શ્રમરોજગાર અને નાણામંત્રીશ્રી વજુભાઇ વાળાએ સૌને સ્વાગત પ્રવચનથી આવકાર્યા હતા. શ્રી વાળાએ ગુજરાતમાં ઉદ્યોગો શ્રમિકો વચ્ચેના સૂમેળભર્યા સંબંધો તથા રોજગારી નિર્માણના વિકાસ વિઝનમાં શાસન વ્યવસ્થા સાથે ઉદ્યોગકારોનાગરિકો અને ગુજરાતના વિકાસ પ્રેમીઓના સહયોગની પ્રસંશા કરી હતી.
ગુજરાતમાં માત્ર રોજગાર નિર્માણ જ નહીં કૌશલ્ય વર્ધન તથા વૈશ્વિક સ્પર્ધામાં બરોબરી કરી શકે તેવા હોનહાર પ્રશિક્ષિત યુવાધન ઘડતરથી સ્વામી વિવેકાનંદના સપનાનાં સબળ રાષ્ટ્ર માટેની મુખ્યમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિ અને વિવિધ રોજગારલક્ષી આયોજનોની ભૂમિકા આપી હતી.
સી.આઇ.આઇ.ની સ્કિલ ડેવલપમેન્ટ કમિટિના અધ્યક્ષ અને તાતા કન્સલટન્સીના કાર્યવાહક નાણાં નિયામકશ્રી એસ. મહાલિંગમે ગુજરાત ઙ્કઝિરો મેન ડેઝ લોસઙ્ખ ની સુચારૂ વ્યવસ્થા સાથે રોજગાર અવસરો આપી નોકરી દાતાઓ અને ઉદ્યોગકારો માટે શ્રેષ્ઠ પસંદગીનું સ્થળ બન્યું છે તેનો આનંદ વ્યકત કર્યો હતો. ગુજરાતના પીપીપી મોડેલની સફળતાએ વિશ્વને પ્રભાવિત કર્યું છે તેનું શ્રેય તેમણે મુખ્યમંત્રીશ્રીના વિઝનને આપ્યું હતું.
સ્વીસ ફેડરલ ઇન્સ્ટીટયુટ ફોર વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગના ડાયરેકટર સુશ્રી ડાલીયા શિફરે સ્કિલ ડેવલપમેન્ટ અને ક્ષમતા વર્ધનના સ્વીડીશ પ્રયોગોની પ્રેઝન્ટેશન દ્વારા પ્રસ્તુતિ કરી હતી અને ગુજરાતભારતસ્વીસ આ ક્ષેત્રે સહયોગની સંભાવના ધરાવે છે તેવો મત વ્યકત કર્યો હતો. મુખ્ય સચિવશ્રી એ. કે. જોતિએ સૌનો આભાર વ્યકત કર્યો હતો.
આ કન્વેન્શનમાં સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે કાર્યરત દેશવિદેશના તજ્જ્ઞો, વિવિધ સાહસોના સંચાલકો તથા શ્રમરોજગારના અગ્ર સચિવશ્રી પણીરવેલ, ઉદ્યોગના અગ્ર સચિવશ્રી મહેશ્વર શાહુ, શ્રમ રોજગાર, ઉદ્યોગ, ઇન્ડેક્ષબી ના વરિષ્ઠ સચિવો અને ઉચ્ચ અધિકારીઓ તથા મોટીસંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહયા હતા.