પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તા. 02 નવેમ્બર, 208ના રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ કદનાં ઉદ્યોગો (MSMEs) માટે કેન્દ્ર સરકારના સહયોગ અને આગળ વધવા માટેના કાર્યક્મનો પ્રારંભ કરશે.
દિલ્હીના કાર્યક્રમની સમાંતર આ પ્રકારના શુભારંભ કાર્યક્રમો દેશનાં 100 સ્થળોએ યોજવામાં આવશે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહેશે. આ તમામ સ્થળો દિલ્હી ખાતેના મુખ્ય સમારોહ સાથે જોડાયેલાં રહેશે. મુખ્ય સમારોહમાં પ્રધાનમંત્રી વિશેષ સંબોધન કરશે. તેઓ MSME ક્ષેત્રને સ્પર્શતી કેટલીક બાબતો અંગે વાત કરશે તેવી અપેક્ષા છે.
તાજેતરના વર્ષોમાં કેન્દ્ર સરકાર MSME ક્ષેત્રને વધુ અગ્રતા આપી રહી છે. આ સહયોગ અને આગળ વધવા માટેના કાર્યક્રમ હવે પછીના 100 દિવસો સુધી ચાલુ રહેશે અને તેમા સમગ્ર દેશને આવરી લેવામાં આવશે. જે આ ક્ષેત્ર માટે થઈ રહેલા પ્રયાસોમાં આ પ્રકારના કાર્યક્રમો વડે એકરૂપતા લાવવાનો પ્રયાસ કરાશે અને આ કાર્યક્રમને મિશન મોડમાં હાથ ધરવામાં આવશે. તેનુ કેન્દ્ર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ મારફતે સતત મોનિટરીંગ થતુ રહેશે.
આ પ્રસંગે હાજર રહેનારા મહાનુભવોમાં કેન્દ્ર સરકારના નાણાં અને કૉર્પોરેટ બાબતોના મંત્રી શ્રી અરૂણ જેટલી તથા કેન્દ્ર સરકારના સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો (સ્વતંત્ર પ્રભાર) રાજ્ય મંત્રી શ્રી ગિરીરાજ સિંહનો સમાવેશ થાય છે.