નારીશકિતનું નવલું શતરંજ કૌશલ્ય ઊજાગર કરતો સ્વામિ વિવેકાનંદ મહિલા શાનદાર ચેસ મહોત્સવ ઉજવાયો

મહાત્મા મંદિર-ગાંધીનગરમાં ૩૯પ૭ મહિલાઓએ એક સાથે શતરંજ રમીને ચેસના રમત ક્ષેત્રે વિક્રમ સર્જ્યો...

મુખ્યમંત્રીશ્રી અને પૂર્વ ઉપ પ્રધાનમંત્રીશ્રીએ શતરંજની મહિલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરી

વર્લ્ડ ચેસ ચેમ્પીઅન વિશ્વનાથન આનંદનું સન્માન

મુખ્યમંત્રીશ્રીનુ આહ્વાનઃ શતરંજની રમત ગુજરાતમાં પારિવારિક રમત બને શતરંજ એ માનવીને સ્વયંમ જીતવાનો ઉત્તમ માનસિક આયામ છે

એલ કે અડવાણીઃ- ગુજરાતમાં રમત-ગમત ક્ષેત્રે ઉત્તમ વાતાવરણનું શ્રેય મુખ્યમંત્રીશ્રીના ખેલકૂદ ક્ષેત્રના વિઝનને ફાળે જાય છે

ગુજરાતની મહિલા શકિતએ શતરંજમાં કુશળતા પૂરવાર કરી છે.

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વામિ વિવેકાનંદ મહિલા ચેસ મહોત્સવના શાનદાર અવસરે શતરંજને માનવીના મન ઉપર સ્વયમજીત મેળવવા માટેનો ઉત્તમ માનસિક આયામ ગણાવ્યો હતો. તેમણે ગુજરાતમાં શતરંજની રમત પ્રત્યેક પરિવારની પારિવારિક રમત બને તેવું વાતાવરણ સર્જવાનું આહ્વાન આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વામિ વિવેકાનંદ મહિલા ચેસ મહોત્સવના શાનદાર અવસરે શતરંજને માનવીના મન ઉપર સ્વયમજીત મેળવવા માટેનો ઉત્તમ માનસિક આયામ ગણાવ્યો હતો. તેમણે ગુજરાતમાં શતરંજની રમત પ્રત્યેક પરિવારની પારિવારિક રમત બને તેવું વાતાવરણ સર્જવાનું આહ્વાન આપ્યું હતું.

સ્વામિ વિવેકાનંદની દોઢસોમી જન્મજ્યંતી ઉજવણીના ઉપક્રમમાં આજે મહાત્મા મંદિર-ગાંધીનગરમાં ગુજરાતની નારીશકિતના શતરંજના કૌશલ્યને ઉજાગર કરતો મહિલા ચેસ મહોત્સવ-ર૦૧ર સંપન્ન થયો હતો જેમાં કુલ મળીને ૩૯પ૭ મહિલા ચેસ ખેલાડીઓએ ખેલદિલીપૂર્વક શતરંજ રમીને વિક્રમ સર્જ્યો હતો.

ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગુજરાત ચેસ એસોસિયેશન અને NIITના સંયુકત ઉપક્રમે દેશમાં પહેલીવાર મહિલા શતરંજ મહોત્સવના આ આયોજનમાં પાંચ વખત વર્લ્ડ ચેસ ચેમ્પીઅન બનનારા ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદે ઉપસ્થિત રહીને ગુજરાતની શાનવૃધ્ધિ કરી હતી. શ્રી વિશ્વનાથન આનંદનું ગુજરાત સરકાર વતી મુખ્યમંત્રીશ્રી અને શ્રી અડવાણીજીએ સન્માન કર્યું હતું.

આ ચેસ મહોત્સવની વિશેષતા એ હતી કે ગુજરાતની જ શતરંજની યશસ્વી કન્યા કુ. ધ્યાની દવેએ એકસાથે ૧પ૦ મહિલા ખેડીઓ સાથે ચેસની ચાલો ખેલી હતી અને શતરંજમાં ગુજરાતની નારીશકિતની સિધ્ધિઓને પ્રદર્શિત કરી હતી. આ શતરંજના ખેલમાં ૧૪૮ પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ પણ પોતાના બૌધ્ધિક કૌશલ્યની ક્ષમતા પ્રદર્શિત કરી હતી જેનું લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર આપી મુખ્યમંત્રીશ્રીએ અભિવાદન કર્યું હતું. ગુજરાતના તેજસ્વી વિજેતા શતરંજ ખેલાડી ભાઇ-બહેનોનું પણ આ અવસરે અભિવાદન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે શતરંજની રમત મોટાભાગે પુરૂષોના પ્રભાવમાં છે એ માન્યતાનો ભ્રમ ગુજરાતની મહિલાશકિતએ ભાંગ્યો છે અને ચાર હજાર જેટલી નારીશકિત એમાં પણ, ૧૪૮ જેટલી પ્રજ્ઞાચક્ષુ કન્યાઓએ શતરંજ એક જ છત્ર નીચે એક સાથે રમીને વિશ્વવિક્રમ રચ્યો છે તે સૌ આપણા અભિનંદનને પાત્ર છે.

