ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાત આર્ટ ઓફ લિવિંગના વડા શ્રી શ્રી રવિશંકરે આજે ગાંધીનગરમાં લીધી હતી.
મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને યોજાય આ શુભેચ્છા મૂલાકાતમાં સતત ચોથીવાર ગુજરાતના શાસનનું નેતૃત્વ સંભાળવા માટેનો જનવિશ્વાસ પ્રાપ્ત કરવા બદલ શ્રી શ્રી રવિશંકરે શ્રી નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન આપ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ શ્રી શ્રી રવિશંકરનું ઉષ્માભર્યું સ્વાગત કયુ.