ગુજરાતના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી શ્રી નરહરિ અમીન શ્રી નરેન્દ્ર મોદીની સાદર ઉપસ્થિતિમાં ભાજપમાં સામેલ
આ લોકશાહી તાકાતને મજબૂત કરશે અને વંશવાદી તાકાતો પર આકરો પ્રહાર હશે : શ્રી મોદી
લોકશાહીમાં ભૂલો તો થઈ શકે છે, પરંતુ કોઈને પણ કાર્યકર્તાઓની પીઠમાં છરો ભોંકવાનો અધિકાર નથી; લોકો દગા અને વિશ્વાસઘાતને કદી નહીં ભૂલે;
કોંગ્રેસ પોતાના જ નેતાઓ સાથે દગો અને કપટ કરી શકે છે : શ્રી મોદી
આપણે કંઈ બનવા માટે નથી કરી રહ્યા પરંતુ ગુજરાતના લોકોની સેવા કરવા માટે અને ગુજરાતના સારા ભવિષ્ય માટે કરી રહ્યા છીએ : શ્રી મોદી
આજે ડૉ. આંબેડકરની પુણ્યતિથિ છે; કોંગ્રેસે તેમને ખૂબ હેરાન કર્યા પરંતુ તે તેમને લોકોના હૃદયમાંથી ન કાઢી શકી : મુખ્યમંત્રી
20 ડિસેમ્બરે નરેન્દ્ર મોદી કોંગ્રેસની હેટ્રિક વિકેટ લેશે : શ્રી નરહરિ અમીન
શ્રી મોદીના હાથ મજબૂત કરવા માટે જોડાઈ રહ્યો છું, જે ગુજરાતની વૃદ્ધિ માટે નિરંતર પ્રયત્નશીલ છે : શ્રી નરહરિ અમીન
1990 માં કોંગ્રેસે 32 બેઠક મેળવી હતી, 20 ડિસેમ્બરે તેમને એના કરતાં પણ ઓછી બેઠકો આપો : શ્રી નરહરિ અમીન
6 ડિસેમ્બર 2012 ના રોજ સવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા, ગુજરાતના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને સહકારી તેમ જ શિક્ષણ ક્ષેત્રના દિગ્ગજ શ્રી નરહરિ અમીન શ્રી મોદીની સાદર ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા.
આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ કહ્યું કે આજે ગુજરાતની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ દિવસ છે અને આગળ કહ્યું કે ભલે સત્તામાં હોય કે બહાર હોય, શ્રી નરહરિ અમીન હંમેશા લોકોની સાથે રહ્યા છે. ભલે સતામાં હોય કે બાહર હોય, શ્રી નરહરિ અમીન હંમેશા લોકોની સાથે રહ્યા છે. તેમણે ખાતરી આપી કે શ્રી નરહરિ અમીન અને તેમના સમર્થકોનું આ પગલું લોકશાહીની શક્તિઓને મજબૂત કરશે અને વંશવાદને જડબાતોડ જવાબ આપશે. “આ તાકાત તેનું પરિણામ સૌથી પહેલા આ વર્ષમાં 20 ડિસેમ્બરે બતાવશે..!” તેમણે આગળ કહ્યું. તેમણે જણાવ્યું કે આ ફક્ત નરહરિભાઈની વાત નથી, પરંતુ એટલા માટે છે કે આપણે કેવી રીતે રાજનૈતિક સંસ્કૃતિ ઈચ્છીએ છીએ. “લોકશાહીમાં ભૂલો તો થઈ શકે છે પરંતુ કોઈને પણ તેનો હક નથી કે તે પોતાના કાર્યકર્તાઓની પીઠ પર છૂરો ભોંકે. લોકો કદી દગા અને વિશ્વાસઘાતને નથી ભૂલી શકતા. કોંગ્રેસને જુઓ, તેણે પોતાના જ નેતાઓ સાથે દગો અને વિશ્વાસઘાત કર્યો છે” તેમણે ઘોષણા કરી. શ્રી નરહરિ અમીનને ઢગલાબંધ વધામણી આપીને શ્રી મોદીએ કહ્યું કે, “આ કોઈ નાનો નિર્ણય નથી, તેના માટે ખૂબ હિંમત અને દ્રઢ નિશ્ચયની જરૂર પડે છે” અને કહ્યું કે “આપણે આ કંઈ બનવા માટે નહીં, પરંતુ ગુજરાતની જનતાની સેવા કરવા માટે ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે કરી રહ્યા છીએ.” શ્રી મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ પ્રસંગ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ પર આવ્યો છે. “કોંગ્રેસે ડૉ. બાબાસાહેબ આંબેડકરને ખૂબ હેરાન કર્યા, પરંતુ તે એમને લોકોના હૃદયમાંથી ન કાઢી શક્યા” તેમણે કહ્યું કે ડૉ. આંબેડકરને ભારતરત્ન શ્રી રાજીવગાંધીના પછી આપવામાં આવ્યો. આ જ હકીકત પોતાનામાં ઘણું બધું કહી જાય છે. શ્રી નરહરિ અમીને કહ્યું કે પાછળના ઘણા વર્ષોમાં તેઓ કોંગ્રેસના એક કાર્યકર્તાના રૂપમાં કામ કરતા રહ્યા, અને સંગઠનને 365 દિવસ, દિવસ-રાત મજબૂત બનાવવામાં મથતા રહ્યા. પરંતુ જે રીતે વિધાનસભા ચૂંટણી 2012 માટે ટિકિટોને લઈને વહેંચણી કરવામાં આવી તેના પર દેખીતી રીતે નારાજગી બતાવી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 20 ડિસેમ્બર 2012 ના રોજ શ્રી મોદી કોંગ્રેસની હેટ્રિક વિકેટ લેશે અને સંતોષ વ્યક્ત કર્યો કે તેઓ મોદીના હાથ મજબૂત બનાવવા માટે જોડાઈ રહ્યા છે, જે ગુજરાત માટે અવિરત કામ કરી રહ્યા છે. શ્રી નરહરિ અમીને 1990 ની વિધાનસભાની ચૂંટણીઓ યાદ કરી જે જનતા દળ અને ભાજપે સાથે મળીને લડી હતી અને કોંગ્રેસને ફક્ત 32 બેઠકો જ મળી હતી. ”20 ડિસેમ્બરે એમને આનાથી પણ ઓછી બેઠકો આપીએ” તેમણે ઘોષણા કરી. તેમણે કહ્યું કે તેઓ અને તેમના સમર્થક એવી રીતે ભાજપમાં મળી રહ્યા છે જેમ દૂધમાં ખાંડ ભળી જાય છે અને આગળ કહ્યું કે તેઓ ગુજરાતના જુદા જુદા પ્રદેશોમાં ભાજપ માટે કામ કરશે. તેમણે એમ પણ કહ્યું કે “2012 ની ચૂંટણીઓને ભૂલી જાવ. શ્રી મોદી ફરીથી મુખ્યમંત્રી બનશે. 2014 ની ચૂંટણીઓમાં ધ્યાન આપો અને ગુજરાતના આ ગૌરવશાળી સપૂતને દિલ્હીના દરબારમાં મોકલો, એ આ કામ છે જે આપણે આજથી શરૂ કરવાનું છે.” વરિષ્ઠ ભાજપી નેતા શ્રી સુરેન્દ્ર પટેલ, શ્રી અમિત શાહ આ પ્રસંગે હાજર હતા. શ્રી અમીનના ઘણાબધા સમર્થકો પણ હાજર હતા.