શતરંજની રમતના બૌધ્ધિક સામર્થ્યને મગજના જ્ઞાનનો જંગ ગણાવતા ભારત જ્ઞાનયુગમાં સર્વોપરી બનવાનું સામર્થ્ય ધરાવે છે. તેની ભૂમિકા સાથે શતરંજની રમતને મનોવૈજ્ઞાનિક રીતે માનસિક ગુણો, તનાવમૂકિત અને ધીરજ-આયોજનના ગુણ વિકાસની રમત મુખ્યમંત્રીશ્રીએ ગણાવી હતી. કેટલાક લોકો ગુજરાતની દિશા અને દશા બદલવાનો ભ્રમ ફેલાવે છે ત્યારે ગુજરાતની આ યુવાશકિતએ અને ગુજરાતની જનતાએ જે વિકાસની-શકિતની ઊંચાઇ પ્રસ્થાપિત કરી છે તે દિશા પકડવા પ્રધાનમંત્રીશ્રીને માર્મિક અપીલ કરતા જણાવ્યું કે ગુજરાતની ઉત્તમ દિશા પકડશો તો ભારતની દુર્દશા બદલાઇ જશે!

ગુજરાતની આવતીકાલની યુવાશકિતને સામર્થ્યવાન બનાવવાનો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો. પૂર્વ ઉપ વડાપ્રધાન અને ગુજરાતના વરિષ્ઠ સંસદ સભ્યશ્રી એલ. કે. અડવાણીએ એક જ સમયે મહિલાઓ શતરંજની રમત સામૂહિક વાતાવરણમાં રમે એ ગુજરાતમાં રમત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ વાતાવરણની પ્રતીતિ કરાવે છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ખેલકૂદ ક્ષેત્રમાં જે પ્રોત્સાહન અને વિઝનરી વ્યવસ્થાપન કર્યું છે તેની પ્રસંશા કરી હતી.

શતરંજની રમતમાં વિશ્વવિક્રમ સર્જનારી ગુજરાતની જનતાએ ખેલમહાકુંભના અભિયાનથી પણ ઐતિહાસિક સિધ્ધિ મેળવી છે. ગુજરાતની મહિલાશકિતને વિકાસના અન્ય ક્ષેત્રોની જેમ રમત ક્ષેત્રે પણ પોતાનું સામર્થ્ય પ્રદર્શિત કરવા માટે તેમણે ખૂબ અભિનંદન આપ્યા હતા.

ગ્રાન્ડ માસ્ટરશ્રી વિશ્વનાથન આનંદે સ્વર્ણિમ ગુજરાત વખતે આયોજીત ચેસ મહોત્સવને યાદ કરી આજના આ સ્વામી વિવેકાનંદ મહિલા ચેસ મહોત્સવના આયોજને બિરદાવ્યું હતું.

પૂર્વ નાયબ વડાપ્રધાન અને ગાંધીનગરના સાંસદશ્રી લાલકૃષ્ણ અડવાણીએ આજના આ લીમ્કા બુક ઓફ રેકર્ડ પ્રસ્થાપિત કરવાના પ્રસંગે પોતાની ઉપસ્થિતિને સદ્દનસિબ ગણાવી ગુજરાતની ગ્રાન્ડ માસ્ટર ધ્યાની દવે તથા ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદને તેમની નોંધપાત્ર સિધ્ધિઓ બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. તાજેતરમાં ઓલિમ્પીક મેડલ વિજેતા સાયના નહેવાલ અને એમ. સી. મેરીકોમની રમતો પરથી પ્રેરણા લેવાનું પણ આહ્્‍વાન તેમણે કર્યું હતું.

રમત-ગમત મંત્રીશ્રી ફકીરભાઇ વાધેલાએ જણાવ્યું હતું કે આજની આ રમતમાં ૩૯પ૭ મહિલા ખેલાડીઓ એક જ જગ્યાએ એક સાથે રમ્યા છે જેમાં ૧૪૮ પ્રજ્ઞાચક્ષુ, ર૮ વિકલાંગ મહિલા ખેલાડીઓએ ઉપસ્થિત રહીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ગુજરાતના ર૬ જિલ્લામાં સ્પોર્ટસ સંકુલ બનાવવાની યોજના અંતર્ગત ૧૧ જિલ્લામાં સંકુલ કાર્યરત છે અને અન્ય સ્થળોએ કામગીરી ચાલી રહી છે. નવા પ્રતિભાસંપન્ન ખેલાડીઓને માટે શકિતપુંજ યોજના અમલમાં મૂકી ખોરાક, તાલીમ અને સાધનો પેટે સહાય આપવામાં આવે છે તેની રૂપરેખા તેમણે આપી હતી.

આ અવસરે રાજ્યના વિવિધ જિલ્લાઓની મહિલા ચેસ ખેલાડીઓ તથા તેમના પરિવારજનો, રમતપ્રેમી નાગરિકો NIITના ચેરમેનશ્રી પવાર, લિમ્કા બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડઝના પ્રતિનિધિ તથા રમત-ગમત યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના સચિવશ્રી ભાગ્યેશ જહા અને ડાયરેકટર

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s coffee exports zoom 45% to record $1.68 billion in 2024 on high global prices, demand

Media Coverage

India’s coffee exports zoom 45% to record $1.68 billion in 2024 on high global prices, demand
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 4 જાન્યુઆરી 2025
January 04, 2025

Empowering by Transforming Lives: PM Modi’s Commitment to Delivery on Promises