
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા પ્રકાશિત મેરીટાઇમ હોરાઇઝોન (ઇનહાઉસ મેગેઝીન)નું વિમોચન કર્યું હતું.
૧૬૦૦ કી.મી.નો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતનો દેશમાં કુલ કાર્ગો ટ્રાફિક ભારતના આર્થિક વિકાસમાં ૩પ ટકાથી વધારે છે. છેલ્લા એક જ દશકમાં ગુજરાતના બંદરોની કાર્ગો પરિવહન ક્ષમતામાં રર૮ મીલીયન ટનનો વાર્ષિક વધારો થયો છે જે દેશના અન્ય મેરીટાઇમ સ્ટેટમાં સૌથી વધારે છે.
આ પ્રસંગે બંદર અને પરિવહનના અધિક મુખ્ય સચિવશ્રી એચ. કે. દાસ, ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન શ્રી એ. કે. રાકેશ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
ગુજરાત મેરીટાઇમ બોર્ડના કર્મચારી સંઘના પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રી કાંતિભાઇ અમૃતિયાએ પણ મુખ્યમંત્રીશ્રીને મેરીટાઇમ કર્મચારી સંઘ દ્વારા પ્રકાશિત કેલેન્ડર-ર૦૧૪ અર્પણ કર્યું હતું.
Click here to read more...