પ્રજાકીય સર્વાંગી વિકાસના ૧ર વર્ષની વિકાસ સિધ્ધિઓના વિશેષાંકનું વિમોચન સંપન્ન
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્ય સરકારના માહિતી વિભાગ તરફથી પ્રકાશિત દળદાર ગુજરાત દીપોત્સવી-ર૦૬૯નું આજે વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે માહિતી વિભાગ દ્વારા પ્રકાશિત પ્રજાકીય સર્વાંગી વિકાસના ૧ર વર્ષની વિવિધ વિકાસગાથા વર્ણવતા વિશેષાંકનું પણ વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે માહિતી પ્રસારણ અગ્રસચિવ અને મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવશ્રી ગિરીશચન્દ્ર મુર્મુ. માહિતી કમિશ્નરશ્રી ભાગ્યેશ જ્હા, સંયુકત માહિતી નિયામકશ્રી પુલક ત્રિવેદી ઉપસ્થિત હતા. મુખ્યમંત્રીશ્રીએ માહિતી ખાતાને આ સાહિત્ય સમૃધ્ધ ગુજરાત દીપોત્સવી અંકના પ્રકાશન માટે અભિનંદન આપ્યા હતા.
ગુજરાતના વાંચનપ્રેમી સાહિત્યરસીકોમાં ગુજરાત-દીપોત્સવી અંકની આગવી પ્રતિષ્ઠા ઉભી થયેલી છે અને લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યસર્જકો, ચિન્તકો, વિવેચકો તથા વાંચનરસિક જનતા માટે ગુજરાત દીપોત્સવી અત્યંત સમૃધ્ધ સાહિત્યનો રસથાળ છે.
દીપોત્સવી-ર૦૬૯ ગુજરાત દીપોત્સવી અંકમાં બહુરંગી તસ્વીરો સાથે અભ્યાસ લેખો, નિબંધો, નવલિકાઓ, નાટિકા, વિનોદીકા અને કાવ્યકૃતિઓના વિવિધ વિભાગો છે.
નયનરમ્ય આકર્ષક મૂદ્રણ સાથેના ગુજરાત-દીપોત્સવી-ર૦૬૯નું મૂલ્ય રૂપિયા ચાલીસ છે.