ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ ડો. મોહમ્મદ સૈયદના સાહેબના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલિ પાઠવી છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ગસ્થ સૈયદના સાહેબને શ્રધ્ધાંજલિ પાઠવતા જણાવ્યું છે કે, તેમના અવસાનથી સમાજને ન પૂરાય તેવી ખોટ પડી છે. સ્વ. સૈયદના સાહેબના ગુજરાતના વિકાસ માટે સદૈવ પ્રાપ્ત થયેલા આશીર્વાદ માટે ધન્યતાની લાગણી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વ્યકત કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્વ. સૈયદના સાહેબને માનવજાતના ચહેરા પર મુસ્કાન માટે અને સામાજિક શાંતિ-સદ્દભાવ-સમરસતાને આજીવન સમર્પિત વ્યકિતત્વ ગણાવતાં સદ્દગતના આત્માની પરમ શાંતિ માટે પ્રાર્થના કરી છે.
Shri Narendra Modi tweeted:
We will remember Syedna Sahib as a great man who devoted his life in bringing smiles on people's faces & spreading message of peace, harmony— Narendra Modi (@narendramodi) January 17, 2014
Syedna Sahib had a very close relation with Gujarat! Gujarat has always been fortunate to have got his blessings in it's development journey— Narendra Modi (@narendramodi) January 17, 2014
Saddened by demise of respected leader of Dawoodi Bohra community Dr. Syedna Mohammed Burhanuddin. His demise is a great loss for society.— Narendra Modi (@narendramodi) January 17, 2014