"38-lakh sportspersons registered themselves for Khel Mahakumbh-2013 "

રમ્યુ ગુજરાતઃ જીત્યું ગુજરાત

૩૮ લાખથી વધુ રમતવીરોનું રજીસ્ટ્રેશન

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ખેલ મહાકુંભ-ર૦૧૩નો સમાપન સમારોહ તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ જે. ડી. નગરવાલા પોલીસ સ્ટેડીયમ, શાહીબાગ, અમદાવાદ ખાતે તા. ર૩ ડિસેમ્બર, ર૦૧૩ના રોજ સાંજે પ.૦૦ કલાકે યોજાશે.

સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ-ર૦૧૩ના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, રમતગમત મંત્રી શ્રી રમણલાલ વોરા, શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કાયદા રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, પાણી પુરવઠા રાજ્ય મંત્રી શ્રી નાનુભાઈ વાનાણી તથા અતિથિવિશેષપદે અમદાવાદના મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલ, સાંસદ શ્રી હરીન પાઠક તેમજ ર્ડા. કિરીટભાઈ સોલંકી ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે સ્પે. ઓલિમ્પિક ગુજરાતના પ્રમુખ તથા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ શાહ, મુખ્ય સચિવ ર્ડા. વરેશ સિંહા, રમતગમત સચિવ શ્રી ભાગ્યેશ જ્હા સહિત વરિષ્ઠ અધિકારીઓ, રમતગમત પ્રેમીઓ પણ ઉપસ્થિત રહેશે.

ખેલ મહાકુંભ-ર૦૧૩માં તીરંદાજી, એથ્લેટીકસ (દોડ, ફેંક, કૂદ), બાસ્કેટ બોલ, બેડમિંન્ટન, ચેસ, ફુટબોલ, હોકી, જુડો, કબડ્ડી, ખો-ખો, શુટીંગ, વોલીબોલ, સ્કેટીંગ, સ્વીમીંગ, ટેબલટેનીસ, રસ્સા ખેંચ, ટેનિસ સહિત અનેકવિધ રમતોનું રાજ્યભરમાં આયોજન થયું હતું. જેમાં વિવિધ વર્ગના લોકો, યુવક-યુવતીઓ, વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ મોટા પ્રમાણમાં ભાગ લઇ સફળ બનાવ્યો છે. આ ખેલ મહાકુંભમાં કુલ ૩૮ લાખથી વધુ રમતવીરોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્ય મંત્રીશ્રીના પ્રેરણાદાયી માર્ગદર્શન મુજબ શરૂ થયેલ ખેલ મહાકુંભ રમતોના પરિણામે ગુજરાતના અનેક રમતવીરોને રમતગમત ક્ષેત્રે નવી નવી તકો સાંપડી રહી છે. રાજ્ય સરકારના આ સુસજ્જતા પૂર્વકના આયોજનના પરિણામે આગામી સમયમાં ગુજરાત રમતગમત ક્ષેત્રે પણ અનેક નવી નવી સિદ્ધિઓ હાંસલ કરશે. આ અગાઉના ખેલ મહાકુંભ ર૦૧ર-૧૩ની રમતોમાં ૮ લાખ મહિલાઓ સાથે કુલ રપ લાખ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ૭ર નવા રેકોર્ડ પણ પ્રસ્થાપિત કર્યા હતા અને કુલ ૩ર કરોડ રૂપિયાના ઇનામો પણ એનાયત કરવામાં આવ્યા હતા.

Khel Mahakumbh 2013

Images from Khel Mahakumbh official website

Khel Mahakumbh-2013

Khel Mahakumbh-2013

Khel Mahakumbh-2013

Khel Mahakumbh-2013

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Modi blends diplomacy with India’s cultural showcase

Media Coverage

Modi blends diplomacy with India’s cultural showcase
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 23 નવેમ્બર 2024
November 23, 2024

PM Modi’s Transformative Leadership Shaping India's Rising Global Stature