૧૧૨મા જન્મ દિવસે સ્વ.ર્ડા.શ્યામા પ્રસાદ મુખરજીને ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પતા મુખ્યમંત્રીશ્રીવિધાનસભા અધ્યક્ષશ્રીરાજ્ય મંત્રી મંડળ
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વ.ર્ડા.શ્યામા પ્રસાદ મુખરજીના ૧૧૨મા જન્મ દિવસે આજે ગાંધીનગરમાં વિધાનસભા પોડિયમમાં સ્વ.ડો.શ્યામા પ્રસાદજીના તૈલચિત્ર તસવીર સમક્ષ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. વિધાનસભા અધ્યક્ષ શ્રી ગણપતભાઇ વસાવા તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, સંસદીય સચિવશ્રીઓ સહિત ધારાસભ્યોપદાધિકારીઓએ પણ શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.મુખ્યમંત્રીશ્રીએ ર્ડા.શ્યામા પ્રસાદજીનું ભાવસ્મરણ કરતાં જણાવ્યું કે, ભારતની લોકશાહીમાં જ્યારે એક જ પક્ષનો સિતારો ઝળહળતો હતો તેવા સમયે રાષ્ટ્રવાદી વિચારધારા સાથે ર્ડા.શ્યામા પ્રસાદજીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી રાષ્ટ્રીય રાજકારણમાં નવો વિકલ્પ આપ્યો હતો. સ્વ.ર્ડા.શ્યામા પ્રસાદજીના દેશની એકતા અખંડિતતા તથા કાશ્મીરના એકીકરણ માટેના આજીવન સંઘર્ષ અને બલિદાન સદા સર્વદા દેશ માટે પ્રેરકબળ પૂરુ પાડશે તેવી શ્રધ્ધા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વ્યકત કરી હતી.