જન્માષ્ટમીના પુનિત અવસરની વહેલી સવારે મહાકાલી કંથારપુરા વડના જતન સંર્વધન માટે અણધારી મુલાકાત લેતા મુખ્યમંત્રીશ્રી

દોઢ એકરમાં પથરાયેલા મહાકાલી વડ પરિસરના વિકાસ માટે નિરીક્ષણ કરી કાર્ય યોજના સૂચવતા મુખ્યમંત્રીશ્રી

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ આજે જન્મા્ષ્ટમીના પાવન પર્વની વહેલી સવારે ગાંધીનગર જીલ્લા્ના દહેગામ તાલુકામાં આવેલા ઐતિહાસીક કંથારપુરા મહાકાલી વડના સર્વગ્રાહી વિકાસ માટે અણધારી મુલાકાત લઈને તેના સંરક્ષણ, જતન અને સંવર્ધન માટેની કાર્યયોજના ગતિશીલ ધોરણે હાથ ધરવા માર્ગદર્શક સૂચનાઓ વન વિભાગ અને જીલ્લા તંત્રને આપી હતી.

કંથારપુરાના પ્રાચિન મહાકાલી વડ પરિસરની ઉપેક્ષીત સ્થિભતિથી વ્યેથિત બનેલા શ્રી નરેન્દ્ર્ભાઈ મોદીએ આ પ્રાકૃતિક વિરાસત એવા મહાકાલી વડ અને વડવાઈઓને સુવૈજ્ઞાનિક ધોરણે પ્રવાસનતીર્થ તરીકે વિકસાવવાનો સર્વગ્રાહી માસ્ટએર પ્લાઅન હાથ ધરવા રાજય સરકારના વન વિભાગને અગાઉ તાકીદ કરી હતી. આ મહાકાલી વડ ૪૦૦ વર્ષની મહાકાય પ્રાકૃતિક વિરાસત છે અને તેના પર્યાવરણીય તથા પર્યટનતીર્થ તરીકેની અસીમ સંભાવનાઓને ધ્યાષનમાં લઈને તેના સર્વગ્રાહી જતન માટે જે પ્રયાસો જીલ્લાથ તંત્ર અને વન વિભાગે હાથ ધર્યા છે તેનું ઝીણવટભર્યું નિરીક્ષણ આજે વહેલી સવારે કંથારપુરા વડ પરિસરમાં પહોંચી જઈને મુખ્યામંત્રીશ્રીએ કર્યું હતું.

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડ અને વડવાઈઓના ઘેઘુર પરિસરમાં જ્યાં યોગ, ધ્યાન માટે સુવિધા ઉપલબ્ધ થઈ શકે ત્યાં ધ્યાન કુટીરોનું નિર્માણ કરવાનું પ્રેરક સૂચન કર્યું હતું. આ આપણી આધ્યાત્મિ ક પ્રાકૃતિક સંપદા છે અને જનભાગીદારીથી તેના જતન અને સંવર્ધન માટે સમગ્ર વડ, વડવાઈ અને આસપાસના સમગ્ર પરિસરનો વિકાસ થવો જોઈએ એમ તેમણે જણાવ્યું હતું. કંથારપુરા વડ પરિસરના વિકાસ અર્થે નિરક્ષણ માટે આજે વહેલી સવારે શ્રી નરેન્દ્રંભાઈ મોદીનું અચાનક આગમન થતાં જ સ્થાથનિક ગ્રામજનોને સુખદ આશ્ચનર્ય થયું હતું અને આ ઐતિહાસીક વડના વિકાસ માટે મુખ્યથમંત્રીશ્રીની સંકલ્પસશક્તિમાં સહયોગ આપવાની તત્પઅરતા વ્યહક્ત કરી હતી. વડ અને વડવાઈ પરિસરને મહાકાલી વડ તરીકે વિકસાવવા ભક્તિભાવથી સેવાદાન આપવા ગ્રામજનોએ નિર્ધાર વ્યિક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી સાથે મુખ્ય મંત્રીશ્રીના અધિક અગ્રસચિવશ્રી એ. કે. શર્મા, ગાંધીનગરના કલેકટરશ્રી પી. સ્વધરૂપ તથા નાયબ વન સંરક્ષક શ્રી ભાવિન વ્યાએસ સહિતના અધિકારીઓ ઉપસ્થિરત રહ્યા હતા.

        With Inputs from: https://daily.bhaskar.com/article/GUJ-AHD-modi-visits-past-during-tour-4293581-PHO.html?seq=1 https://deshgujarat.com/2013/08/28/modi-visits-500-year-olf-banyan-tree-on-janmashtami-morning/

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s Space Sector: A Transformational Year Ahead in 2025

Media Coverage

India’s Space Sector: A Transformational Year Ahead in 2025
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 ડિસેમ્બર 2024
December 24, 2024

Citizens appreciate PM Modi’s Vision of Transforming India