મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સાંજે દિલ્હીમાં ભારતના રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખરજીની સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી.
ગુજરાતમાં સતત ચોથીવાર રાજ્યશાસનનું નેતૃત્વ સંભાળ્યા પછી મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે સાંજે રાષ્ટ્રપતિશ્રીને મળ્યા હતા. રાષ્ટ્રપતિશ્રી પ્રણવ મુખરજીએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉપરાષ્ટ્રપતિશ્રીની સૌજ્ન્ય મૂલાકાત લેતા મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે નવી દિલ્હીમાં ભારતના ઉપરાષ્ટ્રપતિશ્રી હમિદ અન્સારીની સૌજન્ય મૂલાકાત લીધી હતી.ગુજરાતમાં સતત ચોથીવાર રાજ્યશાસન સંભાળ્યા પછી મુખ્યમંત્રીશ્રી પ્રથમ વખત ઉપરાષ્ટ્રપતિને મળ્યા હતા. ડો. હમિદ અન્સારીએ મુખ્યમંત્રીશ્રીને શુભેચ્છાઓ પાઠવી હતી.