સિંગાપોર-ચાઇનીઝ
ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું
ઉચ્ચકક્ષાનું બિઝનેસ ડેલીગેશન ગુજરાતમાં
મુખ્યમંત્રીશ્રી સાથે સૌજ્ન્ય બેઠક
યોજીને
ગુજરાતમાં પ્રોજેકટ-રોકાણના
ક્ષેત્રો વિકસાવવા
ફળદાયી પરામર્શ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજન્ય મૂલાકાત આજે સિંગાપોર ચાઇનીઝ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SCCCI) ના ગુજરાત આવેલા વરિષ્ઠ બિઝનેસ ડેલીગેશને લીધી હતી. ગુજરાતના વિકાસમાં સહભાગી થવા અને પ્રોજેકટ-મૂડીરોકાણની વિશાળ સંભાવના અંગે સિંગાપોરના આ વરિષ્ઠ કંપની સંચાલકોએ મુખ્યમંત્રીશ્રી સાથે ફળદાયી પરામર્શ કર્યો હતો.
સિંગાપોરના સાંસદ અને SCCCI ના અધ્યક્ષ શ્રીયુત તિઓ સિઓંગ સેન્ગ (Mr. Teo SIONG SENG) એ ગુજરાતના વિકાસની ગતિશીલતા અને મુખ્યમંત્રીશ્રીના પ્રગતિશીલ નેતૃત્વની ભરપૂર પ્રસંશા કરી હતી.મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીઅલ ઝોન, કોટન માટેની ફાઇવ એફ ફોર્મ્યુલા, ઓટો કંપોનન્ટ ઇન્ડસ્ટ્રીઝ, મીડલ કલાસ માટેના પબ્લીક - પ્રાઇવેટ પાર્ટનરશીપ્ આધારિત હાઉસીંગ પ્રોજેકટ, મુખ્યમંત્રીશ્રીએ દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીઅલ કોરિડોર, ગુજરાતના સમૂદ્રકાંઠે શિપીંગ મેન્યુફેકચરીંગ બીલ્ડીંગ ઇન્ડસ્ટ્રીઝ, સૌર અને પવન ઊર્જા જેવા પર્યાવરણલક્ષી ઊર્જાસ્ત્રોતો, BRTSમાં પ્રાઇવેટ બસ-ટ્રાન્સપોર્ટર્સનું આઉટસોર્સિંગ, ગિફટ સીટીમાં હાઇટેક ફાઇનાન્સ બિઝનેસ સર્વિસીઝ અને સિંગાપોરની ઉચ્ચ શૈક્ષણિક યુનિવર્સિટીઓ સાથે સહયોગ સહિતના અનેક નવા વિકાસના ક્ષેત્રો અંગે સિંગાપોર ચીન અને ગુજરાત વચ્ચે સહભાગીતાનો વિશાળ અવકાશ હોવાની રૂપરેખા આપી હતી અને સિંગાપોર તથા ગુજરાત વચ્ચે જે પરસ્પર સહયોગના સંબંધો સુદ્રઢ થયેલા છે તેને આવકાર આપ્્યો હતો.