ભાજપના ટોચના રાષ્ટ્રીય નેતાઓનો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર ચાલુ
ભાજપના પ્રમુખ શ્રી નીતિન ગડકરી તથા છત્તિસગઢના મુખ્યમંત્રી ડૉ. રમણ સિંહની ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પ્રચાર ઝુંબેશ
શ્રી નીતિન ગડકરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના વિકાસને મળેલ ખ્યાતિ પર પ્રકાશ ફેંક્યો તથા જણાવ્યું કે લોકોને વિકાસની રાજનીતિના વિજયને સુનિશ્ચિત કરવા માટે ભાજપને જ મત આપવો જોઈએ
ડૉ. રમણ સિંહે નરેન્દ્ર મોદી સરકારની વિકાસ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા બદલ પ્રશંસા કરી તથા વિશ્વાસ વ્યક્ત કર્યો કે અગાઉની ચૂંટણીની સરખામણીમાં ભાજપ આ વખતે વિધાનસભાની વધારે બેઠકો જીતશે
ચૂંટણી પ્રચાર ઝુંબેશ પૂર જોશમાં હોવાના કારણે ગુજરાત ભાજપ માટે આ એક વધારે વ્યસ્ત દિવસ હતો. સોમવાર, 26 નવેમ્બર 2012 ના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન ગડકરી તથા છત્તિસગઢના મુખ્યમંત્રી ડૉ. રમણ સિંહે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કર્યો તથા રાજ્યમાં થયેલ વિકાસની પ્રશંસા કરી.ગુજરાતનો વિકાસ દુનિયાભરમાં પ્રસિદ્ધ છે, વિકાસની રાજનીતિને જીત અપાવવા માટે લોકોએ ભાજપને પોતાનો મત આપવો જોઈએ : શ્રી નીતિન ગડકરી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન ગડકરીએ ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીઓ માટે સુરતમાં પ્રચાર કર્યો. શ્રી મોદીના નેતૃત્વ હેઠળ થયેલ વિકાસની તેમણે પ્રશંસા કરી તથા ગુજરાતના લોકોને વિકાસની રાજનીતિ માટે મત આપવાની વિનંતી કરી. તેમણે જણાવ્યું કે કૃષિ તથા ઔદ્યોગિક ક્ષેત્ર સહિતનાં અનેક ક્ષેત્રોમાં રાજ્યનો વિકાસ થઈ રહ્યો છે.ડૉ. રમણ સિંહનો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર, શ્રી મોદીના નેતૃત્વમાં થયેલ વિકાસની પ્રશંસા
છત્તિસગઢના મુખ્યમંત્રી ડૉ. રમણ સિંહે રાજકોટમાં ચૂંટણી પ્રચાર કર્યો, જ્યાં તેમણે શ્રી મોદીના નેતૃત્વમાં થયેલ વિકાસની પ્રશંસા કરી તથા વિશ્વાસ વ્યક્ત કર્યો કે અગાઉની ચૂંટણીની સરખામણીમાં ભાજપ આ વખતે વિધાનસભાની વધારે બેઠકો મેળવશે. તેમણે જણાવ્યું કે યુ.પી.એ. સરકાર આઈ.સી.યુ. માં છે તથા મોંઘવારી હલ કરવાની અસમર્થતાની સાથોસાથ તેના કાર્યકાળ દરમ્યાન થયેલ ભ્રષ્ટાચારની અનેક ઘટનાઓ ઉપર તેમણે વાત કરી.રવિવારે ભાજપના ટોચના નેતાઓ શ્રી અરુણ જેટલી, શ્રી રાજનાથ સિંહ, શ્રી વેંકૈયા નાયડુ, શ્રી અર્જુન મુંડા તથા શ્રી શિવરાજસિંહ ચૌહાણે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કર્યો તથા શ્રી મોદીના નેતૃત્વમાં થયેલ વિકાસની પ્રશંસા કરી.
https://www.narendramodi.in/shri-modi-carrying-forward-the-works-of-gandhiji-entire-bjp-behind-him/