મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે તેમના નિવાસસ્થાને રાષ્ટ્રીય વસ્તી ગણતરી-ર૦૧૧ના પ્રારંભે આવેલા વસ્તી ગણતરી માટેના કર્મયોગીઓ સમક્ષ ઘર યાદી અને કુટુંબ સંબંધિત વ્યકિતગત વિગતોની કલમો અંગે વિગતવાર માહિતી આપી હતી.
સમગ્ર રાજ્યમાં આજથી રાષ્ટ્રીય વસ્તી ગણતરી-ર૦૧૧ મહાઅભિયાનનો પ્રારંભ થયો છે. આજથી ૪પ દિવસ સુધી સતત ચાલનારી આ પહેલા તબક્કાની વસ્તી ગણતરીના પ્રથમ દિવસે રાજ્યપાલશ્રીએ વસ્તી ગણતરીનો તેમની માહિતી આપી પ્રારંભ કરાવ્યો હતો અને બપોરે ૧/૦૦ વાગ્યે મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને જઇને વસ્તી ગણતરીના કર્મયોગીઓએ શ્રી નરેન્દ્રભાઇ મોદીની વ્યકિતગત માહિતી વસ્તી ગણતરી પત્રક માટે મેળવી હતી.
આ પ્રસંગે સામાન્ય વહીવટ વિભાગ આયોજનના અગ્રસચિવ શ્રી વી. એન. માયરા, રાજ્યના વસ્તી ગણતરી નિયામકશ્રી મનિષ ભારદ્વાજ, મહેસૂલ સચિવશ્રી અરૂણકુમાર સુતરિયા અને જિલ્લા કલેકટરશ્રી સંજીવકુમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.