ગુજરાત જે રીતે સર્વાંગી વિકાસની ગતિશીલતાના દર્શન કરાવી રહયું છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રી પાસેથી જાણવામાં શ્રીયુત લિનસ કેસ્ટરમૂરે વિશેષ રસ દાખવ્યો હતો.
ગુજરાત સાથે સ્કીલ ડેવલપમેન્ટ, મીલ્ક એન્ડ એગ્રો પ્રોસેસિંગ, ટુરિઝમ, ડાયમંડ એન્ડ જવેલરી જડિત ઘડિયાળોની ઇન્ડસ્ટ્રીઝ અને અર્બન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ ક્ષેત્રે સ્વીટઝરલેન્ડની સહભાગીતાની સંભાવનાઓ વિશે તેમણે ચર્ચાવિમર્શ કર્યો હતો.
આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવશ્રી એ. કે. શર્મા અને દિલ્હીના ગુજરાત સરકારના અગ્ર નિવાસી આયુકત ભરત લાલ ઉપસ્થિત હતા.