મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ઉજૈનમાં મધ્યપ્રદેશ સરકારના શિક્ષા અભિયાનના સમાપનના વિશેષ અતિથિ તરીકે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આઝાદી પછી આવેલી કોંગ્રેસી સરકારોએ વિકાસ અને શિક્ષણને પ્રાથમિકતા આપવાને બદલે સત્તાસુખ ભોગવ્યું છે, પરિણામે આઝાદીના પ૦ વર્ષ પછી પણ રાજ્યોમાં ભાજપા શાસિત સરકારોએ પ્રાથમિક શિક્ષણ માટેના જનઅભિયાન કરવાં પડે છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રીના ખાસ આમંત્રણથી સ્કુલ ચલેં હમ-શિક્ષા અભિયાનના સમાપન સમારોહમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશેષ અતિથિ તરીકે ઉજૈનમાં શાળા નામાંકન માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વિકલાંગ વ્યકિતઓને મધ્યપ્રદેશ પ્રશાસનની વિવિધ સહાય યોજનાઓના લાભોનું સ્પર્શ અભિયાન અન્વયે વિતરણ કર્યું હતુ અને મધ્યપ્રદેશ હરિયાળી મહોત્સવનો પ્રારંભ વૃક્ષારોપણ કરીને કરાવ્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ દેશના રાજકીય પંડિતો, અર્થશાસ્ત્રીઓ અને વિકાસના હિતચિન્તકોને પ્રેરક અનુરોધ કર્યો હતો કે આઝાદી પછી દેશમાં ચાર પ્રકારની સરકારોમાંથી વિકાસની સર્વાધિક સિધ્ધિઓ કોણે પ્રાપ્ત કરી છે તેનું અધ્યયન અને રાષ્ટ્રીય ચર્ચાનું વાતાવરણ સર્જવું જોઇએ.

સંદર્ભમાં તેમણે જણાવ્યું કે આઝાદી પછી દાયકાઓ સુધી સત્તા ભોગવનારી કોંગ્રેસની રાજ્ય સરકારો, ડાબેરી વિચારધારા ધરાવતી મિ બંગાળની સામ્યવાદી સરકારનું લાંબાગાળાનું એકધારૂં શાસન, રાજ્યોમાં પ્રાદેશિક અને પારિવારિક પક્ષોની સરકારો તથા ભાજપાની સરકારોમાં સર્વાધિક વિકાસ માટે કોણે પ્રતિબધ્ધતા, ઉત્તમ નેતૃત્વ, કાર્યસિધ્િ કાર્યસંસ્કૃતિ અને વિકાસનો અભિગમ દર્શાવ્યો છે તેનું અધ્યયન કરતા ભાજપાની સરકારો સર્વાધિક વિકાસ અને જનહિત કાર્યો માટે અગ્રીમ સ્થાને રહી છે તે પૂરવાર થઇ જશે.

મુખ્યમંત્રીશ્રીએ દ્રષ્ટાંત રૂપે સ્વ. ઈન્દીરા ગાંધીએ જાહેર કરેલા વીસ મૂદાના ગરીબલક્ષી કાર્યક્રમના અમલીકરણમાં છેલ્લા દશ વર્ષના મૂલ્યાંકનોમાં દેશમાં કોંગ્રેસ શાસિત રાજ્યો પ્રથમ પાંચ ક્રમમાં કયાંય સ્થાન પામતાં નથી અને ભાજપા શાસિત રાજ્યો જ વીસ મૂદાના કાર્યક્રમના સફળ અમલમાં ટોચના સ્થાને રહ્યા છે તેમ જણાવ્યું હતું.

મધ્યપ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશ જેવા ભાજપા શાસિત રાજ્યોમાં સાર્વજનિક શિક્ષા અભિયાનોથી પ્રાથમિક શિક્ષણમાં ગુણાત્મક પરિણામો આવ્યા છે, પરંતુ કેન્દ્રની સરકાર નકારાત્મક માનસિકતાથી શિક્ષણના કેન્દ્રીય કાનૂનો બનાવીને રાજ્યો ઉપર તેના અમલની જવાબદારી સોંપે છે, પરંતુ નાણાંકીય બોજમાં રાજ્યોને મદદ કરવા તૈયાર થતી નથી છતાં, ભાજપા શાસિત રાજ્યોએ શિક્ષણ સુધારણાના ક્ષેત્રે ક્રાંતિકારી સિધ્ધિઓ મેળવી છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અત્યારે જે રાજ્યોમાં સતાસુખથી વંચિત છે એવા કોંગ્રેસીઓ શિક્ષણ જેવા પવિત્ર અભિયાનની ટીકા કરે છે તે માનસિકતાની આલોચના કરી હતી. તેમણે જણાવ્યુ઼ કે હિન્દુસ્તાન વિશ્વનો સૌથી યુવા દેશ છે અને ભારતના માથેથી નિરક્ષરતાનું કલંક દૂર થાય તો દેશની ૧ર૦ કરોડની જનશકિતમાં ૬પ કરોડ યુવાનો છે તેના સામર્થ્યથી વિશ્વગુરૂનું ગૌરવ હિન્દુસ્તાન મેળવી શકે તેમ છે.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે દેશનું દુર્ભાગ્ય પણ છે કે આજે દિલ્હીની સરકાર ભ્રષ્ટાચારોમાં ગળાડૂબ છે અને કોંગ્રેસ તથા તેના યુ.પી.એ. સાથી પક્ષોના મંત્રીઓને જેલમાં જતા રોકવાની ચિન્તામાં દેશની જનતાને નિઃસહાય સ્થિતિમાં છોડી દીધી છે. ભૂતકાળમાં કેન્દ્ર અને રાજ્યની સરકારો સાથે મળીને સમસ્યાના ઉકેલ માટે, વિકાસ માટે કાર્ય કરતી હતી, પરંતુ આજે યુ.પી.એ. સરકારમાં વિકાસ માટે પ્રતિબધ્ધ ભાજપાની રાજ્ય સરકારોને હેરાન પરેશાન કરવાના કારસા રચાઇ રહ્યા છે.

તેમણે જણાવ્યું કે ભાજપાની રાજ્ય સરકારો વિકાસ માટે સર્વાધિક પ્રતિબધ્ધ રહી છે અને વિકાસના માપદંડ તથા ગતિ માટે ભાજપા રાજ્યોની સિધ્ધિઓ દેશમાં મોડેલ બની રહી છે.

મુખ્યમંત્રીશ્રીએ વિકલાંગોને આત્મવિશ્વાસ દ્વારા સમાજમાં માનભેર જીવવા માટેના સામાજિક દાયિત્વની ભાવનાને ઉજાગર કરવા હ્વદયસ્પર્શી અપીલ કરતાં જણાવ્યું કે રાજ્ય શાસન સંવેદનશીલ હોય તો વિકલાંગોને માટે "સ્પર્શ' જેવું અભિયાન વિકલાંગોમાં નહીં, સરકાર અને સમાજને વિકલાંગના સ્પર્શથી કરૂણા અને સંવેદનાની અનુભૂતિ કરાવે છે.

મુખ્યમંત્રીશ્રીએ વિકલાંગો માટેની વિકાસ માટેની મધ્યપ્રદેશ સરકારની સંવેદના, વિકલાંગને યાચક નહીં પણ આત્મવિશ્વાસની પ્રેરણા આપશે એમ જણાવ્યું હતું.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રી શીવરાજસિંહ ચૌહાણે ગુજરાતના વિકાસને હિન્દુસ્તાનના મોડેલ તરીકે ગણાવી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની પ્રસંશા કરી હતી. ગુજરાતે દશ વર્ષમાં હિન્દુસ્તાનની ધરતી ઉપર વિકાસનો આગવો ઇતિહાસ રચી દીધો છે એમ જણાવી ગુજરાતના પ્રાથમિક શિક્ષાના અભિયાનને તેમણે ક્રાંતિકારી સફળતા ગણાવી હતી.

પ્રસંગે મધ્યપ્રદેશના શિક્ષણમંત્રી શ્રીમતી અર્ચના ચિટનીસે પણ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વથી શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા મળી છે અને ગુણોત્સવથી શિક્ષણની ગુણવતા ઉંચે આવી છે તેમ જણાવ્યું હતું.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
Bad loans decline: Banks’ gross NPA ratio declines to 13-year low of 2.5% at September end, says RBI report

Media Coverage

Bad loans decline: Banks’ gross NPA ratio declines to 13-year low of 2.5% at September end, says RBI report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi pays tributes to the Former Prime Minister Dr. Manmohan Singh
December 27, 2024

The Prime Minister, Shri Narendra Modi has paid tributes to the former Prime Minister, Dr. Manmohan Singh Ji at his residence, today. "India will forever remember his contribution to our nation", Prime Minister Shri Modi remarked.

The Prime Minister posted on X:

"Paid tributes to Dr. Manmohan Singh Ji at his residence. India will forever remember his contribution to our nation